TELECOMMUNICATION ACT 2023 in Gujarati Anything by Siddharth Maniyar books and stories PDF | ટેલિકમ્યુનિકેશન એક્ટ ૨૦૨૩

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

ટેલિકમ્યુનિકેશન એક્ટ ૨૦૨૩

તમારા નામે એક્ટિવ સિમ કાર્ડ કેટલા છે તે જાણવું તમારા માટે લાભદાયી રહેશે

ટેલિકમ્યુનિકેશન એક્ટ ૨૦૨૩ ટૂંક સમયમાં અમલી થશે

એક વ્યક્તિ તેના જીવનકાળમાં માત્ર ૯ સિમ કાર્ડ જ ખરીદી શકશે, વધારે ખરીદ્યા તો દંડ થશે

કેન્દ્ર સરકાર દ્વારા ટેલિકમ્યુનિકેશન એક્ટ ૨૦૨૩ હવે, લાગુ કરવા જઈ રહી છે. ત્યારે તેમાં અનેક એવી બાબતો છે જે બધાએ જાણવાની જરૂર છે. સૌથી મોટો મુદ્દો એ છે કે, એક વ્યક્તિ જે ભારતીય નાગરિક છે તે પોતાના જીવન કાળ દરમિયાન નવથી વધુ સિમ કાર્ડ લઇ શકશે નહીં. જાે, વ્યક્તિ નવથી વધારે સિમ કાર્ડ ખરીદશે તો તેને દંડ કરવામાં આવશે. એટલું જ નહીં, બોગસ પુરાવા આપી સિમ કાર્ડ મેળવવાના કિસ્સામાં ૩ વર્ષની જેલ અને રૂ. ૫૦ લાખ સુધીનો દંડ કરવાની પણ જાેગવાઈ નવા કાયદામાં કરવામાં આવી છે. ભારતમાં વ્યક્તિના પુરાવાના આધારે અન્ય વ્યક્તિ દ્વારા સિમ કાર્ડ ખરીદવાની ઘટનાઓ પણ બનતી હોય છે. જેની જાણકારી વ્યક્તિને હોતી પણ નથી. જાે યુઝરના પુરાવાનો ઉપયોગ કરી અન્ય કોઈ વ્યક્તિ સિમ કાર્ડ ખરીદે અને તેનો દૂરુપયોગ કરે ત્યારે તેનો ભોગ યુઝરે બનવું પડતું હોય છે. આવા કિસ્સામાં ત્યારે તમારા દસ્તાવેજાે સાથે કેટલા સિમ કાર્ડ જાેડાયેલા છે તે જાણવું ખુબ જ જરૂરી બન્યું છે.
તમારા આઇડી કે ડૉક્યુમેન્ટના આધારે કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે તે જાણવું ખુબ જ સહેલું છે. જેમાં માત્ર બે મિનિટ જેટલો જ સમય લાગે છે. ઈન્કવાયરી કરવા માટે તમારે કોઈ સરકારી કચેરી કે સિમ કાર્ડ આપતી કંપની પાસે જવાની પણ જરૂર નથી. એટલું જ નહીં તેનો કોઈ ચાર્જ પણ લાગતો નથી. ત્યારે આવો જાણીએ કઈ રીતે તમે જાણી શકો છા કે તમારા ડોક્યુમેન્ટ પર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે.

ડૉક્યુમેન્ટના આધારે એક્ટિવ સિમ કાર્ડની સંખ્યા જાણવાની પ્રક્રિયા
સૌ પ્રથમ afcop.sancharsaathi.gov.in પોર્ટલ પર જાઓ
જેમાં આપેલા બોક્સમાં મોબાઈલ નંબર એન્ટર કરો
એન્ટર કરેલા મોબાઇલ નંબર પર આવેલા ઓટીપીથી લોગઈન કરો
જે બાદ તમારા નંબર સાથે જાેડાયેલા તમામ મોબાઈલ નંબર સ્ક્રીન પર દેખાશે

લિસ્ટમાં તમને ખબર ન હોય તેવા નંબરને રિપોર્ટ કરો
tafcop.dgtelecom.gov.in પરથી મળેલી વિગતો ચકાસો
જાે યાદીમાં એવો કોઈ નંબર છે જેની તમને જાણ નથી તો તેની જાણ કરો
જે માટે નંબર પસંદ કરો અને This is not my number પર ક્લિક કરો
જે બાદ દર્શાવવામાં આવેલા બોક્સમાં ડોક્યુમેન્ટ અનુસારનું નામ દાખલ કરો
જે બાદ રિપોર્ટ બોક્સ પર ક્લિક કરો
ફરિયાદ દાખલ કર્યા પછી તમને ટિકિટ ID પણ આપવામાં આવશે

કેમ જાણવું મહત્વનું છે કે તમારા ડોક્યુમેન્ટ પર કેટલા સિમ એક્ટિવ છે?
તમારા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને કોઈ અન્ય વ્યક્તિ દ્વારા સિમ કાર્ડ લેવામાં આવ્યું છે કે નહીં તે જાણવું ખુબ જ મહત્વનું છે. જાે, તમને ખબર નથી અને અન્ય કોઈ વ્યક્તિ તમારા નામનું સિમ ઉપયોગ કરે છે તો ભવિષ્યમાં તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. કારણ કે, બોગસ ડોક્યુમેન્ટથી મેળવવામાં આવેલા સિમ કાર્ડનો ઉપયોગ મોટા ભાગે ગેરકાયદે કે આતંકવાદી પ્રવૃત્તિ માટે જ ઉપયોગમાં લેવામાં આવતા હોય છે.

...તો તમને રૂ. ૨ લાખનો દંડ થઇ શકે છે
કેન્દ્ર સરકારના નવો ટેલિકોમ કાયદામાં રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર સરકાર કોઈપણ ટેલિકોમ સેવા અથવા નેટવર્ક કે મેનેજમેન્ટને ટેકઓવર તેમજ સ્થગિત કરી શકે છે. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં જરૂર પડશે તો સરકાર ટેલિકોમ નેટવર્ક પર મેસેજીસને પણ અટકાવી શકશે. નવા નિયમ અનુસાર દેશમાં કોઈપણ વ્યક્તિ તેના સમગ્ર જીવનમાં ૯થી વધુ સિમ કાર્ડ લઇ શકશે નહીં. જાેકે, જમ્મુ કાશ્મીર અને ઉત્તર-પૂર્વ રાજ્યોના યુઝર માટે આ સંખ્યા છ રાખવામાં આવી છે. મર્યાદા કરતા વધારે સિમ કાર્ડ મેળવનાર વ્યક્તિને પ્રથમ વખત રૂ. ૫૦૦૦૦ રૂપિયા અને ત્યારબાદ દર વખતે રૂ.૨ લાખનો દંડ કરવાની જાેગવાઈ નવા કાયદામાં કરવામાં આવી છે.

જો પ્રમોશનલ મેસેજ મોકલો છો તો ગ્રાહકની સંમતિ મેળવવી પડશે
નવા ટેલિકોમ કાયદા અનુસાર ગ્રાહકોને પ્રમોશન મેસેજ મોકલતા વેપારીઓ, કંપનીઓએ પણ ચેતવણી જરૂરિયાત છે. પોતાના પ્રોડક્ટ કે પછી સેવાઓ સંબંધે ગ્રાહકોને સતત પ્રમોશનલ મેસેજ મોકલતા વેપારીઓ અને કંપનીઓએ પ્રમોશનલ મેસેજ મોકલતા પહેલા ગ્રાહકની સમંતિ લેવાની રહેશે. જે અંતે ટેલિકોમ સેવાઓ પ્રદાન કરતી કંપનીએ એક ઓનલાઈન મિકેનિઝમ બનાવવાનું રહેશે. જેથી કરીને યુઝર્સ તેમની ફરિયાદો ઓનલાઈન નોંધાવી શકે.

હાલના કાયદાની ૩૯ કલમ વધારી ૬૨ કરવામાં આવી
ગત વર્ષે ૨૦મી ડિસેમ્બરના રોજ ટેલિકોમ્યુનિકેશન એક્ટ ૨૦૨૩ લોકસભામાં અને ૨૧ ડિસેમ્બરે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જેને તે જ દિવસે પ્રસાર પણ કરી દેવામાં આવ્યો હતો. જે બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી પણ મળી ગઈ છે. જેથી હવે, તેને કાયદામાં પરિવર્તિત કરવામાં આવ્યો છે. આ કાયદામાં કુલ ૬૨ કલમ છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં આ કાયદામાં માત્ર ૩૯ કલમ જ અમલમાં છે.

નવા કાયદાથી ૧૩૮ વર્ષ જૂના કાયદામાં ફેરફાર થશે
કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવનાર નવો કાયદો ૧૩૮ વર્ષ જૂના ભારતીય ટેલિગ્રાફ એક્ટનું સ્થાન લેશે. હાલમાં ભારતીય ટેલિગ્રાફ એક્ટ ટેલિકોમ સેક્ટરનું નિયમન કરે છે. આ સિવાય આ બિલ ધ ઈન્ડિયન વાયરલેસ ટેલિગ્રાફ એક્ટ ૧૯૩૩નું પણ સ્થાન લેશે. જેની સાથે ટ્રાઈ એક્ટ ૧૯૯૭માં પણ સુધારો થશે.