Ek Punjabi Chhokri - 37 in Gujarati Science-Fiction by Dave Rup books and stories PDF | એક પંજાબી છોકરી - 37

Featured Books
Categories
Share

એક પંજાબી છોકરી - 37

સોનાલી મયંકનો પ્રેમ જોઈ ખુશ થાય છે અને તે મયંકને કહે છે સાચે જ તું ખૂબ સારો છે યાર.તે હંમેશા મને ખૂબ જ સપોર્ટ કરી છે.તે પાછી મયંકને હગ કરી લે છે.મયંકનું મન તો નથી થતું સોનાલીથી દૂર થવાનું પણ તે અહીં રોકાઈ ના શકે તેથી ત્યાંથી જાય છે અને સોનાલીને કહે છે સુઈ જજે કંઈ પણ ચિંતા કર્યા વિના હું બધું સારું કરી દઈશ.બહુ જલ્દી તું પહેલાની જેમ જ સોહમ સાથે મજાક મસ્તી કરતી થઈ જઈશ.સોનાલી કહે છે હા મયંક તું જા મારી ચિંતા ન કર.સોનાલીને આવી હાલતમાં છોડીને જવાનું મન ન હોવા છતાં મયંકને જવું પડે છે.તે આવ્યો ત્યાંથી જ પાછો જતો રહે છે.

આ બાજુ મયંકના મમ્મી મયંકને શોધવા રૂમમાં જાય છે તે બધે જ ચેક કરે છે,પણ તેને મયંક ક્યાંય મળતો નથી.તેમને મયંકની ખૂબ ચિંતા થાય છે.તે મયંક મયંકની બૂમો પણ પાડે છે પણ મયંક હતો જ નહીં તો ક્યાંથી જવાબ આપે.મયંકના પપ્પા પણ ઉઠી જાય છે.થોડી વાર બંને રાહ જુએ છે ત્યાં મયંક આવી જાય છે.આવતાની સાથે જ તેના મમ્મી પપ્પા તેને પૂછે છે તું ક્યાં ગયો હતો મયંક? મયંકને કંઈ જ સમજાતું નથી તે શું કહે સોનાલીનું તો કહી ના શકે તેથી સોહમ મુસીબતમાં હતો તેવું કહી દે છે અને તેના મમ્મી પપ્પા સોહમને સારી રીતે જાણતા હતા તેથી મયંક બચી જાય છે.

બીજે દિવસે મયંક ને સોનાલી કૉલેજમાં મળે છે.મયંક તેને કાલ રાતની વાત જણાવતા કહે છે કે કાલે તારા ઘરેથી ગયો ત્યારે મમ્મી પપ્પા મારી ચિંતા કરતા હતા.તે લોકોએ મને આખા ઘરમાં શોધી લીધો. મેં જઈને તેમને ખોટું કહી દીધું કે સોહમ મુસીબતમાં હતો તેથી તેની મદદ કરવા માટે ગયો હતો.સોનાલી કહે છે સારું કર્યું મયંક તે મારું નામ ન આપ્યું.થોડી વાર આવી વાતો ચાલે છે.મયંક ને સોનાલી સોહમની રાહ જોતા જોતા આવી વાતો કરે છે પણ ઘણો સમય વીત્યો છતાં પણ સોહમ આવતો નથી.સોનાલીને સોહમની ખૂબ ચિંતા થાય છે તેથી તે મયંકને કહે છે મયંક આજે સોહમ કેમ ના આવ્યો? સોનાલીને કાલની વાત યાદ આવતા સોહમ પર ગુસ્સો પણ આવે છે એટલે તે ફરી કહે છે ,"આજ તક ગલતી પે ગલતી વો કરે ઔર સજા મેનુ મિલે ઐસા કોન કરદા હૈ અબ યે બંદા મેરી સમજ નહીં આદા મયંક."મયંક સોનાલીને સમજાવતા કહે છે હોય શકે સોનાલી તેને કંઇક કામ આવી ગયું હોય તું આ રીતે ગુસ્સે ન થા.

સોનાલી સોહમથી નારાજ હતી ને સાથે સાથે તેને સોહમની ખૂબ ચિંતા પણ થતી હતી.આજે પહેલી વખત સોહમ કૉલેજે આવ્યો નહોંતો.બધા સોનાલીને સોહમનું જ પૂછતા હતા પણ સોનાલીને ખુદને જ કંઈ ખબર નહોતી.કૉલેજમાં ફોન લઈને જવા દેતા હતા પણ કૉલ કરવાની કોઈને પરમિશન નહોંતી તેથી સોનાલી સોહમને કૉલ પણ નથી કરી શકતી.એક પછી એક બધા લેક્ચર આવતા ગયા પછી બ્રેક આવી વચ્ચે પણ સીનાલીનું ક્યાંય મન લાગતું નહોતું.મયંકે ઘણું સમજાવ્યું પણ સોનાલીએ બ્રેકમાં કંઈ જ નાસ્તો ન કર્યો.મયંકે પણ કંઈ જ ના ખાધું.સોનાલી આજે ખૂબ જ ઉદાસ હતી.બ્રેક પછી બીજા લેક્ચર આવ્યા પણ સોનાલીનું ધ્યાન જ નહોતું.

આ બાજુ સોહમ પોતાના રૂમમાં હતો.સોહમ આજે ઉઠ્યો નહોતો ને રૂમમાંથી બહાર પણ ન આવ્યો.સોહમના મમ્મીએ તેને ઘણું કહ્યું પણ તે રૂમ બંધ કરી અંદર જ બેસી રહ્યો.તેને તેના મમ્મીને કહી દીધું મારું મૂડ નથી.મને એકલો જ રહેવા દે. સોહમના મમ્મી જાણતા હતા સોહમ દુઃખી હોય ત્યારે સોનાલી સિવાય કોઈનું માનતો નથી પણ સોહમના મમ્મી તે પણ જાણતા હતા કે સોનાલી કૉલેજે ગઈ હશે એટલે તેને કોઈને જાણ કરી નહીં.સોહમના પપ્પા દૂર હતા તેથી તેમને કહેવું પણ યોગ્ય ન લાગ્યું. સોહમના મમ્મી બિચારા ચિંતા કરતા બેઠા હતા.

કૉલેજ પત્યા પછી મયંક સોનાલી સાથે સોહમના ઘરે જવાનું વિચારે છે તેથી તે પોતાના ઘરે કૉલ કરીને કહી દે છે કે હું આજે લેટ ઘરે આવીશ.સોનાલી ને મયંક કૉલેજ પૂરી થતાં સીધા જ સોહમની ઘરે જાય છે સોહમના મમ્મી સોનાલીને જોઇને કહે છે," અચ્છા કિયા પુતરજી તુસી સીધા ઈથે હી આ ગયે સોહમ સુબહ સે બાહર નહીં આયા."સોનાલી સોહમને ઘણી વાર અવાજ દે છે પણ સોહમ કંઈ જ જવાબ આપતો નથી.

સોહમ કેમ સોનાલીને રિપ્લાય નહીં કરતો હોય?
સોહમ ને શું થયું હશે?


આ બધું જ જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.