Mamata in Gujarati Short Stories by Varsha Bhatt books and stories PDF | મમતા - ભાગ 81 - 82

Featured Books
  • तमस ज्योति - 51

    प्रकरण - ५१मेरे मम्मी पापा अब हमारे साथ अहमदाबाद में रहने आ...

  • Lash ki Surat

    रात के करीब 12 बजे होंगे उस रात ठण्ड भी अपने चरम पर थी स्ट्र...

  • साथिया - 118

    अक्षत घर आया और तो देखा  हॉल  में ही साधना और अरविंद बैठे हु...

  • तीन दोस्त ( ट्रेलर)

    आपके सामने प्रस्तुत करने जा रहे हैं हम एक नया उपन्यास जिसका...

  • फाइल

    फाइल   "भोला ओ भोला", पता नहीं ये भोला कहाँ मर गया। भोला......

Categories
Share

મમતા - ભાગ 81 - 82

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ :૮૧

💐💐💐💐💐💐💐💐


( પરી અને પ્રેમનાં સંબંધથી નાખુશ મોક્ષા પ્રેમને મળવાં મુંબઈ જાય છે. સાધનાબાને પણ હવે ખબર પડે છે કે પરી મોક્ષાની દીકરી છે. હવે આગળ....)

જુવાનીનો તરવરાટ, ગરમ લોહી અને હેન્ડસમ મંત્ર તો પ્રેમનાં મહાસાગરમાં ડુબકી લગાવતો હતો. મિષ્ટિનાં પ્રેમમાં પાગલ બનેલો મંત્રને હોશ જ ન હતાં. બંનેને ખબર હતી કે બંનેનાં પિતા મિત્રો છે. બંને રોજ ફોનથી, મેસેજોથી એકબીજા સાથે કલાકો વાતો કરતાં હતાં. પણ જ્યાં સુધી કોલેજ પુરી ન થાય ત્યાં સુધી ઘરમાં વાત ન કરવી એમ નક્કી કર્યું.


બીજી બાજુ આરવ અને એશાની પણ એવી જ હાલત હતી. બંને જ્યારથી મળ્યાં, ત્યારથી એકબીજાને દિલ દઈ બેઠાં હતાં. મંત્ર,મિષ્ટિ, આરવ અને એશાની પ્રેમ કહાની તો બરાબર ચાલતી હતી પણ મોક્ષા કોઈપણ હિસાબે પરી અને પ્રેમનાં સંબંધને સ્વિકારવા રાજી ન હતી. જે ભૂતકાળને ભૂલીને મોક્ષાએ મંથન સાથે નવાં જીવનની શરૂઆત કરી હતી. હવે એ જ ભૂતકાળ તેની સામે આવ્યો. વિનીતની રૂક્ષતા, સ્વાર્થીપણું બધું જ મોક્ષાને યાદ આવવા લાગ્યું. પરીને કેમ કરીને સમજાવવી ! એ વિચાર માત્રથી મોક્ષા ઢીલી થઈ ગઈ.

આ બાજુ પ્રેમનાં બા- સાધનાબાને પણ જાણ થાય છે કે પરી મંથન અને મોક્ષાની દીકરી છે. તો તેને પણ ચિંતા થાય તે સ્વાભાવિક હતી કે મોક્ષા કયારેય આ સંબંધ માટે રાજી નહીં થાય.પરી સારી છોકરી છે જો તે પ્રેમનાં જીવનમાં આવશે તો ખુશીઓ લાવશે. તો હવે સમય જોઈ મારે જ મોક્ષા સાથે વાત કરવી પડશે.એમ વિચારવા લાગ્યાં.

સૂરજની સવારી એક નવી તાજગી લઈને આવી. કાનાની આરતી કરી મોક્ષા બધાને પ્રસાદ આપે છે. બધા નાસ્તાનાં ટેબલ પર હોય છે અને મૌલીકનો કોલ આવે છે. મંથન કોલ રિસીવ કરે છે.

મંથન : "હેલ્લો, ગુડ મોર્નિંગ."

મૌલીક : "હેલ્લો, કેમ છે ? "

મંથન : "વાહ, આજ તો સવાર સવારમાં યાદ કર્યા.અમને !"

મૌલીક : " હા, મંથન અમે નવાં ઘરનું વાસ્તુ પૂજનનું આયોજન કર્યું છે તો તારે પુરા ફેમીલી સાથે આવવાનું છે."

મંથન :" એમ, સરસ કોશિશ કરીશું "

મૌલીક :" કોશિશ નહી ! ચોક્કસ આવવાનું છે."

મંથન :" ઓકે બાય."

મંથન બધાને મૌલીકનાં નવાં ઘરનાં વાસ્તુ પૂજનની વાત કરે છે. ત્યાંજ મંત્ર આવે છે ને નાસ્તાનાં ટેબલ પર ગોઠવાઈ છે.
મંથન કહે,

"મંત્ર આપણે બધાએ રવિવારે વડોદરા જવાનું છે."

વડોદરાનું નામ સાંભળીને મંત્રનાં ચહેરા પર રોનક આવી.

મંત્ર : "ક્યાં ? ડેડ શા માટે ?"

મંથન :" મારા મિત્ર મૌલીકનાં ઘરનું વાસ્તુ પૂજન છે. તો સહપરિવાર આવવાનું આમંત્રણ છે. "

મંત્ર :" Wow, great. મિષ્ટિને મળવાં મળશે એ વિચાર માત્રથી મંત્ર ખુશ થઈ ગયો."

તો શું મંથન અને પરિવાર વડોદરા જશે ? કેવું રહેશે મંત્ર અને મિષ્ટિનું મિલન ? તે જાણવા વાંચો મમતા ભાગ :૮૨ ) ક્રમશ


❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ ૮૨

💐💐💐💐💐💐💐💐

( જયારથી મોક્ષાને ખબર પડી કે પરી જેને પસંદ કરે છે એ પ્રેમ વિનીતનો દીકરો છે તો એ મોક્ષાને પસંદ ન હતું. બીજી બાજુ મૌલીક નવાં ઘરનું વાસ્તુ પૂજન કરે છે તો મંથનનાં પુરા ફેમીલીને આમંત્રણ આપે છે હવે આગળ...)


જીવનમાં મિત્રતા એક એવો સંબંધ છે કે જેમાં લોહીનાં સગપણ હોતા નથી. દિલથી દિલનાં તાર જોડાયેલા હોય છે. એકબીજાને ખરા સમયે મદદ કરે એજ સાચો મિત્ર. મૌલીક અને મંથનની મિત્રતા પણ કંઈક આવી જ હતી. કોલેજનાં સમયથી બંને સાથે ભણતાં અને જોબ પણ સાથે કરતાં. મંથનનાં જીવનમાં મોક્ષાને લાવવામાં મૌલીકે સારી એવી મદદ કરી હતી. સમય જતાં મૌલીકે પોતાનો બિઝનેસ કર્યો અને વડોદરા જતાં રહ્યાં. અહીં મંથન પણ મોક્ષા સાથે પોતાની કંપની ખોલી અને દિવસ રાત મહેનત કરવા લાગ્યો. બંને મિત્રોને મળવાનું ઓછું થતું કયારેક ફોન પર જ વાત થતી. આટલાં સમયે બંને મિત્રો મળ્યાં અને મૌલીકે તેને વડોદરા આવવાનું આમંત્રણ આપ્યું.


મંથન, મોક્ષા અને મંત્ર વડોદરા જવાની તૈયારી કરવા લાગ્યાં. પરીને એસાઈનમેનટ સબમિટ કરવાનાં હોવાથી તે આવવાની ન હતી. શારદાબા લાંબી મુસાફરી ઓછી કરતાં હતાં. જયારથી વડોદરા જવાનું છે તે સાંભળતા મંત્રના દિલમાં પંતિગિયા ઉડાઉડ કરતાં હતાં.મિષ્ટિને મળવાં મળશે એ વાતથી મંત્રનું દિલ કાબુમાં નહોતું રહેતું.

કારમાં સરસ મજાનું સોંગ વાગતું હતું.

" અજીબ દાસ્તાન હૈ, કહા શુરૂ કહાં ખતમ, યે મંજીલે હૈ કૌનસી.... ના વો સમજ સકે ના હમ...."

મંત્ર એ આ ગીત બદલી બીજુ રાખ્યું.....

"તુમસે મિલને કો દિલ કરતાં હૈ....
રે...બાબા....."

આ સાંભળી મંથન બોલ્યો....

"વાહ, મંત્ર આજ તો તું બહુ ખુશ છે શું વાત છે ? અમારી સાથે પણ આવવાં જલ્દી રાજી થઈ ગયો."

મંત્ર :"ના, ડેડ એવું નથી. બસ થયું થોડું આઉટીંગ થઈ જાય એટલે "

મંથન :"એમ, ( મંથન મંત્રનાં કાન ખેંચે છે. )

બાપ દીકરાની મસ્તી કારમાં ચાલતી હતી. પણ મોક્ષા ગુમસુમ હતી. એતો બસ પરીને કેમ કરીને સમજાવે કે પ્રેમ તારે લાયક નથી અને ગમે તેમ કરીને મુંબઈ જઈને સાધનાબેનને મળવું પડશે એવાં વિચારોમાં ખોવાયેલી હતી.

મંથન :" મોક્ષા, ક્યાં ખોવાઈ ગઈ ? આજકાલ કંઈક ટેન્શનમાં જોઉ છું તને શું વાત છે ?"

મોક્ષા : " ના, બસ કંઈ નહીં બસ એમજ. "

મંથન :" મોક્ષા, મૌલીકને આપવા માટે ગિફ્ટ લીધીને ?"

મોક્ષા :" હા, મે ચાંદીની લક્ષ્મીજીની મૂર્તિ લીધી છે. મિષ્ટિ માટે પણ ગિફ્ટ લીધી છે."

આ સાંભળી મંત્રનાં ચહેરા પર ચમક આવી ગઈ. મંત્રનાં ફોનમાં રીંગ આવે છે. સ્ક્રિન પર " ફટાકડી " નામ આવ્યું. મંત્ર એ ફોન કટ કર્યો. બીજીવાર રીંગ આવી. મંત્રને આમ નર્વશ જોઈને મંથન બોલ્યો,

" કોનો કોલ છે ? કેમ ઉપાડતો નથી. વાત કર ".

મંત્ર :" ના, બસ એમ જ ફ્રેન્ડ."

મંત્ર, મંથન અને મોક્ષાની હાજરીમાં મિષ્ટિ સાથે વાત કરી શકે તેમ ન હતો તો તેણે મેસેજ કર્યો.

" Hi, dear બસ, હવે ઈંતજાર પુરો, આવું છું તારી પાસે. બસ પછી મોજેમોજ હો.."

થોડીવારમાં જ બધાં મૌલીકનાં ઘરે પહોંચ્યા. મૌલીક અને મેઘા મંથન અને મોક્ષાને આવકારતાં હતાં. ત્યાંજ એક હાથ આવ્યો અને મંત્રને ખેંચીને લઇ ગયો. (ક્રમશ)

( મંથન,મોક્ષા અને મંત્ર મૌલીક અને મેઘાનાં ઘરે વડોદરા જાય છે. મિષ્ટિને મળવાનું હોવાથી મંત્ર ખુશ હતો. પણ ઘરે પહોંચતા જ મંત્રને કોઈ ખેંચીને લઈ ગયું. તો કોણ છે એ ? તે જાણવા વાંચો મમતા ભાગ :૮૩ )

વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર

મંત્ર અને મિષ્ટિની ખાટીમીઠી પ્રેમ કહાની વાંચો મમતા ભાગ :૮૩ માં. તો વાંચતા રહો.🙏