VISH RAMAT - 27 in Gujarati Fiction Stories by Mrugesh desai books and stories PDF | વિષ રમત - 27

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

વિષ રમત - 27

વિશાખા અને અનિકેત બાળકની માં એક બીજા ની સેમ સામે ઉભા હતા ..વિશાખા અત્યારે અનિકેત ના પ્રેમ માં જાણે પાગલ હતી અને અનિકેત થોડો પ્રેકટીકલ હતો ..વિશાખા એ તો કહી દીધું કે હવે તેને ભૂતકાળ માં કોઈ રસ નથી હવે તેને અનિકેત માં જ રસ છે ..
" વિશુ તું મને આટલો બધો પ્રેમ કરે છે એ માટે હું બહુ જ ખુશ છું . અને હું પણ તને એટલો જ પ્રેમ કરું છું ..પણ પ્રેમ પ્રેમ ની જગ્યા એ છે અને વાસ્તવિક જીવન એની જગ્યા એ છે .. આપડે ક્યારેય આપડી જિંદગી થી ભાગવું ના જોઈએ ..અને એટલેજ ગુડ્ડુ શાસ્ત્રી તારા વિષે જે રહ્શ્ય જાણતો હતો એ આપડે જાણવું જરૂરી છે ..કારણ કે આપડા જીવન ની કેટલીક વાતો એવી હોય છે કે જે આપણ ને અત્યારે નાની લાગે પણ ભવિષ્ય માં એ આપણા જીવન માં ઝેરો બની ને પછી આવે છે " અનિકેતે વિશાખા ને પ્રેમ થી સમજવા નો પ્રયત્ન કર્યો .. કારણ કે આટલા દિવસ માં અનિકેત એટલું તો સમજી ગયો હતો કે ગુડ્ડુ શાસ્ત્રી વિશાખા વિષે કૈક મોટું રહસ્ય જાણતો હતો અને સે કદાચ ખતરનાક પણ હતું ..
.અનિકેત જે પણ કઈ બોલ્યો એ વિશાખા એ થોડી વાર સાંભળ્યું પછી એને અનિકેત ના પેકેટ માંથી એક સિગારેટ લીધી અને સળગાવી એક ઊંડો કસ લીધો.
" અનિકેત તું જે કહે છે એ હું સમજી શકું છું મારે પણ એ બધી વાતો જાણવી છે .. શું મને મારી જિંદગી વિષે નહિ જાણવું હોય ? પણ હું હવે કંટાળી છું નાનપણ થી મારી માં નથી મને કોઈ નો પ્રેમ નથી મળ્યો ..અને હવે માંડ માંડ તું મારા જીવન માં આવ્યો છું ..એટલે મને બીક લાગે છે કે ક્યાંક આ ખતરનાક કામ કરતા હું તને ક્યાંક ખોઈ ના બેસું .. ," વિશાખા એ પોતાના મન માં રહેલો ડર વ્યક્ત કર્યો
' હું સમજી શકું છું વિશાખા પણ એના માટે આપડે આપણું ભવિષ્ય ભયાનક અંધકાર માં ના મૂકી શકીયે ને ... તારા કહેવા મુજબ ચાલ આપડે આ બધું છોડી ને ચાલ્યા જઇયે ..પણ ભવિષ્ય માં જયારે આપડે સેટલ જિંદગી જીવતા હોઈએ ત્યારે આપડા સંતાનો પણ આપડી સાથે હોય ને બરાબર એજ સમયે આ ખતરનાક ભૂતકાળ આપડી જિંદગી ને છિન્ન ભિન્ન કરી નાખે એના કરતા એ વાત ને અત્યારે જ ખતમ કરી ને પછી શાંતિ થી નવું જીવન જીવવું સારું " અનિકેતે બરાબર તર્ક થી વાત કરી ..
" તારી વાત પણ સાચી છે અનિકેત ..બોલ આગળ શું કરવું છે ? ". વિશાખા એ જાણે હથિયાર હેઠા મૂકી દીધા ..
" આગળ મેં પ્લાન બનાયો છે ..હવે આપણ ને ગુડ્ડુ શાસ્ત્રી વિષે જે પણ કોઈ ઇન્ફોરમેશન મળશે એ એના ઘરની એટલે કે એ જ્યાં રહેતો હતો એ જગ્યા એ તબી જ મળશે એટલે મેં નક્કી કર્યું છે કે હું આજે જ એ વિસ્તાર માં જય ને કૈક તપાસ કરીશ " અનિકેતે ગંભીર રીતે વિચારતા કહ્યું ..

******
જગત નારાયણ ચૌહાણ અને સુદીપ ચૌધરી પાર્ટી ઓફિસ પહોંચ્યા હતા ત્યાં સૂર્ય સીંગ અને બીજા કેટલાય પાર્ટી ના કાર્યકર્તા એમની રાહ જોઈ રહ્યા હતા તેમાં કેટલાય લોકો એવા હતા કે જેમને વિધાનસભા ની ટિકિટ જોય તી હતી ..એટલે જગત નારાયણ ની ચાપલુસી કરવા માટે અહીં આવ્યા હતા
જગત નારાયણ ની મિટિંગ હરિવંશ બજાજ સાથે સફળ થઇ હતી .. એટલે જગત નારાયણ ખુશ હતા અને મન માં વિચારતા હતા કે હવે તેમને મુખ્યમંત્રી. બનતા કોઈ નહિ રેકી શકે
જગત નારાયણ ની ગાડી જેવી પાર્ટી ઓફિસ માં પ્રવેશી એવું જ બધા જગત નારાયણ ચૌહાણ ની જય જય કર બોલાવવા લાગ્યા જગત નારાયણે બંને હાથ ઊંચા કરી ને બધા ને શાંત પાડ્યા
" માન્ય નેતા ગણો અને કાર્યકર મિત્રો હવે તમારી ધીરજ નો અન્ય આવી ગયો છે .. કાલે સવારથી પાર્લિયામેંટ્રી બોર્ડ ની મિટિંગ ચાલુ થવાની છે ..એમાં દરેક વિસ્તાર ના ઉમેદવારની ટિકિટ નક્કી થશે પછી આપની સમક્ષ જેતે ઉમેદવાર ના નામ ની જાહેરાત થશે ..અને મારી તમને નમ્ર વિનંતી છે કે જો કોઈની ઈચ્છા પાર્ટી તરફ થી ઈલેક્શન લડવાની હોય તે છતાં તેમને ટિકિટ ના મળે તો અફસોસ કરવો નહિ હું ખાતરી આપું છું કે આવનારા ભવિષ્ય માં જેમને ટિકિટ નથી મળી તેમને સન્માનીય પદ મળશે ..એટલે જ આપણે ખભે ખભા મિલાવી ને આ ઈલેક્શન લડવાનું છે અને જીતવાનું છે ..યાદ રાખજો જો આપડે એક થઇ ને ઈલેક્શન. લડીશું તો બે તૃત્યાંશ બહુમતી થી આપડી સરકાર આવશે એ નક્કી છે. ". જગત નારાયણે ચોટદાર ભાષણ આપ્યું .. બધા ફરીથી જગત નારાયણ નો જય જય કર કરવા લાગ્યા .જગત નારાયણ બે હાથ જોડી ને પોતાની એરકંડીશન ઓફિસ માં પ્રવેશ્યા ... ઓફિસ માં સૂર્ય સીંગ તેમની રાહ જોતો હતો

" સુદીપ હરકિશન તિવારી જી ને સીધો દિલ્હી ફોન લગાવ " ૪૦૦ કરોડ ની વ્યવસ્થા થયા પછી જાણે હવે જગજીવન ચૌહાણ ને એક પણ મિનિટ બગાડવી પોસાય તેમ ન હતી એટલે તરત જ એમને સુદીપ ને કહ્યું ..
સુદીપે સીધાજ પાર્ટી અધ્યક્ષ હરકિશન તિવારી ને ફોન જોડ્યો.
" નમસ્કાર અધ્યક્ષ જી ..બાપુજી વાત કરશે " એમ કહી સુદીપે ફોન જગજીવન ને પકડાવ્યો
" નમસ્કાર તિવારી સાહેબ ".
" બોલો જગજીવન આગળ કેવી રીતે વધવું છે ..કાલે મારી રાજ્ય ની મુલાકાત છે એમાં ચૂંટણી સમિતિ ના અધ્યક્ષ ની જાહેરાત કરવાની છે .." હરકિશન તિવારી ટોન્ટ માં બોલતા હતા
" અધ્યક્ષજી હું તૈયાર છું ૪૦૦ કરોડ ક્યાં અને કેવીરીતે મોકલવા ના છે એ કહો " જગત નારાયણ જાણે મુખ્યમંત્રી બની ગયો હોય એ મ બોલ્યો.
" કાલે હું મિટ્ટઈન્ગ માં તમારું નામ જાહેર કરીશ બરાબર એજ વખતે ૪૦૦ કરોડ " માનવતા વિધવા આશ્રમ માં પહોંચી જવા જોઈએ ત્યાં મનસુખ મહેતા મેનેજર છે એ મને તો કરશે પછી જ હું તમારું નામ ઇલેકશન કમિટી ના હેડ તરીકે જાહેર કરીશ ".
" તમે નિશ્ચિન્ત રહો તમે કાહેંક્સહો એમ જ થશે " જગત નારાયણે ખાતરી આપી અને ફોન કટ થઇ ગયો ..

પછી તરત જ જગત નારાયણે હરિવંશ બજાજ ને ફોન જોડ્યો
" ફરમાવો નેતાજી " હરિવંશએ ફોન રિસીવ કરતા કહ્યું
" બજાજ સાહેબ કાલે બપોરે ૨ વાગ્યા સુધી માં ૪૦૦ કરોડ રોકડા જોયસે.. જગત નારાયણે બેધડક કહી દીધું ..
" મળી જશે ..પણ ઇલેકશન નો માહોલ. છે .. તમારે માણસ ને મોકલવો પડશે પૈસા લેવા જો કોઈ ના હાથે આટલી મોટી રકમ પકડાશે તો હું જોખમ માં મુકાઈ જૈસ " હરિવંશ બજાજે કહ્યું ..કારણ કે ચૂંટણી સમયે આટલી મોટી રકમ જો પકડાય તો બહુ મોટું જોખમ ઉભી થાય એ વાત હરિવંશ બજાજ જાણતો હતો ...
" તમે એની ચિંતા ના કરો શેઠ જી ..સુદીપ તમને કાલે ફોન કરશે " જગતનારાયને કહ્યું.
" ઓકે હું ફોન ની રાહ જોઇશ નેતાજી પણ પેલી એન.ઓ .સી વળી વાત ભુલાય નહિ ". હરિવંશએ યાદ કરાવ્યું.
" તમે ચિંતા ના કરો બજાજ સાહેબ .. બે દિવસ માં તમને એમ ઓ સી મળી જશે એટલી વિશ્વાસ રાખો ".
" વિશ્વાસ છે એટલે તો ભાવિ મુખ્યમંત્રી સાથે સંબંધ છે " હરિવંશએ એક શબ્દ માં ઘણું બધું કહી દીધું.
" આ સંબંધ જીવન ભર રહેશે જાય હિન્દ " જગત નારાયણ જાણે હવે ફોન મુકવા માંગતો હતો.
" જય શ્રી ક્રિશ્ના " હરિવંશએ ફોન મૂકી દીધો
પછી જગત નારાયણે સુદીપ ને સમજાવ્યું કે પૈસા કેવીરીતે બજાજ ની ઓફિસ માંથી લઇ ને માનવતા વિધવા આશ્રમ પહોંચાડવા ના છે
અને બીજી બાજુ હરિવંશએ અંશુમાન. ને કહ્યું કે કાલે સવારે ૪૦૦ કરોડ કેવી રીતે તૈયાર રાખવા ના છે
*******.
જગત નારાયણે મુખ્યમંત્રી બનવાની આખી બાજી હરિવંશ જોડે મળી ને ગોઠવી હતી પરંતુ એને ક્યાં ખબર હતી કે એ જેટલી વિચારે છે એટલી આ વાત સરળ નથી કારણ કે આ આખો ખેલ જગત નારાયણ અને હરિવંશએ મળી ને રચ્યો હતો અને એમને એવું હતું કે આ વાત ની કોઈ ને ખબર નથી ..પણ એમને એ ખબર નથી કે એમની વચ્ચે તાજ હોટેલ ના ૨૦૧૬ નંબર ના સ્યુટ રૂમ માં ને વાત થઇ એ વાત તેમના સિવાય એક બીજી વ્યક્તિ પણ જાણે છે અને સે છે રાજ્ય ના મુખ્ય મંત્રી
અનંત રાય શિંદે ..!!!