રાજ્ય માં છેલ્લા દસ વર્ષ થી પ્રજા હિટ પાર્ટી ની સરકાર હતી .અને તાજા આવેલા સર્વે મુજબ ત્રીજી વાર પણ પ્રજાહિત પાર્ટી ની સરકાર બે તૃત્યાંશ બહુમતી થી બનાવ જય રહી હતી ..એટલે નાના માં નેનો કાર્યકર્તા ખુશ હતો અને પાર્ટી માટે બમણા જોરથી કામ કરતો હતો ..
છેલ્લા દસ વર્ષ માં અનંત રાય શિંદે એ મુખ્યમંત્રી તરીકે ખુબ સારું કામ કર્યું હતું ..અને પાર્ટી ને આટલી ટોચ પર પહોંચાડી હતી છતાં આ વખતે સર્વે માં મુખ્યમંત્રી તરીકે સ્થાપિત થવા માં એમને ઓછા મત મળતા હતા ,,,!!!
એનું કારણ હતું અનંત રાય શિંદે નું સચ્ચાઈ અને દેશભક્તિ વાળું વલણ ..!!છેલ્લા દસ વર્ષ માં એમને રાજ્ય નથી ભ્રસ્ટાચાર અને ગુંડા રાજ લગભગ ખતમ કરી નાખ્યા હતા .. એમને હંમેશા ગરીબી નાબૂદ કરવા પર જોર આપ્યું .. જાતિવાદ થી ઉપર વિચારી ને સમાજ ના દરેક વર્ગ ના લોકો નું કલ્યાણ થાય અર્વા કામ કર્યા ..
અનંત રાય શિંદે ના બે ખાસ માણસો હતા ..વિકાસ કેલકર અને આભ બોઝ ..
આ બે
વ્યક્તિ ને લીધે જ અનંતરાય શિંદે એ અત્યાર સુધી પોતાના સિદ્ધાંતો સાથે બાંધ છોડ કર્યાં વગર રાજ કર્યું હતું
વિકાસ કેલકર ...સાડા પાંચ ફીટ હાઈટ ..એકવડો બાંધો ..ગોરોવાન અને ચહેરા પર ફ્રેન્ચ કટ દાઢી .એ બોલવા કરતા કામ કરવા માં વધુ માનતો એ I ઉમર ચાલીસેક વર્ષ ની આસપાસ હશે છતાં તે અનંત રાય શિંદે ની કેબિનેટ માં ફાયનાન્સ મિનિસ્ટર હતો ..!! એનું કારણ છે કે એ જયારે કેનેડા માં હતો ત્યારે સ્ટુડેંટ્સ લાઈફ માં એને પ્રજાહિત પાર્ટી જોઈન કરી હતી અને ૨૨ વર્ષ ની ઉંમરે જ પાર્ટી નો એમ આર આઈ વિંગ નો અધ્યક્ષ બન્યો હતો ..પછી એને ફાયનાંસ માં એમબીએ કર્યું ત્યારે આખા કેનેડા માં એને હાઈએસ્ટ માર્ક આવ્યા હતા અને કેનેડા ની સરકારે એને ગોલ્ડ મેડલ આપ્યો હતો ...વિલાસે .. ફાયનાન્સ ક્ષેત્રે સુ કરી શકાય .. કેવા ટેક્સ વધારી ને અને કેવા ટેક્ષ ઓછા કરી ને સામાન્ય માણસ નું જીવન ધોરણ બદલી શકાય ..એ માટેના થીસીસ અને લેખો અનંત રાય શિંદે ને પર્સનલ ઇમેઇલ માં મોકલ્યા હતા .અને અનંત રાય શિંદે એ બધા થી બહુ જ પ્રભાવિત થયા હતા ..પણ એ વખતે રાજ્ય માં પ્રજાહિત પાર્ટી ની સરકાર ન હતી ..પણ જયારે પાર્ટી ની સરકાર બની તે જ વખતે અનંત રાય શિંદે એ વિલાસ કેલકર ને કેનેડા થી બોલાવી ને સીધો જ નાણાં મંત્રી બનાવ્યો હતો એ વખતે તેની ઉમર ફક્ત ૩૦ વર્ષ ની હતી
.અનંત રાય શિંદે ના આ પગલાં એ સૌ ને ચોંકાવી દીધા હતા ...પ્રદેશ ના નેતા ઓ તરફ થી રાષ્ટ્રીય અધ્યક્ષ હરકિશન તિવારી જી સમક્ષ બહુ જ ફરિયાદો થઇ હતી ..પણ એ વખતે પ્રજા હિત પાર્ટી ફક્ત અનંત રાય શિંદે ના દમ પર ચૂંટણી જીતી હતી એટલે જ રાષ્ટ્રીય અધ્યક્ષ ..કઈ બોલવા સક્ષમ ન હતા ..અને અનંત રાય ના આવા આકરા પગલાં થી સિનિયર નેતાઓ નારાજ હતા ..
પણ સમય જતા ..વિકાસ કેલકર પર અનંત રાયે મુકેલી ભરોસો એકદમ ખરો ઉતાર્યો વિકાસ કેલકર નાણાં ના મેનેજમેન્ટ માં માસ્ટર પુરવાર થયો ..એને નાણાં મંત્રી તરીકે એવી યોજના નો બનાવી કે ગરીબ માણસો ના જીવન ધોરણ માં નોંધપાત્ર સુધારી થયો ..આના માટે વિલસે આકરા પગલાં લીધા જે મોટા ઉદ્યોગ પતિ ઓ ના ફાયદા માં ન હતા .. અને સિનિયર નેતા ઓ તો પહેલે થી જ અનંત રાય શિંદે ની વિરુદ્ધ જ હતા ...!!
અનંત રાય શિંદે નો બીજો હુકમ નો એક્કો હતો આભ બોઝ ..!! આભ ની ઉમર માત્ર ૨૪ વર્ષ ની હતી . તેને જે પણ કોઈ પ્રથમ વાર જોવે તો એમ જ કહે કે આ બૉલીવુડ ની કોઈ હિરોઈન છે .. સાડા પાંચ ફૂટ હાઈટ ..કાળા ભમર કમર સુધી ના વાળ ..એકદમ ગોરો વાન .. કાળી આંખો ..ગુલાબી હોઠ થી એ એક સુંદર હિરોઈન હોવા ના લક્ષણો ધરાવતી હતી ..પણ તેનું મોટું કપાળ એ એક ઇંટેરિલિજન્ટ હોવાનો પુરાવો હતો ..તેનું મગજ કોમ્પ્યુટર કરતા પણ વધારે તેજ દોડતું .. તેનું કોઈ પણ વિષય પરનું જનરલ નોલેજ અસીમ હતું ..એટલે એ કોઇ પણ સવાલ નો જવાબ આપવા માં સક્ષમ હતી ..એ કોઈ પણ વિષય પર કલાકો સુધી બોલી શક્તિ ચર્ચા કરી શક્તિ ..એને પોલીટિકેલ સાયન્સ સાથે એમ એ કર્યું હતું .એ પણ ગોલ્ડ મેડાલીસ્ટ હતી ..મહિલા ના ઉત્કર્ષ માટે એને કામ કરવાની એક ગજબ ની ઘેલછા હતી એટલે જ એ અનંત રાય ના મંત્રી મંડળ માં સામાજિક ન્યાય અને મહિલા વિકાસ મંત્રી હતી ..તેમ છતાં ઘણા બધા મંત્રાલયો ના નિર્ણય માં તેની સલાહ લેવા માં આવતી ..અને આ વાત ઘણા સિનિયર નેતા ઓ ને ખુંચતી હતી ...
અનંતરાય શિંદે એ વિલાસ કેલકર અને આભા બોઝ સાથે મળીને દસ વર્ષ ઘણું સારું રાજ કર્યું હતું .. રાજ્ય માં મહિલા અને ગરીબો નો સારો વિકાસ થયો હતો અને આ બધા સાથે ભ્ર્સતાચાર પણ સારા એવા પ્રમાણે માં નાબૂદ થયો હતો .એટલે સ્વાભાવિક હોય કે ઘણા બધા સિનિયર નેતાઓ અનંત રાય ની વિરુદ્ધ હતા ...
એમ કહેવા માં સહેજ પણ અતિશયોક્તિ નથી કે આટલું સારું રાજ કર્યું હોવા છતાં .. અને આટલી બધી લીકોરિયતા હોવા છતાં પ્રજાહિત પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ હરકિશન તિવારી ખુદ એમ વિચારતા હતા કે અનંતરાય શિંદે ફરીથી મુખ્ય મંત્રી ના બને ...!!!
,
અને એટલે જ એમને એવા એક નેતા ની જરૂર હતી કે જે અનંતરાય શિંદે નું સ્થગન લઇ શકે .. aetle જ એમની નજર પાર્ટી માં નંબર બે નું સ્થાન ધરાવતા સહકાર મંત્રી જગત નારાયણ ચૌહાણ પર ગઈ .. અનંત રાય શિંદે પછી પ્રજાહિત પાર્ટી માં કોઈ કદાવર નેતા હોય તો એ જગત નારાયણ ચૌહાણ જ હતા ..!!!
જગત નારાયણ ચૌહાણ ની પસંદગી કરી ને હરકિશન તિવારી એ એક તિર થી કેટલાય નિશાન પડ્યા હતા .. એતો પોતા ને ૪૦૦ કરોડ નો ફાયદો થવાનો હતો .. અનંતરાય નામ નો કાંટો રસ્તા માંથી હતી જવાનો હતો ..અને જગત નારાયણ. ચૌહાણ જેવા કાબેલ અને અનુભવી નેતા ના હાથ માં સ્ટેટ આવવા થી પાર્ટી ને પણ ઘણી આર્થિક લાભ થવા નો હતો .. અનંતરાય શિંદે ના મુખ્યમંત્રી કાળ દરમ્યાન પાર્ટી માં લિમિટેડ ફંડ આવતું ... ઓન જો જગતનારાયણ મુખ્યમંત્રી બને તો પૈસા નો વરસાદ થશે એવી ગણતરી હરકિશન તિવારી કરી ને બેઠા હતા ....
અનંતરાયે દસ વર્ષ રાજ એટલું સરસ કર્યું હતું કે હરકિશન તિવારી દીધી રીતે એમને મુખ્યમંત્રી ની પોસ્ટ પરથી હટાવી શકે તેમ ન હતા ..એટલે જ આ વખતે ..એમને હટાવ નો આબાદ કારસો રચ્યો હતો ...!!!