Niyati - 8 in Gujarati Love Stories by Priya books and stories PDF | નિયતિ - ભાગ 8

The Author
Featured Books
Categories
Share

નિયતિ - ભાગ 8

નિયતિ ભાગ 8
રોહન ઉપરથી નીચે આવતા જ પોતે આશ્ચર્યચકીત થઈ જાય છે પોતાના પગ ધ્રુજવા લાગે છે કારણ કે સામે રિદ્ધિ બેસી હોય છે પોતાના પરિવાર સાથે.. પોતાના ભાઈ જેવા મિત્ર ના પ્રેમ સાથે પોતે લગ્નની વાત કેવી રીતે કરી શકે એ વિચારીને એનું મગજ ચકરાવે ચડી જાય છે બીજી બાજુ રિદ્ધિ પણ ખૂબ જ ડરી જાય છે રિદ્ધિના શરીરમાં ધીર કંપારી છૂટી જાય છે જ્યારે રોહન પોતાને સ્વસ્થ કરી નીચે આવે છે.
નિહારિકા મહેતા: આવ દીકરા રોહન! કેમ શું થયું આટલો બધો પરસેવો? તુ ઠીક છે ને? તારી તબિયત તો ઠીક છે ને?
રોહન: હા દાદી હું બિલકુલ ઠીક છું. તમે ચિંતા ના કરો( રિદ્ધિ નામ મમ્મી પપ્પા ને પગે લાગે છે અને બધાની સાથે બેસે છે)
અવિનાશભાઈ( રિદ્ધિ ના પપ્પાને): આ મારો દીકરો રોહન..( રોહનને) દીકરા આ રિધ્ધી ના મમ્મી પપ્પા!
રોહન: જય શ્રી કૃષ્ણ અંકલ! જય શ્રી કૃષ્ણ આંટી!
રિદ્ધિ ના મમ્મી પપ્પા: જય શ્રી કૃષ્ણ દીકરા!
બંને પરિવાર એકબીજા સાથે વાતો કરે છે નિહારિકા બેન ને રિદ્ધિ રોહન માટે યોગ્ય લાગે છે જ્યારે રિધ્ધી ના પપ્પા પોતાની દીકરી આટલા શ્રીમંત પરિવારમાં સેટ થઈ શકશે કે નહીં એ વિચારે છે બીજી બાજુ રોહન અને રિદ્ધિ ક્યારે પોતાને એકબીજા સાથે વાત કરવા મળશે અને ક્યારે આ ગલત ફેમિલી એકબીજાને દૂર થશે એ વિચારે છે. થોડીવાર રહીને શ્વેતાબેન રોહનને રિદ્ધિ ને પોતાનો રૂમ બતાવવા માટે કહે છે. રિધ્ધી અને રોહન બંને ઉપર જાય છે. ઉપર રૂમમાં જતા.
રોહન: હાય રિદ્ધિ કેમ છે તું?
રિદ્ધિ: હાય રોહન બસ મજામાં તું કેમ છે?
રોહન: બસ મજામાં.
રિદ્ધિ: શું તને ખબર હતી કે તને જે છોકરી જોવા આવે છે એ હું છું?
રોહન: ના મને એવી કોઈ જાણ નહોતી જ્યારે મેં તને જોઈ ત્યારે હું ખુદ જ આશ્ચર્યચકીત થઈ ગયો.
રિદ્ધિ: હા મને પણ નહોતી જ ખબર અહીં આવે ત્યારે મને ખબર પડી કે હું જે છોકરાને જોવા માટે આવી છું એ તું છે. અને મેં વિચાર્યું કે પગભર થયા પછી જ કૃણાલ વિશે ઘરમાં કહું.
રોહન: હા તારી વાત સાચી છે.
રિદ્ધિ: હા સારું પણ હવે નીચે જઈને આપણે શું કહીશું?
રોહન: હા તું એની ચિંતા ના કર હું સંભાળી લઈશ.
રિધ્ધી: સારું. તો હવે આપણે નીકળીએ?
રોહન: હા જરૂર.
રોહન અને રિધ્ધી બંને નીચે આવે છે અને થોડીક વારમાં રિદ્ધિ નો પરિવાર મહેતાની વાતમાંથી વિદાય લે છે નિહારિકાબેન અને શ્વેતાબેન ને રિધ્ધી રોહન માટે ખૂબ જ ગમી જાય છે. રિદ્ધિ નો પરિવાર જતા જે રોહન પોતાના રૂમમાં જઈને કૃણાલ ને બધી જ વિગતો કહે છે જ્યારે બીજી બાજુ રિદ્ધિ પણ પોતાના ઘરે પહોંચીને વિધિ ને ફોન કરીને આજની સમગ્ર ઘટના જણાવે છે. વિધિ ને સમગ્ર ઘટના ની જાણ થતા ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે અને બંને બીજે દિવસે કોલેજમાં મળીને આ ઘટનાનું શું નિરાકરણ લાવવું એ નક્કી કરે છે.
( બીજે દિવસે સવારે)
વિધિ: મમ્મી ઓ મમ્મી જલ્દી કર મારે કોલેજ જવા માટે લેટ થાય છે.
ભક્તિબેન: આ મારી લાડકડી અને આ તારું ટિફિન અને બપોરે જમી લેજે. અને સ્નેહા ક્યાં રહી ગઈ?
વિધિ: હા મમ્મી એ આવે જ છે.
રમેશભાઈ: મારું પણ ટિફિન આપી દે હું પણ નીકળું જ છું.
ભક્તિબેન: સારું.
સ્નેહા: દીદી હું પણ તૈયાર જ છું ચાલો આપણે પણ નીકળએ.
વિધિ( ભક્તિબેન અને રમેશભાઈ ને પગે લાગીને): મમ્મી પપ્પા હું નીકળું છું.
ભક્તિબેન: સારું દીકરા પોતાનું ધ્યાન રાખજો.
સ્નેહા અને વિધિ: હા મમ્મી તમે ચિંતા ના કરો.
રમેશભાઈ: હા હું પણ નીકળું છું જય શ્રી કૃષ્ણ.
ભક્તિબેન:જય શ્રી કૃષ્ણ.
રમેશભાઈ અને સ્નેહા વિધિ નીકળી જાય છે અને ભક્તિબેન પોતાના ઘરના કામમાં લાગી જાય છે કોલેજે પહોંચીને વિધિ અને વિધિ પોતાના લેક્ચર્સમાં ધ્યાન આપે છે બ્રેક પડતા જ એ રોહન અને કૃણાલ સાથે બેસી છે.
કૃણાલ: હાય ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા?
વિધિ: કૃણાલ કેમ છો?
કુણાલ: બસ મજામાં.
રિદ્ધિ( ગુસ્સામાં): બધાને પૂછવાનું થઈ ગયું હોય તો આપણે જે વાત માટે ભેગા થયા છે એ કરીએ?
કુણાલ: પણ એ વાત માટે તો આટલું બધું ગુસ્સો શું કામ કરે છે?
વિધિ: કૃણાલની વાત સાચી છે આટલો બધો ગુસ્સો ના કરાય અને તને રોહને કીધું તો છે કે એ કંઈક કરી લેશે. તો શું કામ એટલી બધી ચિંતા કરે છો તારી મરજી વગર તારા પપ્પા તારા લગ્ન ક્યાંય નક્કી નહીં કરે.
રિદ્ધિ: હા મને ખબર છે. પણ ખબર નહિ કેમ મને કોઈ ગુસ્સો આવી રહ્યો છે.
વિધિ: પહેલા તુ શાંત થઈ જા પછી આપણે બધી વાતનું નિરાકરણ લાવીએ.
કૃણાલ: હા રિધ્ધી.
( રોહન આવીને ત્યાં બધા સાથે બેસે છે)
રોહન: હાય ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા?
વિધિ અને કૃણાલ: બસ મજામાં. તું કેમ છે?
રોહન: હું પણ મજામાં. આ રિદ્ધિ કેમ ગુસ્સે છે?
રિધ્ધી: રોહન! તે ઘરે શું કીધું? મને ડર લાગી રહ્યો છે રોહન હું કૃણાલ સિવાય બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું.
રોહન: અરે અરે રિદ્ધિ !તું ચિંતા નહીં કર . તારા લગ્ન કુણાલ સાથે જ થશે .મેં તને કહ્યું ને કે હું સંભાળી લઈશ.
વિધિ અને કૃણાલ: અમે બંને પણ એને ક્યારના એ જ વસ્તુ સમજાવી રહ્યા છીએ કે તું ચિંતા નહીં કર.
રોહન: હા
રીધી: હા સારું હવે આપણે કંઈ ઓર્ડર કરીએ? મને ખૂબ જ ભૂખ લાગી છે.
વિધિ કૃણાલ અને રોહન: હા ચાલો.
ચારેય પોતાનો મનગમતો નાસ્તો ઓર્ડર કરીને ખાય છે. ત્યાર પછી લેક્ચર ભરીને બધા પોતપોતાના ઘરે જાય છે બીજે દિવસે કોલેજ માંથી એક ટ્રીપ નું આયોજન કરેલું હોય છે પોતાને પોતાના મિત્રો સાથે અને મનગમતા પાત્ર સાથે ટ્રીપ પર જવા મળશે એ વિચારીને ચાર એ ખૂબ જ ખુશ થાય છે ચારે પોત પોતાના ઘરે વાત કરીને પરમિશન લઈ લે છે. ધીમે ધીમે દિવસો જતા જાય છે અને ટ્રીપ નો દિવસ આવી જાય છે.

#############₹₹####################
( શું થશે હવે આગળ? ટ્રીપ ની અવનવી વાતો અને કિસ્સા વાંચવા માટે જોડાયેલા રહો)
Thank you..