Mamata - 97-98 in Gujarati Short Stories by Varsha Bhatt books and stories PDF | મમતા - ભાગ 97 - 98

Featured Books
Categories
Share

મમતા - ભાગ 97 - 98

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ : :૯૭

💐💐💐💐💐💐💐💐

( પરી અને પ્રેમનાં સંબંધને તો મંજુરી આપી દીધી. શું મંત્ર અને મિષ્ટિનાં સંબંધને પણ સ્વીકારશે ? કે ..... આગળ....)

પુરા હોલને દુલ્હનની જેમ શણગારેલો હતો. ફાયનલી આરવનાં પિતા માની જતાં આરવ અને એશાની આજે સગાઈ હતી.

ગોલ્ડન ચોલીમાં એશા ખૂબ જ સુંદર લાગતી હતી. મુંબઈમાં એશા અને તેની મોમ સિવાય બીજા કોઈ સગા હતાં નહીં. તો પુરી તૈયારી પ્રેમ, પરી અને તેનાં મિત્રોએ કરી હતી. અમદાવાદથી આરવ, તેનાં મિત્રો માતા-પિતા, ભાઈ અંશ ભાભી અને મંત્ર પણ આવવાનો હતો. મિષ્ટિ આરવનાં ભાભીની માસીની દીકરી હોય તે પણ સગાઈમાં આવવાની હતી. તે જાણી મંત્ર બહુ ખુશ હતો. મંત્રની આંખો તો બસ મિષ્ટિને જોવા ઉતાવળી હતી. ત્યાં જ બધાં મહેમાનો આવી પહોંચ્યા. પરી, પ્રેમ અને તેનાં મિત્રોએ મહેમાનોને ગુલાબ આપી સ્વાગત કર્યું. બ્લુ પઠાણીમાં આરવનો વટ પડતો હતો. તો મંત્ર પણ હેન્ડસમ લાગતો હતો. મિષ્ટિ રેડ કલરનાં ગાઉનમાં રૂપનો કટકો લાગતી હતી. મંત્ર અને મિષ્ટિ એક ખૂણો શોધી એકબીજાને મળી લીધું. આ વાત પરીથી અજાણ ન રહી. પણ તેં કશું બોલી નહીં.

આરવ અને એશાએ એકબીજાની કોમળ આંગળીમાં વીંટી પહેરાવી રીંગ શેરમની ઉજવી. તાળીઓનાં ગડગડાટથી સૌએ તેમને વધાવ્યા. આરવ અને એશાએ રોમેન્ટિક ગીત પર ડાન્સ કર્યો. પ્રેમ તો આરવ અને એશાને જોઈ સપનામાં ખોવાઈ ગયો.....
( પરી વાઈટ ડ્રેસમાં હોય અને પ્રેમ ઘૂંટણીએ પડીને પરીને પ્રપ્રોઝ કરે છે. )
ત્યાં જ પાછળથી પરી આવી. પ્રેમ અચકાતા... બોલ્યો..." શું "

પરી :" હે..ય..મિસ્ટર ક્યાં ખોવાઈ ગયા?"
અને કોઈ જુએ નહી તેમ પ્રેમે હળવેકથી પરીનાં ગાલ પર ચુંબન કર્યું. પરીની આંખો નીચી ઢળીને શરમાઈ ગઈ.

ફાયનલી આરવ અને એશા એક થયાં. બે દિલ મળી ગયાં. પ્રેમ અને પરી , મંત્ર અને મિષ્ટિએ પણ ભવિષ્યનાં સપનાઓ જોઈ એકબીજા સાથે એન્જોય કર્યું. મંત્ર એ મિષ્ટિને પરી સાથે મળાવી. તો પરી બોલી...

પરી :" ચિંતા ન કરો, હું ડેડને તમારાં બંને વિશે વાત કરીશ."

આરવ અને તેનું ફેમીલી અમદાવાદ જવાં નીકળ્યા. પરી એશાને ભેટી અભિનંદન આપ્યા. પ્રેમે પણ બંનેને અભિનંદન આપ્યા. તો એશા મજાક કરતાં બોલી.

એશા :" હવે નેક્સ્ટ વારો તમારો છે !"

અને બધાં ખડખડાટ હસવા લાગ્યા. તો ચાલો મિત્રો પરી અને પ્રેમની સગાઈમાં!(ક્રમશ:)

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ :૯૮

💐💐💐💐💐💐💐💐

( ઘણી મુશ્કેલી છતાં આરવ અને એશાની સગાઈ થઈ ગઈ. આ તરફ પ્રેમ અને પરીનાં સંબંધ માટે પણ મોક્ષા માની ગઈ. આગળ....)

'જોડીઓ તો ઉપરથી બનીને આવે છે.' એવું લોકો કહેતા હોય છે. તે વાત સાચી જ છે. પ્રેમ અને પરી એટલે પરફેક્ટ જોડી જોઈ લો ! હવે પરીનો અભ્યાસ પુરો થવા આવ્યો'તો. લાસ્ટ ઈન્ટરશીપપ ચાલતી હતી.

કંપનીને એક મોટો પ્રોજેક્ટ મળવાથી મંથન અને મોક્ષા આજે બહુ ખુશ હતાં.વળી મંથન કહે,

મંથન :" મોક્ષા, આપણે પરી અને પ્રેમની સગાઈ કરી દઈએ તો ?"

મોક્ષા :" હા, હું પણ એ જ વિચારતી હતી. હું આજે જ સાધનાબા સાથે વાત કરું."

આખરે પ્રેમ અને પરીની સગાઈ નક્કી કરી. પરી અમદાવાદ આવે છે.ખૂબ સારી શોપિંગ કરે છે.

હોટલ " લવ બર્ડ " માં ગ્રાન્ડ રીંગ શેરમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આખરે મંથન અને મોક્ષાની લાડલીની સગાઈ હતી ?

ઓફ વાઈટ વર્કવાળા ચણિયાચોળી, ઝરી બોર્ડરવાળી ચૂંદડી, કુંદન માણેકનો નેકલેશ અને હાથમાં મહેંદી. પરી આજ ખૂબ સુંદર લાગતી હતી. આખરે તેને મનનાં માણીગર પ્રેમની જીત થઈ હતી. આંખોમાં આંસું સાથે પરી મૈત્રીનાં ફોટા સામે ઉભી હતી. ત્યાં જ મોક્ષા આવે છે.

મોક્ષા :" પરી, તે પેલા કંગન પહેર્યા કે ! "

અને પરીને રડતાં જોઈ તે ચૂપ થઈ ગઈ. અને પરીને પોતાનાં ગળે લગાવી દીધી. આંખમાંથી કાજળ લઈ " મારી પરીને કોઈની નજર ન લાગે " બોલી પરીનાં કાન પાછળ ટપકું કર્યું. મા ની " મમતા " ની મહેંક ચારે બાજુ ફેલાઈ ગઈ. છોકરી વાળા બધાં ઓફ વાઈટ કલર, અને છોકરાવાળા મરૂન કલરનાં કપડાં પહેરવાં. એવી થીમ રાખી હતી.

મોક્ષા પણ ઓફ વાઈટ કલકતી સાડી, વાળમાં ગજરો, હળવો મેકપ કર્યો હતો. એ પણ ખૂબ સુંદર લાગતી હતી.

મોક્ષા " મારી નાની ઢીંગલી જેવી પરી કયારે મોટી થઈ ગઈ ખબર જ ન પડી !"

પરી :" મોમ, આઈ લવ યુ, આપ ન હોત તો...... અને પરી ડૂસકાં ભરી રડવા લાગી. "

મા દીકરીનું મિલન જોઈ મંત્ર બોલ્યો.

મંત્ર :" મોમ, એ લોકો બધાં આવી ગયાં છે. દી, આપ રેડી છો ને ? "

મોક્ષા :" હા, બેટા હું પરીને લઈને આવું છું. "

પુરા હોલને ફૂલોથી શણગારેલો હતો. પ્રેમ પણ મરૂન પઠાનીમાં ખૂબ હેન્ડસમ લાગતો હતો. તો સાધનાબા પણ આજે ખુશ હતાં. પ્રેમનાં મિત્રો પણ સાથે આવેલા હતા. પ્રેમની આંખો પરીને શોધતી હતી. ત્યાં જ એશા આવે છે ને કહે,

એશા :" ઈંતજાર કરો આમ જલ્દી નહીં જોવા મળે હો પરી.‌‌"

મંથન, મોક્ષા, શારદાબા બધાં જ મહેમાનોનું સ્વાગત કરે છે. મૌલીક, મેઘા અને મિષ્ટિ પણ વડોદરાથી ખાસ સગાઈમાં આવ્યા. મંત્ર પણ તેની "ફટાકડી " આવવાથી આસમાને ઉડતો હતો. ( ક્રમશ:)

( તો છેવટે પરી અને પ્રેમની સગાઈ નકકી કરી. તો આપ સૌને આમંત્રણ છે. માણો અને આપનાં પ્રતિભાવ જરૂરથી આપશો. )

વર્ષા ભટ્ટ ( વૃંદા)
અંજાર