આપણે બધા જાણીએ છીએ કે સૌથી અઘરું કામ છે આપણા સપના પૂરા કરવા માટે આપણો દેશ છોડી કોઈ બીજા દેશમાં જવું
છેલ્લા ઘણા સમયથી લોકો એક સુરક્ષિત અને ઉજ્વળ ભવિષ્ય ની ચાહના માટે વિદેશ તરફ પ્રયાણ કરતા જોવા મળે છે આજ ની આધુનિક પેઢીને ઉચ્ચ પગાર ધોરણ અને સારી લાઈફ સ્ટાઈલ ની માંગે સૌને વિદેશ તરફ વાળવા મજબુર કર્યાં છે
આજે ભારત માંથી લાખો લોકો વિદેશ માં વસતા થયા છે ભારત માંથી વિદેશ જનાર મોટા ભાગ ના લોકો કેનેડા જવા નું પસંદ કરે છે
ભારતનું પંજાબ રાજ્ય માં કેનેડા જવા માં સૌથી મોખરે છે કેનેડા એટલે મીની પંજાબ એવું પણ કહેવામાં આવે છે
કેનેડા માં પંજાબી લોકો ની સંખ્યા એટલે વધી ગઈ છે ત્યાં ના લોકો કેનેડા ને પંજાબ પણ તરીકે ઓળખાવે છે
આજે પંજાબ માં રેહતા દરેક ઘર નું પેહલું સપનું કૅનેડા જવાનું હોય છે એ પછી નોકરી માટે હોય કે ભણતર માટે
હવે સવાલ એ છે કે પંજાબીઓ ની કૅનેડા જવાની શરૂઆત ક્યારે અને કઈ રીતે થઈ!!
તો ચાલો જાણીએ...
તો ઈ. સ. ૧૮૯૭ માં મહારાણી વિક્ટોરિયા એ બ્રીટિશ ભારતીય દલ સેનાની એક ટુકડી ને ડાયમંડ જૂબલી સેલિબ્રેશન માટે ઇંગ્લેન્ડ આવવાનો આદેશ આપ્યો આદેશ નું પાલન કરવા એ દલ માંથી ઘોડે સવાર ની એક ટુકડી કૅનેડા જેને એ સમય માં બ્રિટિશ કોલમ્બિયા કેહવાતું ત્યાં જવા રવાના થઈ
એ ટુકડી ના એક સૈનિક રિસલ્દાર મજોર કેસર સિંઘ પણ હતા જે કેનેડા માં રેહનાર પેહલા સીખ હતા તેમની સાથે ટુકડી માં બીજા ઘણા સૈનિકો પણ હતા જેવો એ ભારત પરત ફરી ને લોકો ને એવી જણાવ્યું કે બ્રિટિશ સરકાર તેઓ ને ત્યાં વસવાટ માટે બોલાવે છે
બસ આવી રીતે સીખો નો કેનેડા જવાનો સિલસિલો શરૂ થયો
પરંતુ મોટા પ્રમાણ માં પંજાબીઓ નોકરી માટે કેનેડા વસવા લાગ્યા આ વાત અંગ્રેજો ને હજમ ના થઈ
આથી તેઓ એ એમના વિરોધ માં અનેક કાયદા કાનૂન બનાવ્યા જેમ કે કેનેડા આવનાર ભરતીઓ પાસે ૨૦૦ ડોલર હોવા જ જોઈએ તો યુરોપિયન માટે માત્ર ૨૫ ડોલર આ ઉપરાંત પણ અનેક પાબંદીઓ અને કડક નિયમો
તેમ છતાં ભારતીઓ એ અથવા તો એવું કહીએ કે સીખો નો કેનેડા જવાનો સીલસિલો અકબંધ રહીયો..
અને આજે પંજાબીઓ એ કેનેડા માં એવું સ્થાન બનાવી લીધું છે કે પંજાબીઓ વગર ના કેનેડા ની કલ્પના પણ ના કરી શકાય
આઝાદ ભારત ની વાત કરીએ તો નોકરી કે ભણતર માટે પેહલા લોકો માં ઇંગ્લેન્ડ ત્યાર બાદ અમેરિકા તરફ જતા હતા પણ ત્યાર બાદ ઇંગ્લેન્ડ અને અમેરિકા ની સરકારે તેમના વિઝા નિયમો માં વધારો કરી દિધો જેને કારણે ભારત અને બીજા અન્ય દેશ ના લોકો કેનેડા જવા તરફ વધુ પ્રેરાયા
કેનેડા ડેવલોપમેન્ટમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાને ટક્કર આપે છે આ ઉપરાંત ત્યાં અભ્યાસ માટે આવેલા લોકો નોકરી ધંધા માટે આવેલા લોકો અને ત્યાં કાયમી વસવાટની ઈચ્છા રાખીને આવેલા લોકોને ખૂબ મદદ પણ કરે છે
ચાલો હવે જાણીએ કે મોટાભાગના પંજાબીઓ કેનેડામાં કેમ જતા રહ્યા છે
મિત્રો ૨૦૧૯ માં કેનેડા માં થયેલા ચૂંટણી માં હાઉસ ઓફ કોલમ માટે ૧૮ સીખો ની પસંદગી કરવામાં આવી આ ઉપરાંત અનિતા આનંદ કેનેડા ની ડીફેન્સ મિનિસ્ટર છે
આ બધા લોકો કોઈ ને કોઈ કારણે પંજાબ અને ભારત સાથે જોડાયેલા છે આ ઉપરાંત ઘણા ભારતીય ત્યાં સારા એવા હોદ્દા પર છે જેને કારણે ભારત કે પંજાબ થી જતા લોકોને ત્યાં કોઈ મુશ્કેલી નથી પડતી
બીજી વસ્તુ કે વધારે પડતા લોકો ત્યાં જવાનું પસંદ કરે છે જ્યાં તેના જાન પહેચાન વાળા લોકો અથવા તો સગા સંબંધીઓ રહેતા હોય આજના સમયમાં પંજાબમાં કદાચ જ કોઈ એવું ગામ હશે જ્યાં ના લોકો કેનેડામાં વસવાટ કરતા ના હોય
કેનેડા થી ભારત પરત આવેલા પંજાબીઓ ની લાઈફ સ્ટાઈલ તેમને રહેણી કહેણી જોઈ ત્યાં ના યંગસ્ટર કેનેડા જવા માટે વધુ પ્રેરાય છે
એક સમય હતો જ્યારે ભારત માં પંજાબનું નામ એગ્રીકલ્ચર માટે મોખરે હતું પણ આજની યુવા પેઢી ખેતીવાડી જેવા કામોથી દૂર રહે છે તેઓ તો બસ ઉજવળ ભવિષ્ય અને સારી લાઇફ માટે વિદેશ તરફ જવા પ્રેરાય છે
આ પાછળ અમુક હદે પંજાબની સરકાર પણ જવાબદાર છે તેઓ યોગ્ય એજ્યુકેશન કે સારી નોકરીની પૂરતી વ્યવસ્થાઓ પૂરી પાડી શકતા નથી જેને કારણે પંજાબના લોકો પોતાના ઘરથી દૂર નોકરી કે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા મજબુર બન્યા છે આ ઉપરાંત પૈસાની વાત કરીએ તો એક કેનેડિયન ડોલર ભારતના ૬૦ થી વધારે ભારતીય રૂપિયા બરાબર છે આ હિસાબે જો તમે કેનેડામાં મહિનામાં ૨૦૦૦ ડોલર પણ કમાઓ છો તો એ ભારત માં ૧ લાખ ૬૦હજાર થી વધારે થશે
ભારતમાં મહિનામાં આટલું કમાવનાર ની સંખ્યા ખૂબ જ ઓછી છે એટલે આ પણ એક મોટું કારણ છે પંજાબીઓનું કેનેડા જવાનું આ ઉપરાંત જો અભ્યાસની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે એક સારું એજ્યુકેશન સાથે કમાણી અને એજ્યુકેશન બાદ ત્રણથી ચાર વર્ષમાં કાયમી વસવાટ જેવી પોલિસીઓ ભારતિય સ્ટુડન્ટ અથવા એવુ કહીએ કે પંજાબી સ્ટુડન્ટને કેનેડા જવા માટે વધારે આકર્ષિત કરે છે
આ ઉપરાંત કેનેડા વિશે વાત કરીએ તો ત્યાં સન ૨૧૦૦ સુધી માં પોતાની દેશ ની આબાદી કુલ ૧૦કરોડ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે આ ઉપરાંત તેવો પંજાબીઓ ને વધારે પડતાં આવકારે છે જેને કારણેજ કેનેડિયન સરકારે પંજાબી ઓ માટે ઓપન ડોર પોલીસી લાગુ કરી છે કારણકે કેનેડામાં ખૂબ જ ઠંડી પડે છે આ થી ત્યાંના લોકો ત્યારે રહેવાનું ખૂબ ઓછું પસંદ કરે છે આ માહોલ માં પણ પંજાબીઓ ત્યાં ટકી રહે છે
કેનેડા સરકાર ની નઝર માં પંજાબીઓ ખુબજ મહેનતી તંદુરસ્ત ઈમાનદાર અને નિયમો અને કાયદાઓ ને માનનારા લોકો છે આથી કેનેડાની સરકાર પંજાબીઓ ને પૂરતી સર્વિસ પૂરી પાડે છે
બસ આજ કારણ છે કે પંજાબ ના લોકો આજે કેનેડા જવા વધુ પ્રેરાયા છે.
મિત્રો તમને આ સ્ટોરી કેટલી રસપ્રદ લાગી અને તમને આ સ્ટોરી થી શું જાણકારી મળી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો.
અને આવી જ અવનવી જાણકારી માટે જોડાયેલા રહો મારી એટલે કે તમારી હીર સાથે ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી,"ગુડ બાય"...