Man ni Life Story - 1 in Gujarati Fiction Stories by Story cafe books and stories PDF | મન ની લાઈફ સ્ટોરી - 1

Featured Books
Categories
Share

મન ની લાઈફ સ્ટોરી - 1

પ્રકરણ 1 : વહેલું ઉઠવું

મન ને વહેલું ઉઠવું ન ગમે. સાચી તો વાત છે, વહેલું ઉઠવું કોને ગમે વળી ? ફરી ગયેલી પથાળી, જે રાત્રે મમ્મી એ વ્યવસ્થિત કરી હતી, તેની દશા બગાડી ને વહેલી સવાર માં ઉઠવાનું કોનું મન થાય ? અને મન નું તો જરા પણ મન ન થાય. વહેલા ઉઠી ને શું કરવું ? રામ નાં નામ તો આધુનિક માનવીઓ બપોરે પણ લઈ શકે છે, જ્યારે રીલ ફેરવતા ફેરવતા કોઈક એકાદી રીલ રામ ની આવી જાય તો, એ પણ સો જુગ માની એક વાત છે. રામ નાં નામ માટે થોડી નાં વહેલું ઉઠાય. કસરત, યોગા એટલે કે મેડિટેશન અને પુસ્તકોના અધ્યયન માટે તો આખું જીવન પડ્યું છે. એની માટે થોડી નાં વહેલું ઉઠાય. હા, મન ત્યારે વહેલો ઉઠ્યો હતો ત્યારે એના બોર્ડ હતા. પણ ત્યારે તો આખા વર્ષ કંઈ વાંચ્યું ન હતું. તો પછી તો સવારે ઊઠીને વાંચવું પડે ને. જે પણ હોય, આપના મિત્ર મને એ તો નક્કી જ કરી રાખ્યું હતું કે, જો કુંભકર્ણ આવીને વહેલી સવારે જગાડે તો પણ નથી જાગવું એટલે નથી જ જાગવું. આ જ વિચારો ની સાથે મન રાત્રે એની બહેનપણી મેક્સ (ભૂલ ન કરતા, એ છોકરી જ છે. એનું સાચું નામ મીનાક્ષી છે. પણ જુના નામ વાળા મોર્ડન યુગ માં કેમ જીવી શકે ? એટલે બધાએ લાડમાં ને લાડ માં નામને ટુંકી અને તરત પકડાઈ આવે એવું નામ રાખ્યું.) સાથે થોડી અમથી એકાદ કલાક ની વાતો કરીને, થોડી ઘણી 100 કે 200 રીલ ફેરવી ને 1.30 કે 2 વાગ્યે સુવા ગયો. હવે, મન ને જ સૂવાની ટાઇમ ખબર નથી. તો પછી લખનાર ને કેમ ખબર હોય !

રવિવાર ની સવારે પપ્પા નાં પરાણે ઉઠાડવાની મન ઉઠ્યો - 9 વાગ્યે - અને પપ્પા ની સાથે વણેલા ગાંઠિયા લેવા માટે, બ્રશ કે પાણી નાં કોગળા કર્યા વગર, ચાલ્યો. હા, જેમ જેઠાલાલ દર રવિવારે જલેબી અને ફાફડાના ગીતો ગાય એમ જ મન અને એના પ્રિય પપ્પા દર રવિવારે વણેલા ગાંઠિયા નાં ગીતો ગાય. એટલે બન્ને જણા મિલન ગાર્ડન ની બાજુમાં આવેલા ગાંઠિયા વાળાને ત્યાં ગયા. ત્યાં જતાં જોયું તો એક લાંબી લાઈન દુકાન ને અડીને ઊભી હતી. મન નાં પપ્પા મન ને એ લાઈન માં ઊભા રાખીને પોતે ફોન માં કઈક વાતો કરવા લાગ્યા.

'હું શું આ લાંબી લાઈન માં ઉભવા માટે આવ્યો છું ? પપ્પા તો ફોન માં લાગી ગયા અને આયા હું બોર થાવ છું. લાલજી ભાઈ (દુકાન નાં માલિક) ને ઓનલાઈન ગાંઠિયા વેચવાનું શરૂ કરી દેવું જોઈએ. આમ ગ્રાહકો તો વધશે અને લાઈન પણ ઘટશે. પગનો દુખાવો ઓછો થશે અને ગાંઠિયા ખાવાની મજા આવશે. કંઈ નહિ તો ખાલી ગાંઠિયા લેવા માટે સવાર નાં હવેલું તો ઉઠવાનું નહિ થાય. ખાલી ઓર્ડર કરો અને ગાંઠિયા ઘરે હજર. ' આવા કઈક અજુગતા વિચારો કરતા કરતા મન ની દૃષ્ટિ મિલન ગાર્ડન ઉપર પડી. મિલન ગાર્ડન પુષ્પપુર નું જૂનામાં જૂનું ગાર્ડન હતું. પુષ્પપુર નાં છેલ્લા રાજા 'રાજા પુષ્પ પર્ણ' પુષ્પો અને વૃક્ષો થી ઘણો પ્રેમ કરતા હતા. આથી નગર નાં વચોવચ એમને એક મોટું ગાર્ડન બનવાનું વિચાર્યું. રાજા નાં 59 માં જન્મ દિવસ ઉપર આ ગાર્ડન તૈયાર થયું અને રાજાએ તેની પ્રિય દાદી (રાજા પુષ્પ ની કુલ 31 દાદી ઓ હતી, એમની પ્રિય દાદી) મિલન દાદી ઉપર આ ગાર્ડન નું નામ પણ 'મિલન ગાર્ડન' રાખ્યું. શરૂઆત માં, જેમ મન નાં દાદા કહેતા હતા તેમ, આ ગાર્ડન ગુજરાત ના સુંદર ગાર્ડન માંથી એક હતું. ગાર્ડન ની ચમક અને સૌન્દર્ય જોઈને સાજા માણસો આંધરા થઈ જતાં હતાં. બાળકોના રમવા માટે નાં હીંચકા ની વ્યવસ્થા, વિવિધ જગ્યાએ ફુવારા, વૃદ્ધો નાં બેસવા માટે નાં બાકડા, યુવાનો નાં સંગમ માટે નાં જાદવા અને અદ્ભુત સુંગંધિત ફૂલો ની સાથે આ ગાર્ડન પુષ્પપુર નાં ઉર (હર્દય) માં વસ્તુ હતું. પણ ભારતની આઝાદી પછી આ ગાર્ડન ઉર થી ચૂર માં ચાલ્યું ગયું. જેમ ગાળ સાંભળતા માણસ ની અંદરથી જાનવર પ્રગટ થાય છે અને માણસાઈ ભુલાઈ જાય છે એવું ભારત સરકાર નાં આવવાથી આ ગાર્ડન સાથે થયું, એ ભુલાઈ ગયું. પછી ક્યાંક નગરો નાં વિકાસ નાં વિષય ને લઈને ભારત સરકારે આ ગાર્ડન નું નવનિર્માણ કર્યું, પણ બદલ્યું કંઈ જ નહિ. બસ, આખા ગાર્ડન ની ફરતે એક પટો બનાવી દિધો, જેની ઉપર અસ્વસ્થ માનવીઓ દોડે અને બીજા લોકોને જણાવે કે તેઓ એમના સ્વસ્થ ને લઈને કેટલા ગંભીર છે. જો કે મન ને એ ખબર છે કે, એ જ ગંભીર માણસો દોડ્યા બાદ ગાંઠિયા ની દુકાન આગળ લાઈન માં પોતાનું યોગદાન આપતા હોય છે.

પણ આજની દિવસ કઈક જુદી જ હતો. મોડી રાત સુધી ગુવર્ડ બન્યા બાદ માણસ બનતા મુશ્કેલી તો પડે ને. મન કઈક અસ્વસ્થ અનુભવતો હતો. માથું ફરતું હતું અને બાજુ વાળા નાં મોઢામાંથી વાસ આવતી હતી. જ્યારે એનું ધ્યાન મિલન ગાર્ડન ઉપર પડ્યું ત્યારે એને જોયું કે ત્યાં અંદર મેક્સ પણ દોડતો હતો, અરે ! Sorry, મેક્સ પણ દોડતી હતી. આ જોતા મન નું સિસ્ટમ રીબુર્ટ થયું. શું એને જોયું એ સાચું હતું ? આખો ચોરી ને જોયું, તો મેક્સ જ દેખાય.

'લે ! મારી મેક્સ મિલન ગાર્ડન માં દોડવા આવે છે અને મને કેદી કીધું જ નહિ. હવે તો મારે પણ દોડવા જવું છે. મેક્સ થી મિલન કરવું છે, એટલે કે મિલન ગાર્ડન માં મળવું છે. મારે મારી લાઇફ સુધારવી છે. ફીટ બીટ બનીશ તો મેક્સ ને ઇમ્પ્રેશ કરી શકીશ. બોડી વોડી બનશે, સીક્સ પેક દેખાશે તો મેસ્ક સામે હુસિયારી મારી શકીશ. આવા ફેમિલી પેક વાળા ને કોણ ગામડે ? એ આ બધું લાલજી ભાઈ ને કારણે. ન તો એ ગાંઠિયા દુકાન ખોલતા અને ન તો મારા પપ્પા વણેલા ગાંઠિયા નાં શોખીન થતા. જો એમને ચસ્કો ન લાગતો તો મને પણ ન લાગતો. હવે આ વણેલા ગાંઠિયા ખાવાનું બંધ કરવું પડશે. હવે માટે ફીટ થવું છે. નક્કર હું હાથી રહી જઈશ અને મેક્સ હરન બનીને કોઈ બીજાની સાથે વઇ જશે. નાં ! એવું હું નહિ થવા દઉં. કોઈ પણ છોકરી હેલ્દી અને વેલ્થી છોકરા ને જ પસંદ કરશે. હવે મારા પપ્પા ની કૃપા થી હું વેલ્થી તો નથી. પણ હું હેલ્દી તો બની જ શકું છું ને. કોણ મને રોકશે ? કોઈના રોકવા થી નહિ રોકાવું હું. હા, આ રસ્તો અઘરો પડશે. મારી ઘણી પરીક્ષા લેશે. પણ હું હાર નહિ માનું. હું અન્ન, જળ, મળ, મૂત્ર નો ત્યાગ કરીશ પણ હાર નહિ માનું. કોઈના પણ કહેવાથી હું મારો રસ્તો નહિ છોડુ. એવી બોડી બનાવીશ...એવી બોડી બનાવીશ કે હૃતિક રોશન અને ટાઈગર શ્રોફ શું કેપ્ટન અમેરિકા મારી પાસે ટ્રેનિંગ લેવા આવશે.'

પેલાની જેમ જ કઈક અજુગતાં અને અનેરા વિચારો કરતા કરતા લાઈન ઓછી થાતી ગઈ અને વિચારો માં ખોવાયેલો મન આગળ વધતો ગયો. આગળ વધતા વધતા એ છેક લાલજી ભાઈ પાસે પહોંચી ગયો. પોતાના વિચારો ની સૃષ્ટિ માંથી નીકળી ને મન વાસ્તવિકતા ની સૃષ્ટિ માં આવ્યો. એક ઘડી એને લાલજી ભાઈ તરફ જોયું અને કહ્યું,
"250 ગ્રામ વણેલા ગાંઠિયા આપજો...અને હા તીખો સાંભળો વધારે નાખજો. દર વખતે ઓછો જ પડે છે."