Niyati - 1 in Gujarati Love Stories by Minal Vegad books and stories PDF | નિયતી - 1

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

નિયતી - 1



આખી ઓફિસનું વાતાવરણ ગમગીન હતું. એકદમ શોક છવાયેલો હતો. બધા એકદમ ચૂપચાપ કામ કરી રહ્યા હતા. જે જગ્યા પર હમેશાં બધા મજાક મસ્તી સાથે ખૂબ હળવાશથી કામ કરતા એ જ જગ્યા પર આજે બધા લોકો એકદમ ગંભીર થઈ પોતાનું કામ કરી રહ્યા હતા. નિત્યા તો એટલી ગંભીર દેખાઈ રહી હતી કે જોઈ ને લાગતું હતું કે કદાચ થોડી વારમાં એનો શ્વાસ બંધ થઈ જશે. બીજા લોકો કામ કરવાની કોશિશ કરી રહ્યા હતા.
" નિત્યા, આર યુ ઓકે..??" સર એ આવી ને પૂછ્યું.
નિત્યા એ જાણે કાઈ પણ સાંભળ્યું જ ન હોય એમ સર સામે એકદમ ગુમસુમ ચહેરે જોઈ રહી.
" આઈ થીંક યુ આર નોટ વેલ.... તારે રેસ્ટ ની જરૂર છે. માનસી પ્લીઝ નિત્યા ને ઘરે છોડી ને આવ. ટેક કેર નિત્યા...!!" સર નિત્યા ને ઘરે જવાનું કહી ને પોતાના કેબિન આવી ગયા.
*
" હેલ્લો એવરીવન, આઈ એમ બેક...." વીકી ઘરમાં આવતા ની સાથે જ પોતાનું બેગ સોફા પર ફેંકતા બોલ્યો.
" કેવી રહી ટ્રીપ..?? મમ્મી પાણી ની ગ્લાસ આપતા બોલી.
" ઓસમ...મોમ!!! માઇન્ડ બ્લોઇંગ....!!! વીકી એકદમ ખુશ થતા બોલી રહ્યો હતો.
" બાય ધ વે, હિટલર દીદી આજ ઓફિસ નથી ગઈ કે શું..??" વીકી એ બહાર નિત્યા નું એક્ટિવા જોયું હતું.
" ના... એની તબિયત નથી સારી એટલે આવી ગઈ ઘરે..." મમ્મી પણ નિત્યા ની તબિયત ને લઈ ને ચિંતામાં હતી.
" ડોન્ટ વરી.., હમણાં હું એને બહાર લઈ જાવ છું પછી જોવો તરત ઠીક થઈ જાય છે કે નહિ..." વીકી ઊભો થઈ નિત્યા ના રૂમ તરફ ગયો.
" ઓહ હિટલર દીદી... આમ તો આજુબાજુ વાળા ને ડરાવતી રેહતી હોય છે તો આ તાવ ને કેમ તારી પાસે આવા દીધો...??" વીકી નીત્યાના રૂમ નું બારણું ખોલી ને અંદર આવ્યો.
નિત્યા એ જાણે કાઈ સાંભળ્યું જ ન હોય એમ પોતાના બેડ પર બેઠી રહી.
" તાવ તો નથી..." નિત્યા કાઈ બોલી નહિ એટલે વીકી નિત્યા પાસે ગયો અને કપાળે હાથ રાખી બોલ્યો.
" આર યુ ઓલરાઈટ...?? વીકી નિત્યા પાસે બેસી ગયો પરંતુ નિત્યા પાસેથી કોઈ જવાબ મળ્યો નહી.
" ઓકે... લેટ્સ ગો.." વીકી ઊભો થયો અને નિત્યા ને ઉભા થવા માટે કહ્યું
" મારે ક્યાંય નથી જવું. આઈ વોન્ટ ટુ બી અલોન..!! નિત્યા ક્યાંય બહાર જવાના મૂડ માં નહોતી.
" તારે આવવું જ પડશે...." વીકી નિત્યા ની કોઈ પણ વાત સાંભળ્યા વગર તેને હાથ પકડી ને ખેંચી ને બહાર લઈ આવ્યો.
" અરે... ક્યા જાવ છો તમે બન્ને...??" મમ્મી એ વીકી ને પૂછ્યું.
" હિટલર દીદી નું મૂડ તો ઠીક કરવું પડશે ને...આવી એ થોડી વારમાં ..." વીકી એ કાર નો ડોર ખોલી નિત્યા ને બેસાડી દીધી.

વીકી નિત્યા ને તેની ફેવરિટ જગ્યા પર લઈ ને આવી ગયો. આ જગ્યા થોડી સિટી ની બહાર હતી. બહુ મોટો પહાડ તો નહોતો પરંતુ થોડું ઊંચું શિખર જેવું હતું. આમ પણ જુલાઈ મહિનો ચાલી રહ્યો હતો એટલે આજુબાજુ હરિયાળી છવાઈ ગઈ હતી. વાતાવરણ એકદમ વાદળછાયું હતું અને જોરજોરથી પવન ફુંકાઈ રહ્યો હતો.
" નિત્યા જસ્ટ ટેક અ ડીપ બ્રીથ એન્ડ ટેલ ની વોટ હેપ્પંડ...??" નિત્યા એક પત્થર પર બેઠી હતી વીકી તેની પાસે જઈ તેના હાથ પર હાથ રાખી ને શાંતી થી પૂછી રહ્યો હતો.
" અભી ઈઝ નો મોર ...." નિત્યા થોડી વાર તો ચૂપચાપ જ બેસી રહી પછી હિંમત એકઠી કરી બોલી.
" વ્હોટ....?? અભી મીન્સ અભિષેક રાઈટ...?? યોર સિનિયર કલીગ કમ બેસ્ટફ્રેન્ડ...!!! વીકી થોડું ઘણું અભિષેક વિશે જાણતો હતો. નિત્યા ઘણી વાર વીકી ને અભી વિશે વાત કરતી હતી.
નિત્યા એ જવાબમાં ફક્ત પોતાની ડોક હલાવી.
" ઓહ..... " વીકી ને પણ કાઈ સમજાયું નહિ કે શું કેહવુ. વીકી નીત્યાની બાજુમા બેસી ગયો અને નિત્યાનું માથું હળવેકથી પોતાના ખભા પર નમાવી દીધું અને ધીમે ધીમે તેના માથા પર હાથ ફેરવવા લાગ્યો.
" જસ્ટ ક્રાય..... જસ્ટ ક્રાય..." વીકી નીત્યાએ પોતાની અંદર છૂપાવી રાખેલો બોજ હળવો કરવાની કોશિશ કરી રહ્યો હતો.
" કદાચ.....કદાચ...હું..અભી...અભીને બચાવી...હું અભી ને...બચાવી....શકી...બચાવી શકી હોત ......." નિત્યા બોલવાની કોશિશ કરી રહી હતી પણ ગળામાં ડૂમો બાજેલો હતો એટલે એ સરખું બોલી શકતી નહોતી.
" નીતિ.... ઈટ્સ ઓકે..!!! ઇટ્સ ઓકે..!! પેહલા તો તું મન ભરીને રડી લે. નીતિ જસ્ટ ક્રાય...!!" વીકી નિયતિને ગળે લગાવીને પીઠ પાછળ હાથ ફેરવી દિલાસો આપવાની કોશિશ કરી રહ્યો.
અને કદાચ નિયતિ ને પણ ક્યારની આવા જ કોઈ દિલાસા ની જરૂર હતી. અત્યાર સુધી નિયતિ એ આંખ આગળ બંધ બાંધી રાખ્યો હતો એ આખરી તૂટી ગયો. નિયતિ વીકી ના ખભે માથું રાખી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. વીકી એ પણ નિયતિ ને રડવા જ દીધી. તે જાણતો હતો કે એ મન ભરી ને રડી લેશે એટલે આપોઆપ શાંત થઈ જશે.
" 25 જાન્યુઆરી 2024 હું મારી પેહલી જ જોબ માટે ઈન્ટરવ્યુ આપવા માટે ગઈ હતી." નિયતિ એ દૂર આકાશ ને તાકતા પોતાની વાત શરૂ કરી. નિયતિ હવે થોડી હળવી લાગી રહી હતી.
" મને સેટરડે ના પાંચ વાગ્યા નો ઈન્ટરવ્યુ માટેનો ટાઇમ આપ્યો હતો." વીકી આ બધી બાબત થોડીઘણી જાણતો હતો છતાંપણ એ નિયતિ ને ધ્યાનથી સાંભળી રહ્યો હતો. એ જાણતો હતો કે જો નિયતિ પોતાની કહાની બીજાને કેહશે તો અંદરથી એને થોડી શાંતિ થઈ જશે.
" હું સાડા ચારે જ ઓફિસ પહોંચી ગઈ હતી. રીસેપ્સન પરથી ઓફિસ માં વેઇટ કરવાનું કહ્યું. ઓફિસ માં કોઈ જ હતું નહી એટલે હું ઓફિસની બહાર જ સોફા પર બેસી ગઈ." નિયતિ થોડી વાર અટકી.
" પ્લીઝ કમ ઈન.... " હું તો મારા ધ્યાન માં જ ઈન્ટરવ્યુ વિશે વિચારી રહી હતી ત્યાં એકદમ સ્વીટ શબ્દ મારા કાને પડ્યા. મે નજર ઊંચી કરી ઉપર જોયું ત્યાં તો એકદમ હેન્ડસમ મેન મારી સામે ઊભો હતો. એકદમ ઈસ્ત્રી ટાઈટ વ્હાઇટ શર્ટ અને નેવી બ્લૂ પેન્ટ સાથે ફોર્મલ કપડામાં એકદમ પરફેક્ટ દેખાઈ રહ્યો હતો.
" અરે નિયતિ હવે તું કોલેજ માં નથી. કોલેજ કે દિન તો અબ કબ કે ખતમ હો ચૂકે હૈ..પાગલ કહી કી...!! અબ તું બોસ કો ભી નહિ છોડેગી ક્યા..?? શેમ ઓન યુ નિયતિ..!! નિયતિ મનમાં ને મનમાં ખુદને જ ગાળો આપી રહી હતી." અત્યારે વીકી ની સામે બેઠા પણ નિયતિ ના ચહેરા પર હળવી સ્માઇલ આવી ગઈ.
સર એ બેસવાનું કહ્યું એટલે નિયતિ ચેર પર બેઠી. ટેબલ પર નેઇમ પ્લેટ માં નામ વાચ્યું તો નિયતિ થોડી વિચારમાં પડી ગઈ.
" મહેન્દ્ર સિંહ.... ફેસ પરથી તો એકદમ અત્યારનો મોડર્ન હીરો લાગે છે અને નામ છે મારા દાદાના જમાનાનું મહેન્દ્ર..." નિયતિ પોતાના મનમાં ને મનમાં જ મોઢું બગાડતા વાતો કરી રહી હતી.
" સો મિસ. નિયતિ... જસ્ટ ટેલમી અબાઉટ યોર સેલ્ફ.." સર નો અવાજ સાંભળી નિયતિ પોતાના વિચારોમાંથી બહાર આવી.
" મિહિર...મયંક...મિત... આવું એકાદ નામ રાખ્યું હોત તો એની પર્સનાલિટી ને એકદમ મેચ થઈ જાત." નિયતિ હજુ એની જ દુનિયામાં ખોવાયેલી હતી.
" એક્સક્યુઝમી મેડમ.. આર યુ હીઅર...??" પેલા એ ફરી ટેબલ પર ટકોરા મારતા પૂછ્યુ.
" આઈ એમ સોરી સર.... માય સેલ્ફ નિયતિ...." નિયતિ એ બધા જ પ્રશ્ન ના વ્યવસ્થિત જવાબ આપ્યા.
" ઇફ યુ આર સિલેક્ટેડ... વી વિલ ઇન્ફોર્મ યુ વેરી સુન...." સર એ ઈન્ટરવ્યુ પૂરું કરતા કહ્યું.
" ઓકે... થેંક યુ સો મચ સર...." નિયતિ પણ થોડો ઊંડો શ્વાસ લેતી ઓફિસની બહાર નીકળી ગઈ.
ઘરે આવી ને પણ નિયતિ મહેન્દ્ર સર ને જ યાદ કરી રહી હતી. હજુ પણ નિયતિ સામે મહેન્દ્રનો ચહેરો જ દેખાઈ રહ્યો હતો. અને મનમાં એ જ પ્રાર્થના કરી રહી હતી કે પોતે જોબ માટે સિલેક્ટ થઈ જાય.
" નામ થોડું જુનવાણી છે પણ બોય એકદમ ડેશિંગ છે એ જ કાફી છે.... બટ એ કોઈ એમ્પ્લોઇ નથી કે તું એના વિશે વિચારી રહી છું. એ એક બોસ છે.... સો નિયતિ નો ચાન્સ... તારા વિચાર પર અહી જ બ્રેક લગાવી દે એ જ બેટર છે તારી લાઈફ માટે અને તારા કરિયર માટે પણ..." નિયતિ પોતાના રૂમ માં બેઠી બેઠી વિચારી રહી હતી.




To be continue......





Thank you
⭐⭐⭐⭐⭐