ગીરજાને સ્કૂલનો આજે પહેલો દિવસ હતો. એની મમ્મીએ એને બહુ મસ્ત તૈયાર કરી હતી. બ્લુ અને સફેદ કલરનો પેટીકોટ શર્ટ વાળો ડ્રેસ. બ્લુ કલરની રીબન માથામાં. વાઈટ કલર ના મોજા અને કાળા કલરના શુઝ. બ્લુ કલરનું બેગ અને વાઈટ કલરની પાણીની બોટલ.... ગીરજાને આટલી બધી વસ્તુઓ મળી હતી નવી નવી એ બહુ જ ખુશ હતી. ..... 🥳
સ્કૂલે જતા ગીરજાને એક ક્લાસરૂમમાં બેસાડવામાં આવી...... આ ક્લાસરૂમમાં એના જેવી બીજી 36 છોકરીઓ હતી. ....ગીજા બધાને જોતી હતી.....બધાને પાસે એના જેવા સ્કૂલ ડ્રેસ અને પાણીની બોટલ પણ હતી. એને ક્લાસમાં બેસવું અને બધી છોકરીઓ સાથે વાતો કરવી ગમવા લાગી.👯♂️👯♂️
પહેલા દિવસે એક ટીચર આવ્યા અને આખો દિવસ ભણાવ્યું... બીજા દિવસે બીજા ટીચર આવ્યા એમણે પણ ભણાવ્યું. . . ત્રીજા દિવસે ફરી પહેલા દિવસે આવેલા ટીચર આવ્યા. .. મસ્ત બેંગોલી સાડી, ગોરી ગોરી ચામડી, સરસ મેકઅપ કરેલો અને લાલ લાલ લિપસ્ટિક, કપાળ પર મોટો ચાંદલો અને ખુલ્લા વાળ. ..💁♀️💁♀️
" આજે આપણે ચિઠ્ઠી ઉપાડી અને મોનિટરની ચૂંટણી કરીશું. ...મોનિટર એ ક્લાસમાં બધા અવાજ ના કરે એનું ધ્યાન રાખવાનું હોય
...
ટીચર કોઈ સૂચના આપે તો મોનિટર બધા ક્લાસની છોકરીઓને જાણ કરે અને મોનિટર ક્લાસની સમસ્યાને ટીચરને પણ જાણ કરે......આપણે આજે ચિઠ્ઠી ઉપાડી અને મોનિટરની ચૂંટણી કરીશું"
" ગીરજા કોણ છે.??? ...ગિરજા જલ્દી ઊભી થાય અને મારી પાસે આવે મોનિટરની કેપ લઈ જાય... "🤠
ગીરજા ઊભી થઈ ટીચર પાસે ગઈ. ...ટીચર એને સરસ રીતે મોનિટરની કેપ પહેરાવી અને આખા ક્લાસ એગ્રી માટે ક્લૅપ કર્યું.... 👏👏👏
ગીરજા ને આજે ક્લાસમાં ખૂબ મજા આવી. ગીરજા ના જીવનમાં પહેલીવાર આટલા બધા લોકોએ એના માટે તાળીઓ વગાડી.....ગીરજા ને એવું લાગતું હતું કે પોતે કોઈ મોટું કામ કર્યું હોય અને એને મોનિટર તરીકે નીમવામાં આવી.....એટલે એને કોઈ ડિગ્રી મળી હોય એટલી ખુશ થતી હતી.. 💃💃💃
રોજે ગીરજા ક્લાસમાં કોઈ અવાજ ના કરે એનું ધ્યાન રાખે અને ટીચર સાથે રોજની અપડેટ શેર કરે.....ટીચર પણ બીજાને ખૂબ વહાલથી રાખતા હતા......ગીરજાને અવારનવાર એના કામ બદલ સાબાસી આપતા અને ક્યારેક ક્યારેક તો ટીચર બીજાને ચોકલેટ પણ આપતા..... 💐
એકવાર ટીચરે ગીર જાને માથામાં તેલ નાખી અને બે ચોટલા વાળી લાવવાનો કહ્યું. ગીરજા ની મમ્મી ફ્રી ના હોવાથી એણે ફટાફટ એક ચોટલો વાળી દીધો અને રીબન નાખી દીધી. ગીરજા એની મમ્મી પર બહુ જ ગુસ્સે થઈ😡
" મમ્મી મારા ટીચરે બે ચોટલા વાળવાનું કહ્યું છે....તું મને બે ચોટલા વાળી દે......ગમે તેમ કરીને નહીં તો મારા ટીચરને હું નહીં ગમું.... "
" એવું ના હોય....બેટી ......ટીચર એ તને કહ્યું હોય પણ કદાચ તો એક ચોટલો વાળીને જાય તો ટીચર ને તું ના ગમે એવું ના હોય.....તો ટીચર ને કહેજે કે મમ્મી આજે ફ્રી નહોતા એટલે બ એક ચોટલો વાળી દીધો છે.... "
" ના એટલે ના ....એટલે ના...તું મને બે ચોટલા વાળી દે... "
ના ચુટકે ગીર જાની ની મમ્મીએ એને બે ચોટલા વાળી દેવા પડ્યા.. . . . 🤣
ગીરજા ને પોતાના ટીચર બહુ જ ગમતા હતા. એને લાગતું હતું કે ટીચર કેટલું સરસ ભણાવે છે......ટીચર જે બી ગુજરાતીમાં ભણાવે છે મને બધું આવડી જાય છે.......ટીચર હિન્દી અને ઇંગલિશ પણ કેટલું કરાટ બોલે છે....... ટીચર તો એકદમ મસ્ત લાગે છે......ટીચર ને બધા કેટલો માન પાન આપે છે. .....ટીચર ક્લાસમાં આવે એટલે કેટલો વટ પડતો હોય છે...બધા છોકરાઓ ટીચરને જોઈને ઊભા થઈ જાય અને ગુડ મોર્નિંગ ટીચર, ગુડ મોર્નિંગ ટીચર કરતા હોય છે....
ટીચર નો સ્કૂલમાં પણ કેટલું માન પાન..... અમારે એન્યુઅલ ડે થાય ત્યારે ટીચર ઇંગ્લિશમાં કેવી સરસ સ્પીચ આપે .....મારા સોંગ મારી બહેનપણીના મમ્મી પપ્પા...બધાના મમ્મી પપ્પા કેવી તાળીઓ વગાડે. . .👏👏👏
ગીરજા એના ટીચર કે એમ જ કરતી હતી. ઘરે પણ એના ટીચરે કંઈ શીખવાડી હોય તો એની મમ્મી અને પપ્પાને શીખવાડતી રહેતી કે અમારા ટીચરે આમ કહ્યું છે, અમારા ટીચરે તેમ કહ્યું છે.
ટીચર એ હાથ ધોયા પછી જ જમવાનું કહ્યું હોય તો ગીરજા જેટલી વાર જ ગમે એટલી વાર હાથ ધોઈને જ જામે...... ટીચરે 10:00 વાગે સૂઈ જવાનું કહ્યું હોય તો ઘેર 10:00 વાગે સૂઈ જ જાય...... ટીચરે એક દિવસ બધા બાળકોને એવું કહ્યું કે
" નાસ્તામાં તીખું...તળેલો નાસ્તો....લાવવો નહીં બધાએ ફણગાવેલા કઠોળ...પરોઠા...શાક
..સુકો નાસ્તો..
.
આવો બધો નાસ્તો લઇ આવો કોઈએ બહારનો નાસ્તો લાવો નહીં"
હવે ગીરજા ઘરે જઈને એના મમ્મીને ટીચરે નાસ્તા વિશે કહ્યું એ બધું જ કહે છે અને મમ્મીને આગ્રહ કરે કે હવે એને એવો જ નાસ્તો ભરી દે.
ગીર જાની મમ્મીને થતું ક કે ગીરજા એના ટીચર ની બધી વાત માને. ..હવે ગીરજા પાસે કોઈ વાત મનાવી હોય તો એના ટીચર પાસે કહેવડાવવું પડે...એના ટીચર પ્રત્યે આટલું બધું માન સન્માન છે .....આટલો બધો પ્રેમ છે
બીજાને કોઈ સગાવેલા ઘરે આવે અને પૂછે કે
"તારે શું બનવું છે? "
તો ગીરજા કહેતી કે
"મારે ટીચર બનવું છે"
"અચ્છા કયા ટીચર તને ગમે છે"
" મને મારા રોશની ટીચર ગમે છે...હું મોટી થઈને રોશની ટીચર થઈશ.... "🥳
**** ****"
જેટલા લોકો ભણેલા છે એટલા લોકોનો પહેલો પ્રેમ એમના કોઈ ટીચર જ હશે આપણામાંથી બધા જ નો પહેલો પ્રેમ એ આપણા સ્કૂલના ટીચર હોય આપણામાંથી ઓલમોસ્ટ બધા જ ને પહેલા ટીચર જ બનવું હોય છે પછી જિંદગી ક્યાં લઈ જાય છે ખબર નથી પણ આપણો પહેલો 24 વાળો પ્રોફેશન આપણે બધાને ટીચર જ બનવું હોય છે