A life of touch in Gujarati Women Focused by Heena Hariyani books and stories PDF | સ્પર્શ નુ જીવન

Featured Books
Categories
Share

સ્પર્શ નુ જીવન

હર્ષ અને તેના મમ્મી ઓપરેશન થિયેટર ના દરવાજા તરફ એક ધારા જોઇ રહ્યા હતા.સિયાને સાતમો મહિનો ચાલી રહ્યો હતો પણ આજ સવારે અચાનક સિયાની તબિયત બગડતા હોસ્પિટલ માં એડમીટ કરવામાં આવી. સિયાને પેલેથી જ ખબર હતી કે,તેની પ્રેગ્નેન્સીમાં કોમ્પલીકેશન આવશે જ.સિયાના રિપોર્ટ મુજબ તેનુ ગર્ભાશય નબળુ હતુ અને બીજા કોમ્પલીકેશન પણ જણાય રહ્યા હતા.પરંતુ સિયા એ પણ જાણતી હતી કે તેનો પતિ કેટલા સમયથી તેના જીવન માં એકબાળક ઝંખી રહ્યો હતો જેની સાથે તે પોતાનનુ બાળપણ જીવંત કરી શકેમાટે સિયાની પ્રેગ્નેન્સી માટે તે પણ ખૂબ ઉત્સાહિત હતો.હષૅની વાતોમાં ધણા સમયથી તેનુ બાળપણ જ ગુંજતુ હતુ. હષૅનુ તેના બાળક માટેનુ આ એક્સાઇટમેન્ટ સિયા સમજી શકતી હતી. તેથી કોઈપણ રિસ્ક લઈ ને સિયા પ્રેગ્નેન્સી કન્ટીન્યુ કરી હતી .જો કે સિયાની આ મેડિકલ કન્ડીશનથી હષૅ પણ અજાણ ન હતો.બન્ને ને એવી આશા અને શ્રધ્ધા હતી કે જે ઈશ્વરે કોખ માં જીવ આપ્યો છે તેને આજ ઈશ્વર જીવન પણ આપશે જ.ઈશ્વર સાથેના આ સથવારા સાથે દિવસો વિતતા જાય છે.
આજ સિયા ની તબિયત અચાનક બગડી હતી.અતિશય દુખાવા સાથે તેને હોસ્પિટલાઈઝ કરવામાં આવી.ડૉકટરના ચેકઅપ સલાહ અને મેડિકલ કન્ડિશન ધ્યાનમાં લેતા,ઈમરજન્સી ના ભાગ રૂપે સિયાની ઓપરેશન દ્વારા ડિલેવરી કરાવવાનુ નક્કી કરવામાં આવ્યુ .આ સમયે હષૅની એક પિતા અને પતિ તરીકે કપરી કસોટી હતી .પરંતુ એક અઢળક આશા સાથે માં બનવા ના ઊંબરા પર ઊભી સિયાના ચહેરા પર એક અલગ જ આત્મવિશ્વાસ હતો.આ સમયે એક વખત ડૉકટર ને પણ ડર હતો કે પ્રિમેચ્યોર ડિલીવર ઇઝ નોટ મેચ્યોર એવરીટાઈમ.
સિયા ઓપરેશન ના કપડા પહેરિ રેડી છે.ઓપરેશન ટેબલ પર જ્યારે સિયા ને સૂવડાવવામાં આવે છે,ત્યારે સિયાની અંદર એક અલગ જ આત્મવિશ્વાસ હોય છે કે તેના બાળક ને કઈ જ થશે નહીં.હમણા રડતુ રડતુ આવશે ને આખા ઘર ને હસી ખુશીઓથી ભરી દેશે.
પરંતુ કહ્યુ છે ને કે આપણા પ્લાન કરતા ઈશ્વર ના પ્લાન અલગ હોય છે.એકધારી નજર દરવાજા પર ટકાવી ને ઓપરેશન થિયેટર ની બહાર બેઠેલો હર્ષ અંદરથી અનેક ડરામણી વિચારોની માયાજાળમાં ફસાયેલો પિતા દયનીય લાગે છે .
અચાનક ઓપરેશન થિયેટરમાં ડૉકટર ની હિંલચાલમાં ફર્ક આવી ગયો હતો નર્સૅની દોડધામ વધી ગઇ. બાળક રડવાના અવાજ સાંભળવા ઉતાવડો હષૅ હજુ રાહ જ જોઈ રહ્યો હતો.ડૉક્ટર બહાર આવી હર્ષ સાથે કઇક વાતચીત કરવાન માગે છે, તેવવો ઈશારો હષૅને મળે છે.હષૅ ડૉકટર ની ચેમ્બરમા જાય છે .
ડૉક્ટર ના શબ્દો હર્ષ માટે દુનિયાના સૌથી ડરામણા શબ્દો હતા.
સોરી હર્ષ, ધ ચાઇલ્ડ ઈઝ નો મોર..હર્ષ જમીન પર ફસડાઈ પડે છે.રડવુ પોતાનુ સરનામુ અને સ્વરૂપ બદલી ચૂક્યા હતા.ડૉકટર હર્ષ ને હિંમત થી કામ લેવાની સલાહ આપે છે અને હર્ષ પરિસ્થિતિ સંભાળવાનો પ્રયત્ન કરે છે.
ઓપરેશન થિયેટર ના બેંચ પર સૂતી સિયા પણ બાળક ના રડવાનો કોઇ જ અવાજ ન સાંભળતા વારંવાર બાળક ની તબિયત વિશે પૂછી રહિ હતી.થોડી સમજાવટ પછી સિયા શાંત થાય છે અને હષૅને રિકવેસ્ટ કરે છે કેતે એક વખત તેના બાળક ને જોવાની માંગણી કરૈ છે.હષૅ થી પાસે કોઈ જવાબ ન મળતા તે હષૅની હાલત અને આંખ વાચતા હર્ષ ને પૂછે છે કે બાળક ક્યાં છે અને તેને શું થયુ છે.
ત્યારે હર્ષ સિયાનો હાથ પોતાના હાથ માં લઈ રડી પડે છે.સિયા હર્ષ ના આ સ્પશૅને સમજી જાય છે.છતા સિયા આ વાત માનવા તૈયાર હોતી નથી. આસુનો સૈલાબ હવે ચાર આંખોથી ચોધાર વહેતો હતો.આજ સિયાએ બાળક ની સાથે સાથે ઈશ્વર પરનો ભરોસો પણ ગુમાવ્યો.
સિયા હર્ષ ને રિક્વેસ્ટ કરે છે કે તે એક વખત તેના બાળક જોઈ ને છાતી એ લગાડી રડવા માંગે છે.ડૉક્ટર પણ મંજૂરી આપે છે.
સિયા જેવુ તેના બાળક ને છાતીએ લગાડી રોવે છે કે જાણે બાળક પણ તેની માતાનો સ્પર્શ પામી ગયુ હોય તેમ ચમત્કારીક સ્પર્શ ની અનુભૂતિ થઈ હોય તેમ બાળક પણ અચાનક રોવાનુ શરૂ કરી દે છે.ડૉક્ટર, નસૅ આ ચમત્કાર જોઈ જ રહે છે.તાત્કાલિક બાળક ને જરુરી ટ્રીટમેન્ટ આપી બચાવી લેવામાં આવે છે.

મોરલ ઓફ ધ સ્ટોરી ઈઝ: 🎀 જો પતિ પત્નિ બન્ને એકબીજાનો હાથ પકડી,સ્પર્શ ને સમજનાર હોય તો ગમે તેવા મોટા દુઃખ નો સામનો સરળતાથી થઈ શકે છે.

🎀ઈશ્વરે માં અને બાળક ના સ્પર્શ ને એટલો મજબૂત અને તાકાતવાન બનાવ્યો છે કે બાળક જ્યારે મા ની હૂફ મહેસુસ કરે ત્યારે ચમત્કાર પણ શક્ય છે જ
- હીના રામકબીર હરિયાણી