Chorono Khajano in Gujarati Fiction Stories by Kamejaliya Dipak books and stories PDF | ચોરોનો ખજાનો - 66

Featured Books
  • हीर... - 28

    जब किसी का इंतज़ार बड़ी बेसब्री से किया जाता है ना तब.. अचान...

  • नाम मे क्या रखा है

    मैं, सविता वर्मा, अब तक अपनी जिंदगी के साठ सावन देख चुकी थी।...

  • साथिया - 95

    "आओ मेरे साथ हम बैठकर बात करते है।" अबीर ने माही से कहा और स...

  • You Are My Choice - 20

    श्रेया का घरजय किचन प्लेटफार्म पे बैठ के सेब खा रहा था। "श्र...

  • मोमल : डायरी की गहराई - 10

    शाम की लालिमा ख़त्म हो कर अब अंधेरा छाने लगा था। परिंदे चहचह...

Categories
Share

ચોરોનો ખજાનો - 66

તેઓ પહોંચી ગયા

સિરતનું જહાજ પેલા પોર્ટલમાંથી પસાર થઈ રહ્યું હતું. અંધકાર તેઓને દરેક દિશાએથી ઘેરી વળ્યો હતો. અચાનક જહાજની ગતિ વધી. એવું લાગ્યું કે કોઈ બહારની તાકાત જહાજને નીચે તરફ ખેંચી રહી હતી. કદાચ તેઓને હવે આ પોર્ટલમાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો હતો.

જ્યારે રાજ ઠાકોરને એવું લાગ્યું કે હવે આ પોર્ટલ પૂરું થવામાં છે એટલે તેણે જહાજની ડિસ્પ્લે ઉપર નજર કરી. હજી સુધી તેણે ઓક્સીજન કીટ લગાવેલી હતી. તેણે ધીમેથી પોતાની સિટનો સિટબેલ્ટ ખોલ્યો અને જાળવીને ઉભો થયો. ઊભા થઈને તેણે ડિસ્પ્લેની નીચે રહેલા અમુક બટન દબાવ્યા.

જહાજ કંઇક અલગ રીતે હરકતમાં આવ્યું. એવું લાગ્યું જાણે કોઈ એન્જિન ચાલુ થયું.

शेखर: ये आवाज कैसी है? हमने जहाज को बंध तो नही किया था, तो फिर? શેખર નામનો એન્જિનિયર આ અવાજ સાંભળીને બોલ્યો.

रेहान: ओह माई गोड। क्या ये प्लैन का इंजिन है? मैं ये तो भूल ही गया था की प्लैन का इंजिन हमने लगाया क्यों है। રાજ ઠાકોરે કંઈ જવાબ આપવાને બદલે માત્ર એક સ્માઈલ આપી. આ સ્માઈલથી રેહાન સમજી ગયો કે આ અવાજ શેનો હતો.

ફરી એકવાર ડબૂકના અવાજ સાથે જહાજ આ પોર્ટલમાંથી બહાર આવ્યું. બહાર આવતાની સાથે જ એવું લાગ્યું જાણે તેઓ અવકાશમાંથી જમીન ઉપર ફેંકાઈ રહ્યા છે. તેઓ જે રીતે પૃથ્વી ઉપરથી નીકળ્યા હતા એવી રીતે અહીં નહોતા આવી શક્યા. અહીં પોર્ટલમાંથી જ્યાં બહાર આવ્યા તે જગ્યા જમીનથી ઘણી ઉપર હતી.

राज ठाकोर: मैं कब से इसिका तो इंतजार कर रहा था। और पेश है एक ऐसी दुनिया जो हमारी कल्पना से भी परे है। जो जन्नत की तरह खूबसूरत भी है और जहन्नम से ज्यादा खतरनाक भी। यहां हम पल पल खतरे को महसूस करेंगे। रास्ता भले ही आसान नहीं है लेकिन अगर हम कामियाब रहे तो हमारा आने वाला कल इतना खूबसूरत होगा की जिसकी आप लोगों ने कल्पना भी नहीं की होगी। રાજ ઠાકોરે પોતાના હાથ લાંબા કરીને ઇશારાથી આ દુનિયા બતાવતા કહ્યું અને ચેમ્બરની ડિસ્પ્લે ઉપર આ અજીબ દુનિયાના દૃશ્યો દેખાવા લાગ્યા. જ્યાં તેઓ આકાશમાંથી નીચે આવી રહ્યા હતા. પણ હવે એકવાત હતી કે જહાજ એકદમ સીધું જ નીચે તરફ આવી રહ્યું હતું. હમણાંની જેમ ક્યારેક સીધું તો ક્યારેક ઉલટું એમ હાલકડોલક નહોતું થતું. પ્લેનના એન્જિનની મદદથી જહાજ સીધું અને સુરક્ષિત રીતે જમીન ઉપર લેન્ડ થઈ શકશે.

અંગ્રેજો અને તેમના બાકીના સાથીઓ પોર્ટલમાંથી બહાર આવ્યા પછી અવકાશમાંથી ખુબ જ ઝડપે નીચે તરફ આવવા લાગ્યા. એના પહેલા કે તેઓ જમીન સુધી આવે દરેક વ્યક્તિએ પોતાની પીઠ ઉપર બાંધેલ પેરાશૂટ ખોલી નાખ્યું. જેથી તેઓ ધીમે ધીમે જમીન ઉપર પહોંચી શકે અને તેમને કોઈ પણ પ્રકારની ઇજા ન થાય.

રાજ ઠાકોર અને ડેનીએ મળીને જે રીતે પ્લાન બનાવેલો તેમાં તેઓ ખૂબ જ સારી રીતે સફળ રહ્યા હતા. તેઓએ આ સફરમાં ખુબ સારી શરૂઆત કરી હતી. અત્યાર સુધીની સફરમાં જ્યાં સરદાર રઘુરામ પોતાના અનેક સાથીઓને ખોઈ ચૂક્યા હતા તેની જગ્યાએ હજી સુધી સિરતના અમુક સાથીઓ જ મૃત્યુ પામ્યા હતા. જે તેમના માટે એક પ્લસ પોઈન્ટ હતો.

નીચે જહાજ જ્યાં લેન્ડ થઈ રહ્યું હતું તે જગ્યાએ પાણી હતું. કોઈ સરોવર કે તળાવ જેવું લાગતું હતું. પણ પાણીની ઊંડાઈ વધારે ન્હોતી. જેના લીધે જહાજને ત્યાં લેન્ડ કરાવવા કરતા જમીન ઉપર લેન્ડ કરાવવું વધારે સહેલું હતું.

સરોવર ખુબ જ વિશાળ હતું. ઠેર ઠેર આઈલેન્ડ આવેલા હતા. સરોવરની આસપાસ લગભગ દરેક દિશાએ ગાઢ જંગલ જ દેખાઈ રહ્યું હતું. દરેક દિશાએ નજર કરતા એક તરફ જ્યાં સરોવરનું ઓગાન(સરોવર કે તળાવની બહારનો એવો પહોળો ભાગ કે જ્યાંથી નદીની શરૂઆત થતી હોય.) હતું તે બાજુ થોડીક જગ્યા એવી મળી કે જ્યાં જંગલ ન્હોતું પણ સમતલ જમીન આવેલી હતી. અને ત્યાંથી જો નદીની અંદર ઉતારવાનું થાય તો આસાની થી ઉતરી શકાય.

એટલે રાજ ઠાકોરે પ્લેનના એન્જિનની મદદથી જહાજને થોડાક વધારે સમય સુધી હવામાં તરતું રાખ્યું અને પછી તેણે ઑગાન પાસે એક બાજુએ જમીન ઉપર લેન્ડ કર્યું.

આ તરફ અંગ્રેજો અને તેમના બાકીના સાથીઓ સરોવરની અંદર જ ઉતર્યા જેથી કરીને તેઓ જહાજથી ઘણાબધા દૂર થઈ ગયા. હવે જો તેમના ઉપર કોઈ મુસીબત આવે તો તેમનો સામનો તે લોકોએ એકલા હાથે કરવો પડે એમ હતું. સિરત અને તેના સાથીઓ ડેનીની કોઈ મદદ કરી શકે તેમ ન્હોતા. વળી પાછા ફરી એકવાર ડેની અને સિરત મળ્યા વિના જ એકબીજાથી અલગ થઈ ગયા.

તેઓ જ્યાં સરોવરના પાણીમાં ઉતર્યા ત્યાં લગભગ ઢીંચણથી ઉપરવટ પાણી હતું. આ પાણી અત્યારે એકદમ શાંત હતું. ડેનીએ સૌથી પહેલા પોતાની ઓક્સીજનની કીટ અલગ કરી અને ઊંડો શ્વાસ લઈને આ દુનિયાની એકદમ શુદ્ધ હવાને પોતાના ફેફસાં સુધી પહોંચાડી. તેને આમ આરામથી શ્વાસ લેતા જોઇને દરેક અંગ્રેજ અધિકારી અને સાથે નારાયણ તેમજ મીરાએ પણ પોતાના ઓક્સિજન સપ્લાય દૂર કર્યા.

દરેક જણ આ દુનિયામાં આવી ગયા છે એ વાતની ખાતરી થઈ એટલે એકવાર તે લોકોએ પોતાની જીતની એક ચિચિયારી કરી, જોરથી બૂમ પાડી. પછી બધા એકવાર ખુશી ખુશી ખડખડાટ હસી પડ્યાં. બધાએ પોતપોતાના હાથમાં તેમજ જ્યાં ગોઠવી શકાય તેવી દરેક જગ્યાએ હથિયાર ધારણ કરેલા હતા.

દૂર દૂર ક્ષિતિજ પાસે સૂરજ ઉગી રહ્યો હતો. તેના કિરણોની લાલિમા આ અજીબ દુનિયાને પ્રકાશિત કરી રહી હતી. એવું લાગ્યું જાણે તેમને આ પોર્ટલમાંથી બહાર આવતા આખી રાત વિતી ગઈ હતી, પણ હકીકતે કેટલો સમય લાગ્યો હતો તે કોઈ જાણતું નહોતું.

જો કે મીરા પાસે માત્ર એક નાની શોર્ટ ગન સિવાય અન્ય કોઈ હથિયાર ન્હોતું. તેણે પોતાના બેગમાં બીજી વસ્તુઓ લેવાને બદલે દવાઓ વધારે ભરી રાખી હતી જે તેમની સફરમાં તેમને કામ લાગે એમ હતી.

William: Now tell me the truth, do they know about us? અચાનક જ હસતા હસતા વિલિયમે મીરાનું ગળું પકડી લીધું અને જોરથી ચિલ્લાઈને પૂછ્યું. મીરા અને વિલિયમ બંને એકબીજાની નજીક અને વારાફરતી ઉતર્યા હતા.

Meera: No, I didn't let anyone know. મીરા એ દબાયેલા ગળાના લીધે દબાયેલા અવાજમાં કહ્યું.

William: Then why did you turn off your location? વિલિયમ ગુસ્સામાં ફરીવાર બોલ્યો. હજી તેણે મીરાનું ગળું ન્હોતું છોડ્યું. તેઓ રસ્તામાં લોકેશન બંધ થઈ જવાના લીધે જે રીતે હેરાન થયા હતા એ બાબત તે ભૂલ્યો ન્હોતો.

ભલે મીરાએ તેને દગો દીધો હતો પણ તેમ છતાં પોતાની આંખોની સામે કોઈ નીચ એક છોકરીનું ગળું દબાવી રહ્યો હતો એ જોઇને ડેનીને ગુસ્સો તો આવી રહ્યો હતો પણ અત્યારે તે કંઈ કરી શકે તેમ ન્હોતો. એટલે તે ચુપચાપ જોતો રહ્યો.

Meera: Those people were saying that there was some magnetic field there due to which nobody's phone was working. It had switched off automatically. I had not blocked that location at that time. મીરાએ ડરતા ડરતા જવાબ આપ્યો. તેણે એક નજર ડેની અને નારાયણ તરફ પણ નાખી પરંતુ તે સમજી ગઈ હતી કે અત્યારે તેની મદદ કોઈ કરી શકે તેમ નથી, તેણે પોતે જ પોતાનો બચાવ કરવો પડશે.

William: Oh, okay, I understand that. but, you wouldn't have arranged all these things for so many people just like that. How did they give you all this without asking any questions? વિલિયમને ખબર હતી કે આ બધી ઈમરજન્સી માટેની વસ્તુઓ મીરાને એમને એમ કંઈ નહિ મળી ગઈ હોય. એટલી બધી વસ્તુઓ માટે તેને ઘણીબધી બાબતો પૂછવામાં આવી હશે..! શા માટે લઈ જવાનું છે, ક્યાં લઇ જવાનું છે, કોના માટે લઈ જવાનું છે વગેરે વગેરે..

Meera: No, I have taken all this without asking or telling anyone anything. All this was necessary for your safety so I took it without asking anyone. મીરાએ દબાયેલા અવાજમાં જવાબ આપ્યો.

William: You mean you stole it, and that too for us? વિલિયમ હવે મીરાનું ગળું ઢીલું છોડતા બોલ્યો. તેની પાસે હવે મીરા ઉપર શક કરવાનું બીજું કોઈ કારણ નહોતું બચ્યું.

Meera: Yes, absolutely. I thought I would be rewarded for what I did, but you are giving me a good reward for my favor. મીરાએ ધીમેથી દુઃખી મને જવાબ આપ્યો. તેનું ગળું છૂટ્યું એટલે તે ખોટી ઉધરસ ખાવા લાગી. એકવાર તેને ધીમેથી પોતાનું ગળું ખંખેર્યું.

William: You saw Narayan, this girl turned out to be more loyal than we thought. We will definitely reward her for this when the right time comes, This is my promise. નારાયણ તરફ ફરીને વિલિયમ બોલ્યો. તે હવે સંપૂર્ણ રીતે મીરા ઉપર ભરોસો કરી રહ્યો હતો.

Narayan: Yes boss, I already told you that she is on our side. She really deserves the reward. નારાયણ પણ એકદમ ખુશ થતા બોલ્યો. ભલે મીરાને તેણે પોતાના કામ માટે હાયર કરી હતી તેમ છતાં તે તેની દિકરીની ઉંમરની છોકરી હતી. મીરાને તકલીફમાં જોઇને દુઃખ તો તેને પણ થયું હતું પણ સચ્ચાઈ શું હતી તે જાણવું જરૂરી હતું, એટલે નારાયણ કંઈ બોલ્યો ન્હોતો.

William: Yes, you were absolutely right. Now you my dear friend, will show us the way forward. નારાયણને જવાબ આપીને વિલિયમ, ડેની બાજુ ફર્યો અને તેને કહ્યું.

ડેનીએ વિલિયમ તરફ જોઇને પોતાનું માથું હકારમાં હલાવ્યું. તેણે હવે આ દુનિયાને એક નજર મન ભરીને ત્યાંથી ઊભા ઊભા જોઈ અને પછી અચાનક જ પોતાના ચેહરાના હાવભાવ બદલ્યા. આવી રીતે તેના ચેહરાને જોઇને એકવાર તો ત્યાં ઉપસ્થિત દરેક જણ ચોંકી ગયા.

Deni: Hey, get away from there. ડેની જોરથી ચિલ્લાયો અને વિલિયમના એક માણસ તરફ દોડ્યો. દોડવામાં તેની સ્પીડ પાણીના કારણે થોડી ધીમી પડી ગઈ. એના પહેલા કે ડેની પેલા અંગ્રેજ સુધી પહોંચે, એક જોરદાર ધમાકો થયો. જહાજ અને તેમની પાછળ તેમણે લાવેલી ગાડીઓ પણ પોર્ટલ વાટે આ દુનિયામાં આવી રહી હતી તે વાતથી આ લોકો સાવ અજાણ હતા.

તેમની પાછળ આવી રહેલી ગાડીઓમાંથી એક ગાડી પેલા અંગ્રેજ ઉપર પડી. ગાડીના વજનના લીધે પેલા અંગ્રેજનો કચ્ચરઘાણ નીકળી ગયો. ગાડીની આસપાસ તેના શરીરના ટુકડાઓ અને લોહી પાણીમાં તરવા લાગ્યું. બધા ડરના માર્યા ત્યાંથી એકબાજુના એક આઈલેન્ડ હતો તેના તરફ જવા લાગ્યા.

તેમણે નજર કરી તો પાછળ પાછળ બીજી કાર પણ આવી રહી હતી. એના પહેલા કે આ કાર નીચે આવીને તેમને કોઈ નુકશાન પહોંચાડે તેઓ સરોવરની બહાર આઈલેન્ડની જમીન ઉપર આવી ગયા. બાકીની ગાડીઓ વારાફરતી એક પછી એક ધામકાભેર સરોવરના પાણીમાં ખાબકી.

તેઓ જાણતા નહોતા કે તેઓ કેવી અને કેટલી ખતરનાક જગ્યાએ આવી ગયા છે. તેમણે જ્યારે આ આઈલેન્ડની જમીન ઉપર પગ મૂક્યો તે જ ક્ષણે દૂર દૂર તે આઈલેન્ડ ઉપર ઘણા સમયથી બંધ હતી એવી આંખો ખુલી. ધૂળ-માટી અને જંગલના વનસ્પતિના અંશ વડે તે આંખો અને ચેહરો ખરડાયેલો હતો. આ ડરાવણી આંખોમાંથી જાણે આગ વરસતી હોય તેમ તે અતિશય ગુસ્સામાં દેખાતી હતી.

કોની હતી આ આંખો..?
શું ડેની અને બાકીના લોકોને તે આંખોથી કોઈ જોખમ થશે..?
આ સફરમાં હજી કેવા કેવા ખતરાઓ આવશે..?

એવા અનેક પ્રશ્નોના જવાબો માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'