Man ni Life Story - 2 in Gujarati Fiction Stories by Story cafe books and stories PDF | મન ની લાઈફ સ્ટોરી - 2

Featured Books
Categories
Share

મન ની લાઈફ સ્ટોરી - 2

પ્રકરણ 2 : હકલું અને ઢગલું

મિલન ગાર્ડન માં મેક્સ ને દોડતી જોઈને મનને પણ ત્યાં સવાર સવાર માં દોડવા જવાનું અને મેક્સ સાથે વાતો કરવાનું મન થયું. પણ શું કરે, આદત સે મજબૂર, જ્યારે એ લાલજી ભાઈ પાસે પહોંચ્યો ત્યારે હમેશની ટેવ હોવાથી ગાંઠિયા મંગાવાઈ ગયાં. મન નાં પપ્પાની એ જ ટાણે ફોન પર ની વાતો બંધ થઈ. પિતા અને પુત્ર ઘરે ગયા. પલ્ટો સજાવવામાં આવી અને ગાંઠિયા ની મજા ઘરના તમામ સદસ્યોએ લીધી. પણ મન મેક્સ ને ભૂલ્યો ન હતો, એટલે કે એની સવાર સવારમાં ગાર્ડન માં દોડવા વાળી વાતને ભૂલ્યો ન હતો.
'કોણ જાણે કેવી રીતે કોઈ પણ વ્યક્તિ ગાંઠિયા જેવા મસ્ત નાસ્તા ને મૂકીને સવારમાં વહેલા ઊઠીને દોડવા જઈ શકે ?'
મન એ તેની પ્લેટ નાં છેલ્લા ગાંઠિયા ખાતા વિચાર્યું.
આજે મન ક્યાંક ખોવાયેલો હતો. ભવિષ્યની કલ્પના કરતા એ ભૂતકાળ નાં સ્મરણો યાદ કરતો હતો. ક્યારેક ક્યારેક માનવી ને એવા વિચારો કરવા જોઈ જે એને પેલા કદી કર્યા ન હોય. એમ કરતાં વિચારોમાં નવીનતા અને અપડેસન આવે છે. કલાક લેખકો તો માનવ મન ને મશીન કહે છે. અને કમાલ ની વાત તો એ છે કે, બીજા ઘણા લેખતો કમ્પ્યૂટર નાં CPU ની સરખામણી માનવ મન થી કરે છે. એટલે કે, CPU= માનવ મન પણ, માનવ મન = મશીન. થોડો લોચો છે પણ શબ્દોનાં આ વિરૂદ્ધ ક્રમ ને કારણે એક વાત તો સમજાય છે કે, જેમ કોઈ પણ મશીન ઓઇલિંગ કર્યા વગર અને કામમાં લીધા વગર બગડી જાય છે એમ જ માનવ મન પણ કાટ ખાઈ જાય છે, કારણ કે એને બીજું કઈ પણ ખાવા મળતું નથી. એટલે મનને સતત ચલાવવું પડે છે નક્કર શટડાઉન થતા વાર લાગતી નથી. કોણ જાણે ક્યાં થી પણ જ્યારે મનએ મેક્સને પેલા ગાર્ડન માં દોડતા જોઈ ત્યારે માનો એના મન ઉપર કોઈએ ઓઈલિંગ કર્યું હોય એમ મનનું મન ચાલવા લાગ્યું.
ગાંઠિયા ખાઈ ને, ઓટકાર ખાધા બાદ એને એના PM એટલે કે પરમ મિત્ર, સચિન ને ફોન કર્યો. જ્યાં સુધી ફોનની રીંગ જાય છે ત્યાં સુધી હું તમને હકલુ અને ઢગલું ની મિત્રતાની વાર્તા કહું,
સચિન જ્યારે નાનો હતો ત્યારે એને સ્કૂલનું લેશન કરતા આળસ આવતી એટલે એ હરહંમેશ લેશન અધૂરું કે પૂરેપૂરું બાકી જ રાખતો. હવે નાના બાળકો દૂરદર્શી તો ન હોય. એને કેમ ખબર પડે કે, આવતી કાલે જ્યારે મેમ લેશન માગશે ત્યારે કેવા બહાના અપાય ! એ તો ઘણા અનુભવો બાદ સમજાય. પણ ત્યાં સુધી તો અનુભવો જ કરવા રહ્યા. એવી જ રીતે જ્યારે સચિન લેશન પૂરું ન કરે ત્યારે સ્કૂલમાં મેમ કે સર તેને ખાલી ઉચા અવાજે ખીજાય કે તરત જ સચિન પિલુડા પાડવા લાગે (રોવા લાગે). તમને એ ખબર હોય તો સારું પણ જો ન ખબર હોય તો હું તમને જાણવા માગીશ કે, રોવાનાં પણ વિવિધ પ્રકારો હોય છે જેમ કે, સુચા અવાજે રોવું, આંખ આડા હાથ મૂકી ને રોવું, રોવા આવતા અવાજ ન નીકળે એવી રીતે રોવું વગેરે. એમનો એક પ્રકાર છે, હકળાઈ ને રોવું. એટલે કે, રોવા ટાણે હકલાવવું એટલે કે, થોડી વાર અવાજ નીકળે પછી બંધ, પછી કઈક અવાજ નીકળે, પછી બંધ અને આ ક્રમ ત્યાં સુધી ચાલ્યો રહે જ્યાં સુધી રોનાર વ્યક્તિના આંખ માં દુકાળ ન પડે. સચિન પણ હકલાઈને રોનાર બાળક હતો. એટલે જ્યારે કોઈના પણ ખીજાતા, મારવાનો તો વારો હજી આવ્યો જ નથી માત્ર ખીજાતા, એ હકલાતો હકલાતો રોવા માંડે. આથી એના મેમ અને સરે એનું લાડકનું નામ હકલું રાખ્યું. અને ધીરે ધીરે એ આખી સ્કૂલ માં પ્રસરી ગયું.
બીજી બાજુ, મન ક્લાસ માં પેલો નંબર લાવનાર તેજસ્વી વિદ્યાર્થી હતો. પણ સમય જતાં મન ને સ્કૂલ માં બે જ વસ્તુ ગમવા લાગી હતી, પેલી ચિત્રકળા ની બુક અને બીજી સચિન ની ભાઈબંધી.
મનને નાનપણ થી ચિત્ર કરવાનો ઘણો શોખ હતો. એ પોતાના સ્કૂલ નાં ચિત્રો તો મસ્ત બનાવતો જ હતો પણ એના બીજા ફ્રેન્ડ, જેને ચિત્ર કરતા ભણવામાં વધુ રસ પડતો હોય, એમના ચિત્રો પણ મન જ દોરી આપતો અને બદલામાં બીજા ફ્રેન્ડ એને હોમવર્ક કરી આપતા. એટલે બેયનો મેળ થઈ જાય. સ્કૂલ માં જ્યારે રમવાનો, sorry ! જ્યારે ફ્રી લેક્ચર આવતો કે જેમાં છોકરાઓ ગ્રાઉન્ડ માં રમી શકે, એવા ટાણે પણ મન ચિત્ર કરતો. એને એક પેપર, પેન્સિલ અને થોડા કલર આપી દયો એટલે એ ઢગલાની જેમ એક જ જગ્યાએ ખબર નહિ ક્યાં સુધી એમ ને એમ પડ્યો રહશે. એટલે જ, સમય જતા ક્લાસનાં હોશિયાર છોકરા મનનું નામ પરિવર્તિત થયું અને એને બધા ઢગલું નાં નામ થી ઓળખવા લાગ્યા - ઢગલું ચિત્રકાળ.
એક દિવસે ઢગલું ચિત્રકાળ પાસે હકલું ચિત્ર કરાવવા આવ્યો.
"હા, ઠીક છે હકલું, હું તારું ચિત્ર કરી આપીશ." નાના મનએ નાના સચિન થી કહ્યું.
"પણ યાર," સચિનએ પોતાના મનની વાત મન થી કહી, "હું તારું લેશન નહિ કરી શકું. જો હું તારું લેશન કરીશ તો મારું બાકી રહી જશે. અને પછી મેમ મને ખીજાશે."
"કંઈ વાંધો નહિ યાર. પેલે તું તારું લેશન કરી લે, જો ટાઇમ વધે તો મારું કરી દેજે."
આમ સચિન અને મન એકબીજાના પેલી વાર સંપર્ક માં આવ્યા હતા. શરૂઆતમાં સચિન માંડ પોતાનું જ લેશન કરી શકતો. પણ ધીરે ધીરે સ્પીડ વધતા અને મગજ હાલતા એનું તો એ લેશન પૂરું કરતો જ પણ સચિનનું પણ લેશન પતાવી નાખતો. આમ, સમયની દોરીએ આ બંનેને એકબીજાના પાકા ભાઈબંધ બનાવી નાખ્યા. અને સ્કૂલ માં એ બેયની દોસ્તી વખણાતી. લોકો એમને સચિન અને મન ન કહેતા, લોકો તો એ બેય ને હકલુ અને ઢગલું કહેતા.
માનવી નાં રસ પ્રમાણે એના નિર્ણયો બદલાય છે અને એમ એનું જીવન પણ બદલાય છે. એવી જ રીતે, ટાઇમનું ટાયર ફરતા બધું બદલાઈ જાય છે. મનને ચિત્રોમાં વધુ રસ પડવાથી એ પેલા થી છેલ્લા નંબરે આવી ગયો. એને ભણવામાં જરા પણ રસ નહોતો આવતો. એને તો બસ ચિત્ર કરવા જોઈએ. બીજી બાજુ, સચિન ભણવામાં છેલ્લા થી પેલા નંબર ઉપર આવી ગયો હતો. એનો મુકાબલો કોઈ પણ કરી શકતો ન હતો. તેમ છતાં એને પોતાની ભાઈબંધી મન સાથે રાખી કારણ કે, એના જ કારણે એ ભણવામાં આગળ વધી શક્યો હતો. જો પેલા દિવસે મન સચિનનાં ચિત્રો કરવાની ના પાડી દેતો, તો પછી સચિન ને ચિત્ર કરવામાં આખો દિવસ લાગી જતો. તો એ વાંચતો કે લેશન ક્યારે કરતો ? આમ, જ્યારે મન સચિનનાં ચિત્રો કરતો ત્યારે સચિન લેશન કરતો. ધીરે ધીરે એને ભણવામાં રસ પડવા લાગ્યો એટલે એ લેશન પછી બીજું ઘણું બધું વાંચવા લાગ્યો. અને નાનપણની ભાઈબંધી થોડીના ભૂલાય !
10મુ પૂરું કર્યા બાદ મન ચિત્રકારની લાઈન પકડવા માગતો હતો, પણ એના પપ્પા નાં પ્રેશરથી એને એ લાઈન ન પકડી. બીજી બાજુ સચિન CA બનવા માગતો હતો, એટલે એને કોમર્સ રાખ્યું. આ જોતા મન નાં પપ્પા એ પણ ઢગલું ને હકલું જેમ જ કોમર્સ માં નાખી દીધો એને આવી રીતે 10 માં પછી પણ બેય પરમ મિત્રો એકી સાથે એક જ ક્લાસ માં છે.
હવે વર્તમાન માં આવી,
"હેલ્લો" ફોન ઉપાડતાં સચિને કહ્યું.
"હેલ્લો, હકલુ."
"હા, બોલ ઢગલું."
"કાલે વહેલું ઊઠીને આપણે મિલન ગાર્ડન માં દોડવા જવાનું છે."
"રનિંગ માટે ?"
"હા !"
"પણ કાં?"
મન સચિન ને પ્રકરણ એક ની આખી કથા સંભળાવે છે, જો તમને ફરી સાંભળવી હોય તો પ્રકરણ એક પુનઃ વાંચવા વિનંતી.
"તો મારો વિચાર એવો છે કે," મન આખી કથા સંભળાવીને આગળ ઉમેરે છે, "જો મારે મેક્સ ને ઈમ્પ્રેશ કરવી હોય તો મારે મિલન ગાર્ડન માં દોડવા જવું જોઈએ."
"સરસ, ભાઈ મારા. જાઓ જાઓ. મેક્સ સાથે રનીંગ કરો."
"ખાલી હું નથી જવાનો."
"તો ?"
"તારે પણ મારી સાથે આવવાનું છે."
"પણ યાર સવારે મારું ટ્યુશન હોય છે. એને મૂકીને રનિંગ કરવા..."
"તો તું મને મૂકી દે."
"અરે યાર ! પાછી એ જ વાત."
"જો હકલા, મારું અને મેક્સનું મેળ તારે જ કરાવાનું છે."
"હા, મારી ભૂલ કાં કે મેક્સ આખા ક્લાસ ને મૂકીને મારી સાથે જ વાતો કરે છે."
"હા, તારી જ ભૂલ છે. આજે હું મેક્સ ને મેસેજ કરું એનો જવાબ એ અઠવાડિયા પછી આપે. એના કરતાં કબૂતર ની સાથે એના ઘરે ચિઠ્ઠી જ મોકલી આપું. એનો જવાબ મને વેલો મળી આવશે. બીજી બાજુ તને એ દરરોજ સવારે good morning, સાંજે good evening અને રાત્રે good night નો મેસેજ મોકલે ! આવું હાલતું હોય ક્યાંય યાર."
"હા, ઠીક છે હવે રોતો નહિ."
"હું રોતો નથી, મારી વ્યથા ની કથા તને કહું છું. તારા વિના મારું કોણ છે જે મેક્સ સાથે મારો મેળ કરાવે ?"
"અરે..." સચિન ઊંડા વિચારમાં પડી જાય છે.
"હેલ્લો ? હક્લું ? મારી વાત સાંભળી ને ફોન કાપી નાખ્યો શું ?"
"નાં ! ચાલુ છે."
"હા તો બોલ. કાલનું ફાઈનલ રાખીએ, સવારે મિલન ગાર્ડન જવાનું ?"
"પણ..."
"હા તો રેવા દે. કંઈ વાંધો નહિ. હવે મારે બીજો કોઈ PM ગોતવો પડશે."
"હાલ, આવીશ કાલે સવારે."
"અરે વાહ યાર. હવે મજા આવશે."
"હા, મજા હવે આવશે."
બેય ફોન કાપી નાખે છે.

(આગળ ત્યારે જ વધશે જ્યારે તમે કૉમેન્ટ માં લખશો 'PM is rocks' !)

To be continued...