મમતા :૨
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ભાગ :૬૩
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
( મોક્ષા મુંબઈ જાય છે.અને પરીને મળી ખુશ થાય છે.અને સાધનાબેનને પણ મળે છે.હવે આગળ......)
મંત્ર આજ ઘરે મોડો આવ્યો......... પાર્કમાં વૉકીંગ કરવાં ગયો અને મિત્રો સાથે ગપસપ કરવાં લાગ્યો.અને પછી ઘરે આવ્યો.......
શારદાબા : આવી ગયો મંત્ર ? આજ કેમ મોડું થયું ?
મંત્ર : મોમ, ડેડ ગયા ઓફિસ ?
શારદાબા : હા, બેટા!
મંત્ર ફ્રેશ થવા તેનાં રૂમમાં ગયો. મંત્ર નાહવા માટે ગયો અને તેના મોબાઈલમાં કોલ આવે છે. રીંગ જાય છે....... મંત્ર નાહીને બહાર આવ્યો અને ફોન હાથમાં લીધો અને સ્ક્રીન પર" ફટાકડી " નામ જોઈ જોરથી બૂમ પાડીને બેડ પર કુદયો ..... તેણે તરત જ મિષ્ટિને ફોન કર્યો.
મંત્ર : " Hi, good morning"
કેમ છે ?
મિષ્ટિ: ઓકે, good morning
મંત્ર : કંઈ કામ છે ? તે સવાર સવારમાં યાદ કર્યો મને !!!
મિષ્ટિ : મંત્ર, હું થોડા દિવસ અમદાવાદ મારા માસીનાં ઘરે આવવાની છું. તો આપણે મળીએ .
બંને ક્યાંય સુધી વાતો કરતાં રહ્યાં.... મંત્ર બહુ ખુશ હતો કે મિષ્ટિ અહીં આવશે. તે ફોન મુકી નીચે આવ્યો. આજ મંત્રને કોલેજ જવાનો મુડ ન હતો તો ટી. વી. પર પોતાની ફેવરિટ મુવી જોવા બેસી ગયો.
બીજી બાજુ કેન્ટિંગમા પરી , પ્રેમ,એશા અને બીજા મિત્રો સેન્ડવીચ ખાતાં ખાતાં ગપાટા મારતાં હતાં. ત્યાંજ પરી પ્રેમને કહે.......
" પ્રેમ, હું જ્યારે પણ તારા મોમ,ડેડની વાત કરૂ ત્યારે તું ઉદાસ કેમ થઈ જાય છે?" ( પરી અને પ્રેમ ગાર્ડનમાં જાય છે.)
પ્રેમ: એવું નથી. મારા મોમ અને ડેડ વચ્ચે રોજ ઝઘડાં થતાં, બંનેનાં લવ મેરેજ હતાં. મોમ ખુબ રડતી પણ ડેડને કોઈ ફરક પડતો નહીં. તેને બસ તેનો બિઝનેસ,પૈસા સાથે જ લગાવ હતો. હું મોટો થયો. મોમને કેન્સર થયું અને મોમ મને છોડીને ચાલી ગઈ. અને પ્રેમની આંખોમાં આંસું આવી ગયા.
પરી : Take care, પ્રેમ.....
બોલતાં પરી કયારે પ્રેમનો હાથ પોતાના હાથમાં લઈ લે છે ખબર જ ન પડી.
પ્રેમ : મોમના ડેથ પછી મને ત્યાં જરા પણ ગમતું નહોતું. અને હું બા એટલે કે મારા ગ્રાન્ડ મધર પાસે અહીં મુંબઈ આવી ગયો.
પરી : તારા ડેડ તને કોલ કરતાં હશે ને ?
પ્રેમ : ના, ક્યારેય નહી! તેનાં માટે બિઝનેસ અને પૈસા જ મહત્વ નાં છે લાગણીનાં સંબંધો નહી !!!
પરી : પ્રેમ નો હાથ પકડી તેને સાંત્વના આપે છે.અને કહે........
"એ બાબત માં હું લકી છું. ડેડ,મોમ, મંત્ર અને મારા દાદી બધા જ મને બહુ પ્રેમ કરે છે"
એશા : પરી......પરી.......
પ્રેમ અને પરી ગાર્ડનમાં જ્યાં વાતો કરતાં હતાં ત્યાં એશા તેને બૂમ પાડી બોલાવે છે.
પ્રેમ સ્વસ્થ થઈ અને પરી સાથે પાછો કેન્ટીનમાં આવે છે.
એશા : શું ગુફ્તગુ ચાલતી હતી.બંનેની.....
પરી : કંઈ નહીં ડિયર બસ એમ જ......
દોસ્તો, હવે એક્ઝામ નજીક છે. હવે નો મસ્તી,નો વાતો બસ સ્ટડી .....અને બધાં છુટા પડયા.....(ક્રમશ)
(પ્રેમ અને પરીની નજદીકી વધતી જતી હતી.ઓછાબોલો પ્રેમ પણ હવે પરી પાસે પોતાનાં દિલની વાતો કરતો હતો.તો શું મંથન અને મોક્ષા પરી અને પ્રેમનાં સંબંધને સ્વીકારશે ?)
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
મમતા :૨ ભાગ :૬૪
💐💐💐💐💐💐💐💐
( પ્રેમ અને પરી હવે ધીમે-ધીમે નજીક આવતા હતાં. પ્રેમ હવે પરીને પોતાની દિલની વાતો કરતો હતો. હવે આગળ....)
પુનમની ચાંદની રાત હતી. આકાશ જાણે તારાઓથી ભરેલી ચુંદડી ઓઢી હોય તેવું લાગતું હતું. હૉલમાં શારદાબા, મંથન, મોક્ષા અને મંત્ર બેઠા હતા.
મંત્ર: મોમ, શું કરતી હતી તારી લાડલી પરી ?
મોક્ષા: તને યાદ કરતી હતી, કહે મંત્રને પણ અહીં મોકલ.....
મંત્ર : મોમ, પરી, અહીં કયારે આવે છે?
મોક્ષા : પરી હમણાં નહી આવે તેની એક્ઝામ છે તો ....
મંથન: પરીનાં અભ્યાસને એક વર્ષ પુરૂ પણ થઈ ગયું ખબર પણ ન પડી......
શારદાબા : હા, પરી હોય તો ઘરમાં ચહલ પહલ રહે.
મંત્ર : વાહ, બધા પરી..... પરી..... કરે, મારૂ તો કોઈ માન જ નહી!!
મોક્ષા : (મોક્ષા મંત્રનો કાન ખેંચી કહે.) તું પુરો દિવસ ઘરમાં ક્યાં હોય છે.વૉકીંગ, જીમ ને કોલેજ......
ત્યાંજ પરીનો વિડિયો કોલ આવે છે.પરી બધા સાથે વાતો કરે છે.મંથન, મોક્ષા, મંત્ર તેન એક્ઝામ માટે " All the best" કહે છે.શારદાબા પણ પરીને આશિર્વાદ આપે છે.
સમયને ક્યાં કોઈ બાંધી શક્યું છે.........એક બે ...પરીના બધાં પેપરો પુરા થયાં. પેપરો પણ સારા ગયાં. તેથી પરી ખુશ હતી. પણ હવે વેકેશન પડતાં તે અમદાવાદ જશે. અને એશા, પ્રેમ જેવાં મિત્રોથી દૂર જવું પડશે એ વિચાર માત્રથી પરી ઉદાસ થઈ .
પરી : એશા, તું પણ ચાલને મારી સાથે અમદાવાદ.
પ્રેમ : એમ, એશા આવે!! અને હું નહી ?
પરી : અરે!! બંને ચાલો....
પ્રેમ : ના, હું તો મજાક કરતો હતો. બા, અહીં એકલા થઈ જાય. આજકાલ એમની તબિયત પણ બરાબર રહેતી નથી.
એશા : હા, યાર હું ઘરે મોમને પુછી કહું તને.....
આજે છેલ્લો દિવસ હતો કાલથી બધા છુટા પડવાનાં હતાં. તો બધાએ સાથે હોટલમાં જઈ ડિનર લીધું. ખૂબ મજા કરી.
પ્રેમ : ચાલો, બાય પછી મળીએ....પ્રેમ પોતાની કાર લઈને નીકળી ગયો.
પરી અને એશા હોસ્ટેલ આવી તેનો સામાન લઈને એશાના ઘરે આવ્યાં.
એશાને તેની મોમે પરી સાથે અમદાવાદ જવાની પરમિશન આપી તેથી પરી અને એશા બંને ખુશ હતાં. અને બંને એરપોર્ટ જવા નીકળી ગયાં..
પરીને ગુમસુમ જોઈ એશા વિચારવા લાગી.... ઘરે જવાનું છે તો પણ પરીનાં ચહેરા પર રોનક કેમ નથી!!
એશા : હેયય... ડિયર શું પ્રેમની યાદમાં ઉદાસ બેઠા છો મેડમ!!
પરી : ના, યાર પ્રેમ સારો છોકરો છે. ખબર નહી પણ તેના તરફ એક અજીબ ખેંચાણ થાય છે.
એશા : લવ, પ્રેમ, મહોબત યે ઇશ્ક હે જાનું તું નહી સમજેગી..... અને એશા ખડખડાટ હસવા લાગે છે.
( ક્રમશ)
( પ્રેમથી દૂર જઈને શું પરીને તેનાં પ્રેમનો અહેસાસ થશે ? કે પછી...... હવેનો ભાગ ચોક્કસ વાંચશો.)
વર્ષા ભટ્ટ ( વૃંદા )
અંજાર