LOHIYAAL NAGAR - 12 - Last Part in Gujarati Thriller by Kirtidev books and stories PDF | લોહિયાળ નગર - પ્રકરણ 12 (છેલ્લો ભાગ)

Featured Books
Categories
Share

લોહિયાળ નગર - પ્રકરણ 12 (છેલ્લો ભાગ)

લોહિયાળ નગર પ્રકરણ:૧૨ અપૂર્ણ

 

                              ઈન્સ્પેકટર બોહરાએ દિલદારસિંહને કોલ કરી ટાવર-IIમાં જોયેલી લાશનો અહેવાલ આપ્યો. આરવને ત્યાં એમ જોઈ શંકા લાગી રહી હતી કે તેનો કઈક ભાગ હશે આ બધામાં. માટે દિલદારે કહ્યું હાથકડી પહેરાવો અને એને રાંદેસણ પોલીસ ચોકી મોકલી દો. બંને અફસર જીપ લઈ આરવને રાંદેસણ પોલીસ ચોકી મૂકવા આવ્યા. દિલદારસિંહે ફોન મૂક્યો. વૃશ્વિક ભંવરે એને વાત કરતાં સાંભળ્યો હતો. તેને જાણવાની જિજ્ઞાસા થઈ. તે દિલદાર સમક્ષ જોઈ રહ્યો.

“વેલ... જોયું ને, એફ.બી.આઇ.ના કપ્તાન વૃશ્વિક ભંવર... તમને અહીં લાવ્યા સારું થયુંને. અધૂરી કડીઓ જે છૂટી ગઈ હતી તે હવે જોડાવા લાગી છે. લાગે છે જૂની કેસ ફાઇલ ખોલવી પડશે. ગાડેલા મડદા ખોદવા પડશે... (ભંવર ની:સંકોચ તેની સામે જોઈ રહ્યો, દિલદારને લાગ્યું તેને કઈ સમજ નથી પડી રહી) અરે, તમારા મૃત પત્નીના શરીર જેવુ જ કોઈકનું શરીર ટાવર-IIમાંથી મડ્યું છે. શક્યત: તે ગીતાંજલીબેન જ હશે, તો એમના કેસની ફાઇલ પાછી ઉઘાડવી પડશે. હવે, તમે અમને કેમ નથી કહેતા શું થયું હતું ભંવર સાહેબ. એફ.બી.આઇ.માં તો આવા કેસ બોવ આવતા હશે, અમારો ટાઈમ અને તમારો ટાઈમ બચાવી સત્ય કહેવાની શરૂઆત કેમ નથી કરતાં...?” દિલદાર બોલ્યો.

 

                              ભંવર ચુપચાપ તેને જોઈ રહ્યો હતો. દિલદાર, નવઘણ અને અન્ય બીજા બે અફસર ચોકીમાં હાજર હતા. તેઓ ભંવર-દિલદારને જોઈ રહ્યા હતા. ભંવર મૌન બેસી રહ્યો. બધાની નજર એના પર ઠરી. ગંભીર સન્નાટો ચોકીમાં છવાઈ ગયો.

“આઇ, આઇ ડોન્ટ નો તમે શું વાત કરી રહ્યા છો... તમારે જે નિવેદન લેવું હોય એ લઈ લો. ૯ વાગે મારે અહીંથી જવું પડશે. જે હું જાણતો હતો, એ બધુ મેં તમને જણાવી દીધું. મેં પહેલા જ કીધું તમે ખોટા માણસને અહી લઈ આવ્યા છો. મારે અહીંથી છૂટવા માટે કોઈ અધિકારીને ફોન કરવાની જરૂર નહીં પડે. આ રહ્યો મારો ફોન તમારી સામે(કહેતા ભંવરે પાસે બાંકડા પર તેનો ફોન મૂક્યો) અધિકારીનો ફોન સામેથી આવશે. તમે વાત કરી લેજો, હું કોઈને મારા માટે કશું નહીં કહું.” ભંવરે તેવરથી કહ્યું.

 

                              દિલદારસિંહ જોઈ રહ્યો. તેને ભંવર પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. તે હજીપણ એ રીતે વર્તી રહ્યો હતો જાણે આ કશામાં તેનો હાથ જ ન હોય. તેનું ધૈર્યથી વર્તવું દિલદારને ખૂંચી રહ્યું હતું. તે સમજી ગયો ભંવર ઘડાયેલો પાકો ઈન્સ્પેકટર હતો. આવી પોલીસની અટકાયતથી તેનામાં રતિ ભાર પણ ફર્ક પડવાનો ન હતો.

“વાંધો નહીં, જો તમે ખરેખરમાં બેગુના છો તો તમને એક ક્ષણ પણ વધુ વાર અહીં નહીં રોકી રાખું, બસ, એક ગવાહ કમ આરોપી છે, જેને તમે એકવાર સાંભળી લો. પછી તમને જેમ યોગ્ય લાગે એમ કરીશું.” દિલદાર બોલ્યો.

 

                              ‘આરવ્યો!’ મનોમન ભંવર બબડ્યો. તેને લાગ્યું જ કે આરવ હશે પણ પોલીસ આગળ તેનું નામ બોલવું જરૂરી ન લાગ્યું. ખોટું પોલીસને શંકા જાય. આરોપ-પ્રત્યારોપ કરવા કરતાં પોતાને બચાવમાં જ મજા છે. થોડીવારમાં બ્હાર એક પોલીસની જિપ્સી ઊભી રહી. બે પોલીસકર્મી આરવ મોનાણીને અંદર લેતા આવ્યા.

 

                              આરવને રાંદેસણ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો. તેને આવતા જોઈ દિલદાર અને ભંવરના સંવાદ વચ્ચે અંતરાય પડ્યો. તેના હાથમાં હાથકડી જોઈ ભંવર મનોમન ખુશ થયો. એક બાંકડા પર ભંવર બેઠો હતો. તેની સામે ખુરશીમાં દિલદારી બેઠો હતો. આરવને પકડીને દિલદાર સમક્ષ ખડો કરવામાં આવ્યો.

“દિલદારભાય આ લોકો મને ખૂની સમજે છે, મને ઓળખતા નથી. મારી હાથકડી ખોલાવો.”

“આરવ મોનાણી, મારે હમણાં જ ઘટના સ્થળ પર હાજર પોલીસકર્મી સાથે વાત થઈ તમારા પર ખૂન-કીડનેપિંગ માટે આશંકા છે, માટે હાથકડી તો લાગેલી રહેશે. જ્યાંથી બોડી મળી ત્યાં તમે હાજર હતા. ત્યાં તમે કેમ હતા? હજુ સુધી સ્પષ્ટ નથી થયું. તો ક્લિયર ન થાય અને તમારા પર આરોપ ખોટા ના પડે ત્યાં સુધી હાથકડી તો બાંધેલી રહેશે.” દિલદારે કહ્યું.

“હેં...? શું? યાર... દિલદારભાય...” આરવ ગુંચવાયો. ન ખબર પડી શું બોલવું.

“આરવ, ચુપ રે’!” દિલદારે કહ્યું. આરવ દંગ બની જોઈ રહ્યો. તેને સલામ કરી બન્ને અફસર રવાના થયા. તેમના ગયા બાદ આરવે રોષ પ્રગટ કર્યો:

“દિલદારભાય આવું હોતું હશે?”

“આને કહેવાય રૂતબો, માન મેળવવું.”

“એટલે? શું કહેવા માંગો છો?”

“બેય હવાલદાર શાહીબાગ કમિશ્નર કચેરીથી આવ્યા હતા. જે રીતે બંને અંદર આવ્યા, એમનામાં કોઈ મોટા સ્ટેશનમાં કે કચેરી સાથે જોડાયેલા હોવાનો ગુરુર દેખાતો હતો. અમે અહીં રાંદેસણ જેવા નાના વિસ્તારમાં કામ કરીએ છીએ એટલે અમને ઢીલા-પોચા સમજતો હશે. એવું એને ન લાગે માટે તને ખખડાવ્યો. તો એને ખબર પડે અમે સિક્રેટ એજન્ટવાળાને નહિ મેલતા તો બીજા કોઈનું વધારાનું થોડી ધરવાના?” દિલદારે સમજાવ્યું.

 

                              આરવ ચિડાયો, તે ભંવરની બાજુમાં બેઠો. પી.એસ.આઇ., નવઘણ આરવ અને ભંવર દિલદારને જોઈ રહ્યા. નવઘણ દિલદારની ચપળતાથી પ્રભાવિત થઈ બોલ્યો: “વા’ સર વા’… બઉ ગજબ!”

“આને કે’વાય માન મેળવવું. હવે બંને પાછા જશે બરાબર? ત્યાં જઈ બધાને કે’સે દિલદારસિંહે આઇ.બી.વાળાને જેલમાં ઘાલી દીધો.”

“તમે પણ યાર... ખોલો હવે.” હાથકડીવાળા હાથ આગળ કરતાં તે બોલ્યો. દિલદાર ખુરશીમાં સીધો થયો. આસપાસ નજર નાખી બોલ્યો:

“અરે... ચાવી તો પેલા પાસેથી લેવાની રહી ગઈ.”

“વોટ?” આરવ ચોંક્યો.

“હા, અને રહેવા પણ દે હાથકડી ભલે રહી. તું મને જવાબ આપ તને મેં કહ્યું ગિફ્ટ સિટીમાં બોડી પાર્ટ્સ મળ્યા ત્યાં તપાસ કર. તો તું ટાવરમાં કેમનો પહોંચી ગયો?”

“તમને કહ્યા પછી મારા મગજમાં લાઈટ થઇ, યોગીતા ગઈકાલે ગાયબ થઈ અને સસ્પેક્ટને ચાર-પાંચ દિવસથી જોતો હતો. તો ગઈકાલ પહેલા સસ્પેક્ટ ફરતો હોય તો યોગીતા એની સાથે હોય જ નહીં.” આરવ બોલ્યો. બે ઘડી દિલદાર અને ભંવર ચૂપચાપ તેને જોઈ રહ્યા.

“કોણ સસ્પેક્ટ?” દિલદારે જાણી જોઈને પૂછયું, જેથી ભંવર અને આરવ વચ્ચે સંઘર્ષ પેદા થાય.

“આ બેઠો એ.” ભંવર તરફ ઈશારો કરતાં આરવ બોલ્યો.

“હું? (આશ્ચર્ય સાથે ભંવર બોલ્યો અને હસ્યો) દિલદારા આનો ચેકપ કરાય, મગજ ચસકી ગયું લાગે છે.”

“એ તું જ છે, જેણે ગીતને મારી છે.”

“બોલો, કંઈ પણ બોલી રહ્યો છે આ...” ભંવર તેની વાત ફગાવતા બોલ્યો.

“કઈ પણ નથી બોલી રહ્યો. એ તારી જ ગાડી હતી.”

“કઈ ગાડી?”

“તારી ગાડી. ડાયો ના બન!”

“બે આને કો’ક લઈ જાવ...” શું બોલે છે?”

“તું બેટા, હવે તારો ખેલ પૂરો.”

“બે જાને...” ભંવરે કીધું.

“બસ...! શાંત, શાંત! દિલદાર વચ્ચે પડ્યો: “તમે બંનેએ એકબીજા પર આરોપ લગાવ્યા છે.”

“મારા પર?” આરવે પૂછ્યું.

“હા તું કે’ છે તે ભંવરનો પીછો કર્યો. ભંવર કે’ છે એણે તારો પીછો કર્યો. તો કોણ સાચું? તમે બંને દલીલ જ કરશો એવું લાગ્યું જ હતું. એના કરતા બેટર છે પોલીસને એમનું કામ કરવા દો. એવિડન્સ મળશે એમ બધું સ્પષ્ટ થતું જશે.” દિલદારે સમજાવ્યું.

“દિલદાર, જે ઇન્વેસ્ટિગેટ કરવું હોય બધી છૂટ છે તમને પણ મને પેલા આતંકીને યુ.એસ. લઈ જવા દો, આ બહુ ક્રીટિકલ ઓપરેશન છે. જરા જેટલી પણ ચૂક થઈ તો પરિણામ સારા નહીં આવે.” વૃશ્વિક ભંવર બોલ્યો.

“એની તમે ચિંતા ના કરશો. એ બાબતે આઇ.બી. બહુ કેપેબલ એજન્સી છે અને તેમની સાથે ગુજરાત પોલીસ પણ કામ કરી રહી છે. એફ.બી.આઈ.ને સહી-સલામત તે માણસ મળી જશે.” દિલદાર બોલ્યો. ભંવરને આગળ કશું પણ કહેવું વ્યર્થ લાગ્યું પણ તેને તે આતંકવાદીને લઈ જવાની ચિંતા થઈ રહી હતી. દિલદારસિંહ ઊભો થતાં બોલ્યો: “ગિફ્ટ સિટીમાં બધે લાશ ફરી રહી છે. હું જોઈ આવું ત્યાં શું સ્થિતિ છે.“ કહેતા ટેબલ પર ગયો, ગાડીની ચાવી અને ફોન લીધો.

“એકવાર ઝારાને જાણ કરી દેજો એ આગળ મિશન કંટીન્યુ કરે.” આરવ બોલ્યો.

“સારું, એની તું ચિંતા ના કર, તારો ફોન ક્યાં છે?” દિલદારે પૂછ્યું.

“સિક્સ્થ ફ્લોર અંધારમાં જોવા ફોનની લાઇટ ચાલુ કરી હતી, તો ત્યાં રહી ગયો.”

“તને ખબર પડે છે, તું સ્ટ્રોંગ એવિડન્સ મૂકે છે ત્યાં... (દિલદાર ગંભીરતાપૂર્વક તેને જોઈ રહ્યો, બે ઘડી બાદ બોલ્યો) સારું વાંધો નહીં હું કઈક કરું છું.”

“અને યોગીતાની તપાસ કરજો. તે શ્વાસ લઇ રહી હતી કે નહીં? મને નથી ખબર, ત્યાં પહોંચીને પ્લીઝ અહીં જાણ કરી દેજો અને...”

“હા, એની પણ તું ચિંતા ના કર. હું જઈને બધું સંભાળી લઈશ.” દિલદાર શાહુકારી ઠોકતા બોલ્યો. દિલદારના વાક્ય પાછળનો ભાવ આરવ પામી ગયો. તેને જરાય ના ગમ્યું. આરવે તેનો રોષ વ્યક્ત કરતાં કહ્યું:

“દિલદારભાય, આઇ રિસ્પેક્ટ યુ but don't treat me like an suspect! તમને ખબર છે હું આ કેસમાં પહેલેથી છાનબીન કરું છું તો પણ તમે મને અહીંયા આવી રીતે ટ્રીટ કરો છો?” પ્રથમવાર દિલદારને તેની જ પોલીસ ચોકીમાં આ રીતે કોઈ સંભળાવી રહ્યું હતું. આરવ પહેલો માણસ હતો જેણે દિલદારને ફરજ પર ઠપકો આપ્યો હોય.

 

                              પદની દ્રષ્ટિએ આરવ ક્લાસ વન અધિકારી હતો. દિલદાર કરતા ઊંચું પદ ધરાવતો હતો. ઉંમરમાં દિલદાર તેનાથી ત્રણ-ચાર વર્ષ મોટો હશે માટે આરવ દિલદારને ભાઈ કહી બોલાવતો. છતાં, ઇન્સ્પેક્ટર દિલદાર તરફથી યોગ્ય માન મળતું ન હતું. દિલદારને આરવ સાથે બૂરું વર્તીને કશું સારું નહોતું મળી જવાનું. કેસ પત્યા બાદ આરવ ચાહે તો કઈક છેડા અડાડી દિલદારને છંછેડી શકે અથવા તેની બદલી કરાવી શકે એમ હતો. એવા કોઈ અનુભવ ના કરવા પડે માટે દિલદારે સાંભળી લીધું પણ તેના મનમાં વેરભાવ જાગી ગયો. તે ચૂપચાપ જતો રહ્યો.

 

                              બ્હાર જીપ્સીમાં બેસી, મનોમન આરવને ગાળો ભાંડતો હતો. તેનાથી રહેવાયું નહીં. અંદર ચોકીના લેન્ડલાઈન નંબર પર તેણે કોલ જોડ્યો. પી.એસ.આઇ.એ ફોન ઉપાડ્યો.

“હલો...

“ચૂપચાપ સાંભળજે, મારુ નામ ના બોલતો. હું દિલદાર વાત કરું છું.”

“બોલો...?” પી.એસ.આઇ. અસમંજસમાં મુકાયો.

“સાંભળ, બેય આરોપીઓને જેલમાં ઘાલી દો સાળાઓને!” દિલદારે કહ્યું.

 

                              આરવ અને ભંવર પી.એસ.આઇ.ને જોઈ રહ્યા હતા. ઇન્સ્પેકટરનું ધ્યાન તેમના પર પડ્યું, એથી તેમને લાગ્યું જરૂર તેમના વિષે જ ફોન આવ્યો હશે. પી.એસ.આઇ. અવળો ફર્યો અને હળવેથીથી બોલ્યો:

“અરે સર, મને ક્યાં આ બધામાં ફસાવું છો. પેલો આઇ.બી.નો એજન્ટ છે તો બીજો એફ.બી.આઇ.નો, બંને મારી મેથી મારશે!”

“અરે કહી દે ઉપરથી ઓર્ડર આવ્યો છે. એન્ડ પ્રોસેસ આ જ છે. એને કસ્ટડીમાં નાખી શકાય.” દિલદારે કહ્યું અને કોલ કાપ્યો. પી.એસ.આઈ.નું મોં પડી ગયું. હળવેથી તેણે રિસીવર નીચે મૂક્યું. તે આ જોખમી કામ કરવા નહતો માંગતો પણ તેના ઉપરી અધિકારીએ કીધું માટે કરવું પડે એમ હતું. દિલદાર રોફથી ગાડી ચલાવતો ગીફ્ટ સિટિ બાજુ વળ્યો. મનમાં વિચારતો હતો, મારી ચોકીમાં મને તતડાવે એની તો શાન ઠેકાણે લાવી જ રહીને. પી.એસ.આઇ. તેના ટેબલ પાછળ બેઠો અને હવાલદારને કહ્યું: “આ બંનેને અંદર નાખ!”

“હેં?”

“શું?” ભંવર અને આરવ દંગ થઇ બોલ્યા.

“તમારા પર પુરાવા મળ્યા છે, બંનેએ જેલમાં રહેવું પડશે.” પી.એસ.આઇ.એ કહ્યું.

“કેવા પુરાવા?” આરવ ઊભો થઈ ગયો.

“એ તમને ખબર પડી જશે.” ઇન્સપેક્ટરે કહ્યું.

“કોણે ઓર્ડર આપ્યો?” ભંવરે પૂછ્યું.

“ઉપરથી.”

“હા પણ કોણ?” ભંવર બોલ્યો.

“ઉપરથી એટલે કઈક નામ તો હશે ને?” આરવે પૂછ્યું.

 

                              ઇન્સ્પેક્ટરનો પારો છટક્યો. ટેબલ પર હાથ પછાડી ઊભો થયો અને કહ્યું: “મારા હારા આરોપી થઈ તમે પોલીસને સવાલો પૂછો છો? શાણા બનો છો! એ દેસાઈ ઉભો શું રહ્યો છે? નાખ બંનેને લોકઅપમાં!”

“હા સર.” નવઘણ તેની ખુરશીમાંથી ઊભો થયો અને પાસે આવ્યો. આરવ ગુસ્સાથી લાલ-પીળો થઈ ગયો. ભંવર પણ વ્યથિત લાગવા લાગ્યો. નવઘણ આરવને ઓળખતો હતો. તેને લાગતું હતું આરવ નિર્દોષ છે. તેના ઉપરી અધિકારીને આદેશ પાલન કરવાની ફરજ પડી.

“સર પ્લીઝ...” નવઘણે આરવને કહ્યું. આરવ અને ભંવર કોટડી તરફ જવા લાગ્યા. જતાં-જતાં આરવ બોલ્યો:

“આવું કરવાનું દિલદાર જ કેય છે બીજું કોઈના કે’ હમણાં જે થયું એ વાતનું ખોટું લાગ્યું. એ પી.એસ.આઇ. સાચું બોલ એણે કહ્યું છે ને તને?” પી.એસ.આઇ. ચૂપચાપ જોઈ રહ્યો. નવઘણે બંનેને લોકઅપમાં પૂરતા માફી માંગી:

“સોરી આરવભાય.”

“ઇટ્સ ઓકે બ્રો! આમાં તારો વાંક નથી.” આરવ બોલ્યો.

 

*

 

                              રોનાલ્ડને હવે સમય મળ્યો, તેની જવાબદારી પૂરી થઈ હતી. ગુલશોખને લઈ જવાની જવાબદારી એફ.બી.આઇ.ની હતી. તેમની ટિમ ઓપરેશનનું ધ્યાન રાખી રહી હતી. તે પાર્ટીમાં જવા તૈયાર થઈ રહ્યો હતો. એકાએક ફોન રણક્યો. રોનાલ્ડ ખુશ લાગી રહ્યો હતો. તેણે કોલ ઉપાડયો. ટાવર-IIના ચોકીદારે ઘટના વિશે જાણકારી આપી: “ગિફ્ટમાંથી યોગીતાની ડેડબોડી મળી છે. તમે જલ્દી આવો!” આ સાંભળી રોનાલ્ડ ખળભળી ઉઠ્યો. આવી ઘટના અમારી ઓફિસમાં ન હતી થવી જોઈતી. આજે છેલ્લો દિવસ હતો અને આવા માંઠા સમાચાર. તે પાર્ટીમાં જવા થનગની રહ્યો હતો. પાર્ટીની યોજના પડતી મુકી, ગિફ્ટ સિટી ભાગ્યો.

 

                              ટાવર-IIમાં ફોરેન્સિક અને મેડિકલ ટીમ આવી ગઈ હતી. રતનપુર, ટાવર-II&Iમાં ચકચાર મચી ગયો હતો. પોલીસ ઉજ્જડપ્રદેશવાળા સ્થાને પહોંચી કાર્યવાહી શરૂ કરી. એટલો વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો. બંને જગ્યાએ મેડિકલ અને ફોરેન્સિક ટીમ કાર્યરત થઇ ગઇ હતી. દિલદાર આવ્યો. ટાવર-II રોડ પાસે ઈન્સ્પેકટર બોહરા ઊભો હતો. તેણે દિલદારને અહેવાલ આપ્યો:

“તમે કહ્યું તે સાચું પડ્યું. જો ઉજ્જડપ્રદેશમાં લાશના ટુકડા મળ્યા હોય તો લાશ ટાવરમાં જ હોય. એથી અમે પહેલા માળથી તપાસતા આવ્યા અને અહીં અમને એક શખ્સ મળ્યો. તે લાશની પાસે બેઠો હતો. તેનું નામ આરવ મોનાની છે. તમે જાણો જ છો એને. ચોકી પર અમે એને મોકલી દીધો હતો.”

“ઠીક છે. બીજું કઈ મળ્યું?” દિલદારે પૂછ્યું.

“જગ્યાની છાનબીન કરતા લેડીઝ કપડા, એક નાનો કેરબો, મોબાઈલ અને આઈકાર્ડ હોલ્ડર મળ્યું છે.” ઇન્સ્પેક્ટરે જણાવ્યું.

“ઠીક છે અને પેલી બીજી છોકરીની શું હાલત છે?”

“એના શ્વાસ ચાલુ છે. ડોક્ટર ટ્રીટમેન્ટ કરી રહ્યા છે.”

“ઠીક છે.”

 

                              યોગિતાને છઠ્ઠા માળથી નીચે લાવવામાં આવી, તે નિસ્તેજ બની ગઈ હતી. તેનું શરીર હલન-ચલન ન હતું કરી રહ્યું. તે જરાય ભાનમાં ન હતી. બે કંપાઉંડરે તેને સ્ટ્રેચરમાં લઈ આવ્યા, એમ્બ્યુલન્સમાં મૂકી. જાણે જીવતી લાશ જોઈ લો. ફક્ત તેના શ્વાસ ચાલુ હતા. એમ્બ્યુલન્સ દવાખાના તરફ વળી. દિલદાર અને બોહરા એમ્બ્યુલન્સને જતાં જોઈ રહ્યા.

“ડોક્ટરને કીધું છે, જલ્દી આને ભાનમાં લાવે. એમણે ટ્રાય કરી રહ્યા છે.”

“સારુ અને જે ડેડ બોડી મળી એનું શું છે?” દિલદારે પૂછ્યું.

“થેલીઓમાંથી એક લેગ અને સ્ટમક ઇન્ટર્નલ જેવું મળ્યું છે. જોવા પરથી એવું લાગે છે તે જરૂર કોઈક લેડીજના પાર્ટસ હશે. બીજા પાર્ટ તપાસવા અન્ય ટીમ ઝાડ પાસે ગઈ છે.”

“સારુ.” કઈ દિલદાર છઠ્ઠા માળે ગયો.

 

                              ઉપર સૌ માસ્ક અને ગ્લવ્સ પહેરીને કામ કરતા હતા. ટાવરના સુરક્ષાકર્મીઓને હવે ખ્યાલ આવ્યો, આટલા સમયથી વાસ આવી રહી હતી, તે ફેક્ટરીના રસાયણોની નહીં બલ્કે ઉપર સડી રહેલી લાશની હતી. પોલીસ સુરક્ષાકર્મીઓના નિવેદન લેવા લાગી. તેમણે કોઈએ કંઈ અજુગતુ જોયું હોય, કોઈનું વર્તન અલગ લાગ્યું હોય અથવા કોઇ વિચિત્ર ઘટના બની હોય તો જણાવે. બધાના અલગ-અલગ મત હતા. કેટલાકને એમ લાગતું હતું આજે સી.આઇ.ડી.એ હુમલો કર્યો હતો. તો એ લોકોએ આવું કર્યું હશે. તો ઘણાનું માનવું હતું, છઠ્ઠા માળે એક છોકરીનું ખૂન થયું હતું તો કો’ક આત્મા-પ્રેતાત્માએ આ કૃત્ય કર્યું હશે.

 

                              ટાવર-IIના પ્રવેશદ્વાર સામે રોડ પર ગાડી ઉભી રાખી રોનાલ્ડ ઉતર્યો. યોગીતાને તપાસવા અંદર ભાગ્યો. રોનાલ્ડને ચોકીદારે ખોટી માહિતી આપી હતી કે ‘ડેડબોડી’ મળી છે, એના કારણે રોનાલ્ડને ધ્રાસ્કો પડ્યો હતો. યોગીતાને દવાખાને મોકલી દેવામાં આવી હતી. રોનાલ્ડ મોડો પડ્યો. તે લિફ્ટમાં પ્રવેશ્યો અને છઠ્ઠા માળનું બટન દબાવ્યું. ઉપર લીફ્ટના દરવાજા ઉઘડવાનો અવાજ આવ્યો, તપાસ કરતા અધિકારીઓનું ધ્યાન પડ્યું. દરવાજા ખૂલ્યા, રોનાલ્ડે સામે જોયું. ઠેરઠેર તપાસ ચાલી રહી હતી. કેટલીક જગ્યાએ ‘do not cross’ અને ‘crime scene’ લખેલી ટેપ મારી હતી. ત્યાં બે ફોરેન્સિક તપાસ અધિકારી કાર્ય કરી રહ્યા હતા. તેમની ડાબી બાજુ એક ફોટોગ્રાફર ફોટા લઈ રહ્યો હતો. બે પોલીસકર્મી રોનાલ્ડ પાસે ગયા, તેને રોક્યો. તેણે આઇ.બી.નું આઇકાર્ડ દેખાડ્યું.

“સોરી સર. તેમ છતાં તમને નહીં આવવા દઈ શકીએ. બ્હારના કોઈને અલાઉડ નથી. પોલીસકર્મી બોલ્યો. દિલદારે જોયું અને અફસરને અંદર આવવા દેવા જણાવ્યું. બંને અફસરે રોનાલ્ડનો રસ્તો છોડ્યો. તે દિલદાર પાસે ગયો.

“માનવું પડે હો, માનવું પડે બાકી! હજી કમિશ્નર કચેરી વાત નય પહોંચી ‘ને એના પે’લા આઇ.બી.વાડા પધાર્યા. ક્યાંથી? કેમનું?” દિલદારે પૂછ્યું.

“અમારી ઓફિસની બિલ્ડિંગમાં કઈ થતું હોય અને અમને જાણ ન થાય એવું બને?” રોનાલ્ડે જવાબ આપ્યો.

“અચ્છા, આ ઘટના તમારી જ બિલ્ડિંગમાં બની છે, તો તમે જાણતા હશો કોણે કર્યું હશે.”

“જાણતા નથી તો જાણી લઈશું અને જાણવું જ પડશે. અમારા આઇ.બી.ની કોઈ કદર કરતું નથી તો!”

“તે ના જ કરે ને, તમારા લોકો કામ એવા કરે છે તો!” દિલદાર બોલ્યો.

“કેમ?”

“તમારા એફ.બી.આઇ.ના કપ્તાન અને આઇ.બી.ના ડિટેક્ટિવ આરવ મોનાણી બંને જેલમાં છે.”

“શું? ના હોય.” રોનાલ્ડ ચોંકયો.

“હા. અહીં આરવ હતો ડેડ બોડી પાસે અને યોગિતા પણ અહીંથી જ મળી.”

“અરે યાર... માનવામાં નથી આવતું!” માથું ખંજવાળતા રોનાલ્ડે કહ્યું.

“હંમ્મ... બધુ બહુ ગૂંચવણભર્યું છે.”

“અને યોગીતાની શું પરિસ્થિતી છે?”

“તે જીવતી છે પણ બહુ સિરિયસ છે. ભાનમાં નથી આવી રહી.”

“આરવ શું કરતો હતો ત્યાં? રોનાલ્ડે પૂછ્યું. દિલદાર કંઈ બોલ્યો નહીં. રોનાલ્ડે ઉમેર્યું: “કઈ એવિડન્સ મળ્યા છે?”

“હા.” કહેતા દિલદાર હવાલદાર પાસે લઈ ગયો, જે બધા પુરાવા એક થેલામાં સાચવીને મુકતો હતો. તેણે થેલો ખોલ્યો. દિલદારે કહ્યું:

“કેમિકલનો કેરબો. જેનાથી લાશ જલ્દી સડવા ના લાગે અને ગંધ ના મારે. કદાચ આની અંદર કેમિકલ હોય, જેનાથી બ્લડ જામ થઈ જાય અથવા બ્લોક થઈ જાય, બીજું કપડાં છે લેડીઝ, આરવનો ફોન મડ્યો અને એક આઇકાર્ડ હોલ્ડર મળ્યું છે.”

 

                              રોનાલ્ડ વસ્તુઓનું નિરીક્ષણ કરવા લાગ્યો. મળી આવેલ કપડાં તેણે પહેલા પણ જોયા હોય એવું લાગ્યું પણ તરત યાદ ન આવ્યું. પછી પેન્ટ પર ભરાવાના આઈકાર્ડ હોલ્ડર પર નજર પડી. એનો તાર છૂટો થઈ ગયો હતો. દિલદાર અને પોલીસકર્મી પુરાવા પાસે ઊભા હતા. રોનાલ્ડ ધ્યાનથી વસ્તુઓ સામે જોઈ રહ્યો હતો. થોડી ક્ષણો બાદ દિલદારને ત્યાંથી જવાની તાલાવેલી જાગી.

“આ બેગ ચોકીએ લઈ જવાની છે, બંધ કરે?” દિલદારે પૂછ્યું.

“એક મિનિટ...” રોનાલ્ડને કઈક યાદ આવ્યું: “આ આઈકાર્ડ હોલ્ડર ઊંચું કરો તો...”

 

                              હવાલદારે હાથમાં મેડિકલ ગ્લવ્સ પહેર્યા હતા. તેણે કોથળીનો ખૂણો પકડી હોલ્ડર ઊંચું કર્યું. રોનાલ્ડે હવાલદારના ઉપલા ખિસ્સામાંથી ટોર્ચ કાઢી, થેલી પર પ્રકાશ પાડ્યો. તે પુરાવાને બારીકાઈથી જોવા લાગ્યો.

“શું, કશું યાદ આવે છે” દિલદારે પૂછ્યું.

“હંમ્મ...”

“શું?”

“આ હોલ્ડર આરવનું લાગે છે.” રોનાલ્ડે કહ્યું.

“શું વાત કરે છે?”

“હા.”

 

                              તેને યાદ આવ્યું ત્રણ ચાર દિવસ પહેલા નેલ્સન અને આરવ સાથે ૧૩માં માળે સિગરેટ પીવા ગયો હતો. નેલ્સન પટેલ આરવના હોલ્ડરને ખેંચ-ખેંચ કરતો હતો. વધારે ખેંચાતા હોલ્ડરનો તાર નીકળી ગયો હતો. માટે તેને લાગ્યું આ હોલ્ડર આરવનું હોઈ શકે છે. દિલદાર રોનાલ્ડની વાત પર વિચારવા લાગ્યો. અહીથી જ આરવ ઝડપાયો હતો અને હવે એવો આક્ષેપ આવે છે કે મળેલા પુરાવામાં આઈકાર્ડ હોલ્ડર આરવનું હોઈ શકે છે. આ બધી બાબતો શું સૂચવી રહી હતી?

“રોનાલ્ડ તું સ્યોર છે?” દિલદારે ફરી પૂછ્યું.

“સ્યોર તો નહીં પણ અમે એક વાર ૧૩માં માળે સિગરેટ પીવા ગયા હતા, ત્યારે તેનું હોલ્ડર તૂટી ગયું હતું.”

“ઠીક છે.” દિલદારે કહ્યું. રોનાલ્ડને શિકાગો-એફ.બી.આઇ.થી ફોન આવ્યો.

 

*

 

“ન્યૂયોર્ક એમ?” ઇમેન્યુઅલે ખરાઇ કરતા પૂછ્યું. તેના ચહેરા પર હતાશા વરતાઈ આવી. પહેલા યશવી, પછી ગીતાંજલી અને હવે આ યુવતી. યશવી કેનેડા જતી રહી, આ કન્યા ન્યુ યોર્ક રહે છે. માંડ્યુ છે શું? કેમ હું જેને પસંદ કરું એ મારાથી દૂર થઈ જાય છે? તે મનોમન વિચારવા લાગ્યો. પૃષ્ઠભૂમિમાં ડી.જે. ગીત વગાડી રહ્યો હતો. કર્મચારીઓ ફ્લોર પર સંગીતના તાલ પર ઝૂમી રહ્યા હતા.

“હા.” તે યુવતીએ કહ્યું.

“ચલ, હું યુ.એસ. આવવા હા પાડું તો?”

“શું તો?”

“તો તમે કેવું રિએક્ટ કરશો?”

“વિયર્ડ, અનકમ્ફર્ટેબલ, થોડું અજીબ ક્રેઝી ટાઈપ લાગશે.”

“અચ્છા...” કહી તે હસ્યો.

“હંમ્મ...”

“ઠીક છે પણ છોડો એ બધુ. લેટ્સ ઇન્જોય ધ નાઈટ. ચલો ડાન્સ કરીએ.” બંને ફ્લોર પર આવ્યા અને નાચવા લાગ્યા.

 

                              બંને એ ક્ષણને માણવા લાગ્યા, એક-મેકને જોઈ રહ્યા. નાચતા-નાચતા ઇમેન્યુઅલ તેના કાનમાં કશુંક કહેતો, યુવતી તેના કાનમાં કઈક જણાવતી. સામે ઇમેન્યુઅલ જવાબ આપતો અને તે યુવતી હસવા લાગતી. દેવર્ષિ અને સ્નિગ્ધાનું ધ્યાન ઇમેન્યુઅલ પર ગયું. બીજા લોકો પણ આ બંનેને મજા કરતા જોઈ રહ્યા હતા. અચાનક તે યુવતીનો ફોન રણક્યો, તે ફોન ઉપાડવા ઘોંઘાટથી દૂર સાઈડમાં ગઈ. ઇમેન્યુઅલ તેને જતા જોઈ રહ્યો. તે ડાન્સ કરતો અટક્યો. એટલામાં ઉત્કર્ષ-અરશ તેની સાથે ડાન્સ કરવા લાગ્યા. તે સહકર્મીઓ સાથે નાચવા લાગ્યો. ધીમે-ધીમે આઇ.બી.વાળા અને તેના અન્ય ટિમ મેમ્બર પણ નજીક આવ્યા. સૌ ટોળું વળી નાચવા લાગ્યા. આજે તેણે જે રીતે સ્ટેજ પર જોક મારી. તેની સૌએ પ્રશંસા કરી. ઇમેન્યુઅલે આભાર માન્યો. તેનું ધ્યાન યુવતી તરફ હતું. યુવતી ગંભીર લાગી રહી હતી. તેનો કોલ પૂરો થયો, તે સોફા પર બેસી રહી. થોડીવાર ઇમેન્યુઅલ તેને જોઈ રહ્યો, એને ચિંતિત બેસેલી જોઈ પાસે ગયો, બેઠો અને કહ્યું: “આર યુ ઓકે? શું થયું?”

 

                              તે વ્યથિત લાગતી હતી. પાર્ટીમાં રંગ જામ્યો હતો. સૌ કર્મચારી હસી-મજાક કરી રહ્યા હતા. ગિફ્ટની પરિસ્થિતીથી અજાણ તેમને ન હતી ખબર ત્યાં શું થઈ ગયું હતું.

 

*

 

                              દિલદારસિંહ રાંદેસણ ચોકી પાછો આવ્યો. તેની પાછળ-પાછળ રોનાલ્ડ હતો. ભંવર અને આરવ અલગ-અલગ કોટડીમાં પૂર્યા હતા. દિલદાર અને રોનાલ્ડ અંદર આવ્યા, બંનેનું ધ્યાન ગયું.

“આને કેમ અલગ કોટડીમાં રાખ્યો?” દિલદારે પૂછ્યું.

“બંને અંદર બોવ ઝઘડતા’તા. અવાજ એટલો આવતો’તો કે બધા ડિસ્ટર્બ થતાં’તા.” નવઘણે કહ્યું.

“આરવ… આરવ, તે શું કર્યું ભલા માણસ?” દિલદાર કોટડી પાસે આવતા બોલ્યો.

“આ ઘટના પાછળ તું જવાબદાર છો. એવા પુરાવા અને ગવાહ મળ્યા છે અમને. બોલ, શું કરીશું?” દિલદાર કોટડી પાસે આવતા બોલ્યો.

“ગવાહ? કોણ?”

“એ છોડ. એક વાતનો જવાબ આપ, તારું આઈ કાર્ડ ક્યાં છે?” દિલદારે પૂછ્યું.

“આ રહ્યું. મારા પાકિટમાં.”

“તું હંમેશા પાકીટમાં આઈકાર્ડ રાખે છે?”

“ના, મારું હોલ્ડર તૂટી ગયું છે.”

“ધેટ્સ ધ પોઇન્ટ! તું સાચો હતો રોનાલ્ડ!” દિલદારે પાછળ ફરી કહ્યું.

“એક મિનિટ, શું સાચું હતું? શું થયું હવે?” આરવે પૂછ્યું. તેણે ચોકીમાં રોનાલ્ડને પ્રવેશતો જોયો.

“તારું આઇકાર્ડ હોલ્ડર છઠ્ઠા માળે શું કરતું હતું?”

“મારું આઈકાર્ડ હોલ્ડર?”

“હા અને એ હોલ્ડર તારું જ છે એ વાત પુરવાર રોનાલ્ડ કરે છે. એણે તને હોલ્ડર સાથે જોયો હતો.” દિલદારે કહ્યું.

“એક મિનિટ, રોનાલ્ડ ક્યારની વાત કરે છે તું?” આરવે પૂછ્યું.

“ત્રણ-ચાર દિવસ પહેલા તું, હું અને પટેલ તેરમા માળ સિગરેટ પીવા ન’તા ગયા? ત્યારે તારું હોલ્ડર તૂટેલું મેં જોયું હતું.”

“યાર ત્યારે જ મેં આઈકાર્ડ હોલ્ડર નીચે ફેંકી દીધું હતું, તમારી સામે તો.”

“મને યાદ નહીં, તે ક્યારે ફેંકયું.” રોનાલ્ડે કહ્યું.

“શું વાત કરે છે?” આરવ બોલ્યો.

“જે હોલ્ડર મળ્યું એ તારું જ છે, એમ હું નથી કહેતો. તારું આઇકાર્ડ તૂટ્યું હતું, એ મને ખબર છે. પટેલ મસ્તી કરતો હતો ત્યારે.”

“પછી મેં બ્હાર ફેંક્યું.” આરવ બોલ્યો.

“સારું, વાંધો નહીં. પોલીસ ફિંગરપ્રિંટ્સ તપાસીને કહેશે. એ તારું હોલ્ડર નહીં હોય.” રોનાલ્ડે કહ્યું. બે ઘડી શાંતિ જળવાઈ રહી. બાદ દિલદાર બોલ્યો:

“ચલ માની લઈએ તે હોલ્ડર ફેંકી દીધું હતું, તો છઠ્ઠા માળે કેમનું પહોંચ્યું?” આરવ વિચારમાં પડ્યો.

“મને નથી ખબર.”

 

                              દિલદાર તેની સામે જોઈ રહ્યો. તે દિવસ ત્રણેય અમસ્તા તેરમા માળ ગયા હતા. નેલ્સનથી આરવનું આઈકાર્ડ રમત-રમતમાં ખેંચતા હોલ્ડરનો તાર નીકળી ગયો હતો. નેલ્સને હોલ્ડર પાછું આપ્યું. રોનાલ્ડ-નેલ્સન પાછા નીચે જવા લાગ્યા. આરવ પાળી પાસે ઉભો રહી હોલ્ડરમાં તાર નાખવા લાગ્યો. તાર અંદર ન હતો જઈ રહ્યો. આરવને સરખું યાદ ન હતું. તેને હોલ્ડર ફેકતા કોઈએ જોયો ન હતો. તેને રોનાલ્ડ પર શંકા થઈ તે તટસ્થ હતો કે નહીં?

 

                              આરવને લાગ્યું રોનાલ્ડ ભંવરની તરફેણમાં જઈ રહ્યો હતો. યાદ હોવા છતાં તે સાચું ન હતો કહી રહ્યો. ભંવરને પણ લાગ્યું રોનાલ્ડ તેની મદદ કરી રહ્યો છે. થોડા કલાકો પહેલા બંને ઓફિસર સામ સામે લડવા ઊભા રહી ગયા હતા અને હવે એકબીજાની સાથે હતા. બંનેએ ઓફિસમાં સારી જોડી બનાવી હતી. રોનાલ્ડે જન્મદિન પર ભંવરનું ઉપરાણું લીધું કે તેણે એના ફોનમાં અસ્લીલ ચેટ કરી હતી. તેણે સ્વીકાર્યું હતું. હવે તે આરવના બયાનને સહમતી ન હતો આપી રહ્યો. કાશ, તેણે આ બંને બાબતો પર જુદું વલણ દાખવ્યું હોત તો સંજોગો આવા ન ઊભા થાત. રોનાલ્ડનું વર્તન ભંવરની તરફદારી કરતા લાગી રહ્યા હતા. કોઈને નથી ખબર ખરેખર તે કોનો પક્ષ લઇ રહ્યો હતો.

 

*

 

“અઝીઝ સરનો કોલ હતો. એફ.બી.આઇ.ના સૌને યુ.ટી.સી. બોલાવ્યા છે. આતંકી જુનાગઢથી પકડાઈ ગયો છે. પોલીસ તેને અમદાવાદ લાવી રહી છે.” તે યુવતી બોલી.

“ઓકે.” ઇમેન્યુઅલે તેના હાથ પર હાથ મૂકયો હતો અને કન્યાના હાથમાં મોબાઈલ હતો. તે બોલી:

“બીજી ડિટેલ શેર કરાય એમ નથી. અમારે તાત્કાલિક ઘરેથી સામાન પેક કરી યુ.ટી.સી. પહોંચવાનું છે.”

“અફકોર્સ! હું સમજુ છું. આઇ વિશ હું તને વધારે જાણી શક્યો હોત...”

“જાણવું જરૂરી નથી. માણવું જરૂરી છે. આપડે કેટલો સમય જોડે રહ્યા, કરતાં કેટલો સમય એકબીજાની કંપની એન્જોય કરી તે મેટર કરે છે.”

“ટ્રૂ! `તારું નામ શું છે?”

“પ્રશસ્વી.” યુવતી બોલી.

“નામ સાંભળી. ઇમેન્યુઅલ ચોંકી ઉઠ્યો. આવું જ મળતું-જડતું નામ અને ચહેરો તેને યાદ આવી ગયો.

“ઓકે. હું ઇચ્છું છું, તું પાછી ઈન્ડિયા આવ.”

“લેટ્સ સી.”

“ઓકે. ‘ને હાલ મને તારી સાથે આવવા દે. જે થોડો ઘણો ટાઈમ સાથે સ્પેંડ કરવા મળે એ.”

“પણ હું ઘરે પેકિંગ કરીશ. મને ટાઈમ નય મળે. તું ત્યાં શું કરે?”

“પેકિંગ કરવામાં તારી હેલ્પ કરીશ અને તને એટલું વધારે સમય જોઈ શકીશ.” ઇમેન્યુઅલ સ્મિત સાથે બોલ્યો. પ્રશસ્વી હસી ગઈ. બન્ને એકમેકને જોઈ રહ્યા.

 

                              પાર્ટીમાં ઘણા લોકો વાળું પતાવી નીકળી ગયા હતા. ઘણાને પાછા યુ.ટી.સી.માં પણ જવાનું હતું. ઇમેન્યુઅલ પ્રશસ્વી સાથે સામાન પેક કરાવવા તેના પી.જી.માં ગયો. પ્રશસ્વીને તેનું આવવું ગમ્યું. ઇમેન્યુઅલ તેનું ધ્યાન રાખતો. હસાવતો, પ્રેમથી બોલાવતો. આ બધા પર તે વારી ગઈ. તેણે ઇમેન્યુઅલને પાછા ભારત આવવાનું વચન આપ્યું. ઇમેન્યુઅલ રાજીનો રેડ થઈ ગયો. બંને વાત કરી રહ્યા હતા, દરમિયાન ઘરની બ્હાર ગાડીનો હોર્ન સંભળાયો. એફ.બી.આઈ.નું વાહન પ્રશસ્વીને લેવા આવી ગયું હતું. સામાનનો થેલો અને સુટકેસ ઉપાડી બંને બ્હાર આવ્યા. પાછળ ડિકીમાં ઇમેન્યુઅલે સામાન મુક્યો. ડિકી બંધ કરી એકબીજાને અલવિદા કહેવા થોડીવાર ઊભા રહ્યા.

“ચલો, તો જવાનો સમય થઈ ગયો છે. બાય.” કહેતા પ્રશસ્વી તેને ગળે લાગી.

“તને યાદ કરવામાં આવશે, આઇ વીલ મિસ યુ!” ઇમેન્યુઅલ કાન નજીક બોલ્યો.

“થેન્ક્યુ સ્વીટી!” અળગી થતાં તે બોલી. સ્નેહ સાથે ઇમેન્યુઅલ સામે જોઈ રહ્યો. પ્રશસ્વી ચહેરાની નિકટ આવી. ઇમેન્યુઅલ નિસ્તેજ ભાવે તેની તરફ ઝૂક્યો. બંને ઘણા કરીબ આવી ગયા હતા. પ્રશસ્વીના બરડા પર ઈમેન્યુઅલે હાથ મૂક્યો હતો. પ્રશસ્વીએ તેની આંખોમાં જોયું. પછી તેના હોઠ તરફ નજર નાખી. એકબીજાના શરીરની ઉષ્મા અનુભવી શકતા હતા. પ્રશસ્વી સહેજ આગળ વધી. પગની એડી એ ઉંચી થઇ અને આરવના ગાલ પર ચુંબન કર્યું. એડી નીચે કરી તે બોલી:

“વેઇટ ફોર મી.” તે ગાડીમાં બેસી.

“ઇંતેઝાર રહેગા...” ઇમેન્યુઅલ બોલ્યો અને તેને પોતાનાથી દૂર જતા જોઈ રહ્યો.

 

*

 

(યુ.ટી.સી. માં)

 

અઝીઝ: Team, we will escort the offender to Chicago. The GP (Gujarat police) is on their way to Ahmedabad airport. They will arrive around 2:00 a.m. I hope all of you brought your stuff to on board. Our vehicle is coming here to pick us up to the airport. From now on we are directly reporting to Chicago FBI. So, no one is supposed to go anywhere or do anything except it's instructed to you. Here’s your kit according to your I card number. please collect it and wear the armor.” (જુથ, આપણે ગુનેગારને શિકાગો લઈ જઈશું. ગુજરાત પોલીસ અમદાવાદ હવાઈમથક આવી રહી છે. તેઓ રાત્રે ૨ વાગ્યા આસપાસ આવશે. હું આશા રાખા છું, તમે મુસાફરી માટે તમારો બધો સામાન લઈને આવ્યા હશો. આપણું વાહન આપણને હવાઈમથક લઈ જવા અહીં આવશે. હવેથી આપણે શિકાગો એફ.બી.આઇ.ને ખબર કરીશું. તો કોઈ ક્યાંય સૂચના વગર જશે નહીં અથવા કશું કરશે નહીં. અહીં તમારા આઇકાર્ડના અંક આધારિત સામાન આપવામાં આવ્યો છે. જે મહેરબાની કરી ગ્રહણ કરો અને બખ્તર પહેરી લો.)

કોઈક એજન્ટ: what is in the kit? (સામાનમાં શું છે?)

“An armor and M-16 rifle but keep your revolver handy. So, you can use it when it’s needed." (એક બખ્તર અને એમ-૧૬ રાઇફલ છે. તેમ છતાં, તમારી રિવોલ્વર હાથલાગી રાખો, જેથી જોઈએ ત્યારે કામમાં આવે.) અઝીઝે જણાવ્યું.

 

                              એફ.બી.આઇ.ના ૧૨ સભ્યો અઝીઝ સામે ઉભા હતા. ભંવર પછી અઝીઝ એફ.બી.આઇ.નો ઉપરી અફસર હતો. ભંવરની અટકાયત થયા બાદ ગુલશોખને લાવવાની જવાબદારી અઝીઝ અને ટીમ ઉપર આવી ગઈ. યુ.ટી.સી.માંથી સામાન આપવામાં આવ્યો. થોડીવારમાં સૈન્યના ટ્રક તેમને લેવા ટાવર-II આવી પહોંચવાના હતા. ટાવરના છઠ્ઠા માળે જે ઘટના બની, તેનાથી સૌ ચોંકી ગયા હતા. ઉપરાંત, આતંકીને લઈ જવાની ચિંતા વધુ માનસિક તાણ આપી રહી હતી. બંને બાબતોની વ્યગ્રતામાં તેઓ પીસાઈ રહ્યા હતા. કલાક બાદ સૈન્યના બે ટ્રક આવ્યા. એફ.બી.આઇ. ટિમે એક ટ્રકમાં સામાન મૂક્યો અને બીજામાં બેઠા. થોડીવારમાં તેઓ હવાઈમથક પહોંચી જવાના.

 

*

 

(રાત:૧:૨૪, ચાંગોદર-અમદાવાદ.)

 

                              ગુલશોખને લઈ ગાડી ચાંગોદર ચાર રસ્તે ઊભી રહી ગઈ હતી. પોલીસ તૃપ્તિના જવાબની પ્રતીક્ષા કરતી ઊભી હતી. ચાંગોદર અમદાવાદ શહેરનું સરહદ ગણાતું. અહીંથી અમદાવાદ શરૂ થતું. ચાંગોદરથી આગળ સનાથલ, સરખેજ, જૂનાપુરા અને વાસણા વિસ્તાર આવતો. આ રૂટ પરથી ગુલશોખને લાવવાનો હતો. જુનાગઢ પોલીસ અમદાવાદમાં પ્રવેશ કરે એ પહેલા જ તૃપ્તિએ તેમને રોકી લીધા. આ રૂટથી પસાર થવું જોખમી લાગી રહ્યું હતું. આગળ શું કરવું? તૃપ્તિ અને ઝારા વિચાર-વિમર્શ કરી રહ્યા હતા. તેમના જવાબની રાહ જોતાં પોલીસકર્મીઓ ગુલશોખ સાથે ચાંગોદર ચાર રસ્તે ખૂણા પર ગાડીમાં બેઠા હતા. ઝારા અને તૃપ્તિ કામ કરવા આઠમા માળે આવી ગયા હતા.

“જો આ અમદાવાદનો મેપ છે...” કહેતા ઝારાએ કમ્પ્યુટરમાં નકશો દેખાડ્યો, જેમાં રૂટ હાઈલાઈટ કર્યો હતો.

“આ રૂટ રિસ્કી છે યાર...!” તૃપ્તિ બોલી.

“કેમ?”

“કારણ જુનાપુરામાં અગાઉ આતંકીઓ રહેતા હતા. ત્યાંથી પોલીસના હાથે ઝડપાયા હતા. ઉપરાંત, આ વિસ્તાર ગીચ અને ટ્રાફિકવાળો હોય છે. રાત્રે જોકે ટ્રાફિક ન નડે પણ ગુલશોખને બચાવવાનો કોઈ પ્રયાસ કરે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે માટે...”

“પણ એ લોકોએ ફક્ત પાંચ કિલોમીટર જ કાપવાનું છે, ત્યાંથી...” કમ્પ્યુટરમાં અંતર બતાવતા ઝારાએ દલીલ મૂકી.

“તો પણ પાંચ કિલોમીટર is risky! તેમની ગાડી બે-ત્રણ મિનિટમાં પાંચ કિલોમીટર કાપી નહીં લે. જો સરખેજથી વાસણા સુધીના અંતરમાં કોઈ હુમલો થાય તો મામલો હાથ બ્હાર નીકળી શકે છે. અહીંથી ના મોકલાય.” તૃપ્તિએ કીધું.

“સારુ તો... (નક્શામાં આરંભ બિંદુ બદલી) તો સરખેજ થી એસ.જી.હાઈવે લઈ લઈએ?” ઝારાએ સૂચન જણાવ્યુ.

“ક્યા ગાંધીનગર? ગિફ્ટ સિટીમાં?”

“ના, એને એસ.જી. હાઇવેથી સરગાસણ લાવીએ. ત્યાંથી ઇન્દિરા બ્રિજ વટાવી અમદાવાદ એરપોર્ટ લઈ જવાય. એવું ના કરાય?” ઝારા બોલી.

“એટલું બધું લાંબુ ના કરાય. પહેલાં અમદાવાદથી ગાંધીનગર લાવવાનો, પાછા ગાંધીનગરથી અમદાવાદ લઈ જવાનો? ગૂંચવણભર્યું થઈ જાય બધુ.”

“સારું... (ફરી તેણે આરંભી બિંદુ બદલી, નવો પથ દેખાડ્યો) તો એક કામ કરી શકાય. એ લોકો સરખેજથી લેફ્ટ ટર્ન લઈ એસ.જી.હાઈવે આવી જાય અને ઇસ્કોનથી રાઇટ ટર્ન લઈ, સેટેલાઈટ, આંબાવાડી અને શાહીબાગ આવશે એ પછી કોઈ ચિંતા નહીં રહે. ઇઝી રૂટ પડે.’

“મારે આ બાજુ સિટીમાં નથી જવું. (તૃપ્તિ વિચારમાં પડી) કોને ખબર, કોઈ આપડને ટ્રેક કરી રહ્યું હોય અને જુનાપુરાવાડા રૂટથી સેટેલાઈટ રોડ પર આવી જાય તો? સમજે છે ઝારા? આમ રિસ્ક નથી પણ જો કોઈ પ્લાનિંગ કરીને બેઠું હોય તો એમને જુનાપુરાથી આંબાવાડીવાડા રૂટ પર આવતા વધારે સમય ના લાગે. પોલીસ જુનાગઢથી છેક અહીં સુધી એક જ વિહિકલમાં આવી છે, શક્યતા છે કોઈ તેમને ફોલો કરતું હોય. માટે મારે સેફેસ્ટ રૂટ જોઈએ છે.”

“ઓકે, ઠીક છે, હું બીજું વિચારું.” કહેતા ઝારા કમ્પ્યુટરમાં વ્યસ્ત થઈ. તૃપ્તિએ તેની ખુરશી કમ્પ્યુટર આગળ કરી અને કયો રૂટ લેવો તે અંગે વિચારવા લાગી.

 

*

 

“Mr. Christian one of our agents named Vrisvik bhawar is being held with your government. May I know why and for what he is arrested for?” (ક્રીશચનભાઈ, અમારા એજન્ટોમાંના એકને તમારી સરકારે રોક્યો છે. શું હું જાણી શકું કેમ અને શેના માટે એને ગિરફતાર કરવામાં આવ્યો છે?) શિકાગો એફ.બી.આઇ.ના કમિશનર એન. લોવિટ ફોન પર બોલી રહ્યા હતા.

“Mr. Lovit I apologise for such an interference of our government in between the operation. The reason Mr. Bhanwar is suspected for two of our personnel are missing. one is found dead by local police; they got some evidence may have some connection with him. There are some actions which are suspicious about Mr bhanwar. So, cops are trying to figure out his activities. It's nothing more, just a basic procedure. they are inspecting whole case and they will release him after their queries. (લોવિટભાઈ, ઓપરેશનના વચ્ચે અમારી સરકારની દખલઅંદાજી માટે હું માફી ચાહુ છું. ભંવરભાઈ પર શંકા પોલીસને એટલા માટે છે કારણ અમારા બે કર્મચારીઓ ગાયબ છે, પોલીસને એક મૃત હાથ લાગ્યો છે. તેમને કેટલાક સબૂત મળ્યા છે, જેની સાથે એને કઈક સંબંધ હોય શકે છે. કેટલાક વર્તન એવા છે, જેનાથી ભંવર પર શંકા જાય છે. એથી પોલીસ આ બધી હરકતો સમજવા પ્રયત્ન કરી રહી છે. આમાં બીજું કઈ નથી, ફક્ત સામાન્ય પ્રક્રિયા છે. તેઓ આખા કેસનું નિરીક્ષણ કરશે અને પછી તેમના પ્રશ્નો બાદ એને છોડી દેશે.) રોનાલ્ડે જણાવ્યુ.

 

 

                              સૌ કોઈ પોલીસ ચોકીમાં આ સંવાદ સાંભળી રહ્યા હતા. આરવને પહેલા લાગતું હતું રોનાલ્ડ ભંવરનો પક્ષ લઈ રહ્યો હતો પણ આ સંવાદ પરથી એવું માનવું જરા મુશ્કેલ હતું. રોનાલ્ડને એ પરિસ્થિતિમાં જે સાચું અને યોગ્ય લાગ્યું તે એણે કર્યું. આ બાબતના કારણે એફ.બી.આઇ.(અમેરિકા) અને આઇ.બી. (ભારત)ના સંબંધ પર ખટાશ ન આવે એની પૂરતી કાળજી તે લઈ રહ્યો હતો. અત્યારે તેને માનસિક તાણ પડી રહ્યું હતું. ખૂબ જ ઓછા અનુભવમાં તેને મોટું પદ મળી ગયું હતું. તે આઇ.બી.ના કમિશ્નરની ભૂમિકા નિભાવી રહ્યો હતો. અત્યાર સુધી તેણે બખૂબી રીતે આ પાત્ર પાર પાડ્યું હતું, હવે, આ અંતિમ પ્રકરણ હતું. જોવાનું એ રહ્યું શું તેના એક્શન બંને દેશોના સંબંધ સારા રહેવા દેશે?

“Christian, he is our essential officer and we need him here. I want you to make this procedure faster and send him clean. That would be good for both countries.” (ક્રીશ્ચન, એ અમારો જરૂરી અફસર છે અને અમને અહીં એની જરૂર છે. હું ચાહું છુ તમે આ પ્રક્રિયા જલદીમાં જલ્દી કરો અને તેને આરોપમુક્ત મોકલો. એ જ બંને દેશ માટે સારું રહેશે.) લોવિટ બોલ્યો.

“For sure Mr Lovit! I try to drop all the charges once they’re done with their interrogation.” રોનાલ્ડ બોલ્યો. (પાકું! લોવિટભાઈ. એકવાર તેઓ પૂછપરછ કરી લે પછી હું પ્રયત્ન કરીશ તેના બધા આરોપ નાબૂદ થાય.)

“Thank you, Mr Ronald can I talk with Mr bhawar, in isolation?” (આભાર, રોનાલ્ડભાઈ હું ભંવરભાઈ સાથે એકલામાં વાત કરી શકું?)

“Of course, let me get him. (ચોક્કસ. હું એને લઈ આવું) કહી રોનાલ્ડ ભંવરની કોટડી પાસે ગયો.

 

                              તેણે ભંવરને ફોન આપ્યો. ભંવર ખૂણામાં વાત કરવા લાગ્યો. જાણે રોનાલ્ડના ફોનમાં કોલ રેકોર્ડ જ ન થવાનો હોય. રોનાલ્ડ બે ઘડી તેના આ બૌધિક અભિનયને જોઈ રહ્યો. બાદ પાછો દિલદારના ટેબલ પાસે આવ્યો.

“Mr bhanwar in our town a rober broke into a house and attempted a burglary. The cops caught him next day, we need to appear him front of the magistrate by Monday. Yet he has not demanded a lawyer for him or he doesn't have any lawyer but, and I like to know your opinion on this shall we provide him a lawyer?” (ભંવરભાઈ, અમારા ગામના એક ઘરમાં એક ચોર ઘૂસી ગયો અને ચોરીનો પ્રયાસ કર્યો. આગલા દિવસે પોલીસે એને પકડી લીધો. અમારે એને સોમવારે ન્યાયાધીશ સામે હાજર કરવાનો છે. તેણે કોઈ વકીલની માંગ નથી કરી કે ન એની પાસે કોઈ વકીલ છે. આના પર મારે તમારો મત જાણવો છે, શું અમારે એને વકીલની સુવિધા આપવી જોઈએ?)

“Sir lovit Apparently, the suspect is almost convicted. Still, you should provide him a lawyer if he can't afford one or he is not able to get one.” (સાહેબ લોવિટ દેખીતી રીતે આરોપી લગભગ દોષિત લાગી રહ્યો છે, તો પણ તમારે એને વકીલની વ્યવસ્થા કરી આપવી જોઈએ જો એ પરવડી ન શકતો હોય અથવા તે મેળવવા સક્ષમ ન હોય તો)

“OK, Mr bhawar.”

“U.S. government has many great lawyers. so, they would help the case.” (અમેરિકન સરકાર પાસે ઘણા ચડિયાતા વકીલો છે, તો એ લોકો કેસમાં મદદ કરશે.)

“Okay. thank u mister bhawar for your opinion! I got to go. if you need anything or anyone the department of Chicago FBI is with you, please let us know.” (સારું. તમારા અભિપ્રાય માટે ભંવરભાઈ આભાર. મારે હવે જવું પડશે. જો તમને કઈ અથવા કોઈ જોઈતું હોય તો શિકાગોનું એફબીઆઇ ખાતું તમારી સાથે છે, મહેરબાની કરી અમને જાણ કરજો)

“Okay sir thanks! will surely do.” (સારું સાહેબ આભાર! જરૂર કરીશ) ભંવર બોલ્યો. તેણે ફોન મુક્યો. રોનાલ્ડ ઘરે ગયો.

 

*

 

“ઓકે સાંભળ... તે લોકો સ્ટ્રેટ નથી જઈ શકતા લેફ્ટ ટર્ન પણ નથી લઈ શકતા. તો લાસ્ટ ઓપ્શન છે બાકરોલ. અત્યારે એમણે ચાંગોદર છે. પોલીસ ગુલશોખને લઈને ત્રણ કિલોમીટર આગળ સનાથળ આવશે. સનાથળથી રાઇટ ટર્ન લેશે. ત્યાંથી એમણે પાછળના રસ્તેથી ધોળકા રોડ આવશે. જે બાકરોલ ચોકડી ટચ થશે. ‘ને એકવાર સાબરમતી નદીવાળો બ્રિજ વટાવી અસલાલી આવી જાય, પછી રસ્તો ક્લીયર છે.” ઝારાએ સમજાવ્યું.

“હમ્મ, એવું કરી શકાય. આઇ લાઈક ધીસ બેટર. ઇન એડીશન ચાંગોદર પોલીસ સ્ટેશન કોલ કરી વિહિકલ સ્વોપ કરાવા પડશે.”

“હા એ સારો પ્લાન છે.”

“રાઈટ? તે લોકો જીજે વનવાડી ગાડીમાં અમદાવાદ પ્રવેશ કરશે. જીજે ઇલેવનવાડું વિહિકલ ચાંગોદર ડ્રોપ કરશે.”

“ઓકે. We are on!”

“ઠીક છે. લેટ્સ રોલ ઈટ!” તૃપ્તિ બોલી અને જૂનાગઢી અફસરોને યોજના જણાવી. ઝારાએ ચાંગોદર પોલીસ સ્ટેશન વાત કરી. ઉપરી અધિકારીઓની આ મિશન પર નજર હતી, માટે તાબડતોબ વાહન બદલવાની પ્રક્રિયા મંડાઈ ગઈ.

 

                              થોડીવારમાં ચાંગોદર સ્ટેશનેથી બે પોલીસવાળા જિપ્સી લઈ આવી ગયા. પોલીસ ગુલશોખને લઇ જીજે વન નંબર પ્લેટવાળી ગાડીમાં બેઠા. જીજે અગિયાર લખેલી જીપ્સીની ચાવી ચાંગોદર પોલીસ ઓફિસરને આપી. જુનાગઢી અફસરો નીકળી ગયા. ચાંગોદર અફસર ગાડીને જતા જોઈ રહ્યા.

“હવે?” એક પોલીસકર્મીએ પૂછ્યું.

“હવે આપડે આ ગાડી લઈને ‘ટેશને.”

“સારું. મુ બે મિનિટ જઈને આવું.” કહેતા એક પોલીસ અફસર રોડની એક તરફ જાડી-ઝાંખરાંમાં ગયો.

 

                              ગાડી બદલી લેવામાં આવી હતી. એક મોટું શક્ય જોખમ ટળી ગયું હતું. આ જાણીને તૃપ્તિને નિરાંત થઈ. છતાં, જ્યાં સુધી ગાડી સલામત ન પહોંચે ત્યાં સુધી સતર્ક રહેવું જરૂરી હતું. ગાડીમાં પોલીસ પાસે હથિયારો હતા, તેઓ સામો પ્રતિકાર કરવા સક્ષમ હતા. તેમ છતાં ઘર્ષણ જેવી પરિસ્થિતીને અવગણવી જ શ્રેષ્ઠ વિકલ્પ હતો. બાકરોળ રુટ થોડો લાંબો પડવાનો પણ એમ જવાથી ઘર્ષણ થવાની ટકાવારી ઘટી જતી હતી. અમદાવાદમાં આવતા સાથે જ પોલીસકર્મીઓ ઘર્ષણ માટે તૈયાર થઈ ગયા. હવે, પછીની કોઈપણ ક્ષણે કઇપણ થવાની સંભાવના રહી હતી. પોલીસકર્મીઓ એથી જ ગુલશોખ પર કડક નિગરાની રાખી રહ્યા હતા. થોડીવાર બાદ ચાંગોદર સ્ટેશનેથી ટાવર-IIમાં કોલ આવ્યો:

“હેલો.”

“મેડમ જય હિન્દ, હું ચાંગોદર પોલીસ સ્ટેશનથી વાત કરું છું...”

“જય હિન્દ, બોલો.” ઝારાએ લેન્ડલાઈનનું રિસિવર ઉપાડ્યું હતું. એકાએક ચાંગોદર સ્ટેશનેથી કોલ આવતા તેને ચિંતા થઇ.

“મેડમ, આ જે ગાડી ફેરબદલી કરી, એને ક્યાં લઈ જવાની છે?” અફસરે પૂછ્યું.

“રુકો! એક મિનિટ.” કહી ઝારાએ કોલ મ્યુટ કરી તૃપ્તિને પૂછ્યું: “જુનાગઢવાળી ગાડીનું શું કરવું છે?”

“એનું શું?”

“ચાંગોદરવાળા અફસરોને પાછા મોકલવાના છે? એ લોકો ચોકડીએ ઊભા છે.”

“હા, મોકલી દે. ત્યાં ઊભા રહી શું કરશે? ભલે પાછા જતા.” તૃપ્તિ બોલી.

 

*

 

                              બાકરોલવાળા રૂટથી ગુલશોખને સુરક્ષિત ૨:૩૦ વાગતા સરદાર પટેલ એરપોર્ટ પહોંચાડવામાં આવ્યો. રસ્તામાં ક્યાંય કોઈ અવરોધનો સામનો કરવો ન હતો પડ્યો, જે વખાણવા લાયક બાબત હતી. તેનો શ્રેય જુનાગઢ પોલીસ અને આઇ.બી.ના અફસરોને જતો હતો. જેમણે દિવસો અને કલાકોનો ભારે પરિશ્રમ સહન કરી યોજનાને ખરેખરમાં પૂરી પાડી. પોલીસે એફ.બી.આઇ.ને ગુલશોખ હબી સોંપ્યો. સવારના ચાર વાગે વિમાન ઉપડ્યુ. તૃપ્તિ અને ઝારાને નિરાંત વળી. કર્તવ્ય સફળ થવાની ખુશીમાં બંને ગળે મળ્યા. બેય છેલ્લીવાર ઈંટરપોલ ઓફિસને જોઈ રહ્યા. દરેક રૂમ, હોલ અને ફ્લોર અંતિમ વાર જોઈ આવ્યા. અહીં બનાવેલી યાદો વાગોળવા લાગ્યા. ડાબા તરફની પેન્ટ્રીમાં જઈ ઈંટરપોલ ઓફિસની છેલ્લી ચા બનાવી. ઝારા અને તૃપ્તિનું એટલું મન ભરાઈ ગયું, આજ સોફા પર કે સ્ટૂલ પર બેસીને ચા ન હતી પીવી. બંને ચાલતા પરસાળમાં આવ્યા. દીવાલે ટેકો દઈ બેઠા અને ચા પીવા લાગ્યા. થોડીવાર બાદ બે સુરક્ષાકર્મી ચા પીવા પેન્ટ્રી તરફ જઈ રહ્યા હતા. તેમણે તૃપ્તિ અને ઝારાને પૂછ્યું કેમ આમ રસ્તામાં બેઠા છે? ઝારા એ જણાવ્યુ આજે આ ઓફિસમાં છેલ્લો દિવસ છે. તૃપ્તિએ સુરક્ષાકર્મીઓને સાથે ચા પીવા આમંત્રણ આપ્યું. સુરક્ષાકર્મી નિમંત્રણથી રાજી થયા. તૃપ્તિ અને ઝારાએ તેમની સાથે ચા પીધી.

 

                              સાડા ચાર-પોણા પાંચ આસપાસ તે અને ઝારા રાંદેસણ ચોકી આરવને મળવા આવ્યા. તૃપ્તિ ભંવરને મળવા ન ગઈ કે ન એની સામે પણ જોયું. તેને ‘વપરાયા’ હોવાનો અનુભવ થઈ રહ્યો હતો. તેને લાગતું હતું ભંવરે જ બધુ કર્યું હશે. આરવે રોનાલ્ડનું વર્તન જણાવ્યું કે તે ભંવરના પક્ષે જઈ રહ્યો હતો. આરવને મળી બંને ઘરે ગયા. તૃપ્તિ સામાન લઈ ભંવરના ઘરેથી નીકળી ગઇ.

 

*

 

(સવાર પડી)

 

                              ઇન્સ્પેક્ટર બોહરા રાંદેસણ ચોકી આવ્યા. તે પી.એસ.આઇ. અને હવાલદાર નવઘણને લેવા આવ્યો હતો. તેઓ આજ ભંવર અને આરવના ઘરે તપાસ કરવા જવાના હતા. પ્રથમ ભંવરના ઘરે ગયા.

 

                              ભંવરના ઘરે શોધખોળ કરતા કંઈ ખાસ મળ્યું નહીં. ઘરના પછવાડે થોડી જગ્યા હતી અહીં જમીનમાં એક દરવાજો હતો, જે શક્યત: ભોયરામાં જતો હતો. દરવાજા પર તાળું હતું. નવઘણ ઘરની ચાવીનું ઝૂમખું લેતો આવ્યો. પી.એસ.આઇ.એ બધી ચાવીઓ ભરાવી જોઈ પણ ઝૂમખામાંથી એકેય ચાવી ન લાગી. નવઘણે ત્રણેય કક્ષમાં, મુખ્ય ઓરડામાં બધે નજર મારી જોઈ પણ ચાવી ન મળી. બોહરાએ બંદુક નિકાળી નકુચા પર ગોળી મારી. હડા સાથે તાળું અલગ કર્યું. દરવાજો ઊંચો કરી ઉઘાડયો, નીચે જવાના પગથીયા દેખાયા. ચાર-પાંચ પગથિયા પછી અંધારું હતું.

 

                              બોહરા અને પી.એસ.આઈ. એક પછી એક નીચે ઉતર્યા. તેમની પાછળ નવઘણ ગયો. નીચે સ્ટોરરૂમ જેવી જગ્યા હતી. પગથિયા ઉતરતા ડાબી બાજુ સ્ટીલની અભરાઈ હતી. જેના પર સામાન મુક્યો હતો. ડાબી તરફ અભરાઇ, વચ્ચે રસ્તો અને જમણી બાજુ દિવાલ. માર્ગથી આગળ ડાબી બાજુ વળાંક પડતો. બોહરા સૌથી આગળ હતો, તેણે લાઈટ બોર્ડમાં સ્વીચ પાડી, ગોળો ચાલુ કર્યો. અંદર ખુલ્લી જગ્યા હતી. અજીબ વાસ આવી રહી હતી.

 

                              સામી દીવાલે એક પ્લેટફોર્મ હતું. વચ્ચે ટેબલ હતું. જેના પર અલગ-અલગ આકારના બીકર, નળીઓ અને બરણીઓ હતી. પ્રયોગશાળા જેવી વ્યવસ્થા લાગતી હતી. અભરાઈમાં જૂનો સામાન મૂક્યો હતો. નીચે બે સફેદ કેરબા દેખાયા. બોહરા યાદ કરવા લાગ્યો આવા કેરબા ક્યાં જોયા હતા? એવો જ એક સફેદ કેરબો ભંવરના બાથરૂમમાં જે મડદુ મળ્યું ત્યાંથી મળી આવ્યો હતો. બીજો સફેદ કેરબો છઠ્ઠા માળેથી પણ મળ્યો હતો. બધી જગ્યાની રસાયણોની ગંધ પણ સરખી આવી રહી હતી. બોહરાએ બીકરોની અંદરના રસાયણોનો હેતુ જાણવા ફોરેન્સિક ટીમને બોલાવી. બારીકાઈથી ત્રણેયે બધી વસ્તુઓનું નિરીક્ષણ કર્યું.

 

                              તપાસ કરી પાછા ઉપર આવ્યા. ઘરની બ્હાર આવ્યા. પ્રાંગણની દીવાલ પાસે ગીતાંજલીની રેનોલ્ટ KWID ઢાંકેલી હતી. ડાબી બાજુ ભંવરની ચળકતી સફેદ પોર્સા પડી હતી. નવઘણ અંદરથી ચાવીઓ લેતો આવ્યો. પી.એસ.આઇ.એ ગીતની ગાડીનું ધૂળવાળું કવર હટાવ્યું. અંદર ટકાટક નવી નકોર ગાડી હતી. જાણે હમણાં જ ગીતે ફેરવીને પાર્ક કરી હોય. અફસરોએ બંને ગાડીની શોધખોળ શરૂ કરી. ગીતાંજલીની ગાડીમાંથી કશું મળ્યું નહીં. ભંવરની ગાડીમાં તપાસ શરૂ કરી. પાછળની સીટમાં એક ઓફીસબેગ હતી. તેમાં રૂમ ફ્રેશનર સ્પ્રેની બે બોટલ હતી. ડીકીમાં કાળા રંગની ડિસ્પોઝેબલ કોથળીઓનું પેકેટ મળ્યું. આ પરથી સાફ થઈ ગયું ભંવરે શું કર્યું હશે.

 

                              ભંવરે પ્રથમ ખૂન કર્યું, બાદ તેના કટકા કરી કોથળીઓમાં ભર્યા. મડદા પર કેમિકલ છાંટયું, જેનાથી બોડી જલ્દી કોહવાઈ ન જાય. નીચે ભોયરામાં તેણે કેમિકલ બનાવ્યું હશે. કેમિકલની વાસ ન મારે એ માટે રૂમ ફ્રેશનર છાંટ્યા. દરરોજ એક-એક કોથળી તે ગિફ્ટ સિટીના વગડામાં નાખતો હશે. આ પ્રક્રિયા કરતા આરવ એને જોઈ ગયો હશે અને એનો પીછો કર્યો. પીછો કરતાં કરતાં ડેડ બોડી સુધી આવી પહોંચ્યો. ભંવરનો ખેલ ખુલ્લો પડ્યો પણ તેની બદનસીબી કે એ જ ક્ષણે પોલીસે એને ત્યાં ઝડપી પાડ્યો. તે પોલીસની આશંકામાં આવી ગયો. તો ખૂન તો ભંવરે જ કર્યું છે એ પાકું! આવું બોહરાને લાગતું હતું.

 

"પણ બો’રા સાએબ એણે ગીતાંજલીનું ખૂન કર્યું, ઈ લાશ ટાવર માહી મડી બરાબર? માની લઈએ ગીતાંજલી જ હતી તો ઘરના બાથરૂમમાં જે લાશ મડી એ કોની? અથવા તો એમ માનો કે બાથરૂમમાં ગીતાંજલી હતી તો છઠ્ઠા માડે કોની ડેડબોડી હતી?” નવઘણે મૂંઝવણ મૂકી.

"એ જ બાબત મારી શંકા વધારી રહી છે. શું આરોપણ સાચી દિશામાં જઈ રહ્યું છે? કે આપડે ખોટા માણસ પર શંકા કરી રહ્યા છે?”

“મતલબ...મોનાની?” પી.એસ.આઇ.એ અનુમાન લગાવ્યું.

“હંમ્મ, હોય શકે.” બોહરાએ કહ્યું.

 

                              એ બાબત તપાસવ આરવના ઘરની તલાશી લેવી પડે. પોલીસ આરવના ઘરે ગઈ. તે પણ પી.જી.માં એકલો રહેતો. આરવના કક્ષમાં ગીતાંજલીના કેસમાં તેણે જે કંઈ શોધખોળ કરી હતી, તે દીવાલ પર ટાંકી હતી. મહત્વની માહિતીના નોટ્સ નકશા પર બિડ્યા હતા. ગિફ્ટ સિટીમાં ઘુમતી સફેદ ગાડીનો રૂટ હાઈલાઈટ કર્યો હતો. ગીતાંજલીનું ગાયબ થવું, પુરાવા, ફોટા અને સર્વ માહિતી તારીખ સહ દીવાલો પર લગાવેલી હતી.

 

                              પોલીસને બીજું કંઈ જડ્યું નહીં. નવઘણને લાગતું હતું ગીતાંજલીના ખૂનમાં આરવની કોઇ ભૂમિકા ન હતી પરંતુ તેનું આઈ કાર્ડ હોલ્ડર અને તેનું છઠ્ઠા માળે હોવું પ્રશ્નો ઊભા કરી રહ્યું હતું. તેણે કહ્યું એમ કદાચ તેણે હોલ્ડર નીચે ફેંકયું અને છઠ્ઠા માળે આવી પડ્યું હોય. કારણ છઠ્ઠા માળની પહોળાઈ અન્ય માળ કરતાં વધારે હતી. જો ઉપરથી કોઈ વસ્તુ ફેંકવામાં આવે તો છઠ્ઠા માળે પડે એવી શક્યતા રહી હતી. પોલીસ આરવના ઘરેથી પરત ફરી.

 

                              આજે બંને આરોપીઓને સેશન કોર્ટના ન્યાયધીશ સમક્ષ હાજર કરવાના હતા. આરવે વકીલ રાખ્યો હતો. તેને બધી હકીકત જણાવી દીધી. વકીલે તેને બાહેંધરી આપી પહેલી સુનાવણીમાં જ છોડાવી દેશે.

 

                              રોનાલ્ડ ગઈકાલનો મૂંઝવણમાં મુકાયો હતો. તેણે એફ.બી.આઈ.ના કમિશનર અને ભંવરે ફોન પર કરેલી વાત કોલ રેકોર્ડિંગમાં સાંભળી જોઈ. કમિશનર લોવિટ અને ભંવર કયા સંદર્ભમાં વાત કરી રહ્યા હતા? શિકાગો એટલું મોટું શહેર છે, એના કો’ક ગામડામાં કોઈ ચોર ચોરી કરે એનું મંતવ્ય જાણવા ભંવરને કેમ પૂછવું પડે? તે લોકો જરૂર સાંકેતિક સંદર્ભમાં બોલી રહ્યા હશે. રોનાલ્ડ એ સંદર્ભનો ક્યાશ કાઢવા માંગતો હતો. તે વિચારમાં પડ્યો.

 

                              ચોરે ચોરી કરી, પોલીસે પકડ્યો એને, ચોરે વકીલની માંગ નથી કરી. ભંવરે પણ વકીલની માંગ નથી કરી. સોમવારે ચોરને કોર્ટમાં હાજર કરવાનો હતો, આજે સોમવાર છે. એનો અર્થ આજે ચોરને ન્યાયલયમાં હાજર કરવામાં આવ્યો હશે. આજે ભંવરને પણ કોર્ટમાં હાજર કરવાનો છે...” રોનાલ્ડ બોલ્યો. તે વારંવાર રેકોર્ડિંગ સાંભળી આવા સમીકરણો જોડી રહ્યો હતો.

 

                              કમિશનર લોવિટે પૂછ્યું શું મારે એને(ચોરને) વકીલ આપવો જોઈએ? સમજી ગયો તે બંને આડકતરી રીતે ભંવરની જ વાત કરી રહ્યા હતા. ભંવરના વકીલની વ્યવસ્થા એફ.બી.આઈ. કરશે. તેનો વકીલ કોર્ટમાં શું ખેલ કાઢે છે? તે અંગે વિચારતો રોનાલ્ડ અમદાવાદ સેસન કોર્ટ જવા નીકળ્યો.

 

*

 

(કોર્ટમાં)

કેસ નં:૩૭૧૨૮૪

 

                              બોહરા, નવઘણ, દિલદારસિંહ અન્ય સાથે પહેલી પાટલી પર બેઠા હતા. તેમની આગળ આરવ અને ભંવરને અલગ-અલગ ટેબલ પાછળ બેસાડવામાં આવ્યા, બાજુમાં તેમના વકીલ બેઠા હતા. પોલીસની પાછળ એમની પછીના કેસની મુદ્દત માટે આવેલા લોકો બેઠા હતા. ન્યાયાધીશ કેસની ફાઇલ વાંચી રહ્યા હતા. બાદમાં કાર્યવાહી શરૂ થઈ.

 

“જજ સાહેબ, આરવ મોનાણીનું ત્યાં હોવું સાબિત નથી કરતું કે તેણે ખૂન કર્યું હોય. ઉપરાંત, પોલીસને મળેલા બધા જ પુરાવા આરોપી વૃશ્વિક ભંવર તરફ ઈશારો કરે છે. કાળા રંગની કોથળીઓ, સફેદ કેરબા આરોપી વૃશ્વિક ભંવરના ઘરેથી પોલીસને મળી આવ્યા છે. એ જ બધી વસ્તુઓ મર્ડર પ્લેસ પર મળી આવી હતી. પોલીસને મળેલા સબૂત અનુસાર મારો અસીલ આરવ મોનાણી જોગાનું જોગ ઘટના સ્થળ પર આવી ગયો હતો. જેમાં એનો કોઈ વાંક નથી. કલમ-૪૮૩ મુજબ હું ન્યાયાલય સમક્ષ જામીનની માંગ કરું છું.” આરવના વકીલે દલીલ મૂકી. તે બેસી ગયો. ભંવરનો વકીલ ઊભો થયો.

 

“કેરબા અને કોથળીઓ દરેકના ઘરમાં હોય જજ સાહેબ, એમાં કઈ નવી વાત નથી. બધા તેમનો ઘરનો ગાર્બેજ કોથળીમાં જ નાખવાના. જો એ પ્રમાણે માણસને અરેસ્ટ કરવામાં આવે તો ગાંધીનગરમાં બધા કાળી કોથળીઓ વાપરે છે. તો શું બધાને અરેસ્ટ કરવાના? એનો અર્થ એ નથી આખું નગર ખૂની છે. મારો અસીલ અમેરિકાની અત્યંત જરૂરી સેનાનો કર્મચારી છે. એને આમ પકડી રાખવો આપણા દેશ માટે સારી બાબત નથી. કેરબા, કોથળીઓ આવા નબળા સબૂતો દેખાડી કોર્ટનો અને આપડા બધાનો અમુલ્ય સમય વેડફવામાં ન આવે. હું કલમ-૪૮૩ના અંડર જામીનની દરખાસ્ત મૂકું છું. આશા રાખું છું આપ સ્વીકારશો.” વકીલ બોલ્યો.

 

                              રોનાલ્ડ કોર્ટમાં આવ્યો. પાછળ બીજા કેસની લાગેલી ભીડ ચીરી તે અંદર આવ્યો. તેણે ભંવરનો વકીલ જોયો. એ ભારતીય જ લાગી રહ્યો હતો. આ તરફ દિલદાર ફોનમાં ફોરેન્સિક અધિકારી પાસે રિપોર્ટ મંગાવી રહ્યો હતો. જો છઠ્ઠા માળે અને ભંવરના ભોયરામાં મળી આવેલ રસાયણો સરખા હોય તો ભંવરને ગિરફ્તારીમાં રાખી શકાય. નહીં તો તેના વકીલની અપીલ અનુસાર મજબૂત સબૂતના અભાવ હેઠળ તેને જામીન પર છૂટો કરી દેવામાં આવે. રિપોર્ટ પર હજી કામ ચાલી રહ્યું હતું. ફોરેન્સિક અધિકારીઓ હજુ રીપોર્ટ બનાવી રહ્યા હતા. એ જ ક્ષણે રીપોર્ટ મોકલવા અશક્ય હતા. જો ભંવર છૂટી ગયો અને એક વાર અમેરિકા ભાગી ગયો તો એનું પાછું ભારત આવવું અશક્ય હતું અને દોષિતને સજા નહીં મળે. દિલદારને લાગ્યું. તેનો શ્વાસ અધ્ધર થઈ ગયો. હવે બધું ન્યાયાધીશ પર નિર્ભર હતું, તે શું નિર્ણય લે છે. ન્યાયાધીશે ગીતાંજલી કેસની ફાઈલના બધા પુરાવા અને વકીલોની દરખાસ્ત અને દરેક અહેવાલો જોયા પછી સુનાવણી જણાવી:

“કેસ નંબર ૩૭૧૨૮૪ બંને આરોપી સામે જે-તે સબૂત મળ્યા છે. છતાં, એ સબૂત પર્યાપ્ત નથી. આરવ મોનાણી દેખીતી રીતે આ કેસમાં સંલગ્ન લાગતો નથી. સેશન કોર્ટે તેમને ગિરફ્તારીમાંથી છુટા કરવાનો આદેશ આપે છે... (આરવના વકીલે એની સામે જોયું, બંનેની આંખો મળી. એકબીજાને સ્મિત આપ્યું. વકીલે જે કહ્યું તે કરી બતાડયું. પહેલી સુનાવણીમાં તેને છોડવામાં આવ્યો.) તેમ છતાં તેમનું નિર્દોષ હોવાનું પ્રમાણ નથી મળ્યું. માટે આરવ મોનાણી આરોપી ગણાશે. પોલીસને આદેશ છે તેઓ આ બાબતે સબૂત અથવા સાક્ષી એકઠા કરે. આગળની મુદ્દતમાં તેમણે હાજર રહેવું પડશે.” આરવે હકારમાં માથું ધુણાવ્યું.

“આ કેસની એક ગંભીર સાક્ષી અને ખૂબ જ મહત્વની કડી યોગીતા અર્વપલ્લી હજુ ભાનમાં નથી આવ્યા. તેમનું બયાન આ કેસમાં અત્યંત જરૂરી છે. પોલીસ જલ્દીમાં જલ્દી તપાસ પતાવે અને ફોરેન્સિક રિપોર્ટ હાજર કરે. પોલીસ અને ફોરેન્સિક ટીમ આગળની મુદ્દત સુધીમાં બધા રિપોર્ટ હાજર કરશે, આગળની મુદ્દતમાં યોગીતા અર્વપલ્લી પણ કોર્ટમાં હાજર થઈ જશે એવી આશા છે.

 

                              વૃશ્વિક ભંવર સામે ડબલ મર્ડર અને કિડનેપિંગનો આરોપ છે. તેમના વિરોધમાં ઘણા સબૂત મળ્યા છે. જોકે, તેનાથી પુરવાર નથી થતું કે તેઓ દોષી છે. છતાં, તેમના પરના ગંભીર આરોપ વિરુદ્ધ કોઈ સબૂત કે પ્રમાણ મળી આવ્યું ન હોવાના કારણે તેમની જામીન સ્વીકારવામાં આવતી નથી. પોલીસ તેમને યથાવત નિગરાનીમાં રાખશે. કોર્ટ ઈઝ એક્જર્ન ટીલ ૨૩માર્ચ! સુનાવણી પૂરી થઈ. બીજા કેસની કાર્યવાહીની તૈયારી શરૂ થવા લાગી.

 

*

 

                              રોનાલ્ડ અને આરવ બ્હાર ભેગા થયા. રોનાલ્ડે ગઈ કાલ માટે માફી માંગી. તેણે એ પણ ટાંક્યું તે ન હતો જાણતો આરવે આઇકાર્ડ હોલ્ડર ફેંક્યું હતું કે નહીં. આરવે વાત જવા દીધી. બાદ બંને સીધા દવાખાને ગયા. યોગિતા હજી પણ ભાનમાં ન હતી આવી. ચિકિત્સક પાસેથી જાણવા મળ્યું એને અજીબ પ્રકારનો ડ્રગ્સ આપવામાં આવ્યો છે. જેથી તેની આ હાલત છે. રોનાલ્ડ અને આરવે રિપોર્ટ જોયા. એમાં જે રસાયણના નામ લખ્યા હતા, તે રસાયણ સુરતથી મળી આવેલા સિરમના લાગતાં હતા. તો શું યોગીતાના શરીરમાં સિરમ ઇન્જેક્ટ કરવામાં આવ્યું હશે? રોનાલ્ડને પ્રશ્ન થયો.

 

                              એવું કોણ કરે? તેને આરવ પર સંદેહ થયો. ભલે કોર્ટે એને નિર્દોષ જાહેર કર્યો પણ રોનાલ્ડને તે નિર્દોષ લાગતો ન હતો. તેની પાસે પુરતા કારણો હતા યોગીતાને અગવા કરવાના. છેલ્લા ઘણા દિવસોથી તે અગિયારમાં માળે જ કામ કરતો હતો અને સિરમ પણ ત્યાં જતું. તો હોઈ શકે તેણે સિરમ ચોરી કરી યોગિતાને ઘુસાડી દીધું હોય. મારે એકવાર તપાસ કરવા જવું જોઈએ. એમ વિચારી રોનાલ્ડે ગિફ્ટ સિટી પ્રસ્થાન કર્યું.

 

*

 

                              અઠવાડિયા બાદ યોગીતા ભાનમાં આવી. તેણે પોલીસને નિવેદન આપ્યું. જે રાત્રે તેનું અપહરણ થયું એ પછીનું તેને કશું યાદ નથી. એ રાત તે ઘરે જઈ રહી હતી. પછી છેક અત્યારે ભાનમાં આવી. પોલીસને તેનું નિવેદન કશા કામમાં આવી શકે એવું હતું નહીં. તેણે આરવ કે ભંવર કોઈના પર સંદેહ ન હતો.

 

                              ભંવર પાછો જેલ ભેગો થઈ ગયો. દિલદારને તેનો વિશેષ આનંદ હતો. ભંવરની હાલત બેહાલ થઈ ગઈ હતી. તેનો વકીલ ચપળ હશે એવું લાગ્યું પણ એણે તો કોર્ટમાં કોઈ મજબૂત દલીલો જ ન મૂકી. વકીલ અત્યારે કોટડીમાં ભંવરને મળવા આવ્યો હતો. સામે વકીલો ઊભો હતો.

“વકીલ સાહેબ, વાતને સમજો. મારૂ યુ.એસ. જવું અત્યંત જરૂરી છે. શિકાગોમાં એક વાઇરસના કારણે લોકો ટપોટપ મરી રહ્યાં છે. કોવિડ-19 નામના વાઇરસથી. જો તમે નામ સાંભળ્યું હોય તો. મારે ત્યાં પહોંચવું જ પડે એમ છે. ત્યાં પોલીસની બહુ જરૂર છે.” ભંવરે કહ્યું.

“વાત સાચી તમારી, પણ શું કરીએ પોલીસ પાસે સબૂત છે. એ તમને મળતા-જડતા આવે છે.”

“તો શું કો’ છો તમે? તમારે મને જેલમાં રાખવો છે?” ભંવર તાડૂકયો.

“ના. આ કેસમાં આરોપ-પ્રત્યારોપ જ થશે અને એમાં પ્રોસેસ લાંબી થઇ જશે.”

“વકીલ સાહેબ, મારે જલ્દીમાં જલ્દી બ્હાર નીકળવું છે. મારી પાસે ટાઈમ નથી. ‘ને આ ફટાફટ કેસ પતાવાનો છે, એટલે તો અમે તમને હાયર કર્યા છે.”

“વૃશ્વિકભાઉ કોર્ટને ગોળ-ગોળ ફરાવી, આડીઅવળી દલીલો મૂકીશું તો પણ તમને ઓછામાં ઓછા ત્રણ મહિના જેલમાં રાખશે જ. એ પછી પણ કેસ નહીં પતે અને તમને છોડશે એની કોઈ ગેરંટી નથી અને જો તમને પેરોલ મળશે તો પણ તમે દેશની બ્હાર નહીં જઈ શકો.” વકીલે જણાવ્યું. ભંવર હતાશ થઈ ગયો.

“તો સીધું અને શોર્ટમાં કહું તો એક વસ્તુ આપણે કરી શકીએ. થોડી જોખમી છે તો પણ આવી પરિસ્થિતિમાં સૌથી શોર્ટ અને ફાસ્ટ રૂટ એક જ દેખાય છે. નાર્કોટેસ્ટ.” વકીલે જણાવ્યુ. ભંવરના કાન સરવા થયા. તેણે પૂછ્યું:

“નાર્કોટેસ્ટ?”

“હા. તમે નાર્કોટેસ્ટ માટે સહમતી દર્શાવો. હું કોર્ટમાંથી ઓર્ડર લઇ આવું. એકવાર ટેસ્ટનું પરિણામ કોર્ટમાં રજૂ થઈ જાય તો આ મુદતમાં ફેંસલો આવી જાય અને તમે છૂટી પણ જાવ. પછી જ્યાં જવું હોય ત્યાં જાવ.”

“અરે પણ નાર્કો ટેસ્ટમાં પોલીસને ખબર ન પડી જાય?”

“હા, પહેલા પૂરી વાત તો સાંભળો...”

“હા, બોલો.”

“ટેસ્ટના એક દિવસ પહેલા તમને સ્ટીમ્યુલેટિંગ ડોઝ જેવી દવા જમવામાં આપીશું. તમારે એ દવા પીયને ટેસ્ટ આપવાનો છે. જ્યારે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે, એ પહેલા ડોઝની અસર શરૂ થઈ જશે. આનાથી તમે જલ્દી અનકોન્સિયસ નહીં થાવ. હિપ્નોટાઈઝ થવામાં વાર લાગશે.”

“ઓકે.”

“પણ આ જોખમી રસ્તો છે.”

“કેવી રીતે?”

“તે લોકોના સવાલોની પેટર્ન નક્કી નથી હોતી. તેઓ શરૂઆતમાં સાદા સવાલો પૂછે અને વચ્ચે ક્યાંક કેસ રિલેટેડ સવાલ પૂછી નાખશે અથવા તો ક્યારેક સાવ સાદા સવાલ અને પછી ગંભીર સવાલ પૂછતા હોય છે. જો સાદા સવાલની વચ્ચે ગંભીર સવાલ પૂછવામાં આવે તો વાંધો નથી પણ એકવાર સાદા સવાલો પછી ગંભીર સવાલ પૂછે, ત્યાં સુધીમાં સોડિયમ પેથલની અસર વધવા લાગશે. તમે હિપ્નોટાઈઝ થવા લાગશો.”

“તો ડોઝ વધારી દઈએ.” ભંવર બોલ્યો.

“એવું ના કરાય, એ લોકો તમારો હાર્ટબિટ રેટ, શ્વાસોશ્વાસ અને બ્રેઇન મેપિંગ બધુ માપતા હોય છે, વધારે ડોઝના લીધે તમે સભાન જ રહેશો. જો વધુ ડોઝ આપવામાં આવે તો મેપિંગમાં શો કરે. તમારી જાગ્રત અવસ્થા પ્રોબ્લેમ ઊભી કરી શકે છે. બોડીમાં એમના ડ્રગ્સની અસર ઓછી દેખાશે તો એમણે આગળ નહીં વધે. એ લોકોને બધુ બરાબર લાગશે તો જ ટેસ્ટ લેશે. માટે કહું છું મીડીયમ ડોઝમાં જોખમ રહેલું છે. બોડી પર ડીપેન્ડ કરે છે, તમારું બોડી અને બ્રેઈન બંને ડ્રગ્સ સામે કેવી રીતે રિએક્ટ કરે છે.”

“વાંધો નહીં. મીડીયમ સ્ટીમ્યુલેટિંગ ડોઝ રાખીશું. એકવાર નાર્કો ટેસ્ટ આપી દઈએ. એક વાત પતે.” ભંવરે કહ્યું.

“ભાઈ, હજુ એકવાર વિચારી લો થોડા દિવસ. કારણ કે એકવાર ટેસ્ટ આપશો. પછી મારા હાથમાં કેસ નહીં. પછી સીધો કોર્ટનો ચુકાદો! એટલે કહું છું હજી વિચારી લો… તમે ટેસ્ટમાં શું કરો છો, એનું પરિણામ તમારા હાથમાં.”

“વાંધો નહીં એટલો ડ્રગ્સ તો હું સહન કરી લઈશ. તમે કોર્ટમાંથી ઓર્ડર લઈ આવો...” ભંવરે કહ્યું.

“સારું. તમે કહો એમ. કાલે હું કાગળિયા લેતો આવું. તમે એમાં સહી કરો એટલે કોર્ટમાં સબમિટ કરી દઇશ.”

“ઠીક છે.” ભંવર બોલ્યો.

 

                              બીજા દિવસ વકીલે નાર્કોટેસ્ટના કાગળિયા બનાવ્યા, ભંવર પાસે સહી કરાવી. ન્યાયાલયમાં નાર્કોટેસ્ટની પરવાનગી મૂકી. ન્યાયાધીશે તરત પરવાનગી આપી અને ૧૭ માર્ચ ૨૦૨૦ની તારીખ આપી. આ દિવસે ભંવર પર નાર્કોટેસ્ટ કરવામાં આવવાનો હતો. ઇન્ટરપોલ ઓફિસથી સૌ પોતાના શહેરની બ્રાંચમાં પાછા જતાં રહ્યા હતા. આરવ વડોદરા આવી ગયો હતો. તે દિલદાર પાસેથી કેસની ગતિવિધિ મેળવતો. ભંવર નાર્કોટેસ્ટ માટે રાજી થયો છે એ વાત તેને માનવામાં ન આવી. કારણ નાર્કોટેસ્ટ એટલે સત્યને આમંત્રણ. એનાથી સત્ય લગભગ પુરવાર થઇ જવાનું. છતાં, જોવું રહ્યું શું થાય છે?

 

*

 

                              સોળ તારીખે રાત્રે ભંવર ધમપછાડા કરવા લાગ્યો. પોલીસે તેને જમવાનું ન’તું આપ્યું. તેનો વકીલ જમવાની પરવાનગી મેળવવા કોર્ટમાં ગયો પણ કોર્ટે તેની અપીલ ન સ્વીકારી. વગર દવાએ જો ભંવર ટેસ્ટ આપે તો પરિણામ તેની વિરુદ્ધ આવી શકે. કઈ બીજો રસ્તો જ ન હતો હવે, આમાંથી બ્હાર નીકળવાની સંભાવના હવે ન હતી લાગી રહી. તે નીડર બની સંજોગનો સામનો કરવા તૈયાર થયો. તે રાત્રે જરાક શાંત પડયો, તેને તેનું મોત નજીક લાગ્યું. તેને ગીતાંજલી દેખાઈ, એનું વ્હાલ દેખાયું. તેની સાથે વિતાવેલ પ્રેમની ક્ષણો યાદ આવી, ગીતાંજલીની કાયા યાદ આવી. તેના હોઠ, તેના ગાલ, તેની નાજુક ગરદન, તેની અણીયારી આંખો, ઉજળા અને ચુસ્ત સ્તન. તેની પાતળી ભરાવદાર કમર અને તેના માયાવી નિતંબ દેખાયા. ભંવર કલ્પનામાં ગીતાંજલી સાથે સંભોગ કરવા લાગ્યો અને તેના હાથ હસ્તમૈથુન કરી રહ્યા હતા.

 

                              આગલા દિવસે ટેસ્ટ માટે તેને સાબરમતી જેલના નાર્કોટેસ્ટ રૂમમાં લાવવામાં આવ્યો. તે જાણતો હતો તેણે સ્ટીમ્યુલેટર નથી લીધું. તે પોતાને રોકી શક્યો હોત. તેના વકીલે કહ્યું એમ તેણે ટેસ્ટ માટે ના પાડી હોત તો અહીં જ બધું અટકી જાત...

 

                              પણ તે માફી ચાહતો હતો, તે સત્ય બોલવા માંગતો હતો. સૌને વાસ્તવિકતા જણાવવામાં આવતો હતો. તે ગીતાંજલી પાસે જવા માંગતો હતો. ગઈકાલે આવેલી ગીતની યાદ તેને પાસે બોલાવી રહી હતી. ‘મને ગીતની યાદ આવી રહી છે. એના વગર નથી ગમતું મને. હું અનંત કાળ સુધી સંભોગની અવસ્થામાં સાથે રહેવા માંગુ છું... મારી અંદર જેટલો પ્રેમ છે એ બધો જ તેને આપવા માંગું છું! મારે એની પાસે જવું છે.’

 

*

 

                              ભંવરને ખુરશી પર ચત્તો સુવડાવામાં આવ્યો. બે તબીબ અંદર આવ્યા. એકના હાથમાં કાગળો હતા. કાગળ પર પ્રશ્નો લખ્યા હતા. ચિકિત્સક-૧એ બધા પ્રશ્નો પર નજર મારી. દરમિયાન ચિકિત્સક-૨ હાર્ટ રેટ અને બોડી મુમેંટ માપવા હાથ, છાતી અને મગજ પર મશીનના છેડા જોડવા લાગ્યો. બાદ સામે પડેલો વિડીયો કેમેરા ચાલુ કર્યો. ભંવર અર્ધસભાન અવસ્થામાં ચાલ્યો ગયો. એની આંખો બંધ થઈ. એક દીવાલ પાછળ બોહરા, દિલદાર, વકીલ, બે પોલીસ ઓફિસર અને હવાલદાર નવઘણ ઊભો હતો. તેઓ આભા બની રસપૂર્વક આ પ્રક્રિયા નિહાળી રહ્યા હતા. ટેસ્ટ નો આરંભ થયો.

 

ચિકિત્સક-૧: “તમારું નામ?”

ભંવર: “વૃશ્વિક ભંવર.”

ચિકિત્સક-૧: “વૃશ્વિક, તમને સૌથી વધારે કોણ ગમે છે?”

ભંવર: “હું.”

ચિકિત્સક-૧: “તમે સૌથી વધારે કોને પ્રેમ કરો છો?”

ભંવર: “ગીતને...”

ચિકિત્સક-૧: “વૃશ્વિક હું તમને કિલ્લો દેખાડું છું. બહુ વિશાળ, પર્વતોની વચ્ચે, જંગલોની આસપાસ... તમને દેખાય છે?”

ભંવર: “હા.”

ચિકિત્સક-૧: “તમારો બેડરૂમ જમણી બાજુ ઉપલા બુરજ ઉપર છે. તમારા કક્ષની બારી ખુલ્લી છે, તમે અંદર ઊભા છો. તમને શું દેખાય છે?”

ભંવર: “કંઈ નથી દેખાતું.”

ચિકિત્સક-૧ “બરાબર. રાત છે કે દિવસ?”

ભંવર: “રાત.”

ચિકિત્સક-૧ “ઠંડી લાગે છે કે ગરમી?”

 

                              નાર્કો ટેસ્ટ રૂમમાં એ.સી. ચાલુ હતું. જેના કારણે ઠંડક વધારે હતી. ટેસ્ટ માટે આ મહત્વનો પ્રશ્ન ગણાતો. ટેસ્ટ આપનારને અંદર ચપ્પલ કે મોજા પહેરવા દેવામાં આવતા નહીં. આટલા સવાલ પછી ડ્રગ્સની અસર શરૂ થઈ જતી હોય છે. જેથી ટેસ્ટ આપનાર સાચું બોલે છે કે ખોટું તે આ પ્રશ્નના જવાબ પરથી નક્કી થતું.

ભંવર: “ઠંડી લાગે છે.”

ચિકિત્સક-૧: “વૃશ્વિક, તમારી પત્ની ગીતાંજલી તમારા કક્ષમાં, તમારી સાથે જીવતી છે. તમે શું કરી રહ્યા છો?”

ભંવર નિંદ્રાવસ્થામાં જઈ રહ્યો હતો. ચિકિત્સકે તેને ઢંઢોળયો. તે થોડો સજાગ બન્યો. તે આંખો બંધ કરી કલ્પના કરી રહ્યો હતો.

ચિકિત્સક-૧: “બારીની બ્હાર શું દેખાય છે?”

ભંવર: “કક્ષની બારીમાંથી સીલવાસા પર્વત દેખાતો. પર્વતમાંથી એક ઝરણું નીકળતું. નીચે ઝરણાની પાછળ ગુફા હતી. હું ત્યાં ઊભા રહી ઘણીવાર અમારા કિલ્લા તરફ જોતો અને મારા કક્ષની બારી શોધતો. મેં બારી પાસે ઊભા રહી ઝરણા તરફ મીટ માંડી હતી...”

ચિકિત્સક-૧:તમારા બેડરૂમમાં કેવું લાગે છે?”

ભંવર: “કોઈ રાજાના કક્ષમાં આવી ગયા હોય એવા વિશાળ ઓરડો હતો, ખંડની બધી દિવાલો પાસે છ કુંડાની બે-બે જોડ સરખા અંતરે મૂકી હતી. એમાંથી ગુલાબની સુવાસે વાતાવરણ આવરી લીધું હતું. કક્ષમાં ગુલાબના ફૂલોની મહેકના ધુમાડાની વાંકીચુંકી રેખા હવામાં દેખાઈ રહી હતી. બારી અને બારણા બંધ હોવા છતાં કક્ષમાં બહુ ઠંડી લાગી રહી હતી...”

ચિકિત્સક-૧: “વૃશ્વિક ગીતાંજલી શું કરે છે?”

ભંવર: “તે એક વિશાળ પલંગ જેવા જુલા પર જુલી રહી હતી. જુલા સાથે ઉપર બાંધેલા આધાર કોઈ વૃક્ષની લાંબી ડાળીઓ જેવા હતા, જેના પર અસંખ્ય પાંદડા લાગેલા હતા. ગીતાંજલી જુલાના મહા પલંગ પર આરામ કરી રહી હતી. તેણે પ્રેમ ઉન્માદથી મારૂ નામ લીધું. મેં એની સામે જોયું, તે જુલા જેવા પાટ પર સૂતી હતી. મારા પગ જમીન સાથે ઠંડીમાં થથરી રહ્યા હતા. મેં પાયજામો અને લાંબુ પહેરણ પહેર્યું હતું.”

ચિકિત્સક-૧: “વૃશ્વિક, ગીતાંજલીને તમે શું કહી રહ્યા છો?”

ભંવર: “You have everything that I been searching for… you are elder than me. you have big juicy lips. you have big and firm breasts size of 38. oh my God! then I kissed her...”

ચિકિત્સક-૧ સ્ક્રીપ્ટ વાંચી રહ્યો હતો. તેણે આગળના પ્રશ્નની તૈયારી કરી.

ચિકિત્સક-૧: “વૃશ્વિક ચૌદ તારીખે શું થયું હતું?” એકાકેક કેસ અંગેનો પ્રશ્ન પૂછ્યો.

ભંવર: “૧૪?”

ચિકિત્સક-૧: “હા, ચૌદ.”

ભંવર: “ડિનરરર... ઝગ, ઝગ... ડો.” ભંવર બોલતા-બોલતા ઊંઘી ગયો. ચિકિત્સક-૨ તેને ફરી ઢંઢોળ્યો. ડ્રગ્સની મગજ પર અસર વધી રહી હતી. બ્રેઇન મેપિંગમાં દેખાઈ રહ્યું હતું. ચિકિત્સક-૨ તેને હળવેથી ઝાપટ મારી. તે જરાક જાગૃત બન્યો.

ભંવર: “અમે ઝગડ્યા’તા.”

ચિકિત્સક-૧: “કોણ?”

ભંવર: “હું અને ગીત.”

ચિકિત્સક-૧: “તમે શું કર્યું એની સાથે?”

 

ભંવરે જવાબ ન આપ્યો. ઘેન ચઢી રહ્યું હતું. ચિકિત્સક-૨એ ફરી ઢંઢોળ્યો. ભંવર સૂઈ ગયો. ચિકિત્સક-૨એ તમાચા માર્યા, ચિકિત્સક-૨એ તેને હચમચાવી નાખ્યો. પછી જોરથી બોલ્યો: “તે ગીતાંજલી સાથે શું કર્યું?” કહેતા ચિકિત્સકે તેનો કોલર પકડ્યો.

ભંવર: “લવ કર્યો મેં એને...”

ચિકિત્સક-૨: “૧૪મીએ ડિનર પછી શું થયું?”

ચાર ક્ષણ વીતી ગઈ. કોઈ જવાબ ન આવ્યો. ચિકિત્સક-૨એ તેને હલાવ્યો.  ભંવર સૂઈ ગયો. ચિકિત્સક-૨એ ખેંચી ખેંચીને લાફા માર્યા. કોલર પકડી ભંવરને ઉંચો કર્યો, હચમચાવી નાખ્યો. છાતી પર લગાવેલા વાયરના છેડા છૂટી ગયા. ચીકત્સક-૧ છેડા જોડવા લાગ્યો. ચીકત્સક-૨ મોટેથી ભંવરના કાનમાં બોલ્યો: વૃશ્વિક! વૃશ્વિક! ગીતાંજલી સાથે તે શું કર્યું હતું? કેમ મારી નાખી તે એને? યોગીતાને કેમ અગવા કરી? કેટલી સ્ત્રીઓ સાથે તારે અફેર છે? બોલ!”

આ બધા પ્રશ્નો ભંવરના મગજમાં પડઘા સ્વરૂપે પડ્યા. તે જરાક જાગૃત બન્યો.

“ના બોલતો, ના બોલતો ના બોલ, ના બોલતો...!” વકીલ બ્હાર ધીમેથી બબડ્યો.

“ગીતને હું પ્રેમ કરું છું... મને, યોગીતા ગમતી’તી... (ઝોકું ખાધું) તૃપ્તિ. પણ... હું ત્રણેયને રાખવા માગતો હતો પણ ગીતને એ વાત જરાય ન’તી ગમતી... એના ગયા બાદ મને સમજાયું મારે એની સિવાય બીજા કોઈની જરૂર નથી. તે ખૂબ જ ખુશમિજાજી હતી. તેના ચહેરા પર ચમક હતી. એ મને ખુશ રાખતી... પણ પણ,

 

મેં એને અંદરથી ખલાસ કરી નાખી. તે પતી ગઈ, નિરસ બની ગઈ’તી. તે વાતે વાતે ચિડાઈ જતી. મને, રિયલાઇઝ થયું... મે દુનિયાની સૌથી શ્રેષ્ઠ વસ્તુને બ, બગા... ‘ગાડી નાખી. કેમ પુરુષો સારી વસ્તુ મેળવીને બદતર બનાવી નાખે છે? મેં મારી નાખી એને. મેં મારી ગીતને પતાવી દિધી...” ગરદન નમી ગઈ.

 

                              સફેદ આકાશમાં ગીતાંજલી દેખાઈ, તે જુલો જુલી રહી હતી. તેણે મારી સામે જોયું, સ્મિત આપ્યું. હું ગ્લાનિ ભાવ સાથે લાગણીમાં ઓતપ્રોત થઈ ગયો. મેં હોઠ મમળાવી ‘સોરી’ કહ્યું. હાર્ટબીટ ડાઉન થઈ. ટેસ્ટ પૂર્ણ થઈ.

 

                    ચિકિત્સક૧&૨ અહેવાલ તૈયાર કરવા લાગ્યા. વિડિયો રેકોર્ડિંગ બંધ થયું. બંને બ્હાર આવ્યા. બોહરા, દિલદાર અને અન્ય સૌ જોઈ રહ્યા. આશ્ચર્યચકિત થઈ ગયા. દિલદારે આરવને મેસેજ કર્યો ‘He committed!”

 

                              આરવે મેસેજ વાંચ્યો. તે સી.આઇ.ડી.વાળી ધૈર્વી સાથે કોફી હાઉસ આવ્યો હતો. આરવ ફોનમાં તેનો અને ગીતાંજલીનો ફોટો જોઈ રહ્યો અને પછી બોલ્યો: “મિસ યુ ગીત! આઈ હોપ યુ વૂડ બી એટ બેટર પ્લેસ... rest in peace dear!” ધૈર્વી સામે જોઈ રહી.

 

*

 

૧૮ માર્ચ, ૨૦૨૦

(રાંદેસણ પોલીસ ચોકી)

 

“જો તે રેકોર્ડિંગમાં ગુનો કબૂલ્યો છે પણ કેવી રીતે મર્ડર કર્યું એ હજુ સુધી નથી જણાવ્યું. પોલીસને ચકડોળે ચડાવ્યા વિના સાચું બોલી જા શું કર્યું? કેમનું કર્યું? ટાઈમ બચે બધાનો.” દિલદારસિંહે કહ્યું.

“મેં ક્યાં ના પાડી? પૂછો જે પૂછવું હોય...” ભંવર બોલ્યો.

“તું ઓન રેકોર્ડ બોલી રહ્યો છે?” દિલદારે પૂછ્યું.

“હા, લખો સ્ટેટમેન્ટ.”

“ઓકે.” દિલદારે કહ્યું. ટાઈપિસ્ટ હાજર હતો. ભંવરે નિવેદન આપ્યું:

“હું અને ગીતાંજલી ખુબ જ ઓછા સમયમાં એકબીજાની નજીક આવ્યા હતા. જલ્દી આકર્ષાયા, પ્રેમમાં પડ્યા, ‘ને મને લાગ્યું, તે મારી ડ્રીમગર્લ છે. મને એના જેવી કોઈ ક્યારેય નહીં મળે. મેં એને લગ્નનું પ્રપોઝલ મૂક્યું. એણે હા પાડી. શરૂઆતમાં બધું સારું હતું, સરખું ચાલી રહ્યું હતું. અમે એકબીજાની કાળજી લેતા, પ્રેમ કરતા, જોડે ફરતા, સેક્સ કરતા...

 

પછી એને મારા અફેર વિશે ખબર પડી. અમારી વચ્ચે ઝઘડા શરૂ થયા. રોનાલ્ડે મને એકવાર બચાવ્યો. છતાં, તે મારા પર શક કરતી. ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડેના દિવસે અમે સાંજે સાથે જમી રહ્યા હતા, મને વારંવાર તૃપ્તિનો કોલ આવી રહ્યો હતો. તેણે એ દિવસે વેક્સ કરાવ્યું હતું. મને એના ઘરે વેલેન્ટાઇન મનાવવા બોલાવી રહી હતી. હું વારંવાર ના પાડતો રહ્યો, તે વારંવાર કોલ કરતી રહી. ગીતાંજલી અપસેટ થઈ. તે ઝઘડવા લાગી. એમાં હું બોલી ગયો મારી અંદર એટલો પ્રેમ છે કે તે કોઈ એક સ્ત્રી સુધી સીમિત રહી શકતો નથી. So, deal with it! બાદ તૃપ્તિએ તેના ઇનર પાર્ટસના ફોટા મોકલ્યા. તે સિડક્ટિવ લાગી રહી હતી. એણે કહ્યું હું તને ક્લિપ મોકલુ છું. આ સાંભળી હું બાથરૂમ તરફ દોડ્યો. ગીતાંજલી મને જોઈ રહી હતી. તેને વધુ શંકા ના પડે, એ માટે હું લિફ્ટ તરફ વળ્યો અને બીજા માળના બાથરૂમમાં ગયો.

 

બાથરૂમમાં ક્લિપ માણી રહ્યો હતો ત્યાં ગીતાંજલીનો કોલ આવ્યો. હું તરત નીચે જવા લિફ્ટ બાજુ ગયો. તે જમ્યા વગર ઉપર આવી રહી હતી. તે મને બીજા માળે લિફ્ટમાં મળી. તેણે મને જોયો અને ગાળ બોલી: “ચીટીંગ બાસ્ટર્ડ!”

 

હું થાકી ગયો હતો, એની સાથે ઝઘડીને, હું કંટાળી ગયો હતો એના મોથી હ્યુમિલિએટ થઈને, મને નફરત થવા લાગી હતી એના હોવાથી. ‘ને પછી મેં વિચાર કર્યો. એક માણસ જેની પત્ની મરી ગઈ હોય, એને કેટલી બધી સ્ત્રીઓની સહાનુભૂતિ મળે. કેટલી બધી સ્ત્રીઓ સાથે સેક્સ કરવા મળે? એમ વિચારી મેં ઇમ્પલસિવ ડિસિઝન લીધો. મને એક ક્ષણમાં એવો વિચાર આવ્યો પણ ભૂલી ગયો હું... ગીતાંજલી ૧૦૦ સ્ત્રીઓની સરખામણીએ એક ઉમદા સ્ત્રી હતી.

 

આઈકાર્ડ હોલ્ડર અમસ્તું ખેંચતા હું લીફ્ટમાં પ્રવેશ્યો. લિફ્ટ બંધ થઈ, હું પાછળ ટેકો દઈ ઊભો રહ્યો, તે આગળ ઊભી રહી હતી. મને ગુસ્સો આવ્યો હતો, મેં તરત છઠ્ઠા માળનું બટન દબાવ્યું. એકાએક તે પાછળ ફરી, અત્યંત ગંભીરરૂપે તેણે મારી સામે જોયું. હોલ્ડરનો તાર લાંબો કરી ગીતાંજલીના ગળાએ લપેટી આંટી મારી. મેં જોર લગાવ્યું અને તૈયારી રાખી હતી, તે સામે પ્રતિકાર કરશે. તે આઇ.બી.ની એજન્ટ હતી. આવી સ્થિતિમાં છૂટવાની જરૂર તેણે ટ્રેનીંગ મેળવી હશે. તે જરૂર પ્રયાસ કરશે, મને એવું લાગ્યું હતું. હું એને એમ દબોચીને બિવડાવવાની કોશિશ કરતો રહ્યો પણ તેણે મારો પ્રતિકાર ન કર્યો. એકવાર પણ તેણે મને ના રોક્યો. એ જ વસ્તુ આટલા સમયથી મને ખાઈ રહી છે. કેમ એકવાર પણ એણે મને રેસિસ્ટ ન કર્યો? ગીતાંજલીનું ગળું ચિરાયુ. છઠ્ઠા માળે લીફ્ટ ઉભી રહી. હું રડ્યો પણ હવે ઘટના ઘટી ગઈ હતી. એને લૂછવાનો સમય આવી ગયો હતો.

 

તેને નીચેથી કોઈએ જોઈ નહીં હોય એટલે હું એની ગાડી લઈને ઘરે જતો રહું તો બધાને એમ લાગશે ગીતાંજલી ઘરે જતી રહી છે પણ હું એની ગાડી લઈને જવું તો લોકો મને જોઈ જાય. કોઈ ન જોવે એટલા માટે અમારી મોબાઇલ એપમાંથી આખા ગિફ્ટ સિટીની ઇલેક્ટ્રિસિટીનું હેન્ડલ થતું, એ ખોલી. મેં આખા સીટીની લાઈટ બંધ કરી. ફટાફટ ગીતની ગાડીમાં ઘરે ગયો. ગીતને કેમેસ્ટ્રીનો બહુ જ શોખ હતો. તેણે ભોયરામાં લેબ બનાવી હતી. ત્યાં તેણે શરીરનું બ્લડીંગ રોકવાનું લિક્વિડ બનાવ્યું હતું. એ લઈને હું ગિફ્ટ સિટી આવ્યો અને મારા આઇકાર્ડ હોલ્ડરના તારથી એના બોડી પાર્ટ્સ કટ કરી, થેલીઓમાં ભરવા લાગ્યો. તેનું હેડ રતનપુર પાન પાર્લર છે, એ બાજુ દૂર બાવળમાં જંગલી કૂતરા હતા એ તરફ નાખ્યું. બાદ રોજ એક થેલી વગડામાં નાખી આવતો.

ખૂન થયું એ રાતે ઓફિસ પતાવી ઘરે આવ્યો અને પછી ગાંધીનગર અનસિવિલ (જી હા, અનસિવિલ) હોસ્પિટલમાં ગયો, ત્યાં મોર્ગ(શબઘર)માંથી બેનામી મડદું ખરીદ્યું, એ કંપાઉંડર આમ આપતો નથી પણ મેં એના મોઢા પર ભારે રૂપિયા માર્યા, જેથી એની બોલતી બંધ થઈ ગઈ, ઘરે આવી, બોડીના કપડાં ઉતાર્યા. તેને બાથટબમાં સુવડાવી. નીચે બેસમેંટમાંથી એસિડિક પાવડર લાવ્યો, જે ગીતાંજલીએ બનાવ્યો હતો. આ પાવડર એસિડ હતું. ઉપર જઈ ડેડબોડી પર પાવડર છાંટ્યો. પછી પાણીનો નળ ચાલુ કર્યો. નળ ચાલુ કરતાં જ થોડીવારમાં સ્કીન બળવા લાગી. તડતડ અવાજ આવ્યો. પરપોટા બન્યા, પછી નાના બ્લાસ્ટ થવા લાગ્યા અને બધે લોહીના છાંટા ઊડ્યાં. આખું બાથરૂમ લોહિયાળ થઈ ગયું. હું બ્હાર નીકળ્યો, બાથરૂમની દરવાજો આડો કર્યો. પછી પોલીસને જાણ કરી. મારો પ્લોટ તૈયાર થઈ ગયો હતો. એ અનુરૂપ બધુ લગભગ ચાલ્યું.

 

આરવને ભનક પડી ગઈ હતી. એના પર બ્લેમ નાખવા યોગીતાને અગવા કરી. આગલા દિવસે ૧૧માં માળેથી સિરમ ઉઠાવ્યું અને યોગિતાને બેભાન કરી. એટલા સમયમાં આરવ ઉપર આરોપ લાગી જશે, એમ મને લાગ્યું.

 

હું અત્યારે આ બધું એટલા માટે કહું છું કારણ કે મને ગીતની યાદ આવે છે. હું એના વગર રઘવાયો બન્યો છું, મને એના વગર નહીં ફાવે. માટે કોર્ટ મને ફાંસી આપે એટલે હું સાચું બોલ્યો.” ભંવરે નિવેદન આપ્યું.

 

પોલીસ ચોકીમાં હાજર સૌ ધ્યાનમગ્ન બની ભંવરનું નિવેદન સાંભળી રહ્યા હતા. બે ક્ષણ દિલદાર અવાક બની તેને જોઈ રહ્યો. બાદ બોલ્યો:

“જોઈએ કોર્ટ શું નિર્ણય લે છે.”

 

                              આ નિવેદન વાંચી વકીલ મૂંઝાયો. દિલદાર ભંવરને બચાવા માટે વકીલને વિનંતી કરી રહ્યો હતો. તેને સમજાયું આવતા અઠવાડિયે સુનાવણી છે. તમારે તમારા અસીલને બચાવવાનો છે, ગીતાંજલીએ ભંવર ઉપર હુમલો કર્યો. તેણે આત્મરક્ષણમાં ગીતાંજલી પર ખૂન આચર્યું. એણે ગભરાઈ જઈ આ પગલું ભર્યું હતું. પોતાના બચાવમાં આ બધું કર્યું હતું. વકીલ સાહેબ તમારા મન ઉપર હાથ રાખી વિચારો નૈતિકતાથી. આ સાલો ખૂની! તામસી! મગજ વગરનો! એક ઇંપ્લસ ડિસિઝનમાં આવી, કોઈનું મર્ડર કરી નાખે, એને જે જોઈતું હોય એ અપાય? ના અપાય. એને ગીતાંજલીનો સાથ જોઈએ છે. આપણે એવું નથી થવા દેવું. એ જેમ ચાહે એમ લોકોને મારે, કિડનેપ કરે અને એને જોઈએ એવું મૃત્યુ પણ આપવું? એને તડપવા દો. સડવા દો સાલાને આખી જીંદગી જેલમાં! વકીલ સાહેબ તમને રિક્વેસ્ટ છે આમ પણ તમારી નોકરી છે એને બચાવવો. તો તમારે તમારું કામ જ કરવાનું છે. તમારા અસીલને ડિફેન્ડ કરવાનો છે. દિલદારે જણાવ્યુ.

 

                              વકીલ મૂંઝાયો. ભંવર દબાણ કરી રહ્યો હતો આકરી સજા મળે અને બીજી તરફ દિલદાર એમ કરતા રોકી રહ્યો હતો. વકીલ ત્રણ દિવસ સુધી ચિંતન કરતો રહ્યો...

 

                              ૨૧ માર્ચ ૨૦૨૦ના રોજ કોવિડ-૧૯ વાયરસના લીધે દેશભરમાં લોકડાઉન લાગ્યું. કોર્ટની બધી તારીખો પાછળ ઠેલવાઈ. પોલીસે અનસિવિલ દવાખાનામાં ચાલતા શબ વેચાણના ગોરખધંધાની તપાસ આદરી. હવેના સમયમાં બહુ બધા લોકો મરવાના હતા. જો આવી રીતે મૃતદેહ વેચાણનો ધંધો ચાલ્યા કરે તો પરિણામો ભયાનક આવી શકે. આઇ.બી.એ એફ.બી.આઇ.ની મોબાઈલ એપથી જે કઈ ડેટા બ્રીચ કર્યો એના અંગે સવાલ ઉઠાવ્યા, જેની અસર આગળના બધા જ કેસ પર થઈ. ભારત સરકારે અમેરિકન સંસ્થાઓ પર ભારતમાં કામ કરવા માટે બહુ રોકટોક અને કડક કાયદા લાદયા. ગીતાંજલીના કેસમાં શું થયું તે પછી સંસર્ગનિષેધના કારણે જાણવા ન મળ્યું પણ એટલું જરૂર લાગે છે ગીતાંજલી જ્યાં હશે ત્યાં ખુશ હશે, તેને ન્યાય મળી ગયો હશે.

 

સમાપ્ત

-કીર્તિદેવ