Sachin Tendulkar in Gujarati Motivational Stories by Bhushan Oza books and stories PDF | સચિન તેંડુલકર

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સચિન તેંડુલકર

મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા મારી દીધા હોય એ આગળ જતા કરોડો ચાહકો માટે 'ક્રિકેટના ભગવાન' તરીકે જ પુજાય ને !

સ્કુલે જાય પણ, ભણે નહીં. મન જ ન લાગે એનું. ક્લાસ રૂમમા હોય ત્યારે પણ જીવ તો રમતના મેદાનમાં જ હોય. 4 સંતાનોમાં સૌથી નાના એવા 'બરખુરદાર' ના માતા-પિતાને ખ્યાલ આવી ગયો કે આનો 'ક્લાસ' અલગ છે. જો કે, એ વખતે કોઇને એ ખબર ન હતી કે આ એક અદ્વીતીય સિધ્ધીઓ સર્જવા સર્જાયેલ વ્યક્તિત્વ છે જેને 'ટેક્સ્ટ બૂક્સ' કરતા 'રેકોર્ડ બૂક્સ' ને વધારે મહત્વ હશે. એ પોતે બહુ મોટો શિક્ષક બનશે. ચાર દિવાલોની અંદર ભણાવે એવા નહીં ચારે બાજુ ચાહકોની ભીડ હોય એવા ખુલ્લા મેદાનમાં અજોડ રમત રમીને 'ઓન ગ્રાઉન્ડ' જીવંત એકેડેમી બનશે.

પાવર પ્લેમાં જેમ ફટકાબાજી થતી હોય એવા થોડા શાબ્દિક સ્ટ્રોક્સ લગાવ્યા એ પરથી ખ્યાલ તો આવી જ જાય કે સેંચ્યુરીઓ સુધી યાદ રહે એવા સેન્ચ્યુરીઝના સેન્ચ્યુરીઅનની આ વાત છે.

24 એપ્રિલ 1973 નો એ દિવસ. મુબઈના દાદર સબર્બમાં આ દંતકથા બની રહેલા બાળકનો જ્ન્મ થયો. નામ સચિન. પિતાએ એમના પ્રિય ફિલ્મ સંગીતકાર શ્રી સચિન દેવ બર્મનના નામ પરથી આ નામ પાડેલું. પિતા રમેશ તેંડુલકરે મરાઠી ભાષાના લેખક. માતા રજની તેંડુલકર ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં કામ કરે. મધ્યમ વર્ગીય કુટુંબ. ચાર સંતાનોમાં સચિન ચોથા નંબરે.

સ્કુલમાં જવાની ઉંમર થઈ એટલે સચિનને પણ, બીજા બાળકોની જેમ સ્કુલમાં મોકલવામાં આવ્યો.શરૂઆતના ધોરણો તો જેમ-તેમ કાઢ્યા. થોડી સમજ આવી ત્યારે એવી સમજ આવી કે ભણવામાં મજા નથી આવતી. હા, રમત-ગમતમાં જવાનું કહો તો દોડીને પહોંચી જાય. સ્કુલમાં રમાડાતી દરેક રમતમાં આ ભાઇ અગ્રેસર જ હોય. વર્ગખંડમાં એનાથી સાવ ઉલટૂં થતું. ભારતીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતના નસીબ સારા હશે એટલે માતા-પિતાને સચિનના વલણ અને અભિગમનો બહુ વહેલો ખ્યાલ આવી ગયો અને રમત પર ભલે ધ્યાન આપે એવો સકારાત્મક દ્રષ્ટીકોણ રાખ્યો. સ્કુલમાં શિક્ષકોએ પણ આ બાળકનું ભવિષ્ય મેદાનમાંજ છે એવું સ્વીકારીને એને એ તરફ વળવા દીધો.

સચિનને ટેનિસ અને ક્રિકેટ બન્ને રમતોમાં રસ પડતો. ટેનિસમમાં એ સમયના ટોપ ટેનિસ સ્ટાર, અમેરિકાના જહોન મેકેન્રો ને આદર્શ માને. કાંડા પર રીસ્ટ-બેન્ડ પણ બાંધે એના જેવું. -શિક્ષકોનો સહકાર હતો. માતા-પિતાનું પ્રોત્સાહન હતું, મોટાભાઇ અજીત તેંડુલકર સચિનને દાદરની શિવાજી પાર્ક કોચીંગ ક્લબમાં લઈ ગયા. ત્યાં શ્રી રમાકાંત અચરેકર કોચ તરીકે સેવા આપતા, એમણે સચિનને બન્ને રમતમાં રમતા જોયા પછી એવી સલાહ આપી કે ક્રિકેટ પર ફોકસ કરવું જોઇએ. એ મુજબ નેટ પ્રેકટીસ શરૂ થઈ. સચિનને હવે ક્રિકેટ તરફ લગવ થતો ગયો. . ઇન બીલ્ટ સ્કિલ્સતો હશે જ, કોચીંગને કારણે આ બન્ને પરીબળોને આકાર મળતો ગયો. રમતની બેઝીક ટેકનીક્સ એમાં ઉમેરાતી ગઈ.

આ દરમિયાન મદ્રાસ (હાલ ચેન્નાઇ) મા ઓસ્ટ્રેલિયાના લીજેન્ડરી ફાસ્ટ બોલર ડેનિસ લીલીએ 'MRF Pace Academy' શરૂ કરી. સચિન તેંડુલકર એમાં ફાસ્ટ બોલીંગની ટ્રેઈનીંગ લેવા ગયા !!. ડેનિસ લીલીને એની બોલીંગ અસરકારક ન લાગી અને એમણે બેટીંગ પર જ ફોકસ કરવાનું કહ્યું. ટેનિસથી શિફ્ટ થયા ક્રિકેટમા અને ડેનિસના કહેવાથી શીફ્ટ થયા બેટીંગમાં. ક્રિકેટ જગત માટે જાણે આ બધું સંકેતરૂપ જ હતુ, એને પોતાના ઇતિહાસનું સોનેરી પ્રકરણ લખાવવાનું હતું.

શિવાજી પાર્કની ક્લ્બના મેદાનમાં એક પછી એક દિવસો જઈ રહ્યા હતા અને પ્રતિભાશાળી બાળક બેટીંગમાં બળકટ થતો જતો હતો. માત્ર 14 વર્ષની ઉંમર. સચુન તેંડલકર અને વિનોદ કાંબલી એ ઐતિહાસિક ભાગીદારી માટે ક્રીઝ પર ભેગા થાય છે, ઇન્ટર સ્કુલની જ મેચ હતી પણ બન્ને ખેલાડીઓએ એવી ધરખમ બેટીંગ કરી કે 664 રનની વિક્રમી ભાગીદારી નોંધાવી જેમાં સચિને 336 રન કર્યા !! આ ભવ્ય બેટીંગની આખી દુનિયાએ નોંધ લીધી. આ પછી પણ અવનવા બટીંગ પ્રદર્શન સચિનના બેટથી થવા લાગ્યા. સચિનને આશા હતી કે 1987નો બોમ્બે કિકેટ ક્લબનો 'જુનિયર ક્રિકેટર ઓફ ધ યર' નો એવોર્ડ એને મળશે. એમ ન બન્યું. સચિન થોડા નિરાશ થયા. એ સમયે ભારતના મહાન કિકેટર સુનિલ ગાવસ્કરે પોતાના પેડ ભેટ આપ્યા અને નિરાશ થયા વગર રમત પર ધ્યાન આપવા કહ્યું. સચિનને આ પ્રેરણામંત્ર જીવનભર કામ લાગ્યો અને કમાલ બતાવવામાં મદદરૂપ થયો. આ વાત એમણે જ એક ઇન્ટરવ્યુમાં કહેલી છે.

1987માં જ રણજી ટ્રોફીની એ સીઝનમાં મુંબઇની ટીમમાં સચિન તેંડુલકરનો સમાવેશ થયો. જો કે, એક પણ મેચમાં 'ઇલેવન' માં સ્થાન ન મળ્ય. હ્જી તો 14 જ વ્ર્ષ થયા હતા, આ સીલેક્શન એ ઉંમરે તો મોટું છોગું કહેવાય. ટેલેન્ટ હોય એને બહુ રાહ જોવાની પણ ન હોય... 1988 ની રણજી ટ્રોફીની સીઝન આવી ,. સચિન તેંડુલકર મુંબઇની ફાઇનલ ઇલેવનમા સ્થાન પામે છે. ફાંફડી ફટકાબાજીનો જાદુ ફેલાય છે. એ સીઝનમાં આ 15 વર્ષીય કિશોર સૌથી વધુ રન નોંધાવનાર બેટ્સમેન (543 રન) બનીને શોર મચાવી દે છે. એ વખતે મુંબઈ ટીમના કેપ્ટન દિલીપ વેંગસરકર હતા. સીનીયર ક્રિકેટર્સ હ્જી સક્રીય હતા અને આ છોકરડાએ ધૂમ મચાવી. ભારતીય ક્રિકેટના નવા યુગનો આરંભ થઈ ગયો. આ જબરદસ્ત દેખાવ ભારતની ટીમમાં સ્થાન મેળવવા પર્યાપ્ત હતો.

એક સમાચારે 1989માં આંતરરાષ્ટ્રીય કિકેટ જગતમાં ધમાલ મચાવી દીધી. સચિન રમેશ તેંડલકર, માત્ર 16 વર્ષની ઉંમરે ભારતની નેશનલ ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવનાર સૌથી નાની વયનો ક્રિકેટર બન્યો. પાકિસ્તાનના પ્રવાસે ગયેલ ભારતીય ટીમ તરફથી રમતા સચિન તેંડુલકર ટેસ્ટ અને વન-ડે ઇન્ટરનેશનલમાં પણ પદાર્પણ કરે છે. 2 તેસ્ટમાં કુલ 215 રન કર્યા, આ ર્ધ્યાન ખેંચે એવું Performance હતું.

ટેસ્ટ પ્લેયર તરીકે કારકિર્દીની શરૂઆત કરી એટલે ઓર્થોડોક્સ ક્રિકેટ સ્ટાઇલ કે કોપી બુક સ્ટાઇલ તો ડેવલપ થયેલી જ પણ, આ તો કાયમ 'અપડેટ' થતો ખેલાડી હતો. ટેસ્ટ ઉપરાંત એક દિવસીય ક્રિકેટ મેચ (50 ઓવર - ODI) ની બોલબાલા વધતી હતી અને એની ફ્રિકવન્સી પણ વધતી જતી હતી. સચિન તેંડુલકરે પોતાની બેટીંગમાં આક્રમકતા અને ઇનોવેશન ઉમેર્યા. શરૂઆતની મેચીઝમાં ચોથા ક્રમે બેટીંગમાં આવતા આ ફટકાબાજે ભારતીય ટીમના સૌથી આધારભૂત મીડલ ઓર્ડર બેટ્સમેન તરીકે સ્થાન જમાવી દીધું. સચિન તેંડુલકર એ સમયગાળામાં રમતા જ્યારે વિશ્વાની દરેક ટીમમાં ફાસ્ટ અને સ્પીન બન્ને પ્રકારની બોલીંગના આંતરરાષ્ટ્રીય કક્ષાના બોલર્સની ધાક હતી, સચિને આ દરેક બોલરો પર પોતાની આગવી રમતથી ધાક જમાવી દીધી,

1989 થી 1999ના પહેલા દસકામાં જ સચિન તેંડુલકરની બેટીંગની ધાર તેજ બનીગઈ. 1990 મા ઇંગ્લેન્ડની ધરતી પર પ્રથમ ટેસ્ટ સેન્ચ્યુરી ફટકારી. આ પછી તો અનેક યાદગાર ઇનિંગ્સ રમીને ભારતમાં જ નહીં વિશ્વભરમાં ફેન ક્લબ ઉભી કરી દીધી, સચિનના બેટમાથી નીકળતા 'સ્ટ્રેટ ડ્રાઇવ' , 'લોફ્ટેડ હીટ' અને 'હુક શોટ' જેવા સ્ટ્રોક જોવા એ કાયમી લ્હાવો હતો પ્રેક્ષકો માટે. 1999 અને 2003 ના ODI World Cup ની આખી ટુર્નામેન્ટ્સમાં અનન્ય બેટીંગનું પ્રદર્શન કરીને બન્ને સમયે ભારતની ટોપ -4 માં અને ફાઇનલમાં પહોંચાડ્યું.

સચિન તેંડુલકરને રનની જ નહીં દેશ માટે લીડીંગ બેટ્સમેન તરીકે મેચને અનુરૂપ બેટીંગ કરી દેશનું નામ રોશન કરવાની તાલાવેલી રહેતી, અંગત રેકોર્ડઝ એ એની બાય પ્રોડક્ટ હતી, ઇનોવેશન અને એક્પેરીમેન્ટમા દિલથી માનનાર સચિને બોલીંગમાં પણ પોતાનું કૌવત દાખવવાનું શરૂ કર્યું. ફાસ્ટ બોલીંગમાં રીજેક્શન મળેલું, સ્લો મીડીયમ પેસ બોલીંગની સ્ટાઇલ અપનાવી,. 6 એ 6 બોલ અલગ રીતે ફેકવાની ટેકનીક ડેવલપ કરી. આતરરાષ્ટ્રીય સ્તરે કુલ 201 વિકેટ્સ છે સચિન તેંડુલકરને નામે.

આમ તો, સચિન તેંડુલકરના નામ જેટલા જ એના રેકોર્ડઝ સૌના માટે ખૂબ જાણીતા છે. તો પણ, એમના વિશે લખીએ ત્યારે પોતાના બેટથી લખેલો એ અઝિમોશ્શાન ઇતિહાસ .. એ તો લખવો જ જોઈએ. સચિન તેંડુલકર સમગ્ર વિશ્વામાં એકમાત્ર ક્રિકેટર છે જેણે સદી ની સદી નોંધાવી છે. યેસ્સ ! 1989 થી શરૂ થયેલી આ ઝળહળતી કારકિર્દી. 2013 માં હજી સૂરજ તપતો હતો અને સચિન તેંડુલ્કરે રીટાયરમેન્ટ જાહેર કર્યું ત્યાં સુધીમાં 100 સદી નોંધાવી આ મહાન ક્રિકેટરે. અલબત્ત, 99 મી સદીથી 100મી સદીએ પહોંચતા 34 ઇનીંગ જતી રહી. સચિન તેંડુલકરે એવૂ કહેલું કે "અ મારો સૌથી વધુ સંઘર્ષનો સમય હતો લોકોની નજર મારી 100 મી સદીની જ રાહ જોતી હતી, એ પહેલા કરેલી 99 સદી નજર અંદાજ કરી એ લોકોએ. જો કે, આ અપાર પ્રેમને કારણે જ હું આજે જે છું તે બની શક્યો છું " 24 વર્ષની પ્રલંબ કારકિર્દીમાં 33,000 થી વધુ રન બનાવ્યા છે આ વિશ્વ વિક્રમી કિર્કેટરે. 2011 માં ભારતે જીતેલ ODI World Cup ની એ ટુર્નામેન્ટમા સચિન તેંડુલકરે બેટીંગનું ઉત્ક્રુષ્ટ પ્રદર્શન કરીને ટીમ ઈન્ડીયાને ફાઇનલ સુધી પહોંચાડવામાં સિંહફાળો અપ્યો હતો.

 

ભારત અને ભારતીય ક્રિકેટનું આ એક ઐતિહાસિક પ્રકરણ છે. સચિન તેંડુલકરને આ બેનમુન, અજોડ પ્રદાન બદલ ભારત સરકારે 2014માં દેશના સર્વોચ્ય સન્માન 'ભારત રત્ન'થી નવાજ્યા.

 

આ ગાથા એવી છે કે પુરી જ ન થાય. 'ગોડ ઓફ ક્રિકેટ'નું બિરૂદ મળ્યુ છે આ અપ્રતિમ ખેલાડીને. એ એની શાનદાર ક્રિકેટ કેરીઅર ને કારણે તો છે જ છે. એ રીટાયરમેન્ટના 10 થી વધુ વર્ષ પછી આજે પણ અનેક યુવા અને ઉગતા ક્રિકેટર્સને માર્ગદર્શન આપે છે. પ્રેરણામૂર્તિ બની રહ્યા છે અસંખ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ત્રીય ક્રિકેટર્સે માટે.

બસ, અહીં અટકીએ.. સચિન તેંડુલકર વિશે આટલું વાંચ્યા પછી એક થી વધુ યાદગાર ઇનીંગ જોવાની ઇચ્છા તો થાય યાર ! જુઓ તમે, હુ પણ જોઈશ !