તે જેલ ખૂબ મોટી હતી એટલે રાધા ને તેની બાકીની ચાર સખીઓ સાથે મળવાનો સમય ન હતો અને તેને ખબર પણ ન હતી કે તે લોકો કઈ જગ્યાએ છે પરંતુ કોમ્પ્યુટર રૂમમાં અને લાઇબ્રેરીમાં તે લોકોને મુલાકાત થઈ જતી હતી. જમતી વખતે પણ તેને બાકી લોકોને શોધવાનો પ્રયત્ન કર્યો હતો પણ તે લોકોની મુલાકાત થઈ ન હતી.
સવિતાની સાથે રાધા ને સારી એવી મિત્રતા થઈ ગઈ હતી જ્યાં બીજી તરફ ચંદા અને કિંજલ આમ તો રાધાની સાથે વધારે વાત કરતા ન હતા પરંતુ વચ્ચે વચ્ચે તેની સાથે જ તોછડાઈથી વાત કરી લેતા હતા. તેની સાથેની જે પાંચમી છોકરી હતી તે તો બસ ચૂપચાપ પોતાનું કામ કરતી હતી અને કોઈની પણ સાથે વાત કરતી જ ન હતી.
રાધા નો તો હવે રોજનો ક્રમ થઈ ગયો હતો તે સવારે ઊઠીને સવારનું કામ પતાવ્યા બાદ સીધી કોમ્પ્યુટર રૂમમાં ચાલી જતી હતી. ત્યાં ગયા બાદ સાંજના 6 ક્યારે વાગી જતા તેની તેને ભાન જ રહેતી ન હતી. ત્યાંથી આવ્યા બાદ તે સાંજના જમવામાં મદદ કરવા જતી હતી. સવારે નાસ્તા ના વાસણો અટકવામાં પણ તેમ મદદ કરતી હતી કારણ કે બાકીના સમયમાં તો તે કમ્પ્યુટર રૂમમાં જ રહેતી હતી.
રાતે જેલની બારીમાંથી જે હળવું અજવાળું આવતું તે અજવાળા માટે બાકીના પુસ્તકોને વાંચતી હતી.
આમને આમ લગભગ એક મહિનો પસાર થઈ ગયો હતો. ત્યારે 12 એપ્રિલનો દિવસ હતો અને તેને જોયું કે તે દિવસ રવિવારનો હતો અને બધા લોકો જલ્દી જલ્દી થી કામ કરીને તૈયાર થઈ રહ્યા હતા. બધાના ચહેરા પર એક અનોખો તેજ દેખાઈ રહ્યો હતો.
" સવિતાબેન તમે બધા આટલા બધા ખુશ કેમ છો? આજે કંઈ ખાસ દિવસ છે?"
સવિતાબેન એ રાધા ના તરફ જોઈને ખુશ થતા કહ્યું.
" તને નથી ખબર? આજે સંબંધીઓને મળવાનો દિવસ છે. આજે કોઈને કોઈ અહીંયા રહેતા કેદીઓને મળવા આવે છે. તારા ઘરે કોણ છે તને પણ તો કોઈ મળવા આવશે ને?"
સવિતાબેન ની આ વાત સાંભળીને રાધા નો ચહેરો પીળો પડી ગયો કારણ કે તેને મળવા આવે એવું કોઈ જ ન હતું. સવિતાબેન એ આ વાતને નોટિસ કરી લીધી એટલે તેમણે પૂછ્યું.
" રાધા મેં તને ક્યારેય પૂછ્યું નથી પરંતુ,,, તું તારા ઘરમાં એકલી છે? ના, હું એટલે પૂછી રહી છું કારણ કે મેં તને તારા ઘરનાઓની વાત કરતા જોઈ નથી."
રાધા એ થુકને ગટકતા કહ્યું.
" મારુ આ દુનિયામાં કોઈ નથી અને જે છે એ મારા નથી."
આ એક લાઈન ઘણી હતી તેની બધી વાત કહેવા માટે. રાધા એ એક લાંબો શ્વાસ લીધો અને પછી સવિતાબેન ના તરફ જોઇને પૂછ્યું.
" મારી વાત મૂકી દો. તમે કહો કે, તમને મળવા કોણ આવી રહ્યું છે?"
રાધા નો સવાલ સાંભળીને સવિતાબેન ના ચહેરા પર હરવી સ્માઈલ આવી અને તેમણે કહ્યું.
" મારી વહુ અને મારો પોતરો."
" કેમ તમારી વહુ એકલા જ આવી રહ્યા છે તમારો દીકરો નથી આવી રહ્યો?"
રાધા ના આ સવાલ ઉપર સવિતાબેન નો ચહેરો ઉદાસ દેખાવા લાગ્યો. સવિતાબેન એ રાધા ના તરફ જોયું અને ઉદાસ અવાજથી કહ્યું.
" દસ વરસ પહેલા મારો દીકરો,,, લાંબી બીમારી પછી,,, મૃત્યુ પામ્યો છે."
" ઓહ! માફ કરજો."
સવિતાબેન એ લાંબો શ્વાસ લઈને રાધા ના તરફ જોયું અને કહ્યું.
" મારા દીકરાને હાઇપર ડાયાબિટીસ નો રોગ હતો. મારો દીકરો ખેતી કરતો હતો એક વખત કામ કરતા કરતા તેના પગમાં લાગી ગયો અને ધીરે ધીરે તે નાનકડો ઘાવ ખૂબ મોટો થઈ ગયો. તેણે તેમાં ધ્યાન ન દીધું અને એક સમયે તેનો તે પગ કાપવો પડ્યો."
વાત કરતા કરતા સવિતાબેન એ પોતાના પાસેના એક થેલામાંથી એક ફોટો કાઢ્યો અને રાધા ના તરફ પોતાનો હાથ લંબાવીને કહ્યું.
" આ મારા પરિવાર નો ફોટો છે મારો દીકરો વહુ અને તેમનો દીકરો. મારો દીકરો એક પગે પણ મહેનત કરતો હતો અને હું અને મારી વહુ પણ તેનો પૂરો સાથ આપતા હતા. શરૂઆતમાં તેને ઓછું દેખાવા લાગ્યું, ધીરે ધીરે તેને દેખાતું બંધ થઈ ગયું અને પછી તેને એક કિડની ખરાબ થઈ ગઈ અને આમને આમ તે રોગોનું ઘર બની ગયો."
રાધાએ તે ફોટોને પોતાના હાથમાં લીધી અને તેમાં જોયું તો એક દુબળો પાતળો છોકરો અને તેની સાથે એક સુંદર યુવતી અને તેના ખોળામાં 6 થી 8 મહિનાનું એક બાળક હતું. તે છોકરાની હાલત થોડી ખરાબ લાગતી હતી એટલે કે તે ખૂબ જ દુબળો હતો. સવિતાબેન એ પોતાની વાત આગળ વધારતા કહ્યું.
" મારા દીકરા નું નામ રમેશ હતું. રમેશ જ્યારે દસ વરસના હતો ને ત્યારે જ તેને બાપુજી ગુજરી ગયા હતા એક સર્પ કરડી ગયો હતો. મેં તેને બહુ લાડ થી મોટો કર્યો હતો. ડાયાબિટીસને લીધે ધીરે ધીરે તેની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ અને અમે તેને હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે ડોક્ટરે કીધું કે તેને કોઈ હાઇપર ગલાઈસેમિયા (હાઇપરગ્લાઇસેમિયા) નામની એક બીમારી થઈ ગઈ છે અને તે બહુ આગળ વધી ગઈ છે."
રાધાએ તે ફોટોને જોઈને સવિતાબેન ને પાછો આપી દીધો. સવિતાબેન નો અવાજ થોડો ભીનો થઈ ગયો હતો એટલે ગળું સાફ કરીને તેમને કાગળ કહ્યું.
" તેનો કપાઈ ગયેલો પગ હવે ધીરે ધીરે સડવા લાગ્યો હતો. તેને એક કિડની ખરાબ થઈ ગઈ હતી અને આંખેથી તે લગભગ આંધળો થઈ ગયો હતો. હોસ્પિટલ વાળા તેનો ઈલાજ કરતા હતા કે પછી તેનો ઢોંગ કરતા હતા પણ પૈસા બહુ ચાલ્યા જતા હતા."
સવિતાબેન એ શૂન્યના તરફ જોઈને કહ્યું.
" એક દિવસ જ્યારે હું જમવાનું લઈને તેની પાસે ગઈ ને તો તેને મને હાથ જોડીને કહ્યું કે માં મારાથી હવે નથી સહેવાતું મને મારી નાખ. તું બોલ હું મારા દીકરાને કેવી રીતે મારી શકું? જ્યારે મેં ના પાડી દો ત્યારે હાથ જોડીને કહ્યું કે તું મને મારી નાખ નહીં તો હું મને પોતાને મારી નાખીશ. તેને કહ્યું કે તે આત્મહત્યા કરવા માંગે છે પણ તેનામાં એટલી તાકાત નથી."
વાત કરતા કરતા સવિતાબેન ની આંખોમાં આંસુ આવી ગયા હતા. ભરેલા ગળાની સાથે તેમણે કહ્યું.
" એક અઠવાડિયા સુધી રોજ તેને મને હાથ પગ જોડીને એને મારવાનું કહ્યું. હું મારા દીકરાને આવી રીતે હેરાન થતા જોઈ શકું તેમ ન હતી એટલે એક દિવસ મેં તેને ખાવામાં ઝેર નાખીને આપી દીધું."
રાધા આશ્ચર્ય અને હેરાની થી તેમના તરફ જોઈ રહી. તેમના વાતો ઉપરથી એવું જ લાગી રહ્યું હતું કે તે તેમના દીકરા રમેશને બહુ પ્રેમ કરતા હતા. તેમના જ હાથોથી તેમના દીકરાને મારું તેમના માટે કેટલું અઘરું બની ગયું હશે. તેમના દીકરા કરતાં વધારે તકલીફ તો ખુદ સવિતાબેન ને થઈ હશે એ સમયે.
" હું શું કરત? તે જેટલું બીમારીથી તડપી રહ્યો હતો તેના કરતાં ઓછી તકલીફ તેને મરતી વખતે થઈ હતી. જ્યારે ડોક્ટર ને ખબર પડી તો તેને મને પકડાવી દીધી. મારી વહુએ તેમની સમજાવવાનો પ્રયત્ન કર્યો કે મારા દીકરા એ જ મને કહ્યું હતું કે તે મને મારી નાખે પણ મને જેલમાં નાખી દીધી. મને કહેવામાં આવ્યું કે એવું હોત તો મારો દીકરો મરસી કિલિંગ (મર્સી કિલિંગ)ની અપીલ કરી શકતો હતો."
રાધા ખુદ કાનુન વિશે ભણતી હતી એટલે તેને ખબર હતી કે પેશન્ટની મરજી વિના તેને મારી ન શકાય અને તેની મરજી હોય તો પણ તેને એક મર્સી કિલિંગની અરજી દેવી પડતી હોય છે અને જ્યાં સુધી કાનૂન તરફથી કોઈ ફેસલો ન આવે ત્યાં સુધી કોઈ પણ પેસેન્ટને મારી ન શકાય.
કાનુન ની ભાષામાં કહીએ તો આ એક મર્ડર હતું. પરંતુ હકીકત તો એ હતી કે સવિતાબેન બસ તેમના દીકરાને આ બીમારીની જિંદગીથી મુક્તિ કરી દેવા માંગતા હતા. કોઈપણ મા તેના દીકરાને આવી રીતે તરફડતા કેવી રીતે જોઈ શકે?
રીડર્સ તમને શું લાગે છે કે સવિતાબેન એ જે કર્યું એ સારું હતું કે એક ગુનો હતો? પ્લીઝ તમે મને તમારા મંતવ્ય બતાવજો.