Kanta the Cleaner - 17 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | કાંતા ધ ક્લીનર - 17

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

કાંતા ધ ક્લીનર - 17

17.

કાંતા ખૂબ ઉત્સાહમાં હતી. કોઈ તેને ડીનર પર પણ બોલાવી શકે એમ છે! આજે તો તેની ડેટ કહેવાય! એના મનમાં રંગીન શમણાંઓ જાગવા લાગ્યાં. પણ આ ડ્રેસમાં ડેટિંગ! પોતે અત્યંત સાદા ડ્રેસમાં અહીં આવી હતી. ઘેર પણ કોઈ એવો પ્રભાવ પાડે એવો ડ્રેસ ન હતો. તે કામ વચ્ચે પોતાની કલીગ સુનિતાને અર્ધો કલાકમાં આવું છું કહી હોટલની બહાર નીકળી ગઈ અને થોડે દૂર શહેરની બજારમાં એક રેડીમેડ વસ્ત્રોની દુકાનમાં જઈ સેલ્સગર્લને સીધું કહી દીધું કે આજે મારે બોયફ્રેન્ડ સાથે ડેટ પર જવાનું છે, તેને યોગ્ય ડ્રેસ આપ. તેણે વારાફરતી છ સાત ડ્રેસ ચેંજિંગ રૂમમાં અરીસા સામે ટ્રાય કર્યા અને એક પહેરી પોતે જ વાહ બોલી ગઈ. સેલ્સગર્લ પણ 'વાહ મેડમ, આમાં તો તમારું રૂપ નિખરી આવે છે' કહી જોઈ રહી.

ડ્રેસ લઈ, કોઈ રૂમમાં જઈ તે હમણાં હમણાં સરિતા મેડમે શિખવેલી હેર સ્ટાઈલ કરી રહી ત્યાં લંચ અવર પૂરો થયો હતો.

તે છ વાગવાની રાહ જોતી હતી.

છ વાગે તે હોટેલની બહાર નીકળી ત્યાં વ્રજકાકા તેને જોઈ રહ્યા.

"શું વાત છે, આજે તો સજીધજી છે ને કાઈં! ક્યાં નીકળી પડી?" તેમણે પૂછ્યું. કાંતા તેમને મીઠું સ્મિત આપીને નીકળી ગઈ.

થોડી વારમાં સામેથી રાઘવ આવ્યો. તે પહેલાં તો ઓળખી શક્યો નહીં. પછી બેય હાથમાં હાથ રાખી સાથે ચાલવા લાગ્યાં.

"તો કહે, જીવણ અને એ બે છોકરા કોણ હતા? મને તો ન ગમ્યા." કાંતા રાઘવની અડોઅડ ચાલતાં બોલી.

"કહું છું. બધું જ કહીશ. અત્યારે તો આવી સરસ સાંજ છે, તારી જેવી સુંદર, હોટેલમાં પેઇન્ટિંગ્સ છે તેની ફ્રેમમાંથી ઉતરી આવી હોય એવી મદમસ્ત તું છે, તો ચાલ, મૂડ જામવા દઈએ." કહેતો તે કાંતા સાથે શરીર ઘસાય તેમ ચાલવા લાગ્યો.

"બેય થશે. વાતો અને આ જાણવાનું. પેલું ગીત છે જ ને, બાતોં બાતોં મેં પ્યાર હો જાયેગા.." તે રાઘવને બાવડેથી પકડી ચાલી રહી.

તેઓ હોટેલની પાછલી ગલી નજીકથી મેઇન રોડ પર આવ્યાં. કાંતા રાઘવ વાત શરૂ કરે તેની રાહમાં હતી. તેણે "મારી વાતનો તેં જવાબ ન આપ્યો" કહ્યું.

રાઘવ "એક મિનિટ, મારો ફોન આવે છે" કહી મોં આડો હાથ રાખી કોઈ સાથે ફોન પર વાત કરતો થોડે દૂર ગયો.

ત્યાં બસસ્ટેન્ડ પર વ્રજલાલ ડ્યુટી પૂરી કરી આવતા દેખાયા. તેઓ એકદમ ઊભા અને કહે "મને થયું જ કે તું આવી બનીઠનીને જાય છે તો કાંઈક વાત છે. દીકરી, આ ઉંમર જ મિત્રો બનાવવાની છે પણ આ રાઘવ સાથે બહુ નજીક જતી નહીં. મને એ સારો માણસ નથી લાગતો."

ત્યાં તો રાઘવે ફોન મૂક્યો અને "હાય, વ્રજલાલ જી" કહેતો તેમની નજીક આવ્યો. તેમની સાથે હાથ મિલાવી તરત ચાલવા લાગ્યો. કાંતા તેની સાથે થઈ ગઈ.

રેસ્ટોરાં આવતાં જ રાઘવે ઝૂકીને દરવાજો ખોલી હાથ લાંબો કર્યો. "વેલકમ મેડમ."

તે હસી પડી.

બન્નેએ સાથે બેઠક લીધી. રાધવે તેને પૂછ્યા વગર જ કોઈ કોલ્ડડ્રીંક મગાવ્યું. કાંતા ધીમેથી સીપ લઈ રહી.

"તો પહેલાં તો તને કહી દઉં, એ બે છોકરા મારા નહીં, જીવણના ફ્રેન્ડ હતા. જીવણનું આમ તો કોઈ નથી. ફ્રેન્ડ થયા એ પણ ઘણું છે." રાઘવે કાંતાના હાથ પર પોતાનો હાથ રાખી વાત આગળ ચલાવી.

"કેમ એનું કોઈ નથી? એનાં માબાપ.." કાંતા પૂછી રહી.

"નેપાળનાં કોઈ ગામમાં રહે છે. એનું સાચું નામ પણ જીવણ નથી. જમવા જતો તે લોજમાં કોઈ કાઠિયાવાડીનું નામ જોઈ પોતે આ નામ રાખ્યું છે. એની હાલત ખુબ ખરાબ છે. એનો અહીં રહી કામ કરવાનો વર્ક વિસા પણ પૂરો થઈ ગયો છે. ઘેર સ્થિતિ એવી છે કે પૈસા મોકલ્યા કરવા પડે. તને ખબર છે? એ અહીં ડેઇલી વેજ પર છૂટક ઓડ જોબ માટે કોઈ રીતે આ હોટેલમાં આવેલો, અત્યારે એ ડ્યુટી પણ નથી. એ બધા સ્ટાફનું થોડું થોડું કામ કરી, ગેસ્ટ લોકોના સામાન ઉપાડી, નજીકની રેસ્ટોરાંમાંથી તેમને માટે ખાવાનું લાવી ને એમ થોડા ઘણા ભેગા કરી લે છે. આ હાલતમાં તે નથી અહીંનું આધાર કાર્ડ લઈ શકે એમ, નથી નેપાળ પૂરા થયેલા પાસપોર્ટ સાથે જઈ શકે એમ. આ હાલતમાં પેઈંગ ગેસ્ટમાં મારી સાથે રહેતો હતો ત્યાંથી તેને કાઢી મૂક્યો છે. આ તો કોઈક ખાલી રૂમમાં તેને હું રાતે ગોઠવી રાખું છું ને સવાર પડતાં તેમાં જ નહાઈ ધોઈ બધા સાથે કામે ચડી જે મળે એ કમાઈ લે છે. હું એની સાથે રહેતો હતો એટલે દયાથી આ કામ કર્યે જાઉં છું.

કાંતા, મારી વાત માનીશ? મારી બેસ્ટ ફ્રેન્ડ છો ને! તો જીવણ રોજ નવા નવા રૂમમાં રહે છે. પકડાઈ ન જવાય એટલે. તારે કઈ રૂમ ખાલી છે એની માહિતી મને આપવાની. સવારે તું કામ શરૂ કરે એટલે એ રૂમ એવો સાફ કરી દેવાનો કે કોઈને ખબર જ ન પડે કે રાતે અહીં કોઈ હતું. બાકીનું હું ફોડી લઈશ."

કાંતા થોડો ઊંડો વિચાર કરી આમાં સહકાર આપવા તૈયાર થઈ. તેને ખાસ વાંધા જેવું લાગ્યું નહીં.

"હું રોજ કઈ રૂમ ખાલી છે એનું કી કાર્ડ તને આપીશ. સવારે તે ખાલી કરે એટલે એકદમ સાફ. કામ જોખમી તો છે પણ કોઈને મદદ નું છે." કાંતાએ કહ્યું.

"અને આ વાત બહાર જાય નહીં. આપણી વચ્ચે જ રહે." રાઘવ તેની અત્યંત નજીક જતાં તેના કાનમાં કહી રહ્યો. એ બહાને જાણે તેના ગાલ સૂંઘી લીધા.

"પ્રોમિસ. હું કોઈને કહીશ નહીં." કાંતાએ કહ્યું.

તરત રાઘવે કાંતાનું ભાવતું ડીનર મંગાવ્યું. તેણે ખાસ ખાધું નહીં. વચ્ચે વચ્ચે તે કોઈ સાથે સતત ફોન પર વાત કરતો રહ્યો.

ક્રમશ: