Shrapit Prem in Gujarati Love Stories by anita bashal books and stories PDF | શ્રાપિત પ્રેમ - 12

Featured Books
Categories
Share

શ્રાપિત પ્રેમ - 12

કિંજલના મૃત્યુ બાદ બે લોકો ત્યાં પૂછપરછ કરવા આવ્યા હતા અને લગભગ બે દિવસ પછીની પૂછતાછ બાદ તે લોકો ત્યાંથી ચાલ્યા ગયા. રાધા ના જેલના અંદર એક નહીં પણ હવે બે વ્યક્તિ હતી જે કંઈ પણ બોલ્યા વિના ચૂપચાપ બેઠી રહેતી હતી. એક તો તે છોકરી જે હંમેશા ચૂપચાપ બેસતી હતી અને હવે ચંદા.
આમને આમ એક અઠવાડિયું વીતી ગયું પરંતુ ચંદા હવે પહેલાંના જેવી કોઈ ઉપર રાડો પાડી પાડીને બોલતી ન હતી, તે બસ એક જગ્યાએ બેસી રહેતી હતી. એક દિવસ ચંદા તેના ઓનલાઈન ક્લાસીસ થી જ્યારે ફરી પાછી તેના જેલમાં આવી ત્યારે તેને એક નવી દેખાઈ.
ચંદા એ જોયું કે તે ગર્ભવતી હતી અને તેને જોઈને એવું લાગતું હતું કે તેને કદાચ 8 મહિનાના ઉપર થઈ ગયા હશે. તેના ચહેરા પર કોઈ દુઃખનો કે પસ્તાવાનો ભાવ દેખાતો ન હતો. તેને જોઈને તો એવું લાગી રહ્યું હતું કે તેને જે કંઈ પણ કર્યું છે તેનાથી તે બહુ ખુશ છે.
" મારું નામ વિભા છે તમારા બધાનું શું છે?"
તેણે આરામથી એક જગ્યાએ બેસીને પૂછ્યું. સવિતાબેન એ ચહેરા પર સ્માઈલ લાવીને કહ્યું.
" મારું નામ સવિતા છે અને ,,, તું અહીંયા કેવી રીતે?"
" મેં મારા પતિ અને તેની સાથે મારી સોતન અને મારા બાકીના સાસરાવાળાઓને ઝેર પીવડાવીને મારી નાખ્યા."
આ વાત ભાઈ એટલી સરળતાથી કરી હતી જાણે આપ તેના જીવનનું કોઈ ગુનો નહીં બસ એક ન્યુઝમાં આવેલી વાત હોય જેને તે બધાને સંભળાવી રહી હોય. સવિતાબેન એ રાધા ના તરફ જોયું અને પછી પાછું વિભાના તરફ જઈને પૂછ્યું.
" તું તો એવી રીતે કહી રહી છે જાણે કે તે,,,"
" બહુ મોટું તીર માર્યું હોય એમ ને? અરે હું સાચે જ બહુ મોટું તીર માર્યું છે."
એમ કહીને તેણે આજુબાજુ જોયું અને પછી કહ્યું.
" મને એ બતાવો કે તમે લોકો આરામ ક્યાં કરો છો અને હું ક્યાં સૂઈ શકું?"
સવિતાબેન એ આંગળી થી ઈશારો કર્યો પાથરવાનું ત્યાં પાથર્યું અને તેના ઉપર આરામથી સુઈ ગઈ. સવિતાબેન એ રાધા ને તરફ જોઈએ અને વિભાગના તરફ ઈશારો કર્યો ત્યાં જ કોમલ એ બધાને સૂઈ જવાનું કહ્યું એટલે બધા પોતપોતાના જગ્યાએ જઈને સૂઈ ગયા.
રાધા ને નીંદર આવતી ન હતી પોતાનું પુસ્તક કાઢ્યું અને જેલના બહારથી આવતા હળવા અજવાળામાં તે પુસ્તક વાંચવા બેસી ગઈ. પુસ્તક તો તેણે વાંચવા કાઢી લીધું હતું પરંતુ તેની નજર વારંવાર વિભાના તરફ જઈ રહી હતી. સાચી વાત તો એ હતી કે ગર્ભવતી વિભાને જોઈને તેને તે સમય યાદ આવી ગયો હતો જ્યારે તુલસી પણ ગર્ભાવસ્થામાં જ તેના ઘરે આવી હતી.
નીચે પડવાના લીધે તુલસીના પેટમાં બહુ દર્દ થવા લાગ્યું હતું એટલે તાબડતોબ ડોક્ટર ને બોલાવવામાં આવ્યા હતા. તુલસી બેહોશ થઈ ગઈ હતી અને ત્યારબાદ બે કલાક પછી તેને ભાન આવ્યું હતું. તેની એવી હાલત જોઈને મયંક ખૂબ જ ડરી ગયો હતો અને તેઓ જ કંઈક અલગ રાધા અને તેના મા અને બાપુજી નું પણ હતું.
" તુલસી, મારી દીકરી તબિયત હવે કેમ છે? તને દર્દ તો નથી થઈ રહ્યું ને?"
મનહર બેન એ તુલસીના માથામાં હાથ ફેરવીને કહ્યું. છગનલાલ તો બંને હાથોની અદબ વાળીને એક જગ્યાએ ઊભા હતા અને તે તો તુલસીના તરફ જોઈ જ રહ્યા ન હતા. તુલસીએ તેની માંનો હાથ પકડી લીધો અને રદતા રદતા કહ્યું.
" માં મને ખબર છે કે બેન બહુ મોટી ભૂલ કરી છે પણ,,, હવે મને માફ કરી દે."
મયંક એ પણ પોતાના હાથ જોડીને કહ્યું.
" અંકલ આંટી મને ખબર છે કે તમે બહુ દુઃખી થયા હતા પરંતુ,,, જે થયું હોય એને ભૂલી જાવ અને તમારી દીકરીને સ્વીકાર કરી લો. તમને નથી ખબર એ તમને કેટલી યાદ કરતી હતી અને હંમેશા રડતી રહેતી હતી."
રાધા એ જોયું કે મયંક ના આંખો માં પણ હળવી ભીનાશ દેખાઈ રહી હતી. મનહર બેન તો તુલસીની આવી હાલત જોઈને જ ઓગળી ગયા હતા પરંતુ છગનલાલ તેની જગ્યાએ મક્કમ હતા તેમણે મોટા અવાજથી કહ્યું.
" જો, તમે બંને જે ભૂલ કરી છે ને, તેના લીધે અમારે શું શું સાંભળ્યું પડ્યું છે તેની તમને ભાન પણ છે? તમે તો અહીંયા થી ભાગીને ચાલ્યા ગયા પરંતુ તેના લીધે અમારી જે બદનામી થઈ તેના લીધે અમારે શું શું ભોગવ પડ્યું છે અને ખાસ કરીને બિચારી રાધા ને શું શું ભોગવવું પડ્યું છે."
ત્યારબાદ છગનલાલ એ પોતાની આંગળી બતાવીને કડક અવાજથી કહ્યું.
" જો તુલસી તારી તબિયત ખરાબ છે હું સમજું છું એટલે જલ્દી થી તારી તબિયત ઠીક કર અને અહીંયા થી ચાલી જા, મને તું મારા ઘરમાં ન જોઈ."
તુલસી કંઈ કહેતી તેની પહેલા જ છગનલાલ ત્યાંથી ઘરના બહાર ચાલ્યા ગયા. ત્યારબાદ તુલસી અને મયંક ત્યાં થોડા દિવસ રહેવાના હતા એક નવી બીમારી પોતાનું માથું ઊંચકી રહી હતી. શહેરમાં તો તેની બહુ વાતો થતી હતી પરંતુ ગામમાં એટલી બીક ન હતી.
રાધા ના ઘરે મોટું ખેતર હતું, જ્યાં તેના મા અને બાપુજી કામ કરવા જતા હતા અને આખો દિવસ મહેનત કરતા હતા અને રાધા ઘરે રહીને તે લોકોના માટે ભાથું તૈયાર કરતી હતી. તુલસી મંદિરે ગઈ હતી અને રાધા બધાના માટે રસોડામાં જમવાનું તૈયાર કરી હતી.
" તું એ જ રાધા છે ને કે તે દિવસે તુલસીની સાથે કોલેજમાં આવી હતી?"
તેના પાછળથી અવાજ સાંભળીને રાધા ડરી ગઈ અને તેનાથી શાકનો ચમચો જમીનમાં પડી ગયો. એણે પાછળ જોયું તો ત્યાં મયંક હતો.
" જીજાજી તમે તો મને ડરાવી જ દીધી."
મયંક થોડો પાછળ હટી ગયો અને તેણે કહ્યું.
" સોરી રાધા મને ખબર નથી કે તું આટલી બધી ડરી જઈશ. તને ધરાવવાનું ન હતો એ તો વાત એમ છે કે અહીંયા વાત કરવા વાળું બીજું કોઈ નથી એટલે મેં વિચાર કર્યો કે તારી સાથે જ વાત કરી લો."
રાધાએ સ્માઈલ કરીને મયંકના તરફ જોયું અને કહ્યું.
" તમે તમારી સાળી થી બેજિજક વાત કરી શકો છો જીજાજી."
" મને તો લાગ્યું કે તમે પણ તમારા મા બાપુજી ની જેમ મારાથી નારાજ છો."
રાધા એ ચૂલામાં થી એક લાકડાને બહાર કાઢીને કહ્યું.
" જુઓ સૌથી પહેલી વાત તો એ કે તમે મને વારંવાર તમે કહેવાનું બંધ કરી દો હું તમારાથી નાનકડી છું અને સાળી છું એટલે તમે મને તું કહી શકો છો."
" અને બીજી વાત?"
રાધા એ એક એક કરીને એમાંથી બધા લાકડા બહાર કાઢી દીધા અને પછી મયંક ના તરફ જોઇને કહ્યું.
" અને બીજી વાત એ કે મારા બાપુ છે તમારાથી નારાજ થઈ શકે છે પરંતુ હું તમારાથી નારાજ કેવી રીતે થઈ શકું? તમે બંને એકબીજાથી પ્રેમ કર્યો છે અને પ્રેમ કરવો કોઈ ગુનો નથી."
રાધાની વાત સાંભળીને મયંક એ રાધા ના ગાલને પકડીને ધીમેથી ખેંચીને કહ્યું.
" તો મારી નાનકડી સાળી આટલી બધી સમજદાર થઈ ગઈ છે અને મને ખબર જ ન પડી?"
દરવાજો ખોલવાનો અવાજ આવી જેનાથી મયંક રાધા થી દૂર જઈને ઉભો રહી ગયો. રાધા ના ગામ મયંક ના સ્પર્શથી લાલ થઈ ગયા હતા પરંતુ આ એક પહેલો એવો મોકો હતો જેનાથી રાધાને પર પુરુષનો સ્પર્શ થયા હતો.
ત્યારબાદ રાધાને આખી રાત નીંદર જ આવી ન હતી અને તેનો હાથ વારંવાર તેના ગાલના તરફ જઈ રહ્યો હતો. જ્યારે મયંકર રાધાના કાનમાં થયું હતું ત્યારે તેના આખા શરીરમાં ઝણઝણાટી થઈ ગઈ હતી. તેના લગ્ન થયા હતા પરંતુ હજી સુધી તેને કોઈને પણ સ્પર્શ થયો હતો જેનાથી તેને અલગ જ ફીલ થઈ રહ્યું હતું.
શું થયું હતું તેની સરખી જાણકારી તેને ન હતી, તેને બસ એટલી ખબર હતી કે આ બધું તેને સારું લાગી રહ્યું હતું. તેને એ વાતની પણ ખબર હતી કે તુલસી ની તબિયત ઠીક થઈ ગયા પછી ત્યાંથી ચાલ્યા જશે પછી તે મયંકની સાથે કદાચ ક્યારે પણ વાત નહીં કરી શકે.
આ વાતનો વિચાર આવતા જ ખબર નહીં પણ તેને આવતું હતું. તેને શું થઈ રહ્યું હતું તે તેને સમજાતું ન હતું. આ કદાચ તેના જીવનના પડતી ની શરૂઆત હતી. કાસ, તે સમયે મનહર બેન એ તે દરવાજાને ખોલ્યો જ ન હોત અને તુલસીને અંદર લીધી જ ન હોય તો કદાચ રાધા આજે જેલના અંદર બંધ ન હોત.