tame makkam chho ke jiddi in Gujarati Fiction Stories by Ajay Upadhyay books and stories PDF | તમે મક્કમ છો કે જિદ્દી ????.......…!!!!

Featured Books
Categories
Share

તમે મક્કમ છો કે જિદ્દી ????.......…!!!!

                      ‘ નો મિન્સ નો ‘ આવું અમિતાભના એક ફિલ્મમાં આવેલું ને ? જો કે એ જરા જુદા સંદર્ભમાં હતું પણ એનો એક અર્થ એ પણ હતો કે બોલનાર મક્કમ છે . દુનિયાની કોઈ તાકાત , કોઈ લાલચ કે કોઈ દબાણ જેને ડગાવી ના શકે એ મક્કમતાની નિશાની છે . આ લેખનું ટાઇટલ છે એ પાનબાઈની પંક્તિ પણ બહુ ઊંડા અર્થવાળી અને મારે ને તમારે સમજવા જેવી છે . ‘ મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ ‘ આમાં આમ જોવા જાવ તો સિમ્પલ અર્થ જ છે કે પર્વત કે ડુંગરા પણ કદાચ એકવાર ડોલી જાય – મિન્સ પોતાની જગ્યા પરથી હલી જાય પણ જે પોતાના વર્તન , વિચાર કે વેણથી અળગા ના થાય અને અડગ રહે એવા લોકની વાત છે . પાનબાઈ આગળ લખે છે કે ‘.. ભલે ને ભાંગી પડે ભ્રમાંડ રે ..” !!! વાંચવામાં સહેલી લાગતી આ પંક્તિઓ સમજવામાં તો અઘરી છે જ પણ એના કરતાં પણ અઘરું છે આને વ્યવહારમાં મૂકવું . પણ , જો એકવાર આ ‘ મેરુ તો ડગે રે ..” વાળું વર્તન કે વ્યવહારમાં અમલમાં મૂકતાં શીખી જવાય તો એના અઢળક લાભ તો છે જ પણ ‘ અતિ ની કોઈ ગતિ નહીં ‘ એ ન્યાયે એનો અતિરેક નુકશાનકારક પણ છે જ ..!!! હાવ ???? આવો જોઈએ .


                            ઓકે તો એ ચોખવટ કરવાની જરૂર નથી કે વાત અહી અડગતાની થઈ રહી છે , વાત અહી મક્કમતાની થઈ રહી છે . ઘણા લોકો એવા હોય છે કે જે પોતાની વાત પર અડગ રહેતા હોય છે . એમને પોતાની વાત જ સાચી લાગતી હોય છે . હવે જો આ વાક્યમાંથી ‘ જ ‘ હટાવી દઈએ તો વાંચવામાં સામાન્ય વાક્ય લાગશે પણ ‘ જ ‘ સહિત વાંચસો તો તમને મક્કમતાની સાથે સાથે જિદ્દનો પણ થોડોઘણો અહેસાસ આવ્યા વગર નહીં રે . યસ , અહી જ કેચ છે . અસલમાં મક્કમતા સારી વાત છે , અડગ રહેવું ચોક્કસપણે ફાયદાકારક થઈ શકે છે પણ પછી એ જ મક્કમતા ઘણીવાર જિદ્દમાં ટ્રાન્સફર થઈ જાય ત્યારે આખીએ વાત જુદા જ ટ્રેક પર ચાલી જતી હોય છે . અડગ રહેવું કે મક્કમ રહેવું એ અલગ વાત છે અને અડગ જ રહેવું કે મક્કમ જ રહેવું એવો વ્યવહારનો અર્થ એ થાય છે કે તમે વ્યક્તિ , સ્થતિ કે સંજોગને સમજવાની કોશિશ કરવા માંગતા નથી . આવી પરિસ્થિતિમાં તમારી મક્કમતા કે જે અત્યાર સુધી તમને તો ગમતી જ હતી પણ કદાચ સામેવાળાને પણ જેના પ્રત્યે આદર થઈ ગયો હતો એ જ અડગતા ક્યારે જિદ્દીપણામાં પરિવર્તિત થઈ ગઈ એ તો તમને સમજાશે પણ નહીં .

                       મક્કમતા કે અડગતાનો સાદો અર્થ એ પણ થાય કે પોતાની વાત પર અડી રહેનાર ઇન્સાન ફ્લેક્સિબલ બની શકે છે . એ કદાચ સ્થિતિને આધીન થઈને પોતાની જિદ્દ કે મક્કમતામાં બાંધછોડ કરી શકે છે . ઘણીવાર આપણે નથી કહેતા કે ‘ ભાઈ તું તો ટસ નો મસ પણ નથી થતો ‘ બોલે તો પોતાની વાત કે વિચાર પર એટલો બધો મક્કમ હોય કે એમાં આઘુંપાછું થવાની કોઈ શક્યતા ના હોય . મક્કમ અને જિદ્દી એ બન્ને વચ્ચે અહી જ બોર્ડર આવી જાય છે . પણ મક્કમ બનવું કે અડગ રહેવું એ સારી નિશાની તો છે જ અને મક્કમ રહેવાથી કે અડગ રહેવાથી ઘણીવાર બને છે એવું કે વિકટ લાગતી પરિસ્થિતિ કે સંજોગોમાં કોઈ હલ નીકળી આવે છે . પણ આ વાત એવા મક્કમ વિચાર કે વ્યક્તિનેને લાગુ પડે છે કે જે સ્થિતિ મુજબ પોતાની અડગતાને આઘીપાછી કરી શકે છે . થાય છે કેવું કે ઘણીવાર મક્કમતાની આડમાં આપણે સામેવાળાની સ્થતિ કે એની વાતને પોતાના દિમાગ સુધી પૂરેપૂરી ઘૂસવા નથી દેતા  . ‘ એ બધુ સાચું પણ હું તો આમ જ કરીશ ‘ આવો એટીટ્યુડ એ વાતની નિશાની છે કે આપણે સામેવાળાની વાત સમજવા તૈયાર જ નથી અને અહી જ આપણી મક્કમતા કે જે અત્યાર સુધી વાતને સુલટાવવામાં અગ્રેસર હતી એ ‘ નહીં , હું તો આમ જ કરીશ ‘ ને લીધે જિદ્દમા પરિવર્તિત થઈ જાય છે અને વાતનું વતેસર તહત વાર નથી લાગતી .

                     મક્કમતાને માનસિક સ્વસ્થતા સાથે જોડવી જરૂરી છે . જેનું દિમાગ સ્ટ્રેસ વગરનું હોય એ વધુ મક્કમ રહી શકવાના . ઘણા હા કે ના ની અવઢવમાં અટવાતા રહે છે . કોઈ એક વિચાર કે વાત પર અડગ નથી રહી શકતા . ‘ અભી બોલા અભી ફોક ‘ ની જેમ ઘણાનું મન આવી સ્થિતિમાં ધજાની પૂંછડીની જેમ સતત ફરફરતું રહેતું હોય છે એવા લોકો કોઈપણ સ્થતિમાં મક્કમ રહી શકતા નથી કેમકે એમને સતત કન્ફ્યુઝન રહ્યા કરવાનું કે આ સાચું કે પેલું ? ‘ મૈ ઇધર જાવ કી ઉધર ? ‘ !!!! વાતે વાતે કે વ્યક્તિ વ્યક્તિએ જે પોતાના વિચારની દિશા બદલતો હોય એ ઇન્સાન ક્યારેય મક્કમ રહી શકે નહીં . કેમકે મક્કમ રહેવા માટે ખુદની વિચારશક્તિ કે નિર્ણયશક્તિ હોવી ખૂબ જ જરૂરી છે . કોઈએ કહ્યું એટલે નહીં પણ પોતાની રીતે અને પોતાની વિચારશક્તિને આધારે મક્કમ રહેનારની વાત ભલે કોઈને જીદ લાગે પણ એની પાછળ પોતાની વાત સાચી છે એવું માનવાનો આતનવિશ્વાસ રહેલો છે . યસ, મક્કમતા એ આત્મવિશ્વાસની બાય પ્રોડક્ટ છે એમ કહી શકાય . જો તમે સ્યોર છો .. જો તમે આશ્વસ્ત છો કે જે કરી રહ્યા છો કે જે બોલી રહ્યા છો એ સાચું છે કે પછી બરાબર જ છે તો એમાં તમારા આત્મવિશ્વાસનો પડઘો છે .

                   ‘ એક બાર જો મૈંને કમિટમેન્ટ કર દી તો ફીર મૈ અપની આપ કી ભી નહીં સુનતા ‘ આ બધુ ફિલમુમાં હારું લાગે બાકી આવી જિદડિયું વાસ્તવિકતામાં ના ચાલે ..!!! બરાબર છે કે ધાર્યું કરવા માટે જિદ્દી બનવું પડે છે પણ એ મક્કમતા નથી જ . બાળક કોઈ વસ્તુ લેવા માટે રોકકળ કરી મૂકે એ એની મક્કમતા નહીં પણ જિદ્દ છે અને જિદ્દનો જવાબ હકારમાં જ મળે એવું જરૂરી નથી પણ મક્કમ રહેવામાં એ વાતની સો ટકા ખાતરી છે કે તમારી વાત માનવામાં આવે જ . અને એનું કારણ એ છે કે તમે બધુ જ વિચારીને અને ‘ મારો જ કક્કો ખરો ‘ એના બધા જ પાસાને વિચારીને પછી જ પોતાની વાત પર મક્કમ રહ્યા હોવ છો . વાત ભલે વાંચવામાં કદાચ અઘરી લાગતી હોય પણ સ્થિતિ મુજબ જો વર્તન કરવાની આદત પડશે તો એનો ફાયદો થવાનો જ . જિદ્દ અને મક્કમ એ બન્ને વચ્ચે જે આછી પાતળી રેખા છે એ છે આત્મવિશ્વાસ . જી હા , તમારો કક્કો ખરો કરાવવાની આદત ત્યારે જ અમલમાં મૂકી શકો જ્યારે તમને વિશ્વાસ જ હોય કે મારી આ વાત કે વિચારનો વિરોધ થવાની કોઈ શક્યતા જ નથી એટલે કે એ વાત કે વિચાર મૂકતાં પહેલા જ તમે જે પ્રમાણે એની આગળ પાછળનું વિચારો એ જ તો છે આત્મવિશ્વાસ .

                   ‘ જીદ કરો ને દુનિયા બદલો ‘ એ વાત મક્કમતાને લાગુ પડે જ નહિ કેમકે જીદ કરવાથી જે વાત કે વિચાર કે સ્થતિ છે તેના નિરાકરણમાં વિલંબ આવી શકે છે . જિદ્દ સામે જિદ્દ ના પરિણામો વિપરીત પણ આવી શકે પણ મક્કમ સામે મક્કમ હોય તો બની શકે કે કોઈ સર્વમાન્ય હલ નીકળી આવે . જો કે પોતાની વાત પર મક્કમ રહેવું સહેલું નથી . ઘણીવાર તમારી એ મક્કમતાને કોઈ સમજી ના શકે એવા સંજોગોમાં તમારે તમારી વાત પર અડગ રહેવું પડે છે . વિપરીત સંજોગોમાં પણ પોતાની વાત સાચી જ છે એ સાબિત કરવા પાછળ ખૂબ બધો આત્મવિશ્વાસ અને મહેનતની જરૂર પડે છે અને જે વ્યક્તિ આ બન્ને બાબતોમાં પાછળ હોય એનામાં મક્કમતાનો ગુણ આવે એવી કોઈ શક્યતા હોતી નથી . ‘ અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી ‘ એ વાત સાચી પણ એ જ માનવી જ્યારે હિમાલય સર કરવા નીકળે છે ત્યારે વાતાવરણ , પરિસ્થિતિ મુજબ રસ્તો બદલે તો જ હિમાલય સર કરી શકે છે . બોલે તો મક્કમ રહેવું સારું છે પણ મક્કમતાની આડમાં જિદ્દી ના બની જવાય એ જોવું પણ જરૂરી છે ..!!!  (akurjt@gmail.com )                       .