કવને મેઈલ ખોલ્યો..
વ્હાલા મિત્રો ,
નારાજ પણ હશો અને ચિંતિત પણ..
ચિંતા ન કરો હું મારી મરજી થી જાઉં છું.
જિંદગીમાં ખુબ ભાગી લીધું .બહું ભુલો કરી.પૈસો પણ ખુબ કમાયો..સંબંધોનાં રંગ જોઈ લીધાં. બસ હવે ખુદની ખોજમાં જવું છે.જિંદગીનું લક્ષ્ય શું છે એ શોધવું છે. તમારી મૈત્રી અમુલ્ય છે.પાછો આવીશ જ્યારે મને મારાં સવાલોનાં જવાબ
મળી જશે.
મમ્મી -પપ્પાને મેં પત્ર લખી જાણ કરી દીધી છે.અલબત એ લોકોએ મારાં વિના જીવવાની આદત પાડી લીધી છે.એમને ?આરી પાસેથી કોઈ ઉમ્મીદ નથી.
ચલો ત્યારે ફરી મળશું.
કવન મેઈલ વાંચતો હતો એ દરમિયાન સુમિતને પણ મેઈલ આવ્યો..
************************************
ફાર્મનું વાતાવરણ બોઝિલ થઈ ગયું..કવન પણ ગુસ્સે થવાનાં
બદલે ઉદાસ થઈ ગયો....એને નયને વિચારતો કરી દીધો..પહેલીવાર એને નયનનાં નિર્ણય પર ગુસ્સો નહોતો આવતો.સહું ચુપચાપ બેઠાં હતાં.જિંદગીનાં લક્ષ્યની વાત સુમિતને ચુભી ગઈ હતી એને પોતાને પણ ક્યાં જિંદગીનું લક્ષ્ય ખબર હતી. એક એવો સંબંધ જે પરાણે નિભાવાતો હતો.જે બંધિયાર હતો..એક અટકેલો નિર્ણય જે મનનાં ઊંડાણમાં ક્યાંક હતો...કાયમી રહેતી પૈસાની તંગી.ટેલન્ટેડ હોવા છતાં..સુરતમાં જ રહેવાની જીદનાં કારણે અટકેલો કેરિયર ગ્રોથ..બધું જ સપાટી પર આવી ગયું.
સુરત જતાં પહેલાં એણે મનોમન કંઈ નિર્ણય લઈ લીધો.
ઘરે પહોંચતા જ સ્નેહાએ મીઠો છણકો કર્યો." મિત્રો સાથે જ રોકાઈ જવું તું ને !ઘરે આવવાની જરૂર શું હતી?
સુમિતે શાંતિથી એનો હાથ પકડી કહ્યું" અહીં બેસ",
મારે તારી સાથે જરૂરી ચર્ચા કરવી છે.એણે ગળું ખંખેરી શરૂઆત કરી" હું સમજું છું તું કંઈ વાતથી પરેશાન છે, પણ એનાં કારણે કાયમી ગુસ્સો?મને તારી નારાજગી ની સતત ચિંતા રહે કારણકે પ્રેમ કરુ છું તને, પણ બસ હવે મને ગુંગળામણ થાય છે. હું હવે કેરિયરમાં પણ ગ્રોથ ઈચ્છું છું.
એ આગળ બોલવા જતો 'તો કે આપણે ચેન્જની જરૂર છે.ક્યાંક ફરવા જઈએ. ગમા અણગમાને બધું ડીસક્સ કરીએ.ત્યાં સ્નેહાએ એની વાત અધવચ્ચે કાપતાં કહ્યું." હા હું એ એજ વિચારું છું કે આપણે હવે અલગ થઈ જવું જોઈએ "..
સુમિત સ્તબ્ધ સ્નેહાને જોઈ રહ્યો..." મારે હવે જિંદગીમાં કોમ્પ્રોમાઇઝ નથી કરવું.બાળકો...પૈસા મારે બધું જ જોઈએ "સુમિત ઉભો થઈ ગયો.." કાલે સવારે તારી શરતો કહીં દેજે કેમ ક્યારે? એ બધું...મને મંજુર છે. અત્યારે થાક્યા છું."
સ્નેહાએ જરા ઉત્સાહથી કહ્યું " તો..કાલે જ વકીલને મળી લઈએ...".." હા" સુમિતે જવાબ આપ્યો પણ સ્નેહાનો ઉત્સાહ એને આહત કરી ગયો.
***********************************
ફાર્મ પર ધીમે ધીમે જિંદગી પાટે ચડી રહી હતી .
કવન અને પ્રકૃતિ એ પાછા ફાર્મનાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું .હમણાં ઘણા દિવસથી પ્રકૃતિ થાક અનુભવતી હતી.
એક દિવસ વિડીયો શુટ કરતાં કરતાં અચાનક પ્રકૃતિ બેહોશ
થઈ ગઈ.
ઘણાં દિવસ સુધી હોસ્પિટલ, ડોક્ટર્સનાં ધક્કા રીપોર્ટસ...
ડોક્ટર્સે કરેલું નિદાન કવન સ્વીકારી નહોતો શકતો ."આવું કેવી રીતે બને? અમે તો કાયમ કુદરતની સમીપ રહ્યાં છીએ. હંમેશા કુદરતી ખોરાક લીધો છે .આ શક્ય જ નથી"
એ એટલો નાસીપાસ થઈ ગયો...જે જીવન જીવવા માટે અમેરિકા છોડ્યું , વૈભવ છોડ્યો..એ સાત્વિક જીવને શું આપ્યું? પ્રકૃતિને લેટેસ્ટ ઈમ્યુનો થેરાપી આપવાં અમેરિકા જવાનું હતું એણે ત્યાંજ રહેવાનું મન બનાવી લીધું.
પ્રકુતિએ મજબુત રહી એને ઘણો સમજાવ્યો...કર્મનાં સિદ્ધાંત ને એ બધું.પણ અત્યારે કંઈ સમજવાની સ્થિતિમાં ન હતો.
" હું એ બધામાં નથી માનતો, આ જન્મમાં આપણે સારાં કર્મો જ કર્યાં, તો ગયાં જન્મનાં કર્મો જે યાદ પણ નથી ..એનું બહાનું બનાવી જિંદગીએ કરેલાં અન્યાય નો ઢાંકપિછોડો કરવામાં મને રસ નથી.તું કર્મની વાત કરે ડોક્ટર્સ જેનેટિક્સની..હકીકતમાં તો કોઈ પાસે કોઈ સંતોષકારક જવાબ જ નથી."
અત્યારે એને કંઈ સમજાવી નહીં શકાય એવું લાગતાં પ્રકૃતિએ ચર્ચાનો અંત લાવતાં કહ્યું.." આ જો મે રીસર્ચ કર્યું છે.બ્લડ કેન્સર ક્યોરેબલ છે..હું વચન આપું છું હું તને અધવચ્ચે મુકી ક્યાંય નહી જાવ....એનાં આ વાક્યથી કવનને કંઈક શાતા થઈ..એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો...
*************************************
સુમિતને બેંગ્લોર સારી ઉંચા પગારની નોકરી મળી ગઈ , એ એની મમ્મીને લઈ ત્યાં જવા નિકળે એ પહેલાં પ્રકૃતિ કવનને મળવા ગયો..
ત્રણેય ખુબ ઉદાસ હતાં,પ્રકૃતિ અને કવન અમેરિકા જવાનાં હતાં..તો સુમિત સ્નેહા અલગ થઈ રહ્યાં હતા..પ્રાગ અને પ્રહર ને પણ આ ઉદાસી સ્પર્શી રહી હતી.કવન અને પ્રકૃતિએ એ લોકોથી નિદાન છુપાવ્યું હતું ,છતાંય પરિસ્થિતિની ગંભીરતા એ લોકો સમજે નહી એટલાં નાના નહોતાં.
નયનનત ત્યાંથી નિકળી મુંબઈ ગયો.ત્યાં એક હોટલમાં રોકાઈ એણે પહેલાં અમેરિકા એની કંપનીમાં વાત કરીઞકે એ એક વર્ષ બ્રેક લેવાનો છે..બધું ફંડ અરેન્જ કરી રચનાને એણે જાણ કરી.એને હતું રચના એને આ નિર્ણય લેતાં રોકશે, પાછા આવવાની જિદ્દ કરશે..તારાં વિનાં એક વરસ કેમ નીકળશે એવું કહેશે..એનાં બદલે એણે સાવ ઠંડકથી ક્હ્યું " નો પ્રોબ્લેમ
ટેક યોર ટાઈમ"
મરીન ડ્રાઈવ પર બેઠાં બેઠાં એ જિંદગી વીશે વિચારતો હતો...સાવ દિશાશૂન્ય છતાં મનની દિશા ઊઘડતી જતી હતી..
ત્રણેય મિત્રો સમયનાં અલગ અલગ રસ્તે ...વળતાં હતાં..ત્રિભેટે હતાં પણ દિશાઓ પહેલાથી તદ્દન વિપરીત...
ક્રમશ:
જિંદગી હવે કેમ કરવટ બદલશે?
જાણવા માટે વાંચતા રહો.
@ ડો.ચાંદની અગ્રાવત