Tribhete in Gujarati Classic Stories by Dr.Chandni Agravat books and stories PDF | ત્રિભેટે - 20

Featured Books
Categories
Share

ત્રિભેટે - 20

પ્રકરણ 20

નયન જાણે ઉંડા અંધારામાંથી બહાર આવતો હોય એમ એનાં પગમાં એક ઝટકો લાગ્યો..આજુબાજુનાં અવાજ એનાં કાનમાં પડવાં લાગ્યાં, પણ સ્પષ્ટ કંઈ સમજી શકાતું નહોતું. કાનમાં પડતાં શબ્દો અસ્પષ્ટ અક્ષરો બની ગાયબ થઈ
જતાં હતાં.

ધીમો ગણગણાટ એનાં કાને પડ્યો." એક અઠવાડિયાં થી એ આઈ .સી.યુમાં છે , એની પત્નીને તો મેડીક્લેમ સિવાય કંઈ પડી નથી..ક્યાં સુધી અંકલ આંટી માટે તું રજા લઈશ?" શશશ....સ્નેહા મેં તને ઘણીવાર કહ્યું છે મારા મિત્રો મારો પરિવાર છે...હવે એક શબ્દ નહી." સુમિતે ધીમાં પણ મક્કમ અવાજે કહ્યું..

નયન વિચારવા લાગ્યો " કાશ એ લોકોની વાત માની હોત અને બીજીવાર યુ.એસ ગયો ન હોત, તો આજે મમ્મી પપ્પા અને મિત્રો કોઈ મારાં દુઃખે દુઃખી ન હોત"

વિચારતાં વિચારતાં જ એ તંદ્રામાં સરી પડ્યો. સાત વર્ષ પહેલાં કવનનું માની આવી ગયો, પાછાં ન જવાનું જાણેમન બનાવી લીધો.મમ્મી પપ્પા પણ નિર્ણયથી રાજી હતાં. અહીં ઠીકઠાક એવી જોબ પણ મળી,.

રચના નો સંપર્ક થયો એનાં કરતાં ખાસ્સી નાની રચના અતિ મહત્વકાંક્ષી અને ચબરાક ..નયન જાણે રચનામય બની ગયો.
રચનાની પહેલી શરત જ એ કે નયન પાછો અમેરિકા જાય અને એને પણ બોલાવી લે.

જે મા બાપ અને મિત્રો જોઈ શકતાં હતાં એ તેણે ન જોયું.લાખ સમજાવવાં છતાં એ પાછો અમેરિકા ગયો.


ત્યાં જઈ ઘર બનાવવામાં, રચનાનાં સપનાં એનાં ભાઈ બહેનનાં સપનાં એ બધામાં સતત તાણ ..મલ્ટિપલ જોબ્સ બિઝનેસ એ ખુદને જ ભુલી ગયો.. મિત્રો પરિવારથી એ દુર જ રહે એ રચના ખાસ ધ્યાન રાખતી.એનાં મમ્મી પપ્પા ત્યાં ગયાં તો પણ એ વધું સમય ન વિતાવે એમની સાથે એવી ગોઠવણ કરી રાખતી.


સતત કામ અને લાગણીનાં અભાવે તાણે એને ડાયાબિટીસ ભેટ આપી.સમય સાથે પૈસા પર્યાપ્ત હતાં એટલે પરિવારને જાણે જરૂર જ ન રહી.નાના દિકરો દીકરી એની આસપાસ હોય ત્યારે જ એ જીવંત હોવાનું અનુભવતો.

ધીમે ધીમે ખાલીપો એને ડીપ્રેશનમાં દોરી ગયો.કાઉન્સેલરની સલાહથી જ એ વતન આવ્યો હતો.

કડવી મીઠી યાદોમાંથી પસાર થતાં એનાં પગ ખેંચાવા લાગ્યા.સુમિત તરત જ ડોક્ટરને બોલાવી લાવ્યો.ડોક્ટરે તપાસી ને કહ્યું" ચિંતાની કોઈ વાત નથી, એ સારી નિશાની છે,એ કોમામાંથી બહાર આવે છે. "

એ સંપુર્ણ હોશમાં આવ્યો ત્યારે એનાં મમ્મી પપ્પા સુમિત, કવન અને પ્રકૃતિ એનાં રૂમમાં મોજુદ હતાં.એનાં બંનેમાંથી એને ભેટી પડ્યાં.મમ્મી ખુણામાં ઉભી આશું સારતી હતી.
*************************************


હોસ્પિટલમાંથી રજા મળી ,એ લોકો કવનનાં ઘરે હતાં ત્યાં કવનની રીક્વેસ્ટથી પુલિસ સુરક્ષા ગોઠવાઈ ગઈ હતી.એટલે કવને સહુંને ત્યાં જ રહેવું એવું નક્કી કર્યું.સ્નેહા સુમિતથી નારાજ થઈ જતી રહી અને નયનનાં મમ્મી પપ્પાને આ ઉંમરે ઘરે જ ફાવતું.

નયનને પહેલાં એ જાણવું હતું કે એને ગોળી વાગ્યાં પછી શું થયું?કોણ હતો એ માણસ અને એ કંઈ વાતનો બદલો લેવા માંગતો હતો.

પ્રાગે ઉત્સુકતાથી વાત ચાલું કરી..આ ઘટના પછી નયનકાકા એનાં તરુણ મનમાં હીરો સ્થાપિત થઈ ચુક્યાં હતાં.જે વિલન સાથે ફાઈટ કરે..એ રોજ પ્રહર પાસે વાત દોહરાવતો.

એણે ખુબ ઉત્સાહથી અને નાટકીય ઢબે નયનને કેવી રીતે પોલિસ આવી એમને છોડાવ્યાં એ વાત કરી.

નયનની સાચી ઉત્સુકતા તો કિડનેપર વિશે જાણવાની હતી.
એણે પુછ્યું ત્યારે કવન , પ્રકૃતિ અને સુમિત એકબીજા સામે જોવા લાગ્યાં.એ લોકોને આટલાં વર્ષે દીશાનાં નામનો ઉલ્લેખ કરી નયનને દુઃખ નહોતું પહોંચાડવું.

કવને જરાં શબ્દો ગોઠવી ને કહ્યું " એ આપણે કોલેજમાં જે એક્સિડન્ટ થયું અને જે ડ્રાઈવર વિરુદ્ધ તે સાક્ષી બની જુબાની આપી એ વિરાટ હતો" એ પહેલીવાર જ ગાડી લઈને નીકળ્યો હતો બ્રેક ને બદલે એક્સેલેટર દબાઈ ગયું અને..."

" એને સજા થઈ, એનાં મા બાપનો એક નો એક દિકરો..એ સજા પુરી કરી આવ્યો ત્યાં સુધીમાં મા બાપ આ દુનિયા છોડી જતાં રહ્યાં અને એમનાં પગલે ધન દોલત પણ".

" એ એકલો રહી ગયો, ગરીબી એકલતાં અને જેલવાસ
એ ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોડાઈ ગયો..એનું લક્ષ્ય કોઈને
મારવાનું નહીં દર્દ પહોંચાડવાનું હતું.કદાચ એ એક્સિડન્ટ એની બેદરકારી નહીં ગભરાહટનાં કારણે થયેલો."..

આટલું કહેતી વખતે કવનની જીભ પર કડવાશ નહીં સહાનુભૂતિ હતી...

નયનની આંખનાં ખુણાં ભીના થઈ ગયાં." મેં આખી જિંદગી જાણે અજાણે સહુંને દુઃખ જ પહોંચાડ્યું છે અને એની સજા પણ ભોગવું જ છું"

************************************

બીજા દિવસે સવારે સહું જાગી ગયાં પણ નયનને આરામ મળે એટલે કોઈએ એને જગાડ્યો નહીં.બપોર સુધી એ નીચે ન આવ્યો એટલે પ્રકૃતિએ પ્રાગને જોવા મોકલ્યો..એ દોડતો આવ્યો.." મા નયનકાકા રૂમમાં નથી એમનો સામાન પણ નથી" એનો અવાજ સાંભળી તમામ લોકો એકઠા થઈ ગયાં.

કવન ચિલ્લાયો" નયન ઈનફ ઓફ યોર ડ્રામા યાર:

ત્યાંજ એની સ્ક્રીન પરએક મેઈલનું નોટિફિકેશન આવ્યું..ફ્રોમ :નયન

કારમશ:

ડો.ચાંદની અગ્રાવત