Mamata - 99-100 in Gujarati Short Stories by Varsha Bhatt books and stories PDF | મમતા - ભાગ 99 - 100

Featured Books
Categories
Share

મમતા - ભાગ 99 - 100

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ :૯૯

💐💐💐💐💐💐💐💐

( બે દિલની જીત થઈ અને પરી અને પ્રેમની સગાઈ થઈ. તો આપ પણ ચોક્કસ માણો બંનેની સગાઈ...)

મંથન, મોક્ષા, શારદાબા બધાએ મહેમાનોનું સ્વાગત કર્યું. થોડીવાર થતાં એશા પરીને લઈ નીચે આવી. શરમથી નીચી ઢળેલી નજર, શણગાર સજેલી પરીને જોઈ પ્રેમ તો જોતો જ રહી ગયો. મોક્ષા પરીને રીંગ આપે છે.અને સાધનાબા પ્રેમને રીંગ આપે છે. બંને એકબીજાને રીંગ પહેરાવે છે. તાળીઓનાં ગડગડાટથી બધાં તેઓને વિશ કરે છે. કેક કટિંગ કરે છે. હંમેશા ઉછળતી પરી આજે તો ગંભીર બની ગઇ હતી. પ્રેમ અને પરી શારદાબા, સાધનાબાનાં આશિર્વાદ લે છે. પ્રેમ અને પરી ફિલ્મી રોમેન્ટિક ગીત પર ડાન્સ કરે છે.

" મેરે હાથમેં તેરા હાથ હો....
સારી જન્નતે , તેરે સાથ હો..
તું જો સાથ હો.."

એકબીજાને દિલ દઈ બેઠેલાં મંત્ર અને મિષ્ટિ પણ એકબીજા સાથે ડાન્સ કરી ખુશ હતાં.

બધાં સાથે મળીને લંચ લે છે.મૌલીક અને મેઘા પણ મંત્ર અને મિષ્ટિને સાથે જોઈ ખુશ હતાં.

મૌલિક :" મેઘા, આપણી મિષ્ટિ અને મંત્ર બંને એકસાથે ખૂબ સરસ લાગે છે. તું મિષ્ટિ સાથે વાત કરજે."

મેઘા :" હા, બંને " મેડ ફોર ઇચ અધર " જાણે બંને એકબીજા માટે જ બન્યાં હોય એવું લાગે છે."

શારદાબા અને સાધનાબા પણ ઘણાં સમયે મળ્યાં હોય ખુશ થઈ વાતો કરવા લાગ્યાં.

સૌ પોત પોતામાં બિઝી હોય મંત્ર મિષ્ટિને ઉપર લઈ જાય છે. તેણે મિષ્ટિ માટે કોઈ ગિફટ લીધી હોય છે. મોક્ષા પણ મહેમાનોને આપવા માટેની ગિફ્ટ લેવાં ઉપર જાય છે.કંઈક અવાજ આવતાં તે રૂમમાં જાય છે. દરવાજો ખોલે છે. તો સામે મંત્ર અને મિષ્ટિ.....મોક્ષા તો જોઈ જ રહી...

મોક્ષા ;" મંત્ર ! તું અહી !"

મંત્ર :" મોમ, હું ગિફ્ટ લેવાં આવ્યો હતો. તો મિષ્ટિને મારી હેલ્પ માટે બોલાવી"

મોક્ષા હસતી હસતી નીચે જાય છે. ( આ પરી પછી મારે આ મંત્ર માટે મૌલિક અને મેઘાને વાત કરવી પડશે.)

સગાઈનુ ફંકશન પુરૂં થયું. બધાં ખુશ હતાં. સાંજ થતાં જ બધાં મુંબઈ જવા નીકળે છે. પરી પણ તેઓની સાથે જ જાય છે. શારદાબા, મંથન, મોક્ષા અને મંત્ર હોલમાં બેઠા હતા.

મોક્ષા ;" સમય ક્યાં જાય છે તે ખબર જ નથી પડતી..."

મંથન :" હા, નાની મારી ઢીંગલી આવડી મોટી થઈ હવે મને છોડીને જતી રહેશે એ વિચાર માત્રથી મંથનની આંખોમાં આંસું આવી ગયાં."

મૌલિક અને મેઘા પણ હવે જવાં માટે રજા માંગે છે. તે મિષ્ટિને શોધે છે. મંત્ર અને મિષ્ટિ બંને ઉપરથી નીચે આવતાં હોય છે. બંનેને સાથે જોઈ. મંથન, મોક્ષા, મૌલિક,મેઘા બધાંને એકસાથે એક જ વિચાર આવે છે. બધાં સાથે જ બોલી પડે છે.

" મંત્ર અને મિષ્ટિની જોડી ખૂબ જ સરસ લાગે છે."

સાધનાબા, પ્રેમ બધાં જ મુંબઈ પહોંચે છે. બધાં થાક્યાં હોય આરામ કરે છે. ત્યાં જ પ્રેમનાં ફોનમાં કોલ આવે છે. રીંગ સાંભળી સાધનાબા જાગી ગયાં. ફોન પર વાત કરતા કરતા પ્રેમ રડવા લાગે છે. એ જોઈને સાધનાબાને ચિંતા થાય છે. ( ક્રમશ:)

(કોનો ફોન હશે ? શું થયું હશે ? વાંચવા માટે ભાગ :૧૦૦ વાંચતા રહો મિત્રો...)

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ ૧૦૦

💐💐💐💐💐💐💐💐

( આપ સૌનાં પ્રેમ અને સપોર્ટથી આજે ૧૦૦ ભાગ પુરાં થયાં. આમ જ વાંચતા રહો.)

આજ " કૃષ્ણ વિલા " માં કાનાની આરતી પણ મોડી થઈ. થાકનાં કારણે બધાં મોડાં ઉઠ્યાં. હજુ તો નાસ્તો કરતાં હતાં અને પરીનો કોલ આવ્યો.

મંથન :" અત્યારે ? પરીએ શા માટે કોલ કર્યો હશે ? બધું ઠીક તો છે ને ?"

પરી :" હેલ્લો, ડેડ ( પરી વાત કરતાં રડવા લાગે છે.)

મંથન :" પરી શું થયું ? કેમ રડે છે ?"

મોક્ષા અને શારદાબા પણ ચિંતા કરવા લાગ્યાં. પરી કેમ રડે છે?

પરી :"ડેડ, પ્રેમનાં ફાધરનું ડેથ થઈ ગયું"

મંથન :" ઓહ ! "

પરી :" સાધનાબા અને પ્રેમ અમેરીકા જવા નીકળે છે."

મંથન :" ઓકે, બેટા રડ નહીં."

આ બાજુ કંઈ ન સમજાતા શારદાબા રઘવાયા થાય છે.

શારદાબા :" શું થયું ?"

મંથન :" વિનીત હવે નથી રહ્યો . સાધનાબા અને પ્રેમ અમેરીકા જવા નીકળે છે."

અચાનક આ સાંભળી મોક્ષા પણ થોડીવાર ગુમસુમ થઈ જાય છે.

શારદાબા :" આ શું થઈ ગયું ? અચાનક ખુશીનું વાતાવરણ શોકમાં પલટાઇ ગયું. "

મંથન :" મોક્ષા તું પણ સાથે જા ."

શારદાબા :" ના, બેટા મોક્ષાની તબિયત હાલ સારી થઈ. તું જા તો સારૂ. પ્રેમ પણ હજુ નાનો છે."

મોક્ષા :" જીવનમાં કયારે શું થાય છે કંઈ ખબર નથી પડતી. કાલે હજુ તો પ્રેમ અને પરીની સગાઈ થઈ. અને આજે....વિનીત આમ છોડીને જતો રહ્યો! પ્રેમની હાલત શું થતી હશે? સાધનાબા પણ અંદરથી તૂટી ગયા હશે. આ ઉંમરે દીકરાને જતાં.. હવે પ્રેમ માત્ર એક સહારો હતો."

આ બાજુ પરી પણ ખૂબ રડતી હતી. મોક્ષાએ કોલ કરી પરી પાસે જવાં કહ્યું.

મંથન, સાધનાબા અને પ્રેમ અમેરીકા જવા નીકળે છે.પ્રેમે પોતાનાં પિતાને અગ્નિદાહ આપ્યો. પછી પ્રેમ મંથનને ભેટી ખૂબ રડયો. મંથને સાધનાબાને પણ સધિયારો આપ્યો. ( ક્રમશ:)

( હજુ કાલ તો પરી અને પ્રેમની સગાઈ થઈ.વિડિયો કોલ કરી વિનીતે બંનેને આશીર્વાદ આપ્યા. આમ અચાનક આ સમાચાર સાંભળીને પ્રેમ ભાંગી પડે છે. આગળ....)

વર્ષા ભટ્ટ ( વૃંદા)
અંજાર