Agnisanskar - 92 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 92

Featured Books
Categories
Share

અગ્નિસંસ્કાર - 92



વિવાન એ ડેવિલ સ્માઈલ કરી અને લિફ્ટ મારફતે થર્ડ ફ્લોર પર પહોંચી ગયો. થર્ડ ફ્લોર પર પહોંચીને તેણે નવીનના ઘરની ડોરબેલ વગાડી. નવીને દરવાજો ખોલ્યો અને ડીલીવર બોયને જોઈને કહ્યું. " ઇતની જલ્દી આ ગયે?"

વિવાને જવાબ આપ્યા વિના જ પિત્ઝાનું બોક્સ એમને સોંપ્યું. થેંક્યું કહીને જ્યારે નવીન દરવાજો બંધ કરવા જઈ રહ્યો હતો ત્યારે વિવાન આજીજી કરતો બોલ્યો. " સર...ક્યાં મેં દો મિનિટ કે લિયે આપકા વોશરૂમ યુઝ કર સકતા હું..પ્લીઝ સર બડે જોર કી લગી હૈ..." વિવાને એક્ટિંગ એટલી કુશળતાથી કરી કે નવીન ના ન પાડી શક્યો અને એણે કહ્યું. " ઠીક હૈ જાવ જલ્દી... ઓર હા વોશરૂમ યહાં સે ઉસ લેફ્ટ સાઈડ તરફ હૈ..."

" થેંક્યું સર..." એટલું કહીને વિવાન ત્યાંથી તુરંત ભાગતો વોશરૂમમાં જતો રહ્યો.

વોશરૂમમાં જઈને તેણે બેગમાંથી ટાઇમ બોમ્બ નિકાળ્યો અને એમને ત્યાં ન કોઈ જોવે એમ એવી જગ્યાએ ફીટ કરવા લાગ્યો.

ત્યાં આ તરફ પ્રિશા અને નાયરા અંશ પાસે પહોંચી ગયા હતા.
પ્રિશા એ ફરી નાયરાને પ્લાન સમજાવ્યો અને અંતમાં ઓલ ધ બેસ્ટ કહ્યું.

અંશ અને પ્રિશા નવીનની બિલ્ડિંગની એકદમ નજીક જ ઉભા હતા. ત્યાં જ નાયરા સ્કુટી લઈને એ બિલ્ડીંગ તરફથી પસાર થઈ અને એકઝેટ બિલ્ડીંગની સામે જ સ્કૂટીથી પડી ગઈ! સ્કુટી નાયરા પર પડવાને લીધે તે બચાવ માટે હેલ્પ હેલ્પ ચિલ્લાવા લાગી. સિક્યુરિટી ગાર્ડનું ધ્યાન તુરંત નાયરા તરફ ગયું અને નાયરા એ પણ બચાવ માટે એ સિક્યુરિટી ગાર્ડ તરફ જોઈને જ હેલ્પ હેલ્પ કહેવા લાગી. સિક્યુરિટી ગાર્ડ એ વિચાર કર્યા વિના જ એ ત્યાંથી દોડ્યો અને નાયરાનો બચાવ કરવા લાગ્યો. અને આ મોકાનો ફાયદો ઉઠાવતા અંશ અને પ્રિશા બિલ્ડિંગમાં પ્રવેશ કરી ગયા.

પ્રિશા એ તુરંત આર્યનને કેમેરા હેક કરવાનું કહ્યું. આર્યને જે લાઈવ ફૂટેજ હતી એ ક્લોજ કરી નાખી અને રેકોર્ડીંગ કરેલી ફૂટેજ સિક્યુરિટીના કોમ્પ્યુટર પર પ્લે કરી દીધી. થોડીક જ મિનિટોમાં સિક્યુરિટી ગાર્ડ નાયરાની હેલ્પ કરીને પાછો પોતાનાં સ્થાને બેસી ગયો અને કોમ્પ્યુટર પર પોતાની ચાંપતી નજર રાખવા લાગ્યો.

પ્રિશા અને અંશ પાસે પાસવર્ડ ન હોવાથી તે દાદરા મારફતે થર્ડ ફ્લોર પર જવા નીકળી ગયા. ત્યાં જ થોડીક ક્ષણોમાં ત્રીજો રિયલ ડિલિવર બોય આવ્યો અને એણે સિક્યોરીટીને કહ્યું.

" સાહેબ.. મેં યે પિત્ઝા ડીલવર કરને આયા હું..."

" યે ક્યા લગા રખા હૈ તુમ સબને?? એક કે બાદ એક પિઝા લાતે હિ જા રહે હો..!"

" સાહેબ યે આપ ક્યાં બોલ રહે હો? મુજે કુછ સમજ નહિ આયા..."

" એક મિનિટ તુ રૂક મેં અભી બોસ સે બાત કરતા હું.." સિક્યુરિટી ગાર્ડ એ તુરંત નવીનને કોલ કર્યો.

નવીન ફોન પર કોઈ બીજા સાથે વાત કરી રહ્યો હતો.

" એક મિનિટ...મુજે દૂસરા ફોન આ રહા હૈ મેં બાદ મે ફોન કરતાં હું આપકો... ઠીક હૈ બાય...." ફોન કટ કરીને તેણે સિક્યુરિટી ગાર્ડનો ફોન રીસીવ કર્યો.

" ક્યાં હૈ અબ તુજે??"

" સર આપને ક્યાં દો બાર પિત્ઝા ઓર્ડર કિયા હૈ?"

" નહિ તો ક્યું? ક્યાં હુઆ?"

" સર યહાં દૂસરા ડીલીવર બોય આયા હૈ પિત્ઝા લેકે..."

" યે કૈસે હો સકતા હૈ?? મેને તો એક હિ પિઝા ઓર્ડર કિયા થા...એક કામ કર ઉસકે પાસ પિત્ઝા કા બીલ હૈ ક્યા જરા પૂછ ઉસે..."

" ઓકે સર..."

સિક્યુરિટી એ પેલા ડીલીવર બોય પાસે બિલ માગ્યું તો એણે તુરંત કાઢીને આપી દીધું.

" યસ સર...બિલ તો હૈ ઉસકે પાસ ઓર એડ્રેસ ભી યહીં બિલ્ડીંગ કા લીખા હૈ..."

નવીનને થોડોક શક ગયો અને શક દૂર કરવા તેણે તુરંત સિક્યુરિટીને કહ્યું. " જરા વો પિત્ઝા ચેક કર કે બતા કોન સા પિત્ઝા હૈ?"

" એક મિનિટ સર હોલ્ડ કીજીયે..." સિક્યુરિટી એ એ પિત્ઝાનું બોક્સ ખોલ્યું અને ચેક કરીને તેણે નવીનને કહ્યું. " સર યે તો હોટ પિત્ઝા હૈ..."

" વોટ!!" નવીન તુરંત ચોંક્યો અને એના ઘરે જે પિત્ઝા લઇને આવ્યો હતો એ પિત્ઝાનું બોક્સ એણે ખોલ્યું તો જોયું એમાં ડબલ ચીજ પિત્ઝા હતું.

" મેને તો હોટ પિત્ઝા ઓર્ડર કિયા થા યે ડીલીવર બોય ડબલ ચીજ પિત્ઝા લેકે ક્યું આયા?? ઓર વો ભી ઇતની જલ્દી...કુછ તો ગડબડ હૈ..." મનમાં નવીને વિચાર કર્યો.

" હેલો સર...ક્યાં કરું ? ઉપર ભેજ દુ ઇસે ?"

" એક કામ કર વો પિત્ઝા લેકે ઉસે વહા સે હિ રવાના કર દે..."

" ઠીક હૈ સર..."

નવીને તુરંત પોતાના પર્સનલ રૂમમાં જઈને પિસ્તોલ કાઢી અને પિત્ઝા ડીલીવર બોયને પકડવા વોશરૂમ તરફ ધીમા પગે જવા લાગ્યો.

શું નવીન વિવાનને પકડવામાં કામયાબ થશે? જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.

ક્રમશઃ