Prem viyog - 4 in Gujarati Love Stories by Mohit Shah books and stories PDF | પ્રેમ વિયોગ - 4

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પ્રેમ વિયોગ - 4

(શરૂઆત કર્યા પેહલા માફી માંગુ છું.. સમયની વ્યસ્તતા કહું કે જીવનમાં આવતા વળાંક ના લીધે થતી બધી અવ્યવસ્થા, મારી "પ્રેમ વિયોગ " યોગાનું યોગ ,વિયોગ પામી ગઈ ,અને બીજી વાર્તા લખાઈ પણ પ્રેમ વિયોગ ને વિયોગ લાગી ગયો કે ગ્રહણ એ સમજાયું નહિ... મારી હોરર વાર્તા "કોણ હતી એ" જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે .મને થઈ આવ્યું કે પ્રેમ વિયોગ જે મારા મિત્ર ની વાર્તા છે એમ કહું કે મારા મિત્રના જીવનની સત્ય કથા છે તેને હું જરૂરથી જરૂર પૂરી કરું..... પ્રેમ વિયોગ લખવામાં જે ઉતાર ચઢાવવા આવ્યા છે તેવા જ ઉતાર ચડાવ મારા મિત્રના જીવનમાં રહ્યા છે કદાચ એટલે જ મને લાગે છે કે તેની વાર્તા લખું છું તો સામ્યતા વાર્તા તથા તેના જીવનની આપોઆપ આવી જાય છે..વાર્તા ને આગળ વધારવા જઇ રહ્યો છું.. આશા છે કે પસંદ આવશે.. અને આટલી બધી રાહ જોવડાવી તે બદલ હૃદયપૂર્વક માફી માંગુ છું... આભાર)

( વિજય અને રાધિકા એકબીજાને પોતાના મનની વાત કરે છે )

હું ખુશ થતો હતો મારે જે જોઈતું હતું તે જ રાધિકાને પણ. અને બંને નો પ્રશ્ન સરખો હતો કે આપણે ના કહીશું કઈ રીતે? પણ એટલું તો નક્કી જ થઈ ગયું હતું કે તેને પણ મારી જોડે લગ્ન કરવાની કોઈ જ ઈચ્છા નથી.

મારી લગ્નની વાત મેં નિશાને કરી ન હતી. હું તો આ ચિંતામાં હતો કે રાધિકા ને ના કેવી રીતે કહું , અને નિશા ને, જો આ વાત કરું તો તે ચિંતામાં આવી જાય. પણ મને એવું લાગ્યું કે હવે કંઈ ટેન્શન નથી. તેથી આ વાતને નિશાને કરવાનું વિચાર્યું.

મેં નિશાને ફોન કર્યો આમ તો અમારી વાત રોજ સાંજે થતી......

" હાય નિશા મેં તને કહ્યું નતું પણ, એક પ્રોબ્લેમ થઈ ગઈ હતી. મારા પિતા અને તેમના એક મિત્ર છે બહુ જ જુના, તેમના તો લગ્ન પણ નહોતા થયા ત્યારથી એમની મિત્રતા છે આપણે શું કહીએ હા...... લંગોટીયા યાર....... તેમણે અમારો જન્મ પણ નહોતો થયો ત્યારથી મારાને રાધિકાના લગ્ન નક્કી કરી રાખ્યા હતા...."

" જન્મ નતો થયો અને તારા અને રાધિકાના લગ્ન???? શું બોલે છે વિજય... તું ખુશી ખુશી માં અડધું અડધું બોલે છે... ગાંડો.... શાંતિ થી વાત કર... બોલતો!!!!.. " નિશા નો મીઠો અવાજ વિજય ના કાને પડ્યો.

"અરે બબલુ એમ કહું છું કે મારા પિતા અને રાધિકા ના પિતા એ એવું નક્કી કર્યું હતું કે આપણા ઘરે છોકરા છોકરી જે જન્મે આપણે તે બંનેને જ પરણાવીશું... મારા પિતા ત્યાં વાત કરી આવ્યા કે હવે સમય થઈ ગયો છે. નસીબ કેવા છે કે ત્યાં રાધિકા નો જન્મ થયો અને અહીંયા મારો. મારા પિતા અને તેના પિતા એ નક્કી કરી લીધું કે હવે તો આપણે લગ્ન બંનેના કરાવી જ નાખીશું અમારું નક્કી કરી જ નાખવાના હતા અને થઈ પણ જાત... પણ એક ટ્વિસ્ટ આવી ગયો યાર. ..."

"શું ટ્વિસ્ટ? "

"રાધિકાને પણ કોઈ બીજું ગમે છે તેણે કહી દીધું કે મારે લગ્ન નથી કરવા અને મેં પણ કે મને તું ગમે છે મારે પણ નથી કરવા તો પ્રોબ્લેમ સોલ્વ...."

નિશા હસી પડી. " એ તો કહે કે તે ઘરે કહી દીધું કે મારે તેની જોડે લગ્ન નથી કરવા? "

"ના મેં તો નથી કીધું પપ્પા સામે બોલો તો અત્યારે પણ મારી ધોલાઈ કરી નાખે રાધિકાને કીધું છે તે જ કદાચ ના પાડી દેશે મારે કહેવું પણ નહીં પડે....."

"સારું તો તો .....ગાંડો જ છે..... મને કહેવાય તો ખરી ને કે આવું બધું છે..."
નિશાએ પ્રેમથી મને સમજાવવાનું ચાલુ કર્યું.

" બબલુ મને થાય કે તું ચિંતા કરીશ એટલે....." હું પણ થોડોક રોમેન્ટિક થઈ ગયો.

"અચ્છા, એ કહેતો વિજય, કે તારા પપ્પા ને તારા પપ્પાના મિત્ર બંનેના ઘરે છોકરા આવ્યા હોત તો? તો તો છોકરા જોડે લગ્ન કરત? ને પછી તારું શું થાત? હા.....હા..... હા..... તો તો તને બીજું કંઈ કહેવું પડે.... જોજે હો આપણા દેશમાં અલાઉડ નથી....હા ..... હા..... હા........ " નિશા હસતા હસતા મારી ખેંચી રહી હતી.

હું પણ હસવા લાગ્યો. " વાયડી થામાં ચાલુ થઈ ગઈ ત્યાં તો...... બોલ બીજું કે મારું બબલુ.... "

ને હું ને નિશા ફરી રોમાન્સમાં સરી પડ્યા.

રોજનું રૂટિન ચાલુ થઈ ગયું. ઘણી શાંતિ હતી. રાધિકા તો ફક્ત "ગુડ મોર્નિંગ, ગુડ નાઈટ" નો મેસેજ કરતી. હું પણ એટલો જ મેસેજ કરતો.

મારી કોલેજ નું છેલ્લું વર્ષ હતું. બસ હવે મહિનામાં એક્ઝામ હતી. હું નિશા અત્યારના સમયમાં ખાસ કોલેજ જતા નહીં. ક્યાંક ને ક્યાંક બહાર ફરી આવતા.

એક્ઝામ પૂરી થઈ જૂન નું વેકેશન ચાલુ હતું.ને મારા પપ્પાએ ઘરમાં એટમ બમ ફોડ્યો. "કાલે રાધિકાના ઘરે જવાનું છે. રાધિકાને આપણે જોઈ જ છે ને બધું જાણીતું જ છે પણ રિવાજ પ્રમાણે જવું તો પડે ને. તારા ભાઈને પણ આજે કહી દેજે તે આવી જાય એક મામા જોડે હોય તો સારું. " પપ્પા ,મમ્મી સામે જોઈને બોલી ગયા.

મેં સાંભળ્યું પણ હું કોન્ફિડન્સમાં હતો ભલેને જાય, મારે પણ જવાનું જ હતું, થશે શું ? ના જ પડશે... રાધિકા ના કહી દેશે..... પછી શું??... હાલો જતાં આવીશું....

અમે બીજા દિવસે પહોંચી ગયા. જાણીતું જ હતું એટલે કંઈ બીજી ફોર્માલિટી કરવાની હતી નહીં.

હું રાહ જોતો હતો કે હમણાં એવું કહેશે કે રાધિકા ના કહે છે માટે આપણે લગ્ન નથી કરવા ખોટું છોકરા છોકરી ના લીધે આપણી મિત્રતા બગડે.

પણ એવું કંઈ થયું જ નહીં ,ભાઈ..... બસ કલ્પના રહી ગઈ.

" તો આપણે સગાઈ બે મહિના પછી રાખીએ બરાબર..." ને આ વાક્ય થી રાધિકાના પિતાએ ન્યુક્લિયર બોમ્બ ફોડ્યો.

મને ચિંતા થવા લાગી. ચિંતામાં ને ચિંતામાં ચક્કર આવી ગયા.

"રાધિકાએ ના પાડી કે નહીં? કંઈ વાત થઈ કે નહીં ? " ઘણા સવાલ મારા મનમાં આવતા હતા. મને થયું અત્યારે રાધિકા ને જ પૂછી લઉં પણ ઘરમાં મેળાવડો અને ખુશીનો માહોલ જોતા મેં રાહ જોવાનો વિચાર્યું.

રાધિકાના મમ્મી મને મીઠાઈ ખવડાવવા આવ્યા. મારું મોં જોઈ બોલ્યા," લે દીકરા મોઢું ખોલ. " મેં મીઠાઈ ખાધી પણ અત્યારે સ્વાદ લેવાની સ્થિતિ ન હતી.

" શું થયું બેટા? " રાધિકાના મમ્મી બોલ્યા.

"કંઈ નહીં ..." ને મે ખોટી ખોટી સ્માઈલ કરી.

રાધિકાએ રસોડા માંથી મારી સામે જોયું મેં પણ તેની સામે સવાલ ભરી આંખોથી જોયું. તે પણ કંઈક કહેવા માંગતી હોય તેવું લાગ્યું.

આ દ્રશ્ય મારા મામા મામી જોઈ રહ્યા. ને તેમણે ઉંધા વિચાર કરી લીધો હતો, કે , છોકરા છોકરી ને એકબીજા પ્રત્યે બહુ જ લાગણી છે.

હમણાં સુધી હું ખુશ ખુશ થતો હતો ને અચાનક આ વેળા આવી પહોંચી.

મેં નક્કી કરી લીધું કે હું જ ના કહી દઈશ સગાઈ ની તારીખ જ નક્કી થઈ છે ને.... એમાં શું કઈ સગાઈ તો નથી થઈ ગઈ ને.... ને થઈ જાય તો શું... તોડી નાખીશ... ના... ના.... એટલું દૂર તો જવું પણ નહીં પડે.....

હું મનોમન નક્કી કરી ત્યાંથી બહાર નીકળ્યો. રાધિકા ઉપર પણ મને બહુ જ ગુસ્સો આવતો હતો... તેણે કીધું કેમ નહીં???? અને હું તેના પર ગુસ્સો નીકાળવા બસ ઘરે જવાની રાહ જોતો હતો....

અમે ઘરે પહોંચ્યા. ઘરના બધા ખુશ હતા. મારા મામી એ હળવે થી મારા મમ્મીને કીધું, "બેય કેવુ એકબીજા સામે જોતા હતા. તમને ખબર છે બહુ સારું થયું. છોકરી આપણા નાત ની ને પાછી જાણીતી ને મળતાવડી આપણો વિજય ફાવી ગયો હો......."

" કેવુ સામે જોતા હતા!! " આ વાક્ય તીર બની સીધું દિલમાં ઉતરી ગયું મનમાં તો થઈ આવ્યું કે સાચું કહી દઉં, પ્રેમથી??? પ્રેમથી નહીં દાજ થી જોતો હતો. પણ મેં ગુસ્સા પર કાબુ રાખ્યો.

મેં સીધા મારા રૂમમાં જઈ રાધિકા ને ફોન કર્યો. તે જાણે ફોનની રાહ જોઈ બેઠી હોય તેમ એક રીંગ પૂરી પણ ના થવા દીધી.

" તે ના કેમ ના પાડી? કહી દેવું તુ ને તો આજની વાત થાત જ નહીં. તે કીધું હતું ને કે હું લગ્ન નથી કરવા માંગતી, તને પણ આરવ ગમે છે ને, તો પછી આ બધું શું હતું???? " હું ગુસ્સા ગુસ્સામાં બોલી ગયો.

" મેં મારા મમ્મીને વાત કરી હતી. પણ તેમણે મને કીધું કે આરવ આપણી નાત નો નથી નાત માં કરો તો સારું ને અમને પણ કેમ ખબર પડે કે તેનું ઘર કેવું છે કેવું નહીં.... તોય મેં જીદ કરી ને ના કીધી વિજય, પણ મમ્મી એ પપ્પાને કહી દીધું અને પપ્પાએ મને ચોખ્ખું સંભળાવી દીધું કે, "લગ્ન તો તારા ત્યાં જ થશે, અને આ બધા લફડા બંધ કરી દેજે. કોલેજ પૂરી થઈ ગઈ છે રિઝલ્ટ આવે એટલે વર્ષમાં લગ્ન કરાવી દેવાના છે. આ બીજા છોકરાને મળવાનું પણ આપોઆપ બંધ થઈ જશે. કોલેજ પતી છે તો હવે બહાર નીકળવાનું પણ બંધ કરી દઈશ." ધમકી આપી તો હું શું કરું તું જ કહે, હું પણ ચિંતામાં છું "

હું રાધિકાની વાત સાંભળી શાંત પડી ગયો. " તો હવે શું કરીશું? બે મહિના પછી સગાઈ કરવાનું કહે છે." મારી ચિંતા ને ગુસ્સો સાતમા આસમાને હતો.

"તું કહી જો હવે, મેં કીધું મારું ચાલ્યું નહીં... હજી પણ સમય છે.... વાત કર.... જો તારા ઘરથી ના પડી જાય તો આપણું ચાલી જાય."

મેં રાધિકા ની વાત માની. આમ પણ થોડીક વાર પહેલા જ નક્કી કરી લીધું હતું. "હું જ કહી દઈશ." હિંમત વધારી દીધી.

મને થયું નિશા ને કહી દઉં. પણ પછી થયું કે તે ચિંતામાં આવી જશે. તો મારી ચિંતા વધારે થઈ જશે. પહેલા વાત પૂરી કરી દઉ પછી કહીશ.

હું સુઈ ગયો. સાંજે અમે જમવા બેઠા. જમીને પપ્પા ટીવી જોતા હતા અને મેં જઈને કીધું, " પપ્પા, મારે રાધિકા જોડે લગ્ન નથી કરવા. મને બીજું કોઈ ગમે છે."

આ સાંભળતા જ મારા પપ્પાએ ટીવી બંધ કરીને મને આવીને એક જોરથી તમાચો આપી દીધો.

" નાલાયક, મને હતું જ, આ બધું કરવા જ ભણાવીએ છીએ. લગ્ન તો તારા રાધિકા જોડે જ થશે. મા બાપ છીએ, તારા ભવિષ્યનું વિચારીશું ને, તમે આજકાલના છોકરા, સારી લાગે છે, સારો લાગે છે કરીને જિંદગી બગાડી નાખો છો. લગ્ન તો તારા રાધિકા જોડે જ થશે, કહી દઉં છું. ને તું , જે છોકરી હોય તે, ના પાડી દેજે એને, નહીં તો મારે ના પડાવી પડશે."

હું સમસમી ગયો, ગુસ્સો તો મને આવતો હતો પણ શું કહું. મને તમાચાની અપેક્ષા ન હતી. હું કંઈ બોલ્યો નહીં ને રૂમમાં જઈ વિચારવા લાગ્યો કે હવે શું કરું.

કેટલા વર્ષોનો મારો પ્રેમ અને સાથ, અમારી બંનેની સમજણ અને સહકાર, અને એકબીજા પ્રત્યેની લાગણી કોઈ કાળે હું સમાપ્ત કરવા નહોતો માંગતો.

ને હું વિચાર કરતા, ભગવાનને પ્રાર્થના કરતા કરતા સુઈ ગયો. સવારે ઉઠતા મને એક વિચાર આવ્યો ને મેં સીધો રાધિકાને કોલ કર્યો.

" હેલો, રાધિકા, ધ્યાનથી સાંભળ......."

( વિજય, રાધિકાને શું કહેશે??????? શું વિજય ને નિશા મળશે?????????? રાધિકા ને આરવ નું શું થશે????????? વાંચીશું આવતા ભાગમાં )