નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કંઈ નહીં મનમાં એક રિક્તતા હતી.એનું આ દુનિયા પરથી મન ઉઠી ગયું.મનમાં ઉઠેલાં સવાલો હવે વધારે તોફાન મચાવતાં હતાં. જ્યારે શરીર થાકી ગયું ત્યારે તે ત્યાંથી ઉઠ્યો.
નયન જઈ રહ્યો હતો ત્યારે અચાનક એની સામે એક સાધુ આવી ગયા સંપૂર્ણ શ્વેત વસ્ત્રમાં સજ્જ,લાંબા સફેદ વાળ સફેદ દાઢી, કપાળ પર ચંદન નો મોટો ગોળ ચાંદલો .ગળામાં રુદ્રાક્ષની માળા અને ખભે એક ઝોળી અને અંધારામાં પણ આંજતું મુખ પરનું તેજ.
" સવાલોનાં જવાબ મળી ગયાં?"બાબા બોલ્યાં.નયન અવાચક ઉભો રહ્યો એમનાં અવાજમાં અજબ સંમોહન હતું.
થોડી ક્ષણો એમ જ ઉભા રહ્યાં પછી , નયન જાણે હોશમાં આવ્યો , એ જવાં લાગ્યો .બાબાએ હાથ લાંબો કરી એને રોક્યો." મોહ ઉતર્યો ને!" જા ધીરે ધીરે તારાં જવાબ મળી જશે.હંમેશા નાસ્તિક રહેલો નયન બાબાને પ્રણામ પણ કર્યાં
વિના ચાલતો થયો.
નયને યંત્રવત ટેક્ષી કરી એણે અનુભવ્યું જાણે એનો આત્મા એના ખોળિયા થી અલગ છે. એ સાક્ષી ભાવે જાણે પોતાની જ અને પોતાની જિંદગીને જોઈ રહ્યો હતો ,એને સમજાતું ન હતું પોતાની સાથે શું થઈ રહ્યું છે?
હોટલ પર પહોંચી એણે નક્કી કર્યું કે વહેલી તકે કોઈ મનો ચિકિત્સક ને મળવું પડશે એ થોડા કલાક સુઈ ગયો.
સાંજે એ મનોચિકિત્સક શિવાનીની ચેમ્બરમાં બેઠો હતો.એ પોતાનાં અનુભવો વર્ણવતો હતો.એ સાંભળી ડો.શિવાનીએ એક દવા કાગળ પર ઉતારી.આ એક ગોળી અઠવાડિયામાં માત્ર બે વખત ".ઘણીવાર જિંદગીમાં બે ત્રણ મોટી ઘટનાઓ
એક સાથે બને ત્યારે એવું થાય.ચિંતાની કોઈ વાત નથી.તમારે ચેન્જની જરૂર છે."
એ બહાર જવાં ઉભો થયો ત્યાં એનું ધ્યાન ચેમ્બરની દીવાલ પર પડ્યું.એ જોઈ રહ્યો , એ જ સાધુ ..એ ફટાફટ બહાર આવ્યો..એણે ડોક્ટરને પૂછવું હતું એમનાં વિશે..પણ પુછી ન શક્યો , રખે ને પોતાનો વહેમ હોય.
એણે બહાર નિકળી હોટલ જવા ટેક્સી બુક કરી એકસીના ડેસ બોર્ડ પર કચકડાની ફ્રેમમાં પાસપોર્ટ સાઇઝની એક છબિ ચીપકાવેલી હતી.એજ સાધુ...એનું મગજ ચકરાઈ ગયું.
બેડ પર પડ્યાં પડ્યાં એ એ જ વિચારતો હતો ," આ મારો ભ્રમ છે કે હકીકત? હું શું પાગલ થઈ રહ્યો છું? કેમ મને કોઈ શક્તિ પોતાની તરફ ખેંચી રહી હોય તેવું લાગે છે?"
એણે ડોક્ટરે આપેલી ગોળી તરત જ લઈ લીધી..ધીમે ધીમે મન શાંત થયું..
એ ઉઠ્યો ત્યારે રાત થઈ ગઈ હતી.કેટલું સુતો ક્યારે,કેટલાં કલાક સુતો બધાથી અજાણ...એણે લેપટોપ ઓન કરી ગુગલ પર ખાંખાખોળા કર્યા ક્યાંય જો એ બાબતનો ફોટો કે નામ મરી જાય...પણ પ્રયત્નો વ્યર્થ.
હોટલનાં દરવાજા પર ટકોરા પડ્યા" હાઉસકિપીંગ!" યસ કમ ઈન " એણે કહ્યું .હાઉસકિપીંગ બોય અંદર આવ્યો "સર, આ તમારું ડીનર.અને આ તમે નીચે બેગ ભુલી ગયાં હતાં."..
નયને ચેક કરવા માટે બેગ પેક ખોલી..અંદર એક આછા પીળા રંગનું એન્વેલોપ જોયું..ખોલ્યું તો એક લાલ શાહીથી લખેલી ચબરખી હતી..જેમાં " આત્મમ્ આશ્રમ" નું સરનામું અને ફોટો...એજ ..નયનને શંકા ગઈ કોઈ એનો પીછો કરે છે કે ખરેખર કોઈ સંકેત છે..
એણે સરનામું વાગ્યું. " નીઅર ચિકોડી, ઓન બેલગાવ હાઈ વે , તવંડી હિલ્સ..કર્નાટકા"નયને વિચાર્યું આમ પણ મારે તો આત્મખોજ માટે રખડવું જ છે..અહીં જાઉં તો ખરો..એ ત્યાં જવા માટે એક ખેંચાણ અનુભવતો હતો."
બીજા દિવસે એ કોલ્હાપુર સુધી ટ્રેનમાં અને ત્યાંથી ચિકોડી જવાં બસમાં બેઠો...એ રસ્તાએ જ એને સંમોહિત કરી દીધો.એણે કંડકટર ને આ આશ્રમ વિશે સાધુ વિશે પુછ્યું પણ એ તદ્દન અજાણ હતો..એણે કહ્યું તવંડી ચિકોડી પહેલા રસ્તો પડે ત્યાં ઉતરી જાઓ ..ત્યાં કોઈને પુછી લેજો.
નયન બબડ્યો " પુછી લઉં , તારી સાથે બોલવાનાં આટલાં ફાફાં કોને પૂછવું? મરાઠી કન્નડ મિશ્ર કંઈ ભાષા બોલે.એ ઉતર્યો એની સાથે એક સદ્ગૃહસ્થ ઉતર્યા. એણે નયનની મુંઝવણ પારખી પુછ્યું" ગુજરાતી?" હા નયને પ્રતિપ્રશ્ર્ન કર્યો તમે પણ?હાં હું પણ તવંડી જાઉં છું ચાલો મારી સાથે..એ લોકોને એક ઓટો મળી ગઈ..એ ગૃહસ્થ નિપાની રહેતાં હતાં પચાસ વર્ષથી.
એમણે નયન પાસેથી સાધુ વિશે જાણ્યું ..અને કહ્યું " એમની જ્યારે ઈચ્છા હશે ત્યારે તને લેવાં આવશે..ત્યાં સુધી તું તવંડી રોકાઈ જા..અથવા નિપાની..એ તારી યોગ્યતાનો કસોટી કરશે...પછી જ તને દર્શન થશે..અને પછી જ તું આશ્રમ જઈ શકીશ..
નયન અને વડીલ એક પતરાની નાની કેબિનમાં ફિલ્ટર કોફી પીવાં બેઠા. કોફી પી ને નયન પૈસા ચુકવવા ગયો ત્યાં?એ ગૃહસ્થ ગાયબ...એણે દુકાન માલિકને પૂછવાની કોશીશ કરી..
માંડ માંડ એ સમજાવી શક્યો..વળતાં જવાબ મળ્યો. " ગેલે
પાગલ, આત્મમ્ ચા પાગલ...."
નયન વધું મુંઝાયો , એની આસપાસ રહસ્ય વધું ગુંચવાયું..એનાં મનમાં ઝબકારો થયો..ટેક્સી ડ્રાઇવર, ડોક્ટર, હાઉસકિપીંગ, ગુજરાતી સદગૃહસ્થ બધાનાં કાંડા પર એક સમાન નિશાન હતું...કદાચ ટેટુ કે ચિત્ર..મેઘધનુષ્યનું...
એનું મન કહેતું હતું , એ સદ્ગૃહસ્થ પાગલ ન હતાં.એણે અહીં જ રોકાવું એમ નક્કી કર્યું પણ ક્યાં?....અહીં તો જૈન મંદિર..પહાડી દુર સુધી કઈ નહી...એણે પહેલાં મંદિરનાં દર્શન કર્યાં પછી ઢોળાવ ઉતરી જે રસ્તે મંદિર તરફ આવ્યો હતો?એ રસ્તે..ગયો થોડે આગળ જતાં રસ્તો ફંટાતો હતો ત્યાં વળ્યો, થોડે દૂર એક ઝુપડી હતી..
એ ઢાળ ચડી ત્યાં પહોચ્યો..આસપાસ કોઈ નહોતું ,એને કકડીને ભૂખ લાગી હતી..એણે હળવેથી ઝૂંપડીનાં દરવાજાને ધક્કો માર્યો..અંદર એક ખાટલો..સુઘડ સ્વચ્છ પથારી..માટીનો ચાલો એક માટલું અને થોડાં વાસણ હતાં.એણે ખોલીને જોયું માટીનાં વાસણમાં થોડા ભાત હતાં..અને મગફળી પોડી..ઝાઝું વિચાર્યા વિનાં એ ખાવા લાગ્યો..અને ખાટલા પર આડો પડ્યો...
એક મિલિયોનેર, સેવન સ્ટાર હોટલમાં રહેવા વાતો અત્યારે ખાટલા પર બાળકની જેમ ગાઢ નિંદ્રામાં સુતો હતો.
ક્રમશ:
@ ડો.ચાંદની અગ્રાવત