Be Ghunt Prem na - 20 in Gujarati Love Stories by Nilesh Rajput books and stories PDF | બે ઘૂંટ પ્રેમના - 20

Featured Books
Categories
Share

બે ઘૂંટ પ્રેમના - 20


" કાકા શું તીખા સમોસા બનાવો છો તમે !.. જરા ચટણી નાખજો ને!" સંજયે કહ્યું.

ત્યાં જ એમનો જીગરી યાર વૈભવ બોલ્યો. " તીખું ખાવાનું ઓછું રાખ ભાઈ...."

" આજ તું મને રોક નહિ એક તો એમ પણ સવારે કંઇ નાસ્તો નથી કર્યો અને એમાં આ પ્રોફેસરે એક કલાક સુધી લેક્ચર જ આપ્યો છે.., કાકા તમે જલેબી બનાવો છો??"

" ના ઓનલી સમોસા, બર્ગર એન્ડ પિઝા...."

" કાકા એક ફાયદાની વાત કહું તમને, તમે આ સમોસાની સાથે જલેબી પણ ચાલુ કરી દો...પછી જોવો તમારો બિઝનેસ કઈ રીતે દસ ગણો વધી જાય છે..."

" ભાઈ શું કરવા કાકાને પરેશાન કરે છે...જે ધંધો કરે એને કરવા દે ને..."

" હા પણ હું તો બસ એમને સજેસન આપતો હતો..."

" એય ત્યાં જો પેલો છોકરો એ જ છે ને જે ક્લાસમાં લેટ આવ્યો હતો..."

" હા પણ બિચારો એકલો કેમ બેસ્યો? ચલ તો એની સાથે વાત કરીએ..."

સંજય અને વૈભવ બન્ને કરન પાસે આવીને બોલ્યા.

" હેય બડી....વોટ્સ યોર નેમ?"

" કરન...કરન સોજીત્રા ..."

" હાઈ...મારું નામ સંજય છે અને આ મારો મિત્ર વૈભવ..."

" હાઈ..." વૈભવે કરન સાથે હાથ મિલાવતા કહ્યું.

" તે આ કાકાના હાથના સમોસા ચાખ્યા?"

" ના..." કરન હજુ થોડોક ગભરાતો હતો.

" નહી!!....એક મિનિટ હમણાં ઓર્ડર કરું છું...અરે વૈભવ..."

વૈભવ તુરંત સંજયના કહ્યા પહેલા જ સમોસા લેવા જતો રહ્યો.

" આ અંકલ શું સમોસા બનાવે છે! એક નંબર...તું ખાઈશ ને એટલે તારું દિલ ખુશ થઈ જશે..."

કરન બસ સ્માઈલ આપતો સંજયની વાતમાં હામી ભરી રહ્યો હતો. સંજયને આ જોઈને થોડુંક અજીબ લાગ્યું એટલે બોલ્યો. " આ કોલેજમાં તારો કોઈ દોસ્ત નથી?"

" ના સ્કૂલના જે ફ્રેન્ડસ હતા એ બધા એ બીજા કોલેજમાં એડમિશન લઈ લીધું.... એટલે અત્યારે તો આ કોલેજમાં મારો કોઈ દોસ્ત નથી..."

" તો પેલી છોકરી કોણ હતી? જેની સાથે તું આવ્યો હતો હે?"

" અરે હું તો એને ઓળખતો પણ નથી.... એ તો અમે બસ એકસાથે થઈ ગયા....એટલે..."

" રિલેક્સ... બ્રધર.....લે સમોસા આવી ગયા...ટેસ્ટ કર..."

વૈભવે કરન સામે સમોસાની ડીસ મૂકી દીધી.

" એક જ... તમારા માટે?"

" અમે તો બે બે સમોસા ઝાપટી લીધા છે તું ટેસ્ટ તો કર..."

કરને ફટાફટ સમોસુ ખાઈને પૂર્ણ કર્યું ત્યાં સંજયે કહ્યું. " તો કેવું લાગ્યું સમોસુ ટેસ્ટી હતું ને?"

" હમમ...પણ કેટલા પૈસા થયા?" પોકેટમાં હાથ નાખતા કરને પૂછ્યું.

" શું યાર ! પૈસાનું નામ લઈને તે તો મૂડની ઐસી તૈસી કરી નાખી....વૈભવ કઈક બોલ તું એને મારા વિશે..."

ત્યાં જ વૈભવ કરનની એકદમ બાજુમાં બેસી ગયો અને કરનને જ સંભળાય એ રીતે કહ્યું. " આ સંજય મામૂલી સંજય નથી...કરોડપતિનો દીકરો છે એ..... પાંચ છ કાર, બે ત્રણ બુલેટ અને દસેક બાઈક તો એમ પડી છે એના ઘરે...."

કરન આંખના પલકારા માર્યા વિના ઘડીક વૈભવ સમુ તો ઘડીક સંજય સમુ જોવા લાગ્યો. ત્યાં જ સંજયે વૈભવના માથા પર ટપલી મારી અને કહ્યું. " જોયું તારી વાત પર કોઈને ભરોસો જ નથી આવતો...."

ત્યાં જ વાતચીત દરમિયાન બ્રેકનો ટાઇમ પૂર્ણ થયો અને ત્રણેય એકસાથે ક્લાસ અટેન્ડ કરવા જતાં રહ્યાં. કરન હવે એકલો ન હતો એ હવે સંજયના મિત્રમંડળમાં જોડાઈ ગયો હતો. દિવસો ધીમે ધીમે પસાર થતા ગયા એમ કરન વધુને વધુ સંજય સાથે ભળવા લાગ્યો.

અહીંયા રીયા એ પોતાની ગર્લ ગેંગ તૈયાર કરી લીધી હતી. પાંચ છ છોકરીઓના ગ્રુપમાં શ્રુતિ એમની બેસ્ટ ફ્રેન્ડ હતી. બન્ને એ સાથે સ્કૂલ ખતમ કરી અને કોલેજ પણ સાથે કરવાનો નિર્ણય કર્યો હતો.

" શું જોવે છે ક્યારની? " ચાલુ ક્લાસમાં રીયા એ શ્રુતિને ટોકતા પૂછ્યું.

" એ જ કે કોલેજમાં કોઈ હેન્ડસમ છોકરા છે કે નહિ.." બોયઝના ગ્રુપ તરફ જોતા કહ્યું.

" ઈડીયટ!! કોલેજના પહેલા દિવસે જ તું શરૂ થઈ ગઈ ને!"

" તો શું કોલેજ ખતમ થાય એની રાહ જોઈને બેસું?"

" તારે જે કરવું હોય એ કર...પણ પ્લીઝ ચાલુ ક્લાસમાં આમ બોયઝ તરફ નજર ન કર...અને સામે જો મેડમ પણ આવી ગયા..."


ક્રમશઃ