Spy Vinod Katke in Gujarati Detective stories by ભૂપેન પટેલ અજ્ઞાત books and stories PDF | જાસૂસ વિનોદ કાટકે

Featured Books
Categories
Share

જાસૂસ વિનોદ કાટકે

( જાસૂસ વિનોદ કાટકે )

રાતના નવ વાગ્યા હતા.અમદાવાદના મણિનગરમાં આવેલું માતૃભૂમિ નામનું રંગમંચ દર્શકો થી હાઉસફૂલ હતું.નાટક મધ્યભાગ માં પ્રવેશ કરી ચૂક્યું હતું.નાટક એટલું રસદાયક હતું કે તેના પાત્રો પરથી કોઈ ની પણ નજર પલકારો લીધા વિના જ એકીટશે જોઈ રહ્યા હતા.પ્રેક્ષકોના સારા પ્રતિસાદ જોઈને નાટકનો મુખ્ય પાત્ર જયરાજ પોતાની ભૂમિકાની છટા ખુલ્લા હાથે રંગ વેરી રહ્યો હતો.મહેશ રાજવંત એ એક સમયના મહાન પાત્ર જયરાજ ની ભૂમિકામાં એટલો ખોવાય ગયો હતો કે જાણે જાતે જ જયરાજ હોઈ એમ દર્શકોને પણ લાગવા લાગ્યું હતું.

" તે જે અપરાધ કર્યો છે તેની સજા અવશ્ય મળશે, જયરાજ. તે લોકો ને મારા વિરુદ્ધ ઉશ્કેરી ને સારું નથી કર્યું.આજે તું જીવતો નહિ જ રહે. મારા હાથે તારું મૌત લખેલું છે." હાથમાં પિસ્તોલ રાખી ને નાટકનો ખલનાયક નિર્દેશ ખોલકે બોલી ઉઠ્યો.

એટલા માં જ ધડામ લઈને ગોળી છૂટે છે બંદૂક માંથી ને જયરાજ ( મહેશ રાજવંત ) નીચે પડી જાય છે. ". તેં આ શું કર્યું ? ........" કહેતા ની સાથે જ રામરમી જાય છે.

લાઇટ ના આછા અજવાળામાં , પ્રેક્ષકો એ નાટક ની એક ઘટના સમજી ને જ નિહાળી રહ્યા હતા. પણ અચાનક લાઈટ ઓન થાય છે અને લોહી લુહાણ હાલતમાં પડેલા મહેશ રાજવંત ને જોઇને રંગમંચમાં અફડાતફડી મચી જાય છે.એક યુવાન આ ઘટનાની જાણ પોલીસ ને ફોન કરીને કરે છે.

રંગમંચ પર મહેશની લાશ પડેલી હતી.પોલીસ રંગમંચ ની દરેક વસ્તુનું નિરીક્ષણ કરે છે અને નાટકના તમામ કલાકારો સાથે પૂછપરછ કરે છે. પૂછપરછ પરથી જાણવા મળ્યું કે રહીમ અલી એ ગોળી મારી છે.નિર્દેશ ખોળકે ની ભૂમિકા અદા કરી રહેલો રહીમ અલી ત્યાં જોવા નથી મળતો. તેથી જ પોલીસ ઇન્સપેકટર આદેશ આપે છે કે,

' રહીમ અલી ક્યાં ગયો? એને શોધી ને અહી લાવો .'

કોસ્ટેબલ શોધખોળ કરે છે અને અંતે ખુરશી ના નીચેથી મળી આવે છે.

' આ રહ્યો રહીમ અલી, સાહેબ !'

એને પકડી લો અને પોલીસ સ્ટેશન લઈ જાવ.'સાહેબ મે નથી માર્યો , હું નિર્દોષ છું.' રહીમ અલી પોલીસ આગળ હાથ જોડી ને કહે છે.
' હવે પોલીસ સ્ટેશન માં જ ખબર કે તું નિર્દોષ છે કે ગુનેગાર.'

પોલીસ ઇન્સપેકટર ઘણી બધી પૂછપરછ કરે છે અને સાબિત થાય છે કે બે દિવસ પેહલા જ મહેશ રાજવંત અને રહીમ અલી વચ્ચે પાત્રોની ભજવણી બાબતે બહુ મોટો ઝગડો થયો હતો. એ ઝગડો ઘણા સમય થી જ થયા કરતો હતો પણ જે બે દિવસ પેહલા થયો તે ઝગડા માં રહીમ અલી એ મારી નાખવા ની ધમકી આપી હતી.બધાજ પુરાવા રહીમ અલી ખૂની છે એ જ જાહેર કરતા હતા. પોલીસ તેને ગુનેગાર માને છે અને જેલ મા રાખે છે.

"ઇન્સપેકટર , રહીમ અલી ક્યાં છે? હું એને મળવા માગું છું. આ રહ્યા પરમિશન લેટર."

" ઓહ! શ્રીમાન વિનોદ કાટકે જાસૂસ, તમારું નામ બહુ સાંભળ્યું છે. આજે રૂબરૂ મુલાકાત થઈ.તમે ભૂલ કરી રહ્યા છો રહીમ અલીનો કેસ લઈને."

". એ મારા પર છોડી દો." કહી ને વિનોદ કાટકે રહીમ અલી ની પાસે જાય છે. કાટકે રહીમ અલી પાસે બનેલી ઘટના વિશે સવાલ કરે છે અને રહીમ અલી જવાબ આપે છે. ત્યાર બાદ પોલીસ ઇસ્પેકટર પાસે આવે છે.

" કયાં કયાં પુરાવા ઘટના સ્થળે થી મળી આવ્યા છે?"

" જે પિસ્તોલ થી ખુન થયું હતું એ પિસ્તોલ રહીમ અલીની જ છે અને તેનું લાઇસન્સ પણ રહીમ અલીના નામ પર નોધાયેલું છે.રંગમંચનો વોચમેને આ પિસ્તોલ લઈને અંદર જતાં રહીમ અલી ને જોયો હતો.દર્શકો અને રંગમંચ ના કલાકારો એ ગોળી ચલાવતા રહીમ અલી ને જોયા હતા.જેના પરથી સાબિત થાય છે કે ગુનેગાર તો રહીમ અલી જ છે."

"ધન્યવાદ,ઇન્સપેકટર !" કહીને વિનોદ કાટકે પોલીસ સ્ટેશનથી નીકળી જાય છે.

" સર, આ કેસ લઈને આપણે કોઈ ભૂલ તો નથી કરી રહ્યા કે ?" વિનોદ કાટકે નો સહાયક જતીન રામ આશ્ચર્યજનક રીતે કહ્યું.

" ના , ના... કોઈ ભૂલ નથી. જ્યારે હું એને સવાલ પૂછી રહ્યો હતો ત્યારે એના હાવભાવ પર થી સ્પષ્ટ જણાય રહ્યુ હતું કે તે નિર્દોષ છે. જો વ્યક્તિ ખોટું બોલે કે કઈક છુપાવવાની કોશિશ કરે તો દિમાગ પર જોર આપીને જવાબ આપે છે.જેથી તેના શરીર ના અંગો હાથ , પગ કે ચેહરા પર કાબૂ નથી રેહતો અને હલનચલન કે કઈક ક્રિયા કરવા લાગે છે. પણ રહીમ અલી સ્પષ્ટ રીતે જવાબ આપતો હતો."

" સર, એ તો મે નોધ લીધી જ નહિ."

બંને જણા રંગમંચ પર પહોચ્યે છે.રંગમંચની સ્ટેજ અને મેક અપ રૂમ, કપડાં ચેન્જ કરવાનો રૂમ દરેક વસ્તુની બારીકાઇ થી તપાસ કરી ને નાટકના દિગ્દર્શક અને પ્રોડ્યુસર રાજેશ રાજવંત એટલે કે મહેશ રાજવંત નો નાનો ભાઈ ને મળે છે.

" જે દિવસે ઘટના બની ત્યારે તમે ક્યાં હતા?"

" સાહેબ તે દિવસે જો હું અહીંયા હોત તો મારા ભાઈનું ખુન ન જ થવા દેત.ત્યારે હું એક કામથી બહાર હતો." રડતા રડતા રાજેશે જવાબ આપ્યો.

" તમને કોઈ ના પર શક છે અથવા તો કોઈ જોડે દુશ્મનાવટ હોઈ ."

" બે દિવસ પેહલા જ જ્યારે નાટકનું રિહલસલ થઈ રહ્યું હતું ત્યારે જ રહીમ અલી અને ભાઈ જોડે ઝગડો થયો હતો. તે ઝગડા માં રહીમ અલી એ મારી નાખવાની ધમકી પણ આપી હતી. એટલે એને જ મારા ભાઈ ને મારી નાખ્યો છે.હું એને આ નાટકમાંથી બહાર કાઢી નાખતો પણ એક દિવસમાં બીજું પાત્ર મળે નહિ અને શો ફ્લોપ જાત તો ઘણું નુકસાન થતું."

વિનોદ કાટકે દરેક કલાકાર અને બેક સ્ટેજ કલાકારો સાથે પૂછપરછ કરે છે.કેટલીક બાબતો પોતાની ડાયરીમાં નોંધ કરે છે અને કેટલાક ફોટો પાડી ને પોતાની સાથે લઈ જાય છે.હવે તેવો મહેશ રાજવંત ની ડેડ બોડી પાસે જાય છે.

" સર, શું લાગે છે? કોને ગોળી ચલાવી હશે?" જતીન રામ પૂછે છે.

" રહીમ અલી એ જ ગોળી મારી છે. બોડી પર ગોળી નો ગાવ ઊંડો છે.એટલે નજીકથી જ ગોળી ચલાવવામાં આવી છે. રહીમ અલી જે સ્થાને હતો તેની પાછળ દીવાલ આવેલી હતી.અને તે દીવાલ માં કોઈ કાનું કે જગ્યા નથી કે દીવાલ પાછળથી ગોળી ચલાવી શકાય."

' સર, તમે જાણો છો કે રહીમ અલીએ જ ગોળી ચલાવી છે , તો કંઈ રીતે તે નિર્દોષ કેહવાય?'

' જો રહીમ અલીને મહેશ રાજવંત ને મારી જ નાખવો હોઈ તો જાહેર મા નહિ જ મારે અને રહીમ અલી સાથે જ પિસ્તોલ લઈને આવ્યો હોત તો રંગમંચ ની બહાર કે પછી ચેન્જ રૂમ માં મારી શકતો હતો, નહિ કે સ્ટેજ પર.કોઈ ક તો એવું છે કે જે રહીમ અલી ની પિસ્તોલ લાવીને નકલી પિસ્તોલ ના બદલે એની જ પિસ્તોલ મૂકી દીધી હોઈ.'

બીજે દિવસે સવારે વિનોદ કાટકે રહીમ અલીના ઘરની મુલાકાત લે છે.કેટલીક બાબતો ડાયરી માં નોધે છે અને કેટલાક ફોટો પાડી ને સાથે લઈ જાય છે. હવે તે રાજેશ રાજવંત ના ઘરે જાય છે જ્યાં બંને ભાઈ જોડે જ રહેતા હોય છે. રાજેશ રાજવંત સાથે વકીલ પણ બેઠેલા હતા.

" આવો , વિનોદ કાટકે સાહેબ. મોટાભાઈ ને કોઈ પરિવાર નથી, તે કુંવારા જ રહ્યા હતા.તેથી રંગમંચ અને એક પ્લોટ અમારા બંને ના હિસ્સામાં છે. તે વેચવા માગું છું. એમાંથી મોટા ભાઈ નો હિસ્સામાં જે પણ પૈસા આવે તે પૈસાના પચાસ ટકા વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં દાન કરીશ અને પચાસ ટકા પૈસા નાટ્ય કલાકારોના શિક્ષણ માટે એક સંસ્થાને દાન આપીશ. એ માટે જ વકીલ ને બોલાવ્યા છે.'

"રંગમંચ કેમ વેચી રહ્યા છો? " વિનોદ કાટકે એ પૂછ્યું.

" મારા ભાઈ ને અભિનય અને નાટકો ભજવવાનો બહુ જ શોખ હતો એટલા માટે જ રંગમંચ ચાલતું હતું. હવે તે નથી રહ્યા તેથી જ વેચી રહ્યો છું." દુઃખ પ્રગટ કરતા કરતા બોલ્યા.

વિનોદ કાટકે અને જતીન બંને જણા ત્યાંથી નીકળી જાય છે.હવે તે ફરી કલાકારો સાથે પૂછપરછ કરે છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે મહેશ રાજવંત નિર્દોષ ખોળકેની ભૂમિકા ભજવવા માગતા હતા. પણ રાજેશ રાજવંત એમને જયરાજ ની ભૂમિકા આપી દીધી. પેહલા તે નાખુશ હતા જયરાજ ની ભૂમિકાથી પણ પાછળથી તૈયાર થઈ ગયા.હવે, વિનોદ કાટકે રંગમંચની ફરી મુલાકાત લે છે. દરેક વસ્તુની નોધ લે છે.

મોડે રાત્રે, વિનોદ કાટકે બધી જ માહિતી, પૂછપરછ , ડાયરી ની નોધ અને ફોટોગ્રાફ ના આધારે કેસની બધી જ બાબતો ને એક બીજા સાથે જોડી રહ્યો હોઈ છે.જેના પરથી સ્પષ્ટ નિર્ણય પર આવે છે અને મહેશ રાજવંત ના ખૂની કોણ છે તે ખબર પડે છે.

ત્રીજા દિવસ સવારે વિનોદ કાટકે અને જતીન રાજેશ રાજવંત ના ઘરે પોહચી જાય છે અને સાથે પોલીસ ઇન્સપેકટરને પણ લઈ જાય છે.

વિનોદ કાટકે, આ ખૂન રહીમ અલીએ નથી કર્યું પણ રાજેશ રાજવંત ને કર્યું છે.( બધા ચોંકી જાય છે અને એક બીજા સામે જોવા લાગે છે.)આ ઘટના પૂર્વ આયોજિત છે.મહેશ રાજવંત દરેક નાટકોમાં ખલનાયકની ભૂમિકા ભજવે છે પરંતુ આ નાટકમાં નાયક ની ભૂમિકા આપી.કારણ કે નિર્દોષ ખોળકે જયરાજની હત્યા કરે છે એટલા માટે જ નાયકની ભૂમિકા આપી. રાજેશ રાજવંત જાણતો હતો કે પાત્રોની ભજવણી બાબતે મહેશ રાજવંત અને રહીમ અલી વચ્ચે ઝગડો થશે અને રહીમ અલી ને ગુસ્સા પર કાબૂ નહિ રહેતો હોવાથી તે અચૂક મારવાની ધમકી આપશે જ.રહીમ અલી પિસ્તોલ લઈને આવ્યો હતો ખરો પણ તે પિસ્તોલ નકલી હતી અને પાત્રની ભૂમિકા દર્શાવવા માટેની હતી. જે વર્ણન કર્યું હતું વોચમેનને પિસ્તોલનું તે પિસ્તોલ આ નથી. આ ઘટનાના દિવસે મહેશ રાજવંત ચોરી છુપે રહીમ અલી ના ઘરે જાય છે અને પિસ્તોલ ચોરી ને લાવે છે . રંગમંચ ના પાછળ ના દરવાજા ની ચાવી માત્ર રાજેશ રાજવંત પાસે હોવાથી તે દરવાજો ખોલીને પિસ્તોલ ને ચેન્જ રૂમમાં જઈને બદલી નાખે છે.રહીમ અલીના ઘરે અને રંગમંચ માં જે જૂતા ની છાપ મળી તે એક જ છે અને તે જૂતાની છાપ મહેશ રાજવંત ના ઘરે પણ હતી . તે જૂતા રાજેશ રાજવંત ના j હતા.તે દિવસે એટલા માટે જ તમે રંગમંચ પર હાજર નહોતા રહ્યા.

મહેશ રાજવંત નું ખૂન કરવા પાછળ નો હેતુ છે બાપદાદા ની જમીન. રાજેશ રાજવંત શેર બજારમાં લાખોની ખોટ જવાના કારણે તે જમીન વેચવા માગતો હતો પણ મહેશ રાજવંત વેચવા ન્હોતો માગતો. શેર બજારમાં હારેલા પૈસા ચૂકવવા માટે અવાર નવાર ધમકી આપવામાં આવતી હતી. આ દબાણના કારણે નાટક સ્વરૂપે જ મહેશ રાજવંત નું નાટ્યાત્મક રીતે ખૂન કરવામાં આવ્યું છે અને બધો આરોપ રહીમ અલી પર નાખવામાં આવ્યો. રહીમ અલી એ ગોળી ચલાવી પણ તે ખૂની નથી , રાજેશ રાજવંત ખૂની છે.


વિનોદ કાટકે બુદ્ધિ ચાતુર્ય અને અનુમાન શક્તિ ના આધારે રહીમ અલી ને નિર્દોષ અને રાજેશ રાજવંત ને ગુનેગાર તરીકે સાબિત કરે છે.