સ્વપ્નાસ્ત્ર
પરિસ્તાન આવીને, પરી એ ઘણા દિવસો આરામ કર્યો. અહી એક દિવસ, વિરપરી તેની સખીઓ સાથે બેઠી હતી, ત્યારે કોઈએ પૂછયું, “વિરપરી, તું પૃથ્વી પર ફરીને આવી, ત્યાં શું જોયું?” આથી, વિરપરીએ તેણી સખીઓને પૃથ્વી પર જે જોયું અને જે અનુભવ્યું તે વિગતવાર કહ્યું. આ જાણી પરીની સખીઓને પૃથ્વી જોવાની ઈચ્છા થઈ. તેઓએ પરી ને કહ્યું, “અમારે પણ પૃથ્વી, સ્વર્ગ, નરક અને સર્પલોક જોવા છે.” પરી તેમની સાથે સમંત થઈ. બધી પરીઓ રાજા પરાવીર પાસે અનુમતિ લેવા ગઈ.
રાજાએ વિરપરી ને બધી પરીઓ નું ધ્યાન રાખવાની જવાબદારી સાથે અનુમતિ આપી.
આમ, વિરપરી અને અન્ય નવ કુલ દસ પરીઓ એ પૃથ્વી પર પ્રસ્થાન કર્યું. બધી પરીઓ રાજી રાજી થઈ ગઈ. પૃથ્વી પરનું વાતાવરણ મનમોહક હતું. પરીઓએ ધરાઈને જંગલમાં કુદરતી સોંદર્ય ની મજા માણી. તેવામાં સાંજ થઈ ગઈ. પરીઓ ફરી ફરીને થાકી ગઈ, આથી એક જગ્યાએ થાક ખાવા બેઠી. ધીરે ધીરે રાત્રી થવા લાગી, અને અંધકાર ચારે તરફ છવાઈ ગયો. વિરપરી એક મોટી શિલાને ટેકો દઈ, આકાશ તરફ મોં કરીને બેઠી હતી. વાતાવરણ શાંત હતું, થાકેલી પરીઓ ને નિદ્રા સામટી ફરી વળી.
તેટલામાં, પરીએ ઝાંઝરનો અવાજ સંભાળ્યો. તે અવાજ તરફ આકર્ષાઈ. તેણે જોયું કે એક નાની છોકરી ચાલી રહી હતી. તે છોકરી એક મોટા ઝાડ પાસે જઈને અદ્રશ્ય થઈ ગઈ. પરીએ આ બધું જોયું. પરી તે ઝાડ પાસે ગઈ અને તે છોકરીને શોધવા લાગી. તે ક્યાય નજરે ન પડી, પણ તે ઝાડના થડ પાસે એક શસ્ત્ર પડેલું જોયું. અને પરીએ એ શસ્ત્રને હાથમાં લીધું.
એ સમયે, કોઈએ બોલ્યું, “વિરપરી, વિરપરી, ક્યા સપના માં ખોવાઈ ગઈ છે?” પરીએ ઘાઢ નિંદ્રા માંથી આંખો ખોલી અને જોયું સવાર થઈ ગઈ હતી. અને તેના હાથમાં જોયું તો, તે આશ્ચર્યમાં પડી ગઈ. પેલું સપનાવાળું શસ્ત્ર તેના હાથમાં હતું. પરીએ આ વિષે તેણી સખીઓને જણાવ્યું. બધાને નવાઈ લાગી.
વીરપરી ને કઈ સમજાયું નહિ તેથી સ્વપ્ન માંથી મળેલા આ શસ્ત્રનું નામ પરીએ સ્વપ્નાસ્ત્ર રાખ્યું.
પરીએ કહ્યું, "સખીઓ, આ શસ્ત્ર કોનું હશે?" આ સાંભળીને બીજી પરીઓમાંથી એકે કહ્યું, “વિરપરી, એ જેનું હશે તેને આપણે શોધી લઈશું. પહેલા મને એ કહે કે સ્વર્ગ ક્યાં છે?” વિરપરીએ કહ્યું, “માફ કરજો સખીઓ, પણ સ્વર્ગ જવાનો માર્ગ મને નથી ખબર. હું ઈન્દ્રરાજા ની પાછળ-પાછળ ત્યાં ગઈ હતી, અને ઈન્દ્રરાજા મને નરકની બહાર મળ્યા હતા. નરકમાં યમરાજા સાથે. હવે અહી ઇન્દ્ર રાજા કે યમરાજા...” એટલું બોલતા જ સ્વપ્નાસ્ત્રમાંથી યમરાજાનો પડછાયો નીકળ્યો. આથી, વિરપરીએ કહ્યું, ‘આ એ જ યમરાજાની છાયા છે. ચાલો, ત્યારે નરકમાં. આ છાયા ત્યાજ જશે.’
આમ, બધી પરીઓ છાયા સાથે નરકમાં પહોંચી. નરકના દર્શન કરી, પરીઓ બહાર નીકળી. હવે વિરપરી બોલી, ‘હવે અહી ઈન્દ્રરાજા.’ તે સમયે સ્વપ્નાસ્ત્રમાંથી ઈન્દ્રરાજા નીકળ્યા. બધી પરીઓ ઈન્દ્ર સાથે સ્વર્ગમાં ગઈ. પરંતુ, અહિયાં તો આશા કરતા વિપરીત દ્રશ્યો હતા. ઈન્દ્રરાજા એકલા સિહાસન પર બિરાજમાન હતા અને અત્યંત દુઃખી નજરે પડ્યા.
ઘણી બધી પરીઓને સ્વર્ગમાં જોઈ તેઓ સ્વસ્થ થયા. પરીએ તેમની આવી હતાસાનું કારણ પૂછ્યું. ઈન્દ્રરાજાએ કહ્યું, ‘ઘણા સમયથી સ્વર્ગમાં કોઈ આવતું નથી. પૃથ્વી પર પાપ, અત્યાચાર અને કળિયુગ વધી રહ્યા છે. કોઈ વ્યક્તિ સ્વર્ગને લાયક નથી. અહિયાં હવે એકલતા સિવાય કઈ જોવા જેવું નથી.’ આ સાંભળી વિરપરીને દુઃખ થયું. ઈન્દ્રરાજાને આસ્વાશન આપી, પરીઓએ સ્વર્ગમાંથી વિદાઈ લીધી. પરીઓ સ્વર્ગની બહાર આવી.
હવે, પરીને સમજાઈ ગયું કે, જે કોઈ વ્યક્તિનું નામ સ્વપ્નાસ્ત્ર પાસે બોલવામાં આવતું હતું, તે વ્યક્તિની છાયા એમાંથી નીકળતી અને જ્યાં તે વ્યક્તિનો વસવાટ હોય, ત્યાં જઈને અદ્રશ્ય થઈ જતી.
Next part is coming soon.......
સ્વર્ગનો મહોત્સવ
HARSHIKA SUTHAR