Agnisanskar - 96 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 96

Featured Books
Categories
Share

અગ્નિસંસ્કાર - 96



વિવાને મનમાં વિચાર કર્યો. " યહીં સહી સમય હૈ યહાં સે બચ કે ભાગને કા..." તેણે તુરંત નવીનને કોલર પકડીને ઉઠાડ્યો અને કહ્યું. " ચલ જલ્દી યે સિક્રેટ રૂમ ખોલ...!"

નવીને તુરંત એ સિક્રેટ રૂમ પોતાની ફિંગરપ્રિન્ટથી ખોલ્યો. એ રૂમમાં વિવાન પ્રવેશ કરીને આસપાસ કઈક શોધતો જોવા લાગ્યો. જ્યારે કઈ ન મળ્યું તો તેણે નવીનને કહ્યું. " યહાં પર એક સિક્રેટ રસ્તા હૈ ના વો કહાં પર હૈ?"

" કૈસા રસ્તા?"

" મેરે સામને ચાલક બનને કી કોશિશ મત કરો...સીધે સીધે બોલ કહા પર હૈ વો રસ્તા?" વિવાને નવીનના માથા પર ગન રાખીને ડરાવતા પૂછ્યું.

" બતાતા હું... બતાતા હું...." તુરંત નવીને એ સિક્રેટ રસ્તો દેખાડ્યો.

એ સિક્રેટ રસ્તો દરવાજેથી થઈને એક સીડી મારફતે નીચેની તરફ જતો હતો. વિવાન તુરંત એ સીડી વડે નીચે ઉતર્યો અને ત્યાંથી ભાગી ગયો.

અહીંયા અંશ અને પ્રિશા પણ ઉભા થઈને એ સિક્રેટ રૂમમાં ગયા અને જોયું તો એ સિક્રેટ રૂમમાંથી એક છૂપાયેલા રસ્તેથી વિવાન ભાગતો હતો.

" મમ્મી!!!" પ્રિશા સીધી એની મમ્મીને જોઈને ભેટી પડી. જે એ સિક્રેટ રૂમમાં એક ચેર સાથે બંધાયેલી હતી.

શારદા બેનની આંખો બંધ હતી. શરીર સૂકાઈ ગયેલું હતું અને આંખો નીચે કાળા ડાઘ પણ પડી ગયા હતા.

" મમ્મી!!! હું પ્રિશા!!! તારી દીકરી!! આંખ ખોલ..." પ્રિશા જાણે એકીશ્વાસે બોલી ગઈ.

ત્યાં જ ધીરે કરીને શારદા બેને આંખો ખોલી તો જોયું તો એની દીકરી એની સામે હતી. એક પળમાં જ એ પોતાની દીકરીને ઓળખી ગઈ.

" પ્રીશું તું??"

" હા મમ્મી....!" બન્ને એક સાથે ગળે મળીને ખૂબ રડ્યા.

ત્યાં જ પ્રિશા એ આંસુ લૂછ્યા અને અંશને ઈશારામાં કંઇક કહ્યું. અંશ એનો ઈશારો તરત સમજી ગયો. આ શ્રણ વચ્ચે નવીન તુરંત ત્યાંથી બચતો ભાગવા લાવ્યો.

અંશ પણ એને પડકવા જઈ જ રહ્યો હતો કે પ્રિશા એ એને રોક્યો અને કહ્યું. " અંશ....અત્યારે મારો બદલો લેવો જરૂરી નથી પરંતુ આપણા દેશવાસીઓનો જીવ બચાવવો જરૂરી છે..."

" પણ પ્રિશા....." અંશે બસ એટલું જ કહ્યું અને એણે નવીનને છોડીને વિવાનનો પીછો કર્યો. આ મોકાનો ફાયદો ઉઠાવતા નવીન પોતાની કાર લઈને ફરાર થઈ ગયો. અને અંશ વિવાનનો પીછો કરવા લાગ્યો. પરંતુ જેમ અંશ બિલ્ડીંગથી નીચે ઉતર્યો કે વિવાન છુમંતર થઇ ગયો હતો.

અચાનક આર્યને બધાને એક સાથે કોલ પર રાખીને કઈક જરૂરી માહિતી આપી. " પ્રિશા....અંશ અને કેશવ મારી વાત ધ્યાનપૂર્વક સાંભળો.... વિવાને જે ચાર બોમ્બ અલગ અલગ સ્થળે મૂકેલા છે...એનું એક્ઝેટ એડ્રેસ મારી પાસે આવી ગયું છે..."

" વોટ!!! તારી પાસે? પણ કઈ રીતે??" અંશે પૂછ્યું.

" આપણી પાસે વધારે સમય નથી....બોમ્બ બ્લાસ્ટ હવે બસ પાંચ મિનિટમાં જ થવાનો છે... આ હજારો દેશવાસીઓનો જીવ હવે આપણા હાથમાં છે.....અંશ તું ગ્લોબલ હોસ્પીટલ તરફ નીકળ...કેશવ તું ઓબેરોય મોલ તરફ જજે... પ્રિશા તું ભારત સીનેપ્લેક્સમાં જજે...અને નાયરા ક્રિષ્ના પ્લોટમાં જશે...."

" આર્યન એક કામ કર...રીનાને મારી કાર લઈને અહીંયા મોકલી દે અને નાયર ને કહેજે એ એક્ટિવા લઈને અહીંયા પહોંચે...જલ્દી!"

" ઓકે પ્રિશા....."

થોડીક જ મિનિટોમાં નાયરા પોતાની એક્ટિવા લઈને અને રીના કાર લઈને પહોંચી ગઈ. ત્યાં સુધીમાં પ્રિશા એ પોતાની માતા શારદા બેનને બિલ્ડીંગથી નીચે ઉતારી લીધી.

શારદા બેનને કારમાં બેસાડી અને એને રીના પોતાની સાથે લઈ ગઈ. જ્યારે પ્રિશા નાયરાની ગાડીમાં બેસી બોમ્બ ડિફ્યુઝ કરવાના મિશને નીકળી ગયા.

અંશ પાસે પણ કેશવ થોડીક જ ક્ષણોમાં ગાડી લઈને પહોંચી ગયો અને બન્ને પોતપોતાના સ્થળે જવા નીકળી ગયા.

આ બાજુ વિવાન બચીને ભાગવાનો પૂરો પ્રયાસ કરી રહ્યો હતો. રોડની એક સાઈડ હાંફતો હાંફતો દોડી રહ્યો હતો. ત્યાં જ અચાનક સાઈડમાંથી એક કાર આવીને રૂકી અને કારચાલકે કહ્યું. " લિફ્ટ ચાહીયે?"

વિવાને એ કાર ચાલક તરફ જોયું તો એ બીજું કોઈ નહિ પરંતુ ઇન્સ્પેકટર વિજય જ હતો. વિવાને તુરંત ત્યાંથી ભાગવાની કોશિશ કરી પરંતુ આસપાસ પોલીસ કર્મીઓ એ તેમને ઘેરી લીધો.

વિજય તુરંત ગાડીમાંથી નીચે ઉતર્યો અને એક જોરદાર તમાચો વિવાનના ગાલ પર ઝીંકી દીધો.

" જલ્દી બોલ....વો ચારો બોમ્બ તુમને કહા ચૂપાયે હૈ? બોલ!!"

શું વિવાન એ ચારે બોમ્બનું એક્ઝેક્ટ લોકેશન આપશે? જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.

ક્રમશઃ