Niyati in Gujarati Love Stories by Priya books and stories PDF | નિયતિ - ભાગ 7

The Author
Featured Books
Categories
Share

નિયતિ - ભાગ 7

નિયતિ ભાગ 7
રિદ્ધિ અને વિધિ બને કોલેજની બહાર નીકળતા જ કૃણાલ ઉભો હોય છે. ત્યાં જ રોહન વિધિ ને કૃણાલ ને રિદ્ધિ સાથે ટાઈમ વિતાવવો છે એવું કહીને દૂર લઈ જાય છે હવે રિદ્ધિ અને કૃણાલ એક કેફે માં જાય છે. કેફે બહાર સામાન્ય પણ અંદરથી ખૂબ જ ભવ્ય હોય છે કૃણાલે રિદ્ધિ માટે અને પોતાના માટે એક સ્પેશિયલ ટેબલ બુક કરાવેલું હોય છે જ્યાં ફૂલની પાંદડી થી હેપી બર્થ ડે રિદ્ધિ એવું લખેલું હોય છે રિદ્ધિ તો આ બધું જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે એ તો જાણે સવારથી રાહ જોઈ રહી હોય કે ક્યારેક કૃણાલ આવે અને પોતાની બર્થ ડે વિશ કરે. કેસે માં રોમેન્ટિક સોંગ્સ ભાગી રહ્યા હોય છે અને કૃણાલે રિધ્ધિને પૂછીને વિધિની ફેવરિટ કેક બનાવડાવી હોય છે. ને એક ચેર પર બેસાડે છે અને કેક કટ કરવા કહે છે રિદ્ધિ કેક કટ કરે છે.
રિદ્ધિ: કૃણાલ પણ આપણે બંને જ અહીંયા શું કામ આવ્યા? રોહન અને વિધિ ને પણ સાથે લઈ લેવા હતા.
કૃણાલ: હા પણ મારે તારું એકલામાં થોડું કામ હતું પછી હું એ બંનેને બોલાવી લઈશ.
રિધ્ધિ: હા સારું બોલ શું કામ હતું તારે?
કૃણાલ( ઉંડો શ્વાસ લઈને): રિદ્ધિ જ્યારે મેં તને પહેલી નજરમાં જોઈ ત્યારથી જ તું મને ગમી ગઈ હતી ધીમે ધીમે આપણી બંનેની મિત્રતા થઈ અને હું તારા પ્રેમમાં ક્યારે પડી ગયો એ ખબર જ ના રહી શું તુ મારી સાથે આખો જીવન વિતાવીશ?
વાંચી શકાય એવો તું એક એહસાસ લખે તો

મારા જ માટે એક પત્ર ખાસ લખે તો

હમણાં જ ઊડવા માંડશે આ કાષ્ઠ પંખીઓ

તાજી રંગેલી ભીંત પર આકાશ લખે તો

પાણીનો સ્વાદ પણ હવે ભૂલી ગયો છું હું

જાગી જશે તરસ અગર તું પ્યાસ લખે તો

તારા સુધી તો કઈ રીતે પહોંચી શકું કહે

ધુમ્મસ ભર્યા છે માર્ગો, અજવાસ લખે તો

સપનાની જેમ આંખથી વિખરાઈ જાઉં હું

પાંપણ ઉપર જો અશ્રુથી ભીનાશ લખે તો

આંખોના રંગ પણ સાહેદ થઈ ગયા હવે

છેલ્લી ઘડીએ એ હવે વિશ્વાસ લખે તો

મેં તો લખી હનીફ હયાતીની આ ગઝલ

એ શક્ય છે કે તે હવે ઈતિહાસ લખે તો ..

રિદ્ધિ( આશ્ચર્યચકિત થઈ જાય છે): હા કૃણાલ મને પણ તું ગમે છે હું પણ તને પ્રેમ કરું છું.
કૃણાલ: આઇ લવ યુ રિદ્ધિ..
રિદ્ધિ: લવ યુ ટુ કુણાલ..
બંને થોડીક વાર વાતો કરે છે અને પછી વિધિ અને રોહનને બોલાવી લે છે. રોહને વિધિ ને બધી વાત કરી દીધી હોય છે જેથી વિધિ કેફે માં આવતા જ રીધી ને વળગી પડે છે.
વિધિ: કોન્ગ્રેચ્યુલેશન્સ રિધ્ધી અને કૃણાલ..
કૃણાલ અને રિધ્ધી : થેંક્યુ
રોહન: કોન્ગ્રેચ્યુલેશન્સ રિદ્ધિ!! કોન્ગ્રેચ્યુલેશન્સ મારા ભાઈ( કૃણાલે વળગી પડે છે)
કૃણાલ: હા તારો ખૂબ ખૂબ આભાર જો તું ન હોય તો તેને કઈ જ ના શક્યો હોત કે હું એને પ્રેમ કરું છું.
રોહન: અને એમાં શું મારા ભાઈની મદદ હું નહીં કરું તો બીજું કોણ કરશે.
વિધિ: હા હવે આપણે એ બધી વાતો મૂકી પહેલા કેક ખાઈ લઈએ.
રોહન: હા ચાલો જલ્દી આ તો ક્યારની બહાર હતી ક્યારની એને કેક જ ખાવી હતી ભુખડ!
વિધિ: હા હા બહુ સારું ચાપલા..
રોહન અને વિધિ જાગડવા લાગે છે અને કૃણાલ અને રિદ્ધિ એ બંનેના ઝઘડાને એન્જોય કરે છે. ચારેય રિદ્ધિ નો બર્થ ડે સેલિબ્રેટ કરીને પોતપોતાના ઘરે જતા રહે છે રિદ્ધિ અને કૃણાલ પોતાના નવા નવા પ્રેમ ને વાગોળતા દિવસો કાઢે છે અને એમ રવિવાર આવી જાય છે.
(મહેતા નિવાસ માં સવારથી જ કોલાહલ હોય છે કારણ કે આજે રોહનને જોવા માટે છોકરી વાળા આવવાના હોય છે શ્વેતાબેન સવારથી જ તૈયારીઓમાં લાગેલા હોય છે અને નિહારીકા બેન બધું જ કામ વ્યવસ્થિત થયું છે કે નહીં એ ચેક કરે છે અવિનાશભાઈ તૈયાર થઈ નીચે આવી ગયા હોય છે.
નિહારિકા મહેતા: અવિનાશ દીકરા રોહન ક્યાં છે મેં સવારનો એને નથી જોયો.
અવિનાશભાઈ: હા માં.. એ પોતાનો રૂમમાં તૈયાર થાય છે તમે ચિંતા ના કરો બધું જ ઠીક થશે.
નિહારિકા મહેતા: હા દીકરા તારી વાત સાચી છે હું આ બસ થોડી ઘણી તૈયારી જોઈ લઉં શ્વેતા બાકીનું કામ થઈ ગયું છે ને?
શ્વેતાબેન: હા માં બધી તૈયારી થઈ ગઈ છે તમે ચિંતા ના કરો. હું હવે બસ રોહનને જોવા જાઉં છું કે એ તૈયાર થયો કે નહીં? આપણા લાડકુમારને તૈયાર થતાં બહુ જ વાર લાગે છે.
નિહારિકા મહેતા: હા દીકરા તું એને જોઈ આવ.
ત્યાં જ બહારથી ગાડી આવવાનો અવાજ આવે છે અને મહેમાનો આવી ગયા હોય છે. અવિનાશભાઈ મહેમાનોનું સ્વાગત કરે છે અને નિહારિકા બેન સ્મિત સાથે એમનું સ્વાગત કરે છે.
નિહારિકાબેન: જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા? ઘર શોધવામાં કંઈ તકલીફ તો નથી પડી ને?
છોકરી ના મમ્મી: ના ના બા કઈ તકલીફ નથી પડી.
( છોકરી નિહારિકાબેન અને અવિનાશભાઈ ના પગે લાગે છે)
નિહારિકાબેન: ખૂબ સુખી થાઓ દીકરા. અવિનાશ જા જોઈ આવ રોહન ક્યાં રહી ગયો?
અવિનાશભાઈ: હા મા..આ આવ્યો રોહન..
રોહન ઉપર થી નીચે આવતા જ એના પગ થંભી જાય છે અને એને ચક્કર આવવા લાગે છે જાણે ભગવાન એની સાથે કોઈ રમત કરી હોય એવું એને લાગવા લાગે છે સામે બાજુ પેલી છોકરી પણ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે અને કાપવા લાગે છે.

₹#########₹#₹#№########₹#₹₹#######
(શું થશે હવે આગળ? કોણ છે આ છોકરી?)
આગળ જાણવા માટે વાંચતા રહો નિયતિ ..
Thank you ..