A woman's form in Gujarati Short Stories by Pravina Kadakia books and stories PDF | સ્ત્રીનું રૂપ

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

સ્ત્રીનું રૂપ

માનસીએ પરણીને ઘરમાં પ્રવેશ કર્યો. કુમકુમના પગલાં સાસુમાએ પડાવ્યા. એકના એક પનોતા પુત્રના લગ્નનો લ્હાવો સહુએ માણ્યો. બધી રીતે સુખી કુટુંબ હતું. માનસી સુંદર બહારથી હતી તેના કરતાં તેનું અંતર ચઢિયાતું હતું, તેથી તો મનન પોતાની જાતને ભાગ્યશાળી માનતો હતો. માનસી તેની નજરમાં વર્ષોથી આવી હતી. સ્વભાવે શરમાળ હોવાથી એકરાર કરતા નેવના પાણી મોભે ગયા.

ખેર, જે થયું તે આખરે મનની મુરાદ બર આવી. વાજતે ગાજતે માનસીને ઘરે લાવવાનો ઈડરિયો ગઢ જીત્યો. મનનને તે ગમતી હતી, માનસીની ચકોર આંખોએ નોંધ લીધી હતી. મનોજના પ્રેમમા પાગલ જાણી બુઝીને આંખ આડા કાન કરતી. આ થઈ મનની .

માનસીના મન અને હ્રદયમાં ચાલતું તુમુલ યુદ્ધ અને તેની વેદના કોઈની નજરે ન પડ્યા.તે છુપાવવા માટે માનસીએ અથાગ મહેનત કરી  હતી. તેમાં પ્રયત્ન દ્વારા તે સફળ પણ થઈ. મનન દોસ્ત જરૂર હતો. મનનો માણિગર નહી. માનસી તો વર્ષોથી મનોજને ચાહતી હતી. આગ બંને બાજુ બરાબર લાગી હતી. મનોજ અને મનન મિત્ર હતા. છતાં પણ મનનને તેમના પ્રણયની ગંધ સુદ્ધાં આવી ન હતી.

મનોજ સાધારણ કુટુંબનો હતો તેનો માનસીને જરા પણ વાંધો ન હતો. બંને યુવાન સારું ભણતર પામેલા પથ્થર ફોડીને પાણી કાઢવાની તાકાત ધરાવતા હતા. માતા પિતાનો એકનો એક દીકરો હોવાના નાતે મનોજ તેનો પડ્યો બોલ ઝીલતો.

માતાએ ખૂબ લાડથી ઉછેર્યો હતો. કદી મનોજને કોઈ પણ વસ્તુની અછત જણાઈ ન હતી. ગયા વર્ષે જ્યારે માતા પિતા ગોકુળ અને વૃંદાવન ગયા ત્યારે ટ્રેઈનના અકસ્માતમાં અપાહિજ થઈ ગયા. મનોજે મન મક્કમ કરી માનસીને કહ્યું, હવે “હું, મારા માતા અને પિતાની ચાકરીમાં મારું જીવન અર્પિત કરીશ.’ શ્રવણની વાર્તા મને નાનપણથી ખૂબ ગમતી હતી. ૨૧મી સદીનો શ્રવણ બનવાનો મેં મક્કમ મનથી નિર્ધાર કર્યો છે.

માનસી પ્રેમથી કહે ‘હું તને સઘળી રીતે અનુકૂળ બનીને રહીશ.’ ‘તારા માતા પિતાને પ્રેમથી સાચવીશ.’

મનોજ જાણતો હતો આજે ભલે આમ કહે કાયમનું થાય પછી તેને અણગમો આવશે.માતા અને પિતાના સન્માનની અવહેલના એ કોઈ પણ ભોગે થવા દેવા માંગતો ન હતો. તેણે ધીમે ધીમે માનસીને મળવાનું ઓછું કર્યું. નોકરી કરવાની, માતા અને પિતાનું ધ્યાન રાખવાનું.

આપમેળે  માનસીને મળવાનું નહિવત થઈ ગયું.  ઓછું થઈ ગયું.માનસી જોઈ રહી હતી. મનોજમાં આવેલું સંપૂર્ણ પરિવર્તન અને પોતા તરફનું દુર્લક્ષ્ય ન સમજે તેવી તે નાદાન ન હતી.

માનસીએ મનન પર અનુમતિનો કળશ ઉંડેલ્યો રૂમઝુમ કરતી તેને પરણીને ઘરમાં આવી. માનસી નર્સિંગનું ભણી હતી. મનનના પિતા ડોક્ટર હોવાને કારણે તેમની હોસ્પિટલમાં એક વિભાગ શરૂ કર્યો જેમાં અપંગ વડીલોની સારવાર કરી શકાય. માનસીએ મનનના ઘરમાં સહુના દિલ પ્રેમથી જીતી લીધાં.

લગ્ન પછી મનનને તન, મનથી સમર્પિત થઈ હતી. તેના જીવનમાં એક લક્ષ જરૂર હતું.

‘સેવા’.

આજકાલની યુવતીઓ પોતાના જીવનમાં શું જોઈએ છે તે બરાબર જાણતા હોય છે. સ્વભાવ પણ નિખાલસ હોવાને કારણે પ્રેમથી સહુના દિલ કેવી રીતે જીતવા તે કળામા નિપુણ હોય છે. આજ કાલની સાસુ પણ હવે માત્ર ઘર કામથી જ વહુની કદર થાય તેવું માનતી નથી. સમયની સાથે કદમ મિલાવી’ દીકરી કે વહુ’ કોઈ ભેદ રાખતી નથી. વહુને ઘરની લક્ષ્મી સમજી બધી સ્વતંત્રતા આપી રાજી થાય છે.

‘સ્વ ઘરે દિકરી પર ઘેર વહુ’એ બરાબર સમજીને ઘરમાં સુખ અને શાંતિ પ્રસરાવે છે. માનસી સવારે ચા પાણીથી માંડી જમવાની બધી સૂચના આપી જ્યારે દવાખાને જાય ત્યારે માની માફક ‘સાસુમા’ ટિફિન” બાંધી આપે અને તેનું કાર્ય ખૂબ સુંદર રીતે પાર પાડે તેવી ભાવના રાખે.

મનોજ અને મનન દોસ્ત હોવાને નાતે અવારનવાર મળવાનું થતું. વાતમાં ને વાતમાં મનને મનોજને માનસીના કામથી વાકેફ કરી. તે દિવસે ઘરમાં મહેમાન હોવાને કારણે માનસી સાથે ન હતી. માનસી પરણી હતી મનનને, સુખી હતી.

પહેલો પ્રેમ મનોજને કર્યો હતો. તેના માતા અને પિતાને પ્રેમ પૂર્વક સંભાળી શકે તેવો પ્રયાસ કરવાની તેના મનની મુરાદ હતી. મનન અને મનોજ મિત્ર પણ હતાં. આવું કાર્ય એક સ્ત્રી જ કરી શકે.

મનોજને ખાતરી થઈ કે આ પગલું ભરવા પાછળ માનસીનો ઈરાદો શું હતો. મનમાં તેને વંદના કરી. જરૂરિયાતમંદોને માનસી નજીવા દરે સહાય કરતી. તેના આવા શુભ આશયથી સહુ તેના કાર્યની કદર કરતા.

મનનને માનસી મળ્યાનો સંપૂર્ણ સંતોષ હતો. કેમ ન હોય તેના દિલની રાણી હતી! માનસી,

મનોજને ભૂલી સંપૂર્ણ રીતે મનન પર જાન છેડતી.

જ્યારે પહેલી વાર  માનસી માતા બની બાળકનું અવતરણ આ જગે થયું ત્યારે આનંદ મંગલ છવાઈ ગયો. ‘બાળક અને માતા તેમજ પિતા વચ્ચેના પ્યારનો અહેસાસ થયો. મનોજના માતા અને પિતાને જરૂર પડ્યે દવાખાનાના બહાને સાચવતી. ઉપકાર કરવા નહીં,લાગણીના નાતે. મનોજ એનો પ્રથમ પ્યાર હતો.

આજે એ મનની પત્ની અને ‘મીરાં’ની મા હતી.સ્ત્રીને સમજવી મુશ્કેલ છે તેની લાગણીનો અંદાજ લગાવવો શક્ય નથી. અનાદિ કાળથી સ્ત્રી,માતા, પત્ની, બહેન અને સાસુ વિગેરે પાત્રમાં ઝળહળે છે.

સીતા, મીરા,રાધા કે ઝાંસીની રાણી સ્ત્રી હંમેશા વંદનીય છે. પાવન પ્રેમની ગંગા છે. પ્યારની કોઈ કિંમત તેને મંજૂર નથી. સ્ત્રીના અવનવા રૂપ છે.

 

****************