Prem Samaadhi - 93 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ સમાધિ - પ્રકરણ -93

Featured Books
Categories
Share

પ્રેમ સમાધિ - પ્રકરણ -93

પ્રેમ સમાધિ
પ્રકરણ -93

કાવ્યા અને કલરવ વરસાદનાં વરસતાં જળમાં ભીંજાય રહ્યાં હતાં. બંન્નેનાં હાથ એકમેકનાં હાથમાં મળેલાં હતાં. સામે સાગર ધુંધવી રહેલો એનાં ઊંચા ઉછળતાં મોજા જાણે કાવ્યા કલરવને વધાવી રહેલાં. કાવ્યાએ પલળતાં પલળતાં કહ્યું “મારાં કલરવ હું સાચેજ પલળી ગઈ છું તારાં પ્રેમમાં આ જકડાયેલી આંગળીઓ પરોવાયેલી હાથમાં વધુ જડાઈ જાય છૂટેજ નહીં બસ સાથ સાથમાં રહે મને તારામાંજ રાખે હું રહું તને પ્રેમથી સહેલાવતી રહું...”
કલરવે કહ્યું “આતો આપણી પ્રથમ મધુરજનીનો જાણે સમય ચાલી રહ્યો છે ગઈ સાંજ રાતથી બસ મધુર પળોમાં મહાલી રહ્યાં છીએ હવે આજે ચાલ ટંડેલ દેવનાં દર્શને ત્યાં જઈ આશીર્વાદ લઈએ હવે પછીની પળ, ઘડી,દિવસો, માસ, વર્ષ આખું જીવન આમ સાથમાં વિતે ખુબ આશીર્વાદ મળે”.
કાવ્યાએ કહ્યું “આ દરિયાદેવ સાક્ષી છે... તને ખબર અમારાં ટંડેલ જાતીનાં માણસો ભગવાન ટેંડેલને માનીએ... એજ દરિયાદેવ સાગર સમુંદર જે બોલવું હોય કહેવું હોય કહો આજ અમારાં દેવ.” કલરવે કહ્યું “સાચી વાત છે તમારી ધંધાની ધોરી નસ એટલે દરિયો-સાગર સમ્રાટ ટંડેલ દેવ... આપણાં જીવનમાં પણ તેઓ સાક્ષી છે એમનાં આશીર્વાદ લઈએ”.
કાવ્યાએ કહ્યું " ભલે ભીંજાયેલાં રહ્યાં આપણાં તન કપડાં .. અહીં દરિયાકાંઠેજ છે મંદિર ચાલ એમની પાસે જઈને આશિષ લઈએ એમને આપણાં સાક્ષી બનાવીએ”. કલરવે સંમતિ સૂચક આંખથી સૂચન સ્વીકારી લીધું બંન્ને જણાં હાથમાં હાથ પરોવી સાગર સમ્રાટ ભગવાન ટંડેલનાં મંદિરે પહોંચ્યા...
કલરવ અને કાવ્યા મંદિરનાં પહેલાં પાંચ પગથિયાં ચઢ્યાં પછી પાછાં સાત પગથિયાં ઉતરવાનાં આવ્યાં... કાવ્યા બોલી “કલરવ હવે જો આ સાત પગથિયાં ઉતરવાનાં આવ્યાં... કાવ્યા બોલી કલરવ હવે જે આ સાત પગથિયાં ઉતરીને જે ભગવાનનાં દર્શન થશે. આ સાત પગથિયાની માન્યતા મહત્વ તું જાણે છે ?” કલરવે કહ્યું “હું પ્રથમવાર આ મંદિરે આવ્યો છું અને મને કશીજ જાણકારી નથી તું કહેને..”. કાવ્યાએ કહ્યું "મારાં કલરવ આ સાત પગથિયાં આપણી સપ્તપદી... સાત ફેરા... સાત વચન અને સાત જન્મોનાં સાથ... એક એક પગથિયું ઉતરતાં ફેરો ગણવો વચન આપવું અને એમને સાક્ષી રાખીને આપણે એકબીજા સાથે ઓછામાં ઓછાં સાત ભવ માટે બંધાઈશું એની પવિત્ર પાત્રતા જાળવીશું...”
કલરવ સાંભળીને આશ્ચર્યથી આનંદીત થઇ ગયો એણે પૂછ્યું "કાવ્યા આ બધી તને કેવી રીતે ખબર ? મને તો આવી કોઈ જાણ નથી”. કાવ્યાએ કહ્યું "કલરવ જયારે પાપા ખુબ લાંબા સમય સુધી શીપમાં દરિયો ખેડતાં હોય અને માં ને એકલું લાગે એની લાગણીઓ ખુબ સાંદ્રિત થઇ જાય ત્યારે ઘણીવાર મને સાથે બેસાડીને બોલી છે.. પાપાનું નામ લેતી જાય અને સપ્તપદીનાં પગથિયાં મને ગણાવતી જાય બધું એ અંગે બોલતી સમજાવતી જાય”.
“જોકે મને શરૂઆતમાં નાની હતી ત્યારે ખાસ કંઈ ખબર નહોતી પડતી ટપ્પી પડેજ નહીં પણ જેમ જેમ મોટી થતી ગઈ બધું સમજવા લાગી... ત્યારથી મનમાં એક વિચાર હતો કે પ્રભુ જયારે મારાં જીવનમાં કોઈ વ્યક્તિ આપે ત્યારે હું એને ખુબ પ્રેમ કરું એ મને ખુબ પ્રેમ કરે... સાચવે... સહેલાવે એની સાથે રહી સાત સપ્તપદીનાં આ પગથિયાં ઉતરીશ... એક એક પગથિયું ઉતરતાં... એનાં દિલમાં ઉતરતી જઈશ સાત શું અનેક ભવ સુધી એને પ્રેમ કરીશ ખુબ નિભાવીશ...”
કલરવે કાવ્યાનો હાથ પકડ્યો ખુબ પ્રેમથી લાગણીથી દબાવ્યો એની આંખમાં આંખ પરોવીને બોલ્યો "કાવ્યા ચાલ આપણે સાથેજ આ અપ્તપદીનાં પગથિયાં ઉતરીએ એક એક પગથિયે હું તારી રક્ષા અને અમાપ પ્રેમનાં વચન આપતો જઉં સદાય તનેજ પ્રેમ કરીશ એનો વિશ્વાસ આપું...”
બંન્ને જણાં સાથ સાથમાં સાત પગથિયાં સાત પગથિયાં એકબીજાને વચન આપતાં... ઈશ્વરને સાક્ષી માનતાં ક્યારેય જુદા ના પડીએ એવાં આશિષ માંગતા ઉતરી રહ્યાં હતાં. એક એક પગથિયું ખુબ પ્રેમ અને પવિત્રતાથી ઉતરી રહેલાં અને એમનો એકબીજા માટે વિશ્વાસ વધી રહેલો. કાવ્યાની આંખમાંથી આંસુ ટપકી રહેલાં એ બોલી "હે ઈશ્વર અમે બેઉ પ્રેમીઓ તમારાં શરણમાં આવ્યાં છીએ. તમને સમર્પિત છીએ તમારાંથીજ સુરક્ષિત છીએ હે ઈશ્વર અમારી રક્ષા કરો સંપૂર્ણ ફળદાયી આશિષ આપો”.
સપ્તપદીનાં સાત પગથિયાં ઉતરી કલરવે કાવ્યાનો ચહેરો બે હાથ વચ્ચે રાખી એની આંખો ચૂમી લીધી અને બોલ્યો "હું સંપૂર્ણ તારોજ છું તું મારીજ "ઈશ્વરે આપણું આ સદ્ભાગ્ય લખીજ રાખ્યું આજે સાચું પાડી દીધું. તું કોઈ રીતે ઓછું ના લાવતી હું ઓછું આવવાં પણ નહીં દઉં...”
“કાવ્યા આવાં સુંદર પવિત્ર સમયે નથી તારાં માંબાપ હાજર નથી મારાં હાજર છતાં તેમનાં જીવને સાથી બનાવી ઈશ્વરની સામે આપણાં આ ઘડીયા ગાંધર્વ લગ્ન થઇ ચૂક્યાં છે એનાં મંગળ ફેરા ફરાઈ ગયાં ભગવાન ટંડેલનાં આશીર્વાદ લઈએ છીએ. હવે આપણને કોઈ સ્થિતિ, સંજોગ, વ્યક્તિ દૂર નહીં કરી શકે છુટા નહીં પાડી શકે... ભગવાન ટંડેલનું કેવું સુંદર પ્રગટ સ્વરૂપ છે એમને કોટી કોટી વંદન...”
કલરવે એમ કહી મંદિરમાં રહેલું કંકુ આંગળી પર લીધું ઈશ્વર સામે ધર્યું અને એનો ચાંદલો કાવ્યાનાં કપાળમાં કરી એજ કંકુથી એની માંગ ભરી દીધી. કાવ્યાએ પણ અનામિકાથી કલરવનાં કપાળમાં ચાંદલો કર્યો પછી કલરવને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી...
કલરવે પણ એને વળગાવી ચૂમીઓથી નવરાવી દીધી પછી બોલ્યો “આજથી ઈશ્વરની સાક્ષીએ તારો મારી ધર્મપત્ની તરીકે સ્વીકાર કરું છું કદી તને છોડીશ કે તરછોડીશ નહીં કદી નહીં બસ તારો ભરથાર બનીને રહીશ જીવીશ.”
કાવ્યા કલરવ બંન્ને જણાં ક્યાંય સુધી એકમેકને વળગેલાં રહ્યાં... પછી કલરવે હળવેથી એનો ચહેરો ઊંચો કરી કહ્યું “પ્રથમ પાંચ પગથિયાં પંચતત્વનાં પંચદેવનાં ચઢ્યાં એમની આજ્ઞા અને આશીર્વાદથી સપ્તપદીનાં સાત પગથિયાં નીચે ઉતરી હ્ર્દયમાં સ્થાપ્યાં... આજે મને ખુબ આનંદ છે”.
કાવ્યાએ કહ્યું "કલરવ યોગ્ય સમય જોઈને હુંજ પાપા પાસે તારો હાથ અધિકાર માંગી લઈશ એમને સ્પષ્ટ કહી દઈશ કે આ જગમાં મારો ભરથાર કલરવ બાકી બીજા ભાઈ બાપ. બસ એ પળ જલ્દી આવે... આપણે મુક્તમને પ્રેમ કરી શકીએ”. કલરવે કહ્યું “સાચી વાત જાન… પણ કોઈ ઉતાવળ ના કરીશ બસ યોગ્ય સમય જોઈ આપણે સાથે રહીનેજ વાત કરીશું.”..
“કાવ્યા બીજા કોઈ વચ્ચે આવે નહીં પ્રેમહવનમાં હાડકું ના બને એનું ધ્યાન રાખીશું કોઈની નજર ના લાગે એવી પ્રાર્થના કરીશું ચાલ મારી કાવ્યા હવે હું તને..”.
કલરવ આગળ બોલે ત્યાં કાવ્યાનાં મોબાઈલ ઉપર રીંગ આવી... બંન્ને જણાં એમનાં મૂડમાં હતાં અને કલરવે કહ્યું “કાવ્યા તારો ફોન વાગે ઉપાડી લે... અને...”.

વધુ આવતા અંકે - પ્રકરણ 94