ભાગ 2......
ધ્રુવ અને શંકર બંને મિત્રો વિચારે છે કે આપણે આ વખતે કોઈ યાત્રા પર જઈએ... તેથી આપણે મનોરંજન પણ થઈ જાય અને ફરી પણ લેવાય... બધા મિત્રો નો સાથે સહમત થાય છે.
' તો પછી આ પાક્કું રહ્યું કે આપણે યાત્રા પર જવા નું છે ' ધ્રુવે સ્મિત સા થે કહ્યું ..
"હા હા ભાઈબંધ " શંકર બોલ્યો..
એમાં એક નીતિન નામનો મિત્ર કહે છે કે :-' ભાઈ એ તો ઠીક કે આપણે યાત્રા પર જવાના છીએ , પણ ક્યાં ક્યાં જવાનું છે, એ તો કહે ભાઈ '
'' શરૂઆત કરીએ, આ યાત્રા આપણને જ્યાં લઈ જાય ત્યાં જશું.." ધ્રુવ નાં પાછળ થી કોઈ છોકરી નો અવાજ આવ્યો...
ધ્રુવે પાછળ ફરી ને જોયું તો તે આશ્ચર્ય ચકિત થઈ ગયો,,
અરે સંજની તું ક્યારે આવી?? ધ્રુવે તરત પ્રશ્ન કર્યો,
સંજની એ જવાબ આપતા કહ્યું:- "અરે હું તો ક્યારની આવી ને ઉભી હતી,,
એટલે તું અમારી વાતો સાંભળતી હતી? ધ્રુવે કહ્યું
"હા જ તો " થોડુક હળવું હાસ્ય કરતા સંજની એ ઉત્તર આપ્યો,
એટલા માં ધ્રુવ નું ધ્યાન પોતાના ફોન તરફ ગયું ત્યાતો તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો ,
ધ્રુવે ફોન ની ટીકા કરતા સંજની ને કહ્યું :- '' લો જુવો આને પણ હાલ જ સાથ છોડવો હતો,, શું કરવું મારે આનું હવે "
" કઈ નથી કરવું એને ચાર્જર માં મુક થોડીવાર બિચારા ને " સંજની એ હસતા હસતા કીધું,,
ધૂર્વે ઉત્તર આપતા કહ્યું કે, હા ચાલ ઘરે આને ચાર્જર માં મૂકી દઈશું અને આપણે શાંતિથી બેસી ને વાત કરશું,,
હા ચાલ...
બંને ધ્રુવ નાં ઘર તરફ જાય છે અને થોડી વાર માં તેઓ ઘરે પહોંચે છે , ધ્રુવ પોતાના ફોન નું ચાર્જર શોધવા માંડે છે , અને સંજની ધ્રુવ નાં ઘરે બનાવેલા ગાર્ડન માં ફૂલો જોવા માટે જાય છે.
થોડીવાર માં ધ્રુવ પણ ગાર્ડન માં આવે છે, અને સંજની પાસે આવી ને બેસે છે. ગાર્ડન માં પાણી નાં ફુવારા ચાલી રહ્યા હતા, આજુબાજુ નાના નાના પક્ષીઓનો કલરવ થઈ રહ્યો હતો, એટલે એકદમ રમણીય વાતાવરણ થઈ ગયું હતું .
સંજની વિખરેલા વાળ ને સરખા કરવા માંડે છે . એટલે ધ્રુવ તેને રોકતા કહે છે કે , સંજની એને એમ જ રહેવા દે , બહુ સારા લાગે છે,
એના ઉત્તર માં સંજની માત્ર સ્મિત જ કરે છે,
ધ્રુવ સંજની ને જોઇને રહે છે,,
એના એવા ભાવ થી લાગી રહ્યું હતું કે ધ્રુવ તેને બહુ પંસદ કરે છે....
સંજની ચપટી વગાડી ને બોલે છે ,,,,, ઓહ મિસ્ટર ઈન્ડિયા ક્યાં ખોવાઈ ગયા, કઈ બોલશો કે બસ આમ જોઇને બેસી રહેશો,,
એના કહેવા માં એવો ભાવ હતો કે ને એને ધ્રુવ નાં એ વર્તન નો કોઈ અસર જ નાં હોય ,,
ધ્રુવ વાત ને બદલાવતા કહે છે , કે.. યાર ફરવા જવા ની વાત તો કરી લીધી પણ ફરવા માટે જશું ક્યાં ?
અહીંયા તો આજુબાજુ માં ફરે તેવું કોઈ સ્થળ નથી. યાર તુજ કંઈક ઉપાય બતાવ કે આપણે કઈ બાજુ જઈએ ફરવા માટે ....
અરે યાર , તું એની ચિંતા કેમ કરે છે? બધા નક્કી કરે ત્યાં જશું આપણે ,,,,
ત્યાજ અચાનક કોઈ ફુવારાઓ નું પ્રેશર ફૂલ કરી દે છે એટલે ફુવારા નું પાણી એ બંને પર પડે છે .....
અરે નકચડી આ બાજુ ચાલ જલ્દી ભીંજાઈ જઈશ ; ધ્રુવે સંજની ને નવા નામ થી બોલાવી,,,
નકચડી ? ધ્રુ આ કેવું નામ ? દોડતા દોડતા સંજની બોલી.
હા તું તો નકચડી જ છે , બધી રીતે ,.ધ્રુવ હસતા હસતા બોલ્યો
એટલા માં તો સંજની નો ફોન વાગ્યો ,,,, સંજની એ કોલ ઉપાડ્યો અને એટલું બોલી ,.. તું વેઇટ કર હું આવું છું,,
અને કોલ કટ કરી દિધો...
ધ્રુવ હું જાઉં છું .....
ક્યાં જાય ? ધ્રુવે પ્રશ્ન કર્યો
મારે કામ છે જવું પડશે, આપણે પછી વાત કરીએ ,... સંજની એ ધ્રુવ નાં પ્રશ્ન ને ટાળતા કીધું ....
અને ચાલી ગયી....
ધ્રુવ એકલો હતો એટલે વિચારવા લાગ્યો ... અવે આને શું કામ હશે તે બી નાં કીધું ...... બહુ નખરાલી છે આ છોકરી ,,,, આમ વિચારતો વિચારતો સ્મિત કરે છે .......
ક્રમશ........