sasu aani aavya in Gujarati Short Stories by Anju Bhatt books and stories PDF | સાસુ આણી આવ્યા

Featured Books
Categories
Share

સાસુ આણી આવ્યા

                                                 સાસુ આણી આવ્યા 

 

             કજરી માથે પાણીનું બેડું લઈને ઘર તરફ જઈ રહી હતી. રસ્તામાં જે મળે તે હાથે કરીને કાજરીને ઊભી રાખતા હતા. પૂછતા હતા અને પેલી ચંપાકાકી તો જોડેથી નીકળે તોય મો મચકોડીને હાલતી થતી. આજે " કેમ ..કજરી સાસુ આણી આવ્યા ?" ને કેવા ખી ખી ખી કરીને હસી પડ્યા હતા. પોતેય તોછડો જવાબ આપેલો. " હા તમને કઈ વાંધો ?" 

" ના બાપલા અમને શું વાંધો હોય , આતો આ ઉમરે લોકો વહુ આણી આવે અને અહીતો હાહુ !" 

" કાકી મારા માથે ભાર છે હું જાઉં " કરતાં તે ચાલી, તેણે તીરછી નજરે જોયું ચંપા કાકી અન્ય સ્ત્રીઓ સાથે મજાક કરી રહ્યા હતા. કજરી ઘરે આવે. ઓસરીમાં આડી દીવાલ પાછળ બનાવેલા ચૂલાને નવી સાસુ ફૂકી રહ્યા હતા. તે બેડું મૂકી તેમની પાસે ગઈ.

" રેવા દો તમતમારે આરામ કરો રૂખી માસી "

તે પરાણે નવી સાસુને ઉઠાડી ને પોતે રોટલા ઘડવા બેસી ગઈ. ખોખારો ખાતા તેના સસરા આવ્યા. કજરીએ તીરછી નજરે જોયું બાપુની નજરોમાં જોમ હતું. આજે ઘણા દી'એ   બાપુ રોટલા ખાવા ઘરે આવ્યા હતા. તેમના ચહેરા પર પહેલા જેવી વેદના નહતી. પણ તેના માટે હવે ખરી મુસીબત શરૂ થઈ હતી. સસરા ઘરે આવતા થયા તો ઘરવાળો નાનકો રીસાયો હતો. બાપુએ નવી કરીજ કેમ? માં નાનકાને નાનો મૂકીને ગુજરી ગયા ત્યારથી નાનકા ને બાપુએ એકલ પંડે મોટો કર્યો હતો. ભણાવ્યો પરણાવ્યો.. અને આ ઉમરે નવી માં ઘરે આવી ત્યારે નાનકાને કેવી રીતે સમજાવવો તે તેને સમજાતું નહતું. સસરા એ આવીને પૂછ્યું " વહુ નાનકો આવ્યો ?" 

" ના બાપુ તમતમારે જમી લો ઈ મોડા આવશે " 

બપોર ઢળવા આવી નાનકો ના આવ્યો. તે તેને શોધતી ગામની ભાગોળે આવી. તેની પાસે જઈને બોલી " ઉઠ હવે " 

" આયે હું કામના આવીશ "

" તને ભૂખ તરસ નથી લગતી. જરાક જાત હમેતોં જો! મારો તો કાક વિચાર કર " તે હસ્યો  " તારો ! તું આખા ગામની ચિતા કરશ. હું જરૂર હતી નવી લાવવાની  "

" જરૂર વના હું કઈ કરું ? હવે તમને મરદ જાતને કોઇની લાગણી કે દુખ ક્યાથી હમજાય . હું ઉમર શ બાપુની બેતાળીસ આ ઉમર હાવ ભજન ગાવાની તો નથ "

" કજારી માં ગઈ તોણ બાપુ નવી લાયા હોતતો હરું લાગતે .હવ આ ઉમરે એ મન જરાય નહી ગમ્યું .હું બાપુથી જુદો રેવા જવાનો છું. મુખીકાકાન વાત કરીશ. થોડા લગન ખલવાડમાં ખોલી કરીને રહીશું." કજારી તેની સામે જોઈ રહી. ઓગણીસ વર્ષની રૂપકડી કજરી ભલભલાની આંખમાં વસી જાય એવી. એકતો યુવાન પાછી ચબરાક. ગામમાં સાત ચોપડી સુંધી ભણેલી. તેના બાપુએ નાનકો એકનો એક ઉટલારી વાળો ગામમાં ઘર અને એક વિઘો જમીન જોઈને તેને પરણાવી દીધી. નાનકો કઈ તેના માટે બુરો નહતો. થોડો જીદ્દી અને ગુસ્સાવાળો હતો. નાનપણથી ઘરમાં કોઈ સ્ત્રી જોઈ નહતી. બાપુ તેને ખૂબ વ્હાલા. બાપુએ નવી કરી તે તેને નહતું ગમ્યું તેમાં કજરી એ સાથ આપ્યો તેનો આઘાત લાગેલો. નાનકાને સાચી વાત કહેવી કે નહી તે કશ્મક્શ્મમાં હતી. એ ગુસ્સે થઈને કઈક કરી બેસે તો મને ઘરમાંથી કાઢી મૂકે તો ! એમે એ ઉતાવળીઓ છે જાજુ વિચારતો નથી. કજરી ને તેનો બહુ ડર લાગતો.  " હું વિચારમાં શ "

" તું મને પ્રેમ ક્કરશ મારા પર ભરોસો છે " તે હસી પડ્યો. " તને મારા ઘરે આવે કેટલો સમય થયો તને ક્યારેય મારા પ્રેમમાં ઓટ લાગી "  " તો મરાથી નારાજ કેમ છે " 

" તું આ નવી ઘરમાં લઈ આવી " તેણે તેની સામે જોયું. " નાનકા રૂખી નાનપણથી બહુ દ્ખી છે. માં બાપનું સુખ નથ ભાળ્યું. લગન થયા ને થોડા ટેમમાં ઘરવાળાને એરુ આભડયો. ભાઈ ભાભી આખો દી મજૂરી કરાવે. બે ટાંક પૂરું જમવાનુંય નો આપે. તેમનું દુખ મારાથી નો જોવાયું. એમને આપણાં ઘરે લાવી બાપુને હાથવારો મળશે. રૂખી મસીને માથે છત અને મનને શાંતિ મળશે. " તે એકીટશે કજરી સામે જોઈ રહ્યો. " કજરી તું તો બહુ દયાળુ આ વાત તો તારે મને પહેલા કેવી તી  ને !"

                                                                                        *****

તેના લગ્ન વહેલા થઈ ગયા હતા. તે આણે ફરતી હતી. પહેલી બે વાર તો સસરા સાથે ફોઇબા તેડવા આવ્યા હતા પરંતુ ઓણ દિવાળીએ  સસરા એકલા તેડવા આવ્યા હતા. પોતે પણ સાસરે જવા રાહ જોતી હતી. તહેવારો નજીક હોવાથી બસો માં બહુ ભીડ. ત્રણ કલાકનો રસ્તો. ઘરેથી જમીને નીકળ્યા હતા. બસમાં માંડ બેસવાની જ્ગ્યા મળી. કજરી હાથ એકનો ઘુંઘટ તાણીને તેમની બાજુમાં બેઠી હતી. મનમાં સંકોચ હતો. તે બારી બહાર જોઈ રહી હતી. થોડીવારે આંખ લાગી ગઈ. તે ક્યારે સૂઈ ગઈ તેની તેને ખબર ના રહી. તેણે ભાર ઊંઘમાં સસરા ના ખભે માથું ટેકવી દીધું. બારીમાંથી આવતા પવને તેનો ઘૂઘટ હટી ગયો. તેનો નાજુક ચાહરો પહેલીવાર સસરાએ જોયો. ટોલ ડુંગરી આવતા ખભો હલાવી તેમણે કાજરીને ઉઠાડી. તે ઉઠી વઢોતો લોહી ના નીકળે તેવી તેની હાલત હતી. સસરા થી દસ ડગલાં પાછળ તે ઘર તરફ ચાલતી એમએનભરીને જાતને કોશી રહી હતી. 

                          તે દિવસ થી સસરા ચહરજીની ઊંઘ ઊડી ગઈ હતી. નાનકાની માને ગયે વીસ વર્ષના વહાણા વાહી ગયા હતા. બધાએ બીજી કરી લેવા બહુ સમજવ્યું. આપણી નાતમાં નવી કરવી કોઈ નવાઈની વાત નથી. નવી વહુ તો આવી જાય પણ પોતાના નાનકાને માં નો પ્રેમ ના આપેતો. તેમને મન તો નાનકો ભલો ઘર અને ખેતર ભલૂ. ઘરમાં જ્યારથી વહુના જાજર રણકવા લાગ્યા ત્યારથી અને જે દી એ વહુ એ ખભે માથું મૂક્યું ત્યારથી ચેહરજીની ઊંઘ ઊડી ગઈ હતી. તે તીરછી નજરે કજરી ને જોઈ લેતા. તે પારખી ગઈ કે બાપુની નજરો બદલાઈ ગઈ છે. તેને ઘરમાં ડર લાગવા માંડ્યો. ચેહરજીએ ખેતરમાં નાનું જુપડું બનાવ્યું ચૂલો બનાવી હાથે રોટલા ઘડવા લાગ્યા હતા. તેમણે ઘરે આવવાનું બંધ કરી દીધું. નાનકો કહેતો ત્યારે કહેતા ખેતરમાં ધ્યાન આપવું જરૂરી છે. માથે દેવું છે પાક હારો ઉતરે તો કાક રાહત થાય. કહીને તેને મનાવી લીધો. કજરી તે કારણ જાણતી હતી. આખરે પુરુષ જાત. સાસુમાં લગ્નના વરહ માં વાયા ગયા હતા. વર્ષોથી દબાયેલી તેમની લાગણી એ ઉછાળો માર્યો હતો. કોકદી તો આમનો સામનો થવાનો. ના કરે નારાયણ ને કઈ ના બનવાનું બની ગયું તો. આખરે તેણે તેના ગામની વિધવા રૂખીબેન જોડે વાત ચલાવી. તેના બ બાપુએ તેને ચેતવી. નવી સાસુ આવશે તો તને ઘરમાંથી બહાર કાઢશે. તો પણ કજરી મનોમન નિરાંત અનુભવતી હતી. નાનકો માની ગયો હતો. 

                                                                                                    *****

સમાપ્ત