દિવ્યા બચી જાય છે. દિવ્યાને જે ઘટના થઈ એની સિરિયસનેસ સમજાતી ન હતી. પરંતુ દિવ્યાને ફાળ પડી ગયો હતો કે પોતે ટ્રેન નીચે આવી જાત. ફાટક ગાર્ડ અને બીજા બે લોકોએ એને બચાવી અને રોડ તરફ ધકેલી દીધી હતી. સાથે સાથે ઠપકો પણ આપ્યો હતો.
" એ પાગલ છોકરી ખબર નથી પડતી ફાટક બંધ થવાનું હતું. ગાડીની સીટીઓ સંભળાતી હતી. છતાં પણ આવી રીતે ગાડી ના પાટા ક્રોસ કરવા જાય છે. જીવવાનું મન નથી કે મરવા આવી છો? "
દિવ્યાને કંઈ સમજાયું નહીં, પરંતુ એ લંગડાતા પગલે હેતલ તરફ જઈ રહી હતી.
હેતલ થોડી દૂર રોડના કિનારે ઉભી ઉભી આખો તમાશો જોઈ રહી હતી. દિવ્યા પોતાના તરફ આવે છે એ પણ એ જોઈ રહી હતી. એ મનમાં ખુશ થાય છે. ..
" હવે આને ખબર પડશે. ચીપકીને ચાલ્યા કરે છે ને ? બહુ ચોંટ ચોટ કરતી હતી. માંડ માંડ જીવ બચ્યો. હવે આની જાડી બુદ્ધિમાં જાશે કે પોતાની રીતે જ ચાલવું પડે. "
દિવ્યા લંગડાતી લંગડાતી હેતલ પાસે પહોંચી જાય છે. પોતાના બંને ધૂળવાળા હાથેથી એ હેતલનું બાવડું પકડી લે છે. ઝડપભેર શ્વાસ લેતી એ હેતલને બોલે છે. ....
" હું હમણાં ટ્રેનના પાટામાં ફસાઈ ગઈ હતી. ખબર છે તને ટ્રેન પણ આવતી હતી? મારો જીવ બચી ગયો. નહીં તો આજે હું ઉપર જતી રહેવાની હતી. "
" હા તો તને ખબર ના પડે હું ઝડપથી ચાલતી હતી એમ ઝડપથી ચાલી અને પાટો ક્રોસ કરી દેવાય. મને ચોંટીને ચાલવા કરતા તારે જાતે ચાલીને પોતાનો રસ્તો કરી લેવો જોઈએ"
" હા તો ચાલતી હતી ને....તારી પાછળ પાછળ...તારી જેમ જ મેં રસ્તો ક્રોસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ખબર નહિ તું કેમ આગળ પહોંચી ગઈ? મારો પગ ત્યાં ને ત્યાં ફસાઈ ગયો હતો"
"ચાલ હવે, વાતો કરતી રહીશ તો સ્કૂલે પણ મોડું થઈ જશે. હવે કોઈને આ વાત કરતી નહીં નહિ તો બધા તારા ઉપર મજાક બનાવશે"
હેતલ અને દિવ્યા ફરીથી સ્કૂલ તરફ આગળ વધવા માંડે છે. રસ્તામાં દિવ્યા ડરની મારી હેતલ નો હાથ, બાવડુ, સ્કૂલ ડ્રેસ પકડી પકડીને ચાલે છે. હેતલ મનમાં વિચારતી જાય છે. ...
" આ પાગલ મારો પીછો છોડવાને બદલે હવે વધારે ચીપકી ચીપકી ને ચાલશે..... ભગવાન તું પણ આવા માણસને જીવતા શું કામે રાખી દે છે? .... ખબર નહિ આને એટલી અકલ તો આવી જ નહીં કે મેં જાણી જોઈને એને છોડી દીધી હતી. આની જાડી બુદ્ધિમાં કાંઈ જાશે જ નહીં....ઊલટાની એ ગંધારા હાથે મારો સ્કૂલ ડ્રેસ અને હાથ પણ ખરાબ કરે છે. "
વિચારતા વિચારતા એ સ્કૂલે પહોંચી જાય છે. સ્કૂલના ગેટ આગળ પટાવાળો ઉભો હોઈ, હેતલ સારી થવા માટે દિવ્યને સૂચના આપે છે. . .
" જો હવે હું મારા ક્લાસમાં જઈશ અને તું તારા ક્લાસમાં જજે. સાંજે નીકળતી વખતે તું મારી રાહ જોજે. ગઈકાલની જેમ એકલી એકલી ભાગી ના જતી"
પટાવાળો હેતલની વાત સાંભળીને હેતલને
"Gid bless you બેટા"
કહીને સ્કૂલની અંદર લઈ લે છે અને સ્કૂલનો દરવાજો બંધ કરી દે છે.
દિવ્યા ક્લાસમાં જાય છે. દિવ્યા ને એની બાજુમાં બેસવા વાળી છોકરી નોટિસ કરે છે. એની કોણીએથી અને પગમાંથી લોહી નીકળતા હોય છે. એની બાજુમાં બેસેલી છોકરી મોનિટરને દિવ્યાના ઘા વિશે કહે છે. મોનિટર આજે પણ એને પ્રિન્સિપલ ઓફિસમાં લઈ જાય છે. દિવ્યા નો ફર્સ્ટ એડ કરાવીને પાટા પીડી કરાવે છે. દિવ્યા પાછી ક્લાસરૂમમાં આવે છે મોનિટર સાથે. દિવ્યા ના ક્લાસ ટીચર મોનિટરના ફરીથી વખાણ કરે છે. દિવ્યાને પોતાનું ધ્યાન રાખવાની સૂચના આપે છે.
રિસેસ પડે છે. હેતલ ક્લાસરૂમની બહાર આવે છે અને પોતાની બધી ફ્રેન્ડ સાથે નાસ્તો કરવા માંડે છે. દિવ્યા કલાસરૂમની બહાર આવી ને હેતલને શોધતી હોય છે. હેતલ ક્યાંય દેખાતી નથી એટલે એ લંગડા પગે જઈને એક ઝાડવાની નીચે બેસે છે. પોતાનો નાસ્તાનો ડબ્બો ખોલીને એ ખાવા માંડે છે.
દિવ્યા ઝાડવા નીચે બેસીને પોતાનો નાસ્તો કરતી હોય છે. એનું ધ્યાન સામે રમતી બધી છોકરીઓ ઉપર હોય છે. એને પણ રમવા જવાનો મન થાય છે પરંતુ હાથ અને પગમાં લાગેલું હોવાથી એ એવું કરી શકતી નથી એટલે એ શાંતિથી બેસીને પોતાનો નાસ્તો કરે છે. ... અચાનક થી પાછળના સાઈડ થી એના ઉપર એક જીવડો આવીને પડે છે....દિવ્યા ચીસ પાડે છે. ...."બચાવો, બચાવો".....દિવ્યા ની ચીસ સાંભળીને ત્યાં મેદાનમાં રમતી છોકરીઓ ભેગી થઈ જાય છે.
" અરે કાંઈ નથી દિવ્યા. આ એક કોકરોજ છે તું ખંખેરી નાખ"
દિવ્યા કોક્રોચ સામે જોઈ અને વધારે મોટી ચીઝ પાડે છે. ... "બચાવો બચાવ."....... મને આ જીવડા થી બહુ બીક લાગે છે"
છોકરીઓનો ટોળું જોઈને ચોકીદાર ત્યાં આવી જાય છે. ટોળાને ખસેડીને ચોકીદાર જોએ છે કે દિવ્યાના ફ્રોક ઉપર કોકરોચ ચોટેલો હોય છે. ચોકીદાર લાકડી થી કોક્રોચ ખસેડી દે છે.
" આનાથી કાંઈ ડરવાનું ના હોય. એ કાંઈ ખાઈ ના જાય. તમે છોકરીઓએ પણ મને ડરાવી દીધો. મને એમ થયું કે શું સાપ નીકળ્યો છે? "
બીજી છોકરીઓ ચોકીદાર કાકાને કહે છે...
" ચોકીદાર કાકા અમને આનાથી સાપ કરતા વધારે ડર લાગે. દિવ્યાને તો બિચારીને હાથમાંના પગમાં લાગ્યુ છે. એટલે બિચારી કેવી રીતે નીકાળે? "
" ચાલો ચાલો બધા ઝડપથી નાસ્તો કરો. હમણાં રિસેસ પૂરો થઈ જશે. પછી બધા મારું નામ લેશો કે ચોકીદાર કાકા વાતો કરાવીને અમારો ટાઈમ બગાડ્યો"
બધી છોકરીઓ ચોકીદાર કાકા સાથે હસ્તી, રમતી, મજાક કરતી કરતી ફરીથી નાસ્તો કરવા માંડે છે.
અહીં ઝાડવા પાછળ ઊભેલી હેતલ આ બધું જોઈને પણ કાંઈ અસર ના થઈ હોય તેમ દિવ્યા પાસે આવે છે. એ આસપાસ જોઈ લે છે કે કોઈ એને જોતું નથી ને? .... . . એ દિવ્યા પાસે વાત કરવા જાય છે.
" શું થયું દિવ્યા? ....કોકરોજ હતો?...તે એને ફેંકી કેમ ના દીધો.? .... . જો મારા હાથમાં તો એક બીજો જીવડો છે....એ છે ફેકુ તારા ઉપર? ...... ફેકુ? "--- હેતલ દિવ્યાને વધારે ડરાવવાનો પ્રયત્ન કરતી હતી......
***** *****
મિત્રો, જીવનમાં તમને એવા લોકો મળશે જે તમને સમજશે નહીં. ઉલટા નો તમને ભોળા સમજીને પોતાનો ધાક જમાવવા તમને ડરાવશે, ધમકાવશે. આવા લોકો માનસિક બીમારીથી ત્રસ્ત હોય છે. આવા લોકો બીજાને નબળો બતાવીને પોતાને શક્તિશાળી મહેસુસ કરતા હોય છે. આવા લોકોથી બને એટલું દૂર જ રહેવું. . . . . હજુ આગળ શું થશે એ જાણવા માટે.......stay connected