Sonu ni Muskan - 9 in Gujarati Adventure Stories by Mansi books and stories PDF | સોનું ની મુસ્કાન - ભાગ 9

The Author
Featured Books
Categories
Share

સોનું ની મુસ્કાન - ભાગ 9

ભાગ ૯

સોનું ના ઘરે ઘર નો સમાન પેક થયી રહ્યો હતો , સોનું પણ તેના મમ્મી પપ્પા જોડે તેમની મદદ કરવા લાગી, સોનું પછી તેના રૂમ માં ગઈ આખો રૂમ ખાલી થયી ગયો હતો તેને આ જોઈ ને થોડું દુઃખ થયું.

૩ કલાક થયી ગઈ હતી આખા ઘર નું સમાન સમેટવા માં હવે તેનું પેકિંગ ચાલુ હતી અને અડધો સમાન તો ટેમ્પો માં ભરાય ગયો હતો ,

થોડી વાર પછી નિશા બેન પણ આવ્યા , મેના અને નિશા બેન થોડી વાર બેઠા , નિશા એ કહ્યું મેના હવે આપડે મળશું કે નઈ એ પણ ખબર નથી , તારા જોડે રહેતા રહેતા ૧૫ વર્ષ થયી ગયા.

મેના એ કહ્યું સાવ સાચી વાત છે નિશા ખબર નઈ હવે નવી જગ્યા એ રહેવા નું ફાવશે કે નઈ , ખબર ન હતી કે જીવન માં અચાનક જ આટલો મોટો બદલાવ થશે.

નિશા ના આંખ માં દુઃખ ના આંસુ સાફ સાફ દેખાતા હતા , મેના એ કહ્યું રડીશ નહિ બહેન આપડો સાથ અહી સુધી જ હસે લખેલો , રેણુ ના આવી તારી જોડે??? નિશા એ કહ્યું આવી છે ને ઉપર ગઈ હસે સોનું ને મળવા.

સોનું અને રેણુ એ થોડી વાર વાતો કરી ઉપર અને પછી નીચે આવ્યા , નિશા એ સોનું ને કહ્યું બેટા ધ્યાન રાખજે ત્યાં અને જેના માટે તું જાય છે તે કામ મન લગાવી ને કરજે ભગવાન તને જીવન માં ખૂબ સફળ કરશે,

સોનું એ કહ્યું હું પણ ખૂબ મેહનત કરીશ નિશા માસી અને મમ્મી પપ્પા નું નામ ઊંચું કરીશ , થોડી વાર માં બહાર થી ડાયરેક્ટર સુજલ નો અવાજ આવ્યો રમેશ ભાઈ મેના બહેન ચાલો જવા નો સમય થયી ગયો.

સમાન ટેમ્પો માં ચઢવા નું કામ ચાલતું જ હતું સોનું અને તેના મમ્મી પપ્પા બહાર આવ્યા તો જે જે ગામ ના લોકો ઓળખતા હતા સોનું ના પરિવાર ને તે બધા જ તેમને વળાવા આવ્યા હતા.

રૂપા , અને મીના પણ આવ્યા હતા તે બંને સોનું ને વળગી ને ખૂબ રડ્યા નાનપણ થી જોડે રહેતા હોય અને આમ અચાનક અલગ થવા નો વારો આવે તો રડવું તો સ્વાભાવિક જ છે ,

રેણુ એ કહ્યું બસ હવે ના રડશો જોવો સોનું પણ રોવા લાગી છે , આપડે તેને હસતા મોઢે જવા દેવી જોઈએ, થોડી વાર બધા ઊભા રહ્યા બધા ના મોઢા ઉદાસ હતા. જવા નો સમય થયી ગયો હતો.

સોનું અને તેના પરિવાર માટે એક ગાડી આવી , સુજલ એ કહ્યું ચાલો રમેશ ભાઈ આ ગાડી માં તમે બધા બેસી જાવ હવે નીકળવું છે આમ પણ રાત ના સાડા ૮ વાગ્યા અત્યારે નીકળીએ તો જ સવારે વેહલાં પોહચસુ.

બધા ને અલવિદા કઈ સોનું અને તેના મમ્મી પપ્પા ગાડી માં બેસ્યા , સોનું એ દરવાજો ગાડી નો ખોલી ને ફરી થી એક વાર બધા ને જોયા અને તેનું ગામડું જોયું , પછી તે બેસી ગયી . અને ગાડી જવા દીધી.

ગાડી માં બેઠા તેનો ઘણો સમય થયી ગયો રાત ના ૧૦ વાગી ગયા હતા , પછી બધા એ બહાર જમ્યું જમી ને ફરી ગાડી માં બેઠા રસ્તો હજી ઘણો લાંબો હતો સોનું ને ઊંઘ આવી ગયી,

અને પછી બધા સૂઈ ગયા , ધીમે ધીમે સવાર થયી સવાર ના સાત વાગ્યા અને મેના ની ઊંઘ ખુલી , તેને સરખી આંખો ખોલી અને બારી ની બહાર જોયું તો તેને શહેર ની ઊંચી ઊંચી ઇમારતો જોઈ, તે એના જીવન માં પેહલા ક્યારેય શહેર નહતી આવી.

તેને રમેશ ને ઉઠાડ્યા , અને કહ્યું જોવો શહેર આવી ગયું , રમેશ તે જોઈ ને ખુશ થયો , સોનું પણ ઉઠી ગઈ અને બોલી આપડે પોહચી ગયા??

મેના એ કહ્યું હા બેટા શહેર તો આવી ગયું છે જો કેટલી ઊંચી ઊંચી ઇમારતો છે બનેલી , સોનું એ જોઈ તેને તે નજારો ખૂબ સારો લાગ્યો , સુજલ એ એક હોટલ માં ગાડી ઉભી રખાવી,

તેને રમેશ ભાઈ ને આવી ને કહ્યું ચાલો અહીંયા ગરમા ગરમ નાસ્તો કરી લયીએ આમે હવે ૫ કિલો મીટર જ બાકી છે. બધા એ ત્યાં જલેબી અને ફાફડા નો નાસ્તો કર્યો.

આ ભાગ અહી સુધી રાખીએ મિત્રો , આગળ નો ભાગ જલદી આવશે.😊