" શેઠ જી ઈલેક્ષસન માં એક મહી નો બાકી છે ..અને શું તમે એવું નથી ઇચ્છતા કે તમારા વેવાઈ મુખ્ય મંત્રી બને ? " જગતનારાયણ હવે આરપાર વાત કરવા માંગતા હતા
" અંકલ એમાં એવું છે ને કે આપડા રાજ્ય માં અત્યારે અનંત રાય શિંદે મુખ્ય મંત્રી છે અને અમારી પાર્ટી ના સર્વે મુજબ જો પાર્ટી નો મુખ્યમંત્રી નો ચહેરો બદલવા માં આવે તો અમારી પાર્ટી ને ૫૦% થી વધારે બેઠકો મળે એમ છે એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ હરકિશન તિવારી જી એ પાપા ને મુખ્યમંત્રી પદ ની ઓફર કરી છે " સુદીપ જલ્દી થી આટલું બોલી ગયો
" અરે આતો બહુ ખુશી ની વાત કહેવાય એવું હોય તો આપડે ઈલેક્શન પછી શાંતિ થી લગ્ન ની વાત કરીયે પહેલા ઈલેક્શન પતાવી દો " હરિવંશ આંશિક ખુશ થતા બોલ્યો અને મનોમન એવું વિચાર્યું કે જો આવું થાય તો પોતાને વિશાખા ને સમજવા નો ટાઈમ મળી જાય. પણ એને ક્યાં ખબર હતી કે જગતનારાયણ ના મનમાં લેવા મનસૂબા ચાલે છે એટલે જ હરિવંશએ લગ્ન ની વાત ઈલેક્શન પછી રાખવાનું કીધું એટલે જગતનારાયણ ના મન માં ફાળ પડી .
" અંકલ તમે સમજ્યા નહિ અમારી પાર્ટી ના અધ્યક્ષ હરકિશન તિવારી જી એ પપ્પા ને મુખ્યમંત્રી પદ નો ઑફર કરી છે પણ એના માટે આપડા રાજ્ય ની ૨૧૨ બેઠકો પર અમારા ઉમેદવાર ઉભા રાખવા પડે અને એ માટે દરેક બેઠકો દીઠ ૨ કરોડ રૂપિયા આપવા ના છે " સુદીપ અકળાયો હતો એટલે એને સીધે સીધું કહી દીધું.
હરિવંશ બજાજ પણ જમાના નો ખાધેલ વ્યક્તિ હતો એ તરત જ સમજી ગયો કે આ લોકો ૪૨૪ કરોડ નો ગાળિયો પોતા ના ગાલા માં નાખવા માંગે છે તેને એક નજર અંશુમાન સામે નાખી દીધી અંશુમાને પણ એમની સામે જોયું
" શું વિચારમાં પડીગયા શેઠજી હવે જો સુદીપ તમારો જમાઈ છે .. તો એટલી મદદ તો તમે અમને કરો જ ને ..અને એક વાર હું મુખ્યમંત્રી બની જાઉં પછી બંને વેવાઈ અબજો કમાઈશું " જગતનારાયણ ની ધીરજ હવે ખૂટી રહી હતી એટલે એ સુધી વાત કરતો હતો ..
હરિવંશ વિચારતો હતો કે ૪૨૪ કરોડ આપવા નો વાંધો નહિ પણ ક્યાંક વિશાખા આ લગ્ન કરવા રાજી ના થાય તો ?
હરિવંશએ અંશુમાન સામે જોયું .. આ સંકટ સમય ની સાંકળ હવે અંશુમાન જ હતો
" મંત્રીજી અમે થોડીવાર બહાર જઈને વાતચીત કરવા માંગીયે છીએ " અંશુમાને કહ્યું
" હા હા તમે વાત કરી લો મને કઈ વાંધો નથી " જગતનારાયણ બોલ્યો અને મક્કમ અવાજે ઉમેર્યું " પણ નિર્ણય અત્યારે જ લેવો પડશે ".
અંશુમાને તેની સામે એક નજર નાખી અને હરિવંશ બજાજ સાથે બાજુ ના રૂમ માં ગયો
********
અનિકેતે જીવણલાલ ને દસ હજાર આપી ને ગુડ્ડુ શાસ્ત્રી નું અડ્રેસ્સ મેળવ્યું હતું એ બહુ ખુશ હતો એની મોટર સાયકલ પૂર જોશ માં ભાગતી હતી હવે તે જલ્દી થી વિશાખા ને મળવા માંગતો હતો.
લગભગ અડધો કલાક પછી તે વિશાખા ના જુહુ વાળા બંગલે પહોંચ્યો હતો .. ચોકીદારે દૂરથી તેનું બાઈક આવતા જોયું ને તરત જ મેઈન ગેટ ખોલી દીધો ..અનિકેત બાઈક લઈને અંદર આવ્યો અને બાઈક પાર્ક કરી ને બાંગ્લા માં પ્રવેશ્યો .. ઉલ્લાસ તાવડે સોફા માં બેઠો બેઠો મોબાઈલ મચેડતો હતો ..