Shankhnad - 14 in Gujarati Classic Stories by Mrugesh desai books and stories PDF | શંખનાદ - 14

Featured Books
Categories
Share

શંખનાદ - 14

પાકિસ્તાન ના આઈ એસ આઈ જાસૂસી સંસ્થા ના ચીફ લિયાકત અલી ખાને શબ્બીર કુરેશી અને અસ્લમ ઘોરી ને .. વિક્રમ સાન્યાલ ની પાછળ લાગી જવા નો હુકમ આપી દીધો હતો ...
બીજું બાજુ એક જવાબદાર જાસૂસ દ્વારા બમવગર કોઈ હરકતે પાકિસ્તાન ને ખુલ્લો ધમકી આપી હોવા થી દુનિયા ભર ના દેશો માંથી ભારત સરકાર ના વિદેશ ખાતા અને રક્ષા વિભાગ માં ફોન આવી રહ્યા હતા રાજેન્દ્ર મોડું સાહેબે અત્યારે ખુબ જ ઉમદા કૂટનીતિ થી કામ કરવા નું હતું અને એટલે જ એમને કેદારનાથ ને તાબડતોડ દિલ્હી બોલાવ્યા હતા ...
અત્યારે વડાપ્રધાન રાજેન્દ્ર મોદી સાહેબ , ગૃહ પ્રધાન સતીશ શાહ સાહેબ અને સી. બી આઈ ચીફ કેદારનાથ માથુર વચ્ચે વડાપ્રધાન કાર્ય લાયે એક ગુપ્ત બેઠકો ચાલુ રહી હતી

પાકિસ્તાન ના આઈ એસ આઈ જાસૂસી સંસ્થા ના ચીફ લિયાકત અલી ખાને શબ્બીર કુરેશી અને અસ્લમ ઘોરી ને .. વિક્રમ સાન્યાલ ની પાછળ લાગી જવા નો હુકમ આપી દીધો હતો ...
બીજું બાજુ એક જવાબદાર જાસૂસ દ્વારા બમવગર કોઈ હરકતે પાકિસ્તાન ને ખુલ્લો ધમકી આપી હોવા થી દુનિયા ભર ના દેશો માંથી ભારત સરકાર ના વિદેશ ખાતા અને રક્ષા વિભાગ માં ફોન આવી રહ્યા હતા રાજેન્દ્ર મોડું સાહેબે અત્યારે ખુબ જ ઉમદા કૂટનીતિ થી કામ કરવા નું હતું અને એટલે જ એમને કેદારનાથ ને તાબડતોડ દિલ્હી બોલાવ્યા હતા ...

" કેદારનાથ જી દેશ ની પરિસ્થિતિ જોઈ ને વિક્રમ સાન્યાલ જેવા દેશ ભક્ત નું લોહી ઉકલી ઉઠે .. એ સાચી વાત છે .. વિક્રમે જે કર્યું એ બરાબર કર્યું ...કેટલાક ડિપ્લોમેટિક રૂલ્સ અને નિયમો ને લીધે આપડે પાકિસ્તાન પર સીધો હુમલો કરી શકતા નથી .. અને પાકિસ્તાન તરફ થી પણ એવું જ ચગે એટલે એ આપડા દેશના થોડાક ગદ્દાર લોકો નો ઉપયોગ કરી ને આવા તોફાનો અને તોડફોડ કરાવી ને આપણું નુકશાન કરે ચગે અને પરીક્ષા રીતે યુદ્ધ લડે છે. આમ પણ સામી ચગતિએ આપડા પાર હુમલો કરવાની પાડોશી દેશ ની ઓકાત. નથી ...." વડાપ્રધાન Shri રાજેન્દ્ર મોદી સાહેબ બળાપો કાઢ્યો .. કેદારનાથ અને Shri સતીશ શાહ સાહેબ શાંતિ થી સાંભળતા હતા
વડાપ્રધાને થોડું પાણી પીધું ..
" જુવો હું સી.બી.આઈ કે વિક્રમ ની વિરોધી નથી પણ વિક્રમે જાહેર માં પાકિસ્તાન ને કોઈ પણ કારણ વગર ધમકી આપી છે એટલે આખી દુનિયા માંથી વિક્રમ ની સામે પગલાં લેવા માટે મારા પર દબાણ છે " આટલું બોલીને વડાપ્રધાન થોડું રોકાયા અને એક નજર સતીશ શાહ સાહેબ ઉપર નાખી .. સતીશ શાહ સાહેબે હાજર માં ડોકું હલાવી
" એટલે અમે નક્કી કર્યું છે કે એક વખત વિક્રમ સાન્યાલ ની ધરપક્ડ કરીયે એને વૉન્ટેડ જાહેર કરીયે અલ્બત્તર આ બધું નાટક જ હશે ..અને આપડે વિક્રમ ને પાછળથી પાકિસ્તાન સામે બદલી લેવા માટે સપોર્ટ કરીશું .. " વડાપ્રધાને તેમનો માસ્ટર પ્લાન કહ્યો.
" સાહેબ તમારો પ્લાન એકદમ સચોટ છે .. અને આ માટે સીબીઆઈ તમારી સાથે જ છે .. " કેદારનાથ ને બીક હતી કે વડાપ્રધાન આકરા શબ્દો માં સીબીઆઈ ની ઝાટકણી કાઢશે . પણ આ હોશિયાર અને ખમીરવંતા વડાપ્રધાને તો ગજબ નો રસ્તો કાડયો હતો ..
" અને આ પ્લાન આપડા ત્રણ વચ્ચે જ રહેવો જોઈએ " આટલા વખત થી ચૂપ રહેલા ગૃહપ્રધાન બોલ્યા.
" કારણ કે જો આપડે વિક્રમ ની ધરપકડ નું નાટક કરી રહ્યા છીએ એ વાત લીક થશે તો દુનિયા માં એવા ન્યુઝ જડે કે વિક્રમ ની પાછળ આપડી સરકાર નો હાથ છે .. તો આંતરરાષ્ટ્રીય રીતે આયોન ને નુકશાન થશે ". વડાપ્રધ ને કહ્યું
" આપ ચિંતા ના કરો સર તમે કહ્યું એ જ પ્રમાણે થશે ". કેદારનાથે કહ્યું.
" તો તમે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરીદો કે અમે પોલીસ ને આદેશ આપી દીધો છે કે આગળ ૪૮ કલાક માં વિક્રમ ની ધરપકડ કરો .. અમે વિક્રમ વિરુદ્ધ આકરા પગલાં લઈશુ
" જી " ગૃહપ્રધાને જવાબ આપ્યો .. ત્યાં બેઠેલા દરેક જાણ ના ચહેરા પર સંતોષ હતો ..અને સમગ્ર ભારત વાસી ને પોતા ના વડાપ્રધાન Shri રાજેન્દ્ર મોદી સાહેબ ની કૂટનીતિ પર અખંડ વિશ્વાસ હતો

*****.

ગૃહપ્રધાન ની પ્રેસ કોન્ફરન્સ ને લીધે પોલીસ એકશન માં આવી ગઈ હતી . દરેક જગ્યા એ . દરેક ટીવી ચૅનલ પર .. સોશ્યિલ મીડિયા માં વિક્રમ ના ફોટો ફરતા થયા હતા ..ક્યાંક સરકાર પર માછલાં ધીવત હતા.. ક્યાંક વિક્રમ ની પ્રશંશા થતી હતી .. દરેક શહેર ના પોલીસ કમિશ્નરોએ દરેક વિસ્તાર ના પોલીસ સ્ટેશન માં સખત આદેશ આપ્યા હતા કે ગમે તેમ કરી ને વિક્રમ ની ધરપકડ કરો .. સામાન્ય માણસ ના વિચારો થી ઘણી દૂર ની રાજનીતિ થઇ રહી હતી.

*****.
વિક્રમ ની ધરપકડ પકડ ના આદેશ થી સમગ્ર સીબીઆઈ એજન્ટો માં સરકાર તરફ એક ઘૃણા નો ભાવ ફેલાયો હતો .. દરેક એજન્ટ ગમે તેવા સંજોગો માં દેશ માટે મરી ફીટવા તૈયાર હોય છે .. છતાં વિક્રમ જેવા દેશભક્ત એજન્ટ ને સરકાર મદદ ના કરે એ સારું નથી.
સૂર્ય પ્રતાપ પણ સરકાર ના આ રવૈયા થી ખુશ ન હતો પણ જો વિક્રમ ની ધરપકડ થાય એમાં પણ એક રીતે વિક્રમ ની જ હિત છે એમ વિચારી ને એ ચૂપ હતો ..

********.

બીજી બાજુ વિક્રમ સાન્યાલ બંદૂક ની અણીએ ખુદ પોલીસ કમિશ્નર મજુમદાર ના સકંજા માંથી ભાગ્યો હતો .. તેને આ બધું થશે જ એવો અણસાર હતો જ . કારણ કે એક હોશિયાર સી.બી. આઈ એજન્ટ તરીકે એ સરકાર ના કામકાજ થી વાકેફ હતો .. એટલે જ એને ગાડી ભગાવી ને જલ્દી થી સીટી માંથી બહાર નીકળ્યો હતો .. વિક્રમે એક અવાવરું જગ્યા એ જાડી ની વચ્ચે ગાડી છુપાવી દીધી ..એ પણ જાણતો હતો કે પોલીસ આ ગાડી જલ્દી માં જલ્દી શોધી કાઢશે ..વિક્રમ ની એક બાબત માં હોશિયારી હતો .. અને એ છે વેઢ પલટો કરવા માં .. વિક્રમ વેશ પલટો કરવાનો સમાન હંમેશા પોતાની પાસે જ રાખતો .. ગાડી છુપાવી ને એને પહેલું કામ પોતા નો વેશ પલટો કરવા નું કર્યું .. એ એ એક ગુજરાતી વેપારી નો વેશ ધારણ કરી લીધો હતો .. વિક્રમ ને કોઈ ને કોઈ પણ એને ઓળખી શકે એમ ન હતું ..વિક્રમ વેશ પલટો કરવા માં એટલી માહિર હતો કે એ પોતાના ફિંગર પ્રિન્ટ પણ બદલી નાખતો હતો ...!!!!!
વિક્રમે પોતાની ગાડી છુપાવી દીધી હતી તેની સાથે તેને એક ગન , ગોળીયો નું બોક્સ અને બીજી જરૂરી સામગ્રી ઓ લઇ લીધી .. અને જે જગ્યા એ ગાડી છુપાવી હતી એ જગ્યા એ એને પોતાનો મોબાઈલ સ્વીટ્ચ ઑફ ક દીધો જેથી કરી ને સેનું આગળ નું લોકેશન કોઈ ને ના મળે .. અને ત્યારથી જ એની પાસે હંમેશા રહેતો એક ડામી મોબાઈલ એને ચાલુ કરી દીધો હતો ...!! અને ત્યાંથી હાઈવે તરફ ચાલવા લાગ્યો હતો ..! પાડોશી દેશ પાકિસ્તાન ની બરબાદી એની મંજિલ તરફ આગળ વધી રહી હતી ..!!!