Mara Kavyo - 16 in Gujarati Poems by Tr. Mrs. Snehal Jani books and stories PDF | મારા કાવ્યો - ભાગ 16

Featured Books
Categories
Share

મારા કાવ્યો - ભાગ 16

ધારાવાહિક:- મારા કાવ્યો
ભાગ - 16
રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની



ફરિયાદ
ક્યાં જરુર છે કોઈને સ્વતંત્ર થવાની?
કોઈ બંધનમાં બંધાવા તૈયારી તો જોઈએ!
મંજૂર નથી કોઈને સાંભળવો કોઈનો આદેશ,
રહ્યાં છે હવે એવાં સંબંધો જ ક્યાં કે કરીએ ફરિયાદ કોઈની?
આવ્યો છે જમાનો એવો કે વાતો જ લાગે ફરિયાદ!
એથી તો લાગે સારું રહેવું મૌન સદાય!
વધતી જાય છે અકળામણ મનની, ને રુદન કરે હૈયું!
કેમ કરી સમજાવવું હૈયાને,
લાગણીઓ છે તને ને કિંમત ચૂકવે છે આંખો!


પ્રવેશોત્સવ
કરે સૌ પ્રવેશોત્સવ બાળકોનો,
પા પા પગલી માંડતા એ નાનાં બાળ,
આવ્યાં શાળાએ મેળવવાને જ્ઞાન!
વિચાર્યું અમે કંઈક નોખું એવું,
કરાવ્યો પ્રવેશોત્સવ આ ભૂલકાંઓનો,
'વિદ્યારંભ સંસ્કાર' થકી...
બેસાડી ગીતાજી પાલખીમાં,
કાઢી સુંદર પોથીયાત્રા!
કરાવી આરાધના દેવોની બાળકો પાસે,
લખાવી 'ૐ' કાગળમાં,
કરાવી વિદ્યા સંસ્કારની સુંદર શરૂઆત!
આપી સુંદર ભેટ બાળકોને, કર્યા એમનાં મનડા ખુશ,
રાજીખુશીથી ભણજો સૌ,
કરી પ્રાર્થના, સાંભળી આશીર્વચન, છૂટાં પડ્યાં સૌ બાળ.



આઝાદી આત્માની
થતાં મૃત્યુ આઝાદ થઈ એ આત્મા,
જોઈ અસહ્ય પીડા ને ભોગવ્યા
અપાર દુઃખો જીવનમાં.
જલસા કર્યા જીવન આખુંય,
કમાયો અપાર ધન.
કામ ન આવ્યું એનું ધન,
કમાયો હતો જે અનીતિથી.
ઝંખે એ આત્મા શાંતિ ઘણી,
કેમેય કરી મળે નહીં!
પડી રહ્યું એ શરીર જોઈ રાહ મૃત્યુની!
આવે નહીં મૃત્યુ એ શરીરને!
યાદ કરીને પોતાનાં કર્મો,
કરે પસ્તાવો અંતરથી.


પંખીનો માળો
બાંધ્યો હતો પ્રેમથી માળો એ પંખીએ,
આપવાને જન્મ પોતાનાં બાળને.
વીણી વીણી તણખલાં દૂરદૂરથી,
કર્યો પરિશ્રમ અથાગ બાંધવા માળો!
બંધાઈ ગયો માળો જ્યારે આખોય,
હરખાય ગયું એ પંખી યુગલ!
ગયું ઉડીને શોધવાને ચણ,
પાછા આવ્યાં જ્યારે લાગ્યો આઘાત!
નહોતું નામોનિશાન માળાનું!
ક્યાંથી હોય એ માળો ત્યાં,
રહ્યું ન વૃક્ષ જ ત્યાં તો ક્યાંથી હોય માળો?
હે માનવી!
શું તુ રહેશે આટલો જ સ્વાર્થી સદાય?
બાંધવા પોતાનો માળો વિખેરી નાંખ્યો
આ પંખીનો માળો!!!😢😢😢
શું રહી શકીશ તુ સુખેથી તારા માળામાં?



કૉલેજનું વિશ્વ
અનેક કલ્પનાઓથી ભર્યું કૉલેજનું વિશ્વ.
કેટલાંય સપનાંઓ જોતું કૉલેજનું વિશ્વ.
બંધાતી દોસ્તી યારી ત્યાં સૌની,
ભૂલાઈ જાય જ્યાં છોકરા છોકરીનાં ભેદ.
વિશાળ એ ફલક કૉલેજનું,
સમજીને સાચવી ગયા એ તરી ગયા,
બાકીનાં બહુ ઉંડાણમાં ખૂંપી ગયા!
ઉજવાતા વિવિધ દિવસો હોંશે હોંશે,
ને થતાં કેટલાંય વાયદાઓ ચૂંટણીટાણે.
લે મજા કેટલાંક કોલેજીયનો વર્ગમાં,
તો કેટલાકની મજા તો વર્ગની બહાર.
કરે કોઈ મજા કૉલેજ કેન્ટીનમાં,
તો કોઈ કરે મિત્રો સાથે સિનેમાગૃહમાં.
કોઈને મજા બધાં તાસ ભરવામાં,
તો કોઈને લાગે એ સજા.
સમજે પોતાને બહુ સ્માર્ટ,
રહે ગેરહાજર જ્યારે વર્ગમાં.
મળે ત્યાં ક્યારેક મિત્રો જીવનભરનાં,
તો કોઈકને મળે જીવનસાથી પસંદનાં!
કોઈક બને માનીતા પ્રોફેસરનાં,
તો કોઈકને મુખ દીઠ્યુ વેર બંધાય.
રચાતી પ્રેમલીલાઓ આ વિશ્વમાં,
ક્યારેક સાચી તો ક્યારેક દેખાવની!
રાહ જુએ એ બાળકો શાળાનાં,
ક્યારે જઈશું કૉલેજમાં અમે પણ,
ને ક્યારે કરીશું મસ્તી ફિલ્મોમાં આવે એવી?
કેમ સમજાવીએ એમને કે છે ફિલ્મી કોલેજો
માત્ર એક ભ્રમણા, વાસ્તવિકતાથી દૂર ઘણી એ!!!


આઝાદી
વહે રક્ત લડવૈયાઓનું મળે છે આઝાદી ત્યારે.
વીતી હશે કેવી યાતના એની ન થાય કલ્પના ય!
હશે મનોબળ એમનાં કેટલાં મજબૂત,
ડગ્યાં ન કોઈ યાતનાઓ અને તકલીફો થકી!
થયો દેશ આઝાદ અંતે, પણ અફસોસ...
જોઈ ન શક્યાં એ શહીદો સફળતા પોતાની!
માણીએ આ આઝાદી આપણે સૌ ખુશીથી,
પણ ન ભૂલીએ બલિદાન એ સપૂતોનું!!!


ગુરુપૂર્ણિમા
અવસર આ સોનેરી ગુરુપૂર્ણિમા,
કરીએ વંદન ગુરુજનોને🙏
માતા પિતા તો આજીવન ગુરુ,
શિક્ષા આપે તેને કેમ ભૂલાય?
મળે સંસ્કાર ઘરેથી વડીલો થકી,
ને મળે અક્ષરજ્ઞાન શાળામાં ગુરુઓ પાસે!
અપમાન ન કરીએ કદીયે ગુરુજનોનું,
શીખવ્યું જેમણે મુસીબતો સામે લડતાં!
જીવીશું આખી જિંદગી સન્માનભેર,
જો કર્યું હશે સન્માન ગુરુજનોનું!



આભાર😊
સ્નેહલ જાની