Planning of Goa by 3 friends in Gujarati Adventure Stories by Munavvar Ali books and stories PDF | ગોવા જવાનું આયોજન

Featured Books
Categories
Share

ગોવા જવાનું આયોજન

ત્રણ મિત્રો હતા તેઓ જ્યારે શાળામાં ભણતા હતા ત્યારથી ગોવા જવાનું પ્લાનિંગ કરતા હતા.
તેઓ એકવાર શાળામાંથી વેકેશનની રજાઓમાં ગોવા જવાનું પ્લાનિંગ કર્યું, પરંતુ તેમના માતા-પિતા દ્વારા તેમને રોકવામાં આવ્યા.
પછી તેઓ જ્યારે કોલેજમાં આવ્યા ત્યારે એક ભાડાની ગાડી લઈને ગોવા જવાની પ્લાનિંગ કરવા લાગ્યા અને તે તેમણે પ્લાનિંગ પૂરું પાડવા માટે ગાડી હંકારી પણ ખરી; જેમાં ભારે અકસ્માત થયો, તેમાં તેઓ ત્રણેત્રણ ગંભીર રીતે ઘાયલ થયા તેમાંથી સારવાર લીધા બાદ જ્યારે કોલેજ પૂર્ણ થઈ ગઈ પછી ગોલ્ડી ભારતમાં જ રહ્યો જ્યારે તેના મિત્રો પ્રતિક અને સુરેશ વિદેશમાં રહેવા ચાલ્યા ગયા.

હવે ગોલ્ડીની સુરેશ અને પ્રતીક સાથે કોન્ફરન્સ પર વાતો થતી રહેતી, તેઓ ફેસબુક પર પોતાના ફોટોસની આપ-લે કરતા રહેતા હતા, ત્યારે ગોલ્ડી પોતાને ખૂબ શ્રીમંત પરિવારનો દીકરો બતાવતો હતો.

તે કહેતો કે એની પાસે બે કેશીનો છે અને એક મોટી જંગીવર સંપત્તિ છે અને તે પેન્ટહાઉસમાં રહેવા લાગ્યો છે આ જોઈને બાકીના મિત્રો સુરેશ અને પ્રતિક ખૂબ ખુશ થયા. પરંતુ વાસ્તવમાં તે લુખ્ખો હતો અને ફેસબુક પર એડિટ કરેલા ફોટોસ મુકતો રહેતો.

હવે જ્યારે સમર એટલે કે ઉનાળુ વેકેશન આવવા લાગ્યું ત્યારે ગોલડીએ સુરેશ અને પ્રતીકને ભારત બોલાવ્યા અને ગોવા જવાની પ્લાનિંગ સમજાવવા લાગ્યો ગોલ્દી શેખચલ્લી જેવી વાતો કરવા લાગ્યો કે આપણે ફ્લાઇટ બુક કરીને ગોવા જવાનું છે પરંતુ તેમ તેણે કર્યું નહીં.

ગોલ્ડી, રમેશ અને સુરેશને એરપોર્ટ પર લેવા ગયો ત્યારે જુના જમાનાની ટેક્સીમાં તેમને ઘરે સુધી લઈ આવ્યો તેઓ બંને ચોકી ગયા અને કહેવા લાગ્યા કે સ્પોર્ટ્સ કાર આવવાની હતી પરંતુ તું એમ્બેસેડર કેમ લઈને આવ્યો? ત્યારે ગોલડીએ કહ્યું કે 'આપણે જૂના જમાનાની યાદો ને વિતાવતા જઈએ.'

આગળ પણ ગોલ્ડીએ બધા પ્લાન ફેલ કર્યા તે એરપોર્ટને બદલે રેલવે સ્ટેશન લાવ્યો હવે તે બંનેને જનરલ ક્લાસના ડબ્બામાં બેસાડ્યા ત્યાં અને પછી બે સ્ટેશન પત્યા પછી સ્લીપર ક્લાસમાં ગયા. ત્યારે મિત્રો ગુસ્સામાં બોલ્યા, 'અલ્યા તારે, કમ સે કમ એસીનો ડબ્બો તો બુક કરાવવો જોઈતો હતો?' ત્યારે ગોલ્ડી કહેવા લાગ્યો કે 'એસી ડબ્બામાં સામાન્ય માણસનું જીવન આપણને જોવા મળશે નહીં તેથી આપણે સ્લીપર ક્લાસમાં જઈએ છીએ.'

મુસાફરી લાંબી હતી અને રાત વીતી ચુકી હતી, રાતમાં તેઓ સુઈ રહ્યા હતા. વહેલી પરોઢે જ્યારે એક સ્ટેશન પર ગાડી તેમની રોકાઈ ત્યારે તેઓ ત્રણેય બહાર આવ્યા તેમાં ને તેમાં પ્રતીકનું બેગ બદલાઈ ગયું પ્રતીકની જે દવાઓ હતી તેને બદલે તેની પાસે અઢળક પૈસા એક કરોડ રૂપિયા અને નશાનો સામાન આવી ગયો.

પ્રતિકે પછી પોતાની બેગ ખોલીને દવા ખાવાની પ્રયત્ન કર્યા ત્યારે તેને ધ્યાનમાં આવ્યું કે તેની બેંકમાં ડ્રગ્સ અને પૈસા છે
આ વાત ની જાણ ગોલડીને થતા તેણે તરત તેની પાસેથી બેગ લઈ લીધું અને ખાતરી આપી કે તેને નાણા અને ડ્રગ્સ ફેંકી દીધા છે પરંતુ તેને પોતાની પાસે રાખ્યા.

હવે તેઓ ગાઢ અંધારામાં હતા ત્યારે ગોવા પહોંચી ગયા હતા ત્યારે તેઓ અજાણ્યા ઘરમાં જઈને સૂઈ ગયા પછીના દિવસે તેઓ સુઈ જ રહ્યા હતા અને તે જ રાત્રિએ તેઓ ક્લબમાં પાર્ટી કરીને આવ્યા હતા ગોલડી તેની સાથે બે ગણિકા અને દારૂ લાવ્યું હતું.

હુકર ગલ સાથે ત્રણેવ મોજ-મજા કરતા હતા ત્યારે સુરેશ તેના પર ચિડાયો અને કહેવા લાગ્યો કે મારે આવી રીતે પોતાની જવાની નષ્ટ કરવી નથી. તું હુકરને શું કરવા અહીં લાવ્યો છે? તેથી હુંકરને ભગાડી મૂકવામાં આવી.

હવે તેઓ આરામ કરી રહ્યા હતા કે ત્યાં કોઈ કંચન કોમળી નામે મરાઠી મહિલા જેણે સોનામઢીત ઘરેણા પહેર્યા હતા તે આવી પહોંચી અને કહેવા લાગી કે "લાવો અમારા ડ્રગ્સ ક્યાં છે?" ત્યારે તેઓ અજાણ્યા મૂખે તેને જોઈ રહ્યા પછી બારણું બંધ કરી દીધું પછી તેઓ લડવા લાગ્યા અને તેમાં પ્રતિક ને ઊંચકીને તેમણે ખાટલા પર જોરથી ફેંક્યું તેથી પ્રતીકના શરીરમાં ડ્રગ્સના અવશેષો પહોંચી ગયા.

ડ્રગ્સની વિપરીત અસરો તેના શરીરમાં થવા લાગી તેથી પ્રતિક પોતાને બહાદુર માનવા લાગ્યો અને તે વારંવાર અજાણીય વ્યવહાર કરવા લાગ્યો અને તે વારંવાર ચોકવા લાગ્યો બહાદુરી બતાવનાર બની ગયો.

તેની સારવાર કરવા માટે ગુલ્ડી અને સુરેશ સસ્તા ડોક્ટરને શોધવા લાગ્યા ત્યારે તેમની નજર રેમો ડોક્ટર પર પડી, રેમો ડોક્ટરે તેની પાસેથી ઇન્જેક્શન મારીને તેને ઠીક કર્યું અને તેમની આસિસ્ટન્ટ મલાઈકા સાથે ગોલડી નું સેટિંગ થવા લાગ્યું અને મલાઈકાએ કહ્યું કે 'જ્યારે પણ કોઈ અડચણ ઊભી થશે ત્યારે તે તેની સાથે હશે.'

હવે કંચન ડ્રગ્સ ની માંગણી માટે આ લોકોને હેરાન કરવા લાગી. બીજા દિવસે સવારે આવીને તેઓ જોયું ત્યારે આખો ખાટલો ખાલી હતો પછી કંચનના પૂર્વ પતિ કામલીની મુલાકાત આ ત્રણ મિત્રો સાથે થઈ તેને જબરદસ્તી આરોપ લગાવવા લાગ્યો કે મારા ડ્રગ્સ તમે લોકો સંતાડેલા છે.

એ ત્રણેય ઘેરીને ટ્રેનમાં લઈ ગયો ત્યાં કંચન પણ આવી આવી કંચન અને કામલેને પકડવા ત્રણે જણાએ મળીને એક જાળ પાથરી અને તેમને ઘટનાસ્થળે ઘેરી લીધા ત્યારે પોલીસવાળાની મદદથી તેઓએ તેમને ધરપકડ કરાવી.

જ્યારે મલાઈકા અને સુરેશ ઘરમાં એકલા હતા ત્યારે સુરેશ અને મલાઈકા એકબીજાની નજીક આવતા જોઈ ગોલડી એ તેમની વચ્ચે વિક્ષેપ નાખ્યું.

હવે બધું સારું થઈ જવા પછી તેઓ ત્યારે ટેક્સીમાં બેઠા હતા ત્યારે ગોલ્ડી કહેવા લાગ્યો કે 'તારી તો એ ઓનલાઈન ગર્લફ્રેન્ડ છે, સુરેશ! તું શું કરવા મલાઈકા સાથે ફરે છે?' ત્યારે મલાઈકા પણ તેનાથી દૂર થવા લાગી.

હવે જ્યારે વિદાય નો સમય આવી ગયો ત્યારે પ્રતીક અને સુરેશ પાછા વિદેશ જવાના થયા ત્યારે પ્રતીક તો ચાલ્યો ગયો, પરંતુ તેના બે મહિના પછી સુરેશ જવાનો હતો. પછી સુરેશને મુકવા જ્યારે ગોલ્ડી આવ્યો. ત્યારે ગોલ્ડીએ સુરેશને એરપોર્ટ કહી દીધું કે "તું જે રવિના સાથે ઓનલાઇન વાતો કરતો હતો તે મારી જ ફેક આઈડી છે" ત્યારે સુરેશ એ ગોલ્ડીને તમાચો માર્યો અને પછી તરત જઈને ફ્લાઈટમાં બેસી ગયું.