Kanta the Cleaner - 19 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | કાંતા ધ ક્લીનર - 19

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

કાંતા ધ ક્લીનર - 19

19.

"ખરું ડેટિંગ નીકળ્યું આ." ધુંઆપુંઆ થએલી કાંતા ઘર તરફ જતાં સ્વગત જ બોલી. "પાછું રાઘવને એ બધી પંચાત શી હતી કે પોલીસે શું પૂછ્યું ને એનું નામ લીધું કે નહીં? આમ તો બહુ સારો છોકરો દેખાય છે. મારી સાથે તો બધામાં ઊભો હોય છે. એ રૂમમાં બધા છોકરાઓ વચ્ચેથી એણે જ મને સલામત બહાર કાઢેલી. ભલે પૈસા ન લાવી શક્યો, સ્મશાનમાં તો આવેલો! " તે રાઘવના વિચારો કરતાં રાઘવનો દેખાવ મન:ચક્ષુ સામે જોવા લાગી. ભૂરી આંખો, સુંવાળી ત્વચા પર રુવાંટી, પહોળા ખભા..

વિચારો કરતાં જ તે ઉત્તેજિત થઈ ગઈ. કાશ એ સાથે હોત! પણ બધાને એ કેમ ગમતો નથી?"

એ વિચારોમાં જ ઘર આવી પહોંચ્યું. તેણે બિલ્ડિંગ સામે જોયું. તેને થયું કે થાક અને શોક ને કારણે તેને ભ્રમણા, હેલ્યુસીનેશન થઈ રહ્યું છે. બિલ્ડીંગ નીચે સરિતા ઊભેલી અને તેની સામે એકીટશે જોઈ સ્મિત આપતી હતી.

તેને નજીક જતાં ખ્યાલ આવ્યો કે એ ભ્રમણા ન હતી, સાચે જ સરિતા હતી. એ ક્યાંથી? એને તો બીજે માળે ક્યાંક નજરકેદ રાખેલી ને?

સરિતા એને માટે સાદાં કહેવાય પણ મોંઘાં વસ્ત્રોમાં હતી. તેના શરીરના ઉભારો અને મેનીક્યોર કરેલા ગોરા ગોરા હાથો આછા અંધારામાં મોહિત કરી દે તેવાં લાગતા હતા. તેની આંખો લાલ હતી.

"હોય જ ને? ખૂબ રડી હશે. બહુ વીત્યું બિચારી પર." કાંતા વિચારી રહી.

"હેલો મેડમ. તમે અહીં? ગુડ ઇવનિંગ." તે બોલી ઊઠી.

"વળી મેડમ? મને દીદી જ કહેવાનું. દીદી તારે ઘેર આવી છે." કહી તેણે નજીક આવીને કાંતાને એવી જોરદાર બથ ભરી કે થોડી વાર તે શ્વાસ ન લઈ શકી.

છુટા થતાં કાંતાએ કહ્યું "દીદી, મને તમારા જ વિચારો આવતા હતા. આ બધું બની ગયું પછી તમે ક્યાં હશો, તમને કેવું દુઃખ થતું હશે.." તેમ કહેતી કાંતા બિલ્ડિંગમાં દાખલ થઈ. સરિતા પાછળ આવી.

કાંતાએ કહ્યું "આ અમારું ગરીબખાનું. ચાલી છે."

બાજુમાં જૂનો દાદરો હતો. નીચે કોઈના કોલસા પડ્યા હતા. દાદરા પર ચડતાં ક્રીક.. ક્રીક.. અવાજ આવતો હતો. મકાન એકદમ જૂનું, વ્હાઇટવોશ ઊડી ગયેલું હતું. ક્યાંક ભેજનાં ધાબાંઓ નજીક લીલ જામી ગઇ હતી. દાદરમાં દાખલ થતાં અંધારું હતું પણ ઉપર એકદમ ડીમ બલ્બ બળતો હતો તેની લાઈટ માંડ પહોંચતી હતી.

"હું પાંચમે માળે રહું છું. આવો." કહેતી કાંતા આગળ ગઈ.

" લિફ્ટ છે?" સરિતાએ પૂછ્યું.

"ના. અહીં એ સગવડ કેવી? સોરી. તમને ખૂબ તકલીફ પડશે." કહેતી કાંતા દાદરો ચડવા લાગી.

"ઇટ ઇઝ ઓકે. હું એનાથી પણ ટેવાયેલી છું." કહેતી સરિતા તેની પાછળ ચડવા લાગી. લાકડાના દાદરા પર તેની હિલ્સનો અવાજ પડઘાઈ રહ્યો.

કાંતાને નવાઈ લાગી કે આવી ઊંચી હિલ્સ સાથે સરિતા પોતાની હારોહાર પાંચ દાદરા ચડી કેવી રીતે?

કાંતાએ દરવાજામાં ચાવી ઘુમાવી તેનો ખટાક અવાજ આવ્યો અને કિચૂડાટ સાથે તેણે આગળીઓ ખોલ્યો, કર્કશ અવાજ સાથે દરવાજો ખુલ્યો.

કાંતાએ બહારથી લાઈટ કરતાં કહ્યું, "દીદી, તમે પહેલાં." અને બે હાથથી આવકારવાની મુદ્રા કરી રહી.

સરિતા રૂમમાં દાખલ થઈ અને ચારે બાજુ જોઈ રહી. કાંતા મમ્મી વગર શું કરવું તે વિચારી રહી. તેણે સેન્ડલ ઉતાર્યાં અને એક કપડું લઈ ધૂળ લૂછી રેકમાં મૂક્યાં. સરિતાએ પણ ઊંચી એડી વાળાં તેનાં વૈભવી સેન્ડલ ઉતારતાં તેનું અનુકરણ કર્યું.

"આવે એને બેસવા નહીં કહે પહેલાં?" સરિતાએ વળી તેને બિહેવિયર લેસન આપ્યું.

"ચોક્કસ. મારાં અહોભાગ્ય કે તમે આવ્યાં. મારાં દીદી. તમને નહીં ગમે પણ આ આજુબાજુની વસ્તી અને આવું જ ઘર છે મારું." કહેતી તેણે સવારે ઝાટકેલો છતાં ફરી સોફા ઝાટક્યો અને સરિતાને બેસવા કહ્યું.

"અરે હું તો આવી દુનિયાથી ટેવાયેલી છું. અર્ચિત સાથે આ સોનાના પાંજરામાં તો ચાર વર્ષ થી પુરાઈ છું. એ પહેલાં મારી પણ લગભગ આવી જ જિંદગી હતી." કહેતી સરિતા સોફાને એક ખૂણે બેઠી. બરાબર ત્યાં જ સ્પ્રિંગ વાગે એમ હતું પણ કાંતાએ ઉપર એક શેતરંજી મૂકી રાખેલી.

"હોય નહીં. એમ કેમ?" તે નવાઈથી પૂછતી કિચન નામે ચાર બાય ચારની જગ્યા તરફ જવા લાગી.

"હું કલકત્તા આવી વસ્તીમાં જ રહેતી. ત્યાંથી ભાગી છુટેલી. ફિલ્મમાં કે સ્ટેજ પર નશીબ અજમાવવાનાં સપનાં હતાં."


કાંતા અંદરથી એક માત્ર ટ્રેમાં બે કાચના ગ્લાસમાં પાણી લઈ આવી. સામે ચેર પર બેસવા જતી હતી ત્યાં સરિતાએ તેને પોતાની બાજુમાં બેસાડી. બેસતાં જ સરિતા ફરી તેની ફરતા હાથ રાખી, તેને ખભે માથું ઢાળી રડવા લાગી.

આવી સ્થિતિમાં શું કરવું એ કાંતાને સમજાયું નહીં. તે એમ જ બેઠી રહી. પછી સરિતાના ઘટ્ટ વાળમાં હાથ ફેરવી રહી.

ક્રમશ: