એક મહિના પછી એક દિવસ કોલેજના પ્રોફેસરે બધા સ્ટુડન્ટ્સને મેદાનમાં ભેગા થવા માટે કહ્યું. લોકો અનેક પ્રકારની અટકળો લગાવવા લાગ્યા ત્યાં પ્રોફેસરે આવીને જરૂરી ઘોષણા કરી.
" એકઝેક્ટ એક મહિના પછી આપણી કોલેજ સિલ્વર ઝુબ્લી ઉજવવા જઈ રહી છે, અને આ કાર્યક્રમમાં બધા સ્ટુડન્ટ્સે ભાગ લેવો કમ્પલસરી છે....જેમાં ડાન્સ, સિંગીગ, ડ્રામા જેવી અનેકો એક્ટિવિટી સામેલ છે...તમને જેમાં યોગ્ય લાગે તમે એમાં ભાગ લઈ શકો છો....પણ યાદ રાખજો આ કાર્યક્રમમાં બધા સ્ટુડન્ટ્સે ભાગ લેવો જરૂરી છે, અન્ડરસ્ટેન્ડ...."
પ્રોફેસરની સૂચના સાંભળ્યા બાદ બધા પોતપોતાના ગ્રુપમાં વાતો કરવા લાગ્યા. જ્યાં કેટલાક સ્ટુડન્ટ્સ ખુશ હતા તો કેટલાક સ્ટુડન્ટ્સ નાખુશ થઈને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા હતા.
" યાર આ કેવો નિયમ છે? બધા સ્ટુડન્ટ્સે કમ્પલસરી ભાગ લેવાનો જ!!" સંજયે પોતાનો અણગમો વ્યક્ત કર્યો.
" કેમ? તારામાં કોઈ ખાસ આવડત નથી??" વૈભવ બોલ્યો.
" વાત આવડતની નથી વૈભવ, પણ આમ જબરજસ્તી કોઈને કાર્યક્રમમાં સામેલ કરવા એ તો દાદાગિરિ કહેવાય ને!"
" તો હવે શું કરીશ? પ્રિન્સિપાલ સાથે જઘડો કરીશ?"
" તને શું લાગે હું એટલો કમજોર છું...."
" તો શેમાં પાર્ટ લેવાનો વિચાર કર્યો છે?"
" ડાન્સ.....એવો ડાન્સ કરીશ એવો ડાન્સ કરીશ કે લોકો મને મારા નામની જગ્યાએ માઈકલ જેક્સન કહીને બોલાવશે..." સંજય ક્લાસમાં જ માઈકલ જેક્સનના ડાન્સની એક્શન કરવા લાગ્યો. આ જોઈને ક્લાસમાં હાજર છોકરીઓ હસવા લાગી.
" વાહ સંજય તારી ફેન ફોલોવિંગ અત્યારથી બનવા લાગી.." વૈભવે તંજ કસતા કહ્યું.
" હસવા દે હસવા દે....તું જોજે મારો ડાન્સ જોઈને આ જ ગર્લ્સ મારી પાસે ઓટોગ્રાફ લેવા આવશે..."
સંજય અને વૈભવની વાતચીતમાં કરન મ્યુટ થઈને બેઠો હતો. ત્યાં સંજયે એના ખભા પર હાથ મૂકતા પૂછ્યું. " કરન...તું કઈ એક્ટિવિટીમાં પાર્ટ લઈશ?"
" ન મને સિંગિગ તો સ આવડતો કે ન ડાન્સ નો ડ આવડતો અને આ ડ્રામામાં ભાગ લેવાનો તો હું સપનામાં પણ વિચાર ન કરી શકું.."
" તું એટલો ગભરાય છે કેમ? હું છું ને તારી સાથે...અને આ ડર કાઢવા માટે તો કોલેજ વાળા આપણી પાસે આવી એક્ટિવિટી કરાવે છે....અને તું છે કે અહીંયા આંખો મીંચીને ચુપચાપ બેસી ગયો છે.."
" જલ્દી બોલો શું કરવું છે? સર અહીંયા જ આવે છે.... નામ લખવા માટે...."
" તું આપણા ત્રણેય નું નામ ડાન્સમાં લખી નાખ..."
" સંજય નહિ!! મને સાચે ડાન્સ નથી આવડતો...."
" તું એની વાત ન સાંભળ... હું કહું છું ને નામ લખ..."
" અરે પણ .." કરન બેન્ચ પરથી ઊભા થઈને વૈભવને રોકવા જઈ રહ્યો હતો ત્યાં પાછળથી સંજયે એને પકડીને રોકી દીધો અને અંતે વૈભવે કરનનું નામ ડાન્સમાં લખી નાખ્યું. કરન માથા પર હાથ રાખીને ઉદાસ થઈને બેસી ગયો.
********************************
રિયા બેન્ચ ઉપર એકલી બેઠી કંઇક વિચારી રહી હતી. આ જોઈને શ્રુતિ એ પૂછ્યું. " શું વિચારે છે રીયા?"
" હમમ....મને એક કન્ફ્યુઝન છે...."
" શેનું કન્ફ્યુઝ?"
" હું ડ્રામામાં ભાગ લવ કે ડાન્સમાં?"
" તું ડ્રામા ક્વીન તો ઓલરેડી છે જ તો આ વખતે ડાન્સમાં ટ્રાય કર ને....કદાચ ડ્રામા ક્વીનની સાથે સાથે તું ડાન્સ ક્વીન પણ બની જા..."
" વાહ શ્રુતિ શું દિમાગ વાપર્યો છે તે! પણ તું શેમાં પાર્ટ લઈશ?"
" જ્યારે સ્કૂલ સાથે કરી, કોલેજ સાથે કરી તો ડાન્સ પણ આપણે સાથે જ કરીશું ને... પાગલ..."
અહીંયા રીયા અને શ્રુતિ એ પણ ડાન્સમાં નામ લખાવી નાખ્યું હતું અને આ વાતની જાણ હેપી ગ્રુપને પણ થઈ ગઈ.
દૂરથી એકીટશે જોઈ રહ્યો હેપીને કહ્યું. "તારો વિચાર પેલી શ્રુતિને પામવા તરફ તો નથી ને?"
" યુ આર રાઇટ....રોહિત...મારો નેક્સ્ટ ટાર્ગેટ પેલી શ્રુતિ જ છે...જો તો ખરા એની પાતળી એવી કમર....એના હવામાં લહેરાતા વાળ અને એના ગુલાબી હોઠ મન તો એવું થાય છે કે હમણાં જઈને એને ચુમી લવ...." ગંદી નજરથી ઘુરતો હેપી બોલી ઉઠ્યો.
" વાહ હેપી શું નજર છે તારી....એકદમ કડક માલ પકડ્યો છે તે.." રોહીતે પણ હેપીના ઈરાદાને મજબૂત કરતા કહ્યું.
" ભાભી બોલ ભાભી....કારણ કે આ ડાન્સમાં તો હું ચાન્સ મારીને જ રહીશ..."
હેપી એ તુરંત જઈને પોતાનું નામ ડાન્સમાં લખાવી નાખ્યું.
ક્રમશઃ