Mamata in Gujarati Short Stories by Varsha Bhatt books and stories PDF | મમતા - ભાગ 83 - 84

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

મમતા - ભાગ 83 - 84

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ :૮૩

💐💐💐💐💐💐💐💐

(મંથન, મોક્ષા અને મંત્ર મૌલીકનાં ઘરે વડોદરા વાસ્તુ પૂજન માટે જાય છે. મંત્ર મિષ્ટિને મળવા આતુર છે. હવે આગળ ......)


મંથન,મોક્ષા અને મંત્ર મૌલીકનાં ઘરે વડોદરા પહોંચતાં જ મૌલીક અને મેઘા મંથન અને મોક્ષાનું સ્વાગત કરે છે. ત્યાં જ મંત્રને કોઈ ખેંચીને લઇ ગયું.

સ્ટોર રૂમમાં થોડું અંધારૂ હતું. દિવાલને અડીને મંત્ર ઉભો હતો. મંત્રને ખેંચીને લઇ જનાર બીજી કોઈ નહિ પણ મંત્રની " ફટાકડી " હતી. મિષ્ટિ મંત્રની આંખોમાં આંખો નાંખીને પ્રેમલાપ કરતી હતી. ઘરનાં લોકો અને બીજાથી અજાણ આ પ્રેમી પંખીડા ઘણાં દિવસો પછી મળ્યાં. તો બંને એકબીજામાં ઓતપ્રોત થઈ ગયાં.

બે માળનો ભવ્ય બંગલો "વિસામો" તેનું નામ. આગળ મોટું કંપાઉન્ડ, આરસ પહાણથી શોભતા બંગલાની જાહોજલાલી આંખે વળગે તેવી હતી. પોતાનું સુંદર મજાનું ઘર હોય એ મૌલીક અને મેઘાનું સપનું હતું. જે આજે પુરૂ થયું. મૌલીક અને મેઘા પૂજામાં બેઠા. મંથન અને મોક્ષા ફ્રેશ થવા ગયાં. મોક્ષા ચારેબાજુ જોયું પણ મંત્ર ક્યાંય દેખાયો નહીં. તે મનમાં જ બોલી... ( આ મંત્ર પણ ક્યાં જતો રહ્યો?)


મંત્ર : " હેય...મિષ્ટિ મારી મીઠડી.❤️
આ સાંભળી મિષ્ટિએ મંત્રની સામે પ્રેમભરી નજરોથી જોયું. જાણે હમણાં મંત્રને કાચો ને કાચો ખાઇ જશે.
ફૂલ ગુલાબી લોંગ કુર્તી , ખુલ્લાં સ્ટેપ કટ વાળમાં મિષ્ટિ ગજબ લાગતી હતી. મંત્ર પણ મિષ્ટિની ખૂબસુરતી જોઈ બેકાબુ બની ગયો.

આ બાજુ પૂજાવિધિ પુરી થઈ. મંત્ર પણ મંથન અને મોક્ષાની બાજુમાં આવી બેસી ગયો.

મોક્ષા :"ક્યાં ગયો હતો મંત્ર ?"

મંથન :" મોક્ષા, તું પણ... મંત્ર હવે નાનો નથી."

બધા સાથે મળીને જમ્યા. બંને મિત્રો વાતો કરતાં હતાં. તો મોક્ષા અને મેઘા પણ તેની વાતોમાં મશગૂલ હતાં.
ત્યાં જ મંત્ર બોલ્યો,

" અંકલ, આપનું ઘર ખૂબ જ સુંદર છે."

મૌલિક :" હા, મિષ્ટિ બેટા મંત્રને આપણું ઘર બતાવ."

"ભાવતું હતું ને વૈદે કહ્યું "
અને મિષ્ટિ મંત્રને ઉપર ઘર બતાવવા લઈ ગઇ.

મિષ્ટિ : "બહુ હોંશિયાર યાર તું ગમે તેમ કરીને મળવાનો એક પણ મોકો છોડતો નથી."

મંત્ર :" શું તને પસંદ નથી મને મળવાનું ? એમ બોલી મંત્ર એ મિષ્ટિને પોતાની તરફ ખેંચી. બંને ટેરસ પર ગયાં. બંને ક્યાંય સુધી વાતો કરતાં રહ્યાં.

મિષ્ટિ :" મંત્ર હવે અમદાવાદ અને વડોદરા બહુ દૂર છે હો યાર.કંઈક કર."

મંત્ર :" અરે! યાર આ કોલેજ પુરી થવા દે પછી કંઈક કરીએ. ત્યાં સુધી ઘરમાં કોઈને વાતની જાણ ન થવી જોઈએ. આ લૂપાછૂપીની મજા જ કંઈક ઔર છે ડિયર."

કોઈનો અવાજ આવતાં બંને નીચે ઉતરે છે.

સાંજ થતાં જ મંથન અને મોક્ષાએ ઘરે જવા રજા માંગી. અને મોક્ષા મંત્રને શોધવાં લાગી. ત્યાં જ સામેથી મંત્ર આવતો હતો.
મંત્ર પણ મૌલીક અને મેઘાને નમસ્તે કરી બહાર નીકળ્યો.

હાઈવે પર કાર સડસડાટ ચાલતી હતી. મંત્ર ડ્રાઇવ કરતો હતો. રોમેન્ટિક ગીતો વાગતાં હતાં. મંથન અને મંત્ર વાતો કરતાં હતાં. બસ મોક્ષા થોડી ચૂપ બેઠી હતી. ( ક્રમશ:)

( શું મંત્ર અને મિષ્ટિની પ્રેમ કહાનીની બધાને જાણ થશે ? તે જાણવા વાંચો મમતા ભાગ :૮૪ )

વાંચતા રહો..🙏

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ ૮૪

💐💐💐💐💐💐💐💐

(જયારથી પ્રેમ વિષે મોક્ષાને જાણ થઇ કે તે વિનીતનો દીકરો છે ત્યારથી મોક્ષા બેચેન રહેતી હતી. પ્રેમ વિષે વધુ જાણવા તે ફરી મુંબઈ જાય છે. હવે આગળ....)

વહેલી સવારનાં સૂરજનાં પ્રકાશમય વાતાવરણ અને મોક્ષાની આરતીનાં સૂરો સવારને પવિત્ર કરતાં હતાં. બધાને પ્રસાદ આપી મોક્ષા નાસ્તાની તૈયારી કરવા માટે કિચનમાં જાય છે. પ્રેમની વાત ઘરમાં બધાને જણાવવી કે નહી ? એ અસમંજસમાં હતી. ત્યાં જ મંથન આવે છે.

મંથન :"મોક્ષા મારે આજે મુંબઈ જવાનું છે. ત્યાં એક કંપની સાથે મિટિંગ છે.તો હું ઓફિસ નહી આવું. ઓકે. "

મોક્ષા :" એમ, તો ચાલો હું પણ તમારી સાથે આવું. પરીને મળી લઈશ.

મંથન :" ઓકે, બાર વાગ્યાની ફલાઈટ છે. રેડી રહેજે."

મંથન અને મોક્ષા મુંબઈ પહોંચે છે. મંથન મિટિંગ માટે જાય છે. અને તે મોક્ષાને કહે " તને હું પરીની હોસ્ટેલ ઉતારી દઉં."

તો મોક્ષા કહે " આપ જાઓ હું જતી રહીશ."
મંથન મિટિંગ માટે નીકળી જાય છે.પણ મોક્ષા ટેક્ષી કરી પરીની હોસ્ટેલનાં બદલે સાધનાબાનાં ઘર તરફ જાય છે.

બપોરનો તડકો ઘણો હતો. સાધનાબા આરામ કરતાં હતાં. અચાનક ડોરબેલ વાગતા સાધનાબા દરવાજો ખોલે છે. સામે મોક્ષાને જોઈ તે ખુશ થયાં.

સાધનાબા :" મોક્ષા તું? આવ બેટા "

મોક્ષા :"જય શ્રી કૃષ્ણ બા."

સાધનાબા મોક્ષા માટે નાસ્તો લેવા જાય છે તો મોક્ષા ના પાડે છે.

સાધનાબા :" આમ, અચાનક કંઈ કામ હતું ?"

મોક્ષા :" ના,પરી અહીં મુંબઈમાં જ હોસ્ટેલમાં રહી ભણે છે "

સાધનાબા :" એમ, હવે તો મોટી થઈ ગઈ હશે પરી. તારા મોબાઈલમાં પરીનો ફોટો હોય તો બતાવજે ."

મોક્ષા બાને પરીનો ફોટો બતાવે છે. અને એ જોઈ સાધનાબા ચમકી ગયાં અરે ! આતો એજ પરી છે જે પ્રેમ સાથે અવાર નવાર ઘરે આવે છે.

મોક્ષા :" હા બા આજે એટલે જ હું આપની સાથે વાત કરવા આવી છું. જે ભૂતકાળને ભૂલીને આગળ વધી એજ મારી સામે આવ્યો છે. ગમે તેમ પણ પ્રેમ વિનીતનો દીકરો ને ? "

સાધનાબા :" તો તું પ્રેમને પણ ઓળખે છે ?"

મોક્ષા :" હા, બા "

સાધનાબા :" તું વિચારે છે પ્રેમ એવો નથી. વિનીત અને પ્રેમમાં આસમાન જમીનનો ફેર છે."

મોક્ષા ;" હા પણ મારૂં મન જરાપણ માનતું નથી.એટલે જ હું આપને મળવાં આવી છું . હું પરીને ઉદાસ કરવાં નથી માંગતી પણ પ્રેમ અને પરીનો સંબંધને હું કયારેય સ્વિકારીશ નહીં "

મોક્ષા અને બા વાતો કરતાં હોય છે અને ગેટ ખુલવાનો અવાજ આવે છે. મોક્ષા બહાર આવે છે. અને ગેટ તરફ જોઈ મોક્ષાની આંખો પહોળી થઈ ગઈ....(ક્રમશ)

( મોક્ષા મુંબઈ સાધનાબાને મળવાં આવે છે. પ્રેમ વિષે વધુ માહિતી મેળવવા. ત્યાં જ ગેટ સામે જોઈ મોક્ષાની આંખો પહોળી થઈ ગઈ. તો કોણ હતું ગેટ પાસે ? આ જાણવાં વાંચો મમતા ભાગ ૮૫ )

વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર

મિત્રો આપનાં પ્રતિભાવ જરૂરથી આપશો.🙏