Chorono Khajano - 65 in Gujarati Fiction Stories by Kamejaliya Dipak books and stories PDF | ચોરોનો ખજાનો - 65

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

ચોરોનો ખજાનો - 65

પોર્ટલ- એકમાત્ર રસ્તો

છેક આસમાનથી લઈને ધરતી સુધી બસ અંધકાર જ છવાયેલો હતો. ક્યાંય સૂરજનું એક કિરણ પણ દેખાતું નહોતું. ઉપર કાળા વાદળો, નીચે ભયાનક તોફાન અને કાળો અંધકાર. આ અંધકારમાં દૂરથી આવી રહેલી ગાડીઓની હેડલાઈટ એવી લાગતી જાણે થોડે થોડે અંતરે કોઈ જંગલી જનાવરોની આંખો ચમકી રહી હોય. અંગ્રેજ અધિકારીઓની ગાડીઓ તેમણે છેલ્લે ગુમાવેલા લોકેશનની નજીક પહોંચવામાં જ હતી.

અચાનક જ આકાશમાં વીજળીના કડાકા એકદમ વધી ગયા. એવું લાગી રહ્યું હતું જાણે આકાશની બધી વીજળી જમીન ઉપર આવી રહી હોય. એક ભયંકર ધમાકો થયો અને એ ધમાકા સાથે પ્રકાશનો એક મોટો સ્ત્રોત જમીન ઉપર પટકાયો.

આ પ્રકાશને પેલા અંગ્રેજોએ દૂરથી પણ જોઈ લીધો હતો. અચાનક કંઇક અજીબ બનાવો બનવા લાગ્યા. પ્રકૃતિમાં થઈ રહેલા આવા અજીબ ફેરફાર આ પહેલા કોઈએ જોયા નહોતા. દિવસ ને રાત્રિમાં અને રાત્રિને ભયાનક તોફાની અંધકાર વાળી રાત્રિ બનતા વાર ન્હોતી લાગી. એવા ભયાનક તોફાનો અને અંધકાર આ પહેલા ક્યાંય દેખાયા ન્હોતો.

થોડીવારમાં જ અચાનક એવું લાગ્યું જાણે આકાશમાંથી અંધકારનો વરસાદ શરૂ થયો હોય, અંધકાર ધરતી ઉપર ઉતરી રહ્યો હતો. આકાશ એકદમ ચોખ્ખું થઈ રહ્યું હતું. બધો અંધકાર એકસાથે પ્રકાશનો સ્ત્રોત જે જગ્યાએ પડ્યો હતો ત્યાં એકઠો થઈ રહ્યો હતો. આ અંધકાર વડે પ્રકાશના સ્ત્રોતને દબાવીને ઢાંકી દેવામાં આવી રહ્યો હતો. આ એક અલગ પ્રકારની વિચિત્ર ઘટના ઘટી રહી હતી જેના વિશે કદાચ અંગ્રેજો કે ત્યાં ઉપસ્થિત કોઈ વ્યક્તિ કંઈ જ જાણતા નહોતા.

આ પ્રકારના અજીબ તોફાનને જોઇને તેઓએ પોતાની ગાડીઓને એક જગ્યાએ રોકી. વિલિયમ અને નારાયણ પોતાની ગાડીમાંથી ઉતર્યા અને ડેની જે ગાડીમાં બેઠો હતો તે ગાડી તરફ આગળ વધ્યા.

Villiam: Have you seen that map or are you just boasting? We have come on the path shown by you but I don't think this is the right path. What kind of weird storm are you getting us into? વિલિયમ ગુસ્સામાં ડેની પાસે ગયો અને જોરથી બરાડ્યો. તેને એવું લાગ્યું હતું કે ડેનીને કીડનેપ કરવાનો અને આ સફરમાં સાથે લેવાનો કદાચ કોઈ જ ફાયદો થયો નથી. તે પોતાને ડેની દ્વારા એવા વિચિત્ર તોફાનમાં ફસાવ્યા એનો અફસોસ થઈ રહ્યો હતો. ક્યાંય જહાજ કે અન્ય કોઈ દુનિયા હશે એવી સંભાવના બસ નહિવત દેખાઈ રહી હતી.

Deni: What I said is absolutely correct and the proof of it is that ship standing in front of us. વિલિયમ એટલા ગુસ્સામાં હોવા છતાં ડેનીએ પહેલા તો આમ તેમ નજર કરી અને પછી એકદમ શાંત દિમાગ રાખીને સિરતનું જહાજ બતાવતા કહ્યું.

Narayan: Oh my God. અત્યાર સુધી બધાનું ધ્યાન એકમાત્ર તોફાન અને ઘટી રહેલી વિચિત્ર ઘટનાઓ ઉપર જ હતું. ડેનીએ બતાવેલું જહાજ તેમની આંખોની સામે જોઇને નારાયણ ની આંખો ફાટી રહી.

Robert: Wow, This is so real. I thought these were just stories. This is so amazing and unbelievable. અંગ્રેજ ઓફિસરોમાનો એક રોબર્ટ નામનો માણસ બોલ્યો. જો કે જહાજને આવી રીતે જમીન ઉપર ઊભેલું જોઇને ત્યાં ઉપસ્થિત દરેક જણ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

Deni: We must head towards the ship before it is too late. If we are late, the world you dream of going to will remain a dream in reality. Let's go. બધાને આવી રીતે ચોંકેલા અને જહાજને જોઇને પથ્થર થઈ ગયેલા જોઇને ડેની બોલ્યો.

Villiam: Yes, we should go. Let's go quickly. ડેનીની વાત સાંભળીને વિલિયમ એકદમ ખુશ થતા બોલ્યો.

તેઓ તરત જ પોતપોતાની ગાડીઓમાં બેસીને જહાજ તરફ આગળ વધ્યા. બધો અંધકાર હવે એક જગ્યાએ એકઠો થઈ જવા આવ્યો હતો. આકાશમાં અજવાળું ફેલાઈ રહ્યું હતું. તોફાન ધીમે ધીમે શાંત થઈ રહ્યું હતું. બધો અંધકાર ભેગો થઈને એક નાનકડા પર્વત જેવી રચના બની રહી હતી, જે એકદમ વિચિત્ર હતું. પશ્ચિમ દિશામાં આથમી રહેલા સૂરજના કિરણો ધરતી ઉપર રેલાઈ રહ્યા હતા.

जल्दी कीजिए। यहां से ऊपर आ जाइए जल्दी। वो रास्ता खुलने ही वाला है। જહાજની નજીક પહોંચ્યા એટલે મીરા જહાજ ઉપર ઊભી હતી. તેણે નીચે ઉતાવળે આવી રહેલા નારાયણ અને બાકીના અંગ્રેજ ઓફિસરોને જલ્દી જહાજ ઉપર આવવા માટે કહ્યું.

જહાજની એક બાજુએ રસ્સીથી બનાવેલી સીડી નીચે સુધી લંબાવવામાં આવી હતી. એના સિવાય તેઓના સામાનને ઉપર સુધી લાવવા માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી હતી. બે અંગ્રેજ ઓફિસરો રસ્સીથી બનેલી સીડી દ્વારા જહાજ ઉપર પહેલા પહોંચી ગયા. તેઓ ઉપર જઈને બધો સામાન ઉપર લાવવા લાગ્યા અને બાકીના લોકો રસ્સીની સીડી દ્વારા જહાજ ઉપર ચઢવા લાગ્યા.

William: We thought that this girl has been caught, but she is helping us. Then why did she stop showing the location? પહેલાં વિલિયમ અને એના પછી તરત નારાયણ સીડી ચડી રહ્યો હતો. તેઓ બંને તો એમ જ સમજતા હતા કે મીરા પકડાઈ ગઈ છે એટલે તેણે લોકેશન બંધ કરી દીધું હતુ. એટલે હકીકતથી સાવ અજાણ વિલિયમ બોલ્યો.

Narayan: Now only she can tell us, boss. I think we should hurry up a little while climbing up. મીરા તેમની મદદ કરી રહી હતી એટલે નારાયણ સમજી ગયો હતો કે તે પકડાઈ નથી અને હજી તેમની તરફ જ છે, એટલે તેણે વિલિયમને જલ્દી થી ઉપર ચડવા કહ્યું.

William: Yes, yes, of course. But she might trap us. She will be on our side, right? વિલિયમને લાગ્યું કે કદાચ મીરા તેમને ફસાવી દેશે તો, એટલે તેણે શંકાના સ્વરે પૂછ્યું.

Narayan: Yes, she is on our side, that is why she is helping us. નારાયણ તેને વિશ્વાસ અપાવતા બોલ્યો.

William: Okay. I understood. વિલિયમે કહ્યું.

એક બે ઓફિસરો સિવાય લગભગ બધા જ જહાજ ઉપર આવી ગયા હતા. ડેની પણ જહાજ ઉપર આવી ગયો હતો. જહાજ ઉપર આવ્યા પછી ડેનીએ હાશકારો અનુભવ્યો. જ્યારે તેઓ જહાજ ઉપર ચડી રહ્યા હતા ત્યારે જ અચાનક એક અતિશય ભયાનક ધમાકો થયો. બધો જ અંધકાર પેલી રોશનીના સ્ત્રોતની જગ્યાએ ભેગો થઈને એક ધમકાભેર બ્લાસ્ટ થયો. બ્લાસ્ટની સાથે જ ત્યાં એક પોર્ટલ જેવો રસ્તો ખુલ્યો. રસ્તો ખુલતાની સાથે જ જાણે કોઈ ચમત્કાર થયો.

ત્યાં ઉપસ્થિત દરેક વસ્તુઓ તે પોર્ટલના માધ્યમથી અંદર જવા લાગી. પહેલા તો નજીક નજીકના પથ્થરો અને ધૂળ જ અંદર ખેંચાઈ રહ્યા હતા પણ થોડીવાર પછી અચાનક તે ખેંચાણ વધવા લાગ્યું. આસપાસ રહેલા જંગલી બાવળો અને બીજા નાના-મોટા વૃક્ષો પણ ઉખડીને તે પોર્ટલમાં જવા લાગ્યા.

એવું લાગી રહ્યું હતું જાણે લોખંડ જેવી ધાતુઓને કોઈ ચુંબક પોતાની તરફ ખેંચી રહ્યું હોય. પણ અહીં રિયાલિટી કંઇક અલગ હતી. ઉપરથી આવેલી રોશની અને અંધકાર દ્વારા એક એવું પોર્ટલ ખૂલ્યું હતું જે તેની સામે રહેલી ધાતુ જ નહીં પણ જેને ખેંચી શકાય તેવી દરેક વસ્તુઓને ખેંચી રહ્યું હતું.

રાજ ઠાકોરને જ્યારે ખ્યાલ આવ્યો કે બીજી દુનિયામાં જવાનો રસ્તો ખુલી ગયો છે એટલે તેણે જહાજને પેલા પોર્ટલ તરફ ધીમે ધીમે આગળ વધાર્યું.

જ્યારે અમુક અંગ્રેજ ઓફિસરો જહાજ ઉપર ચઢવાના બાકી હતા તેઓ જહાજને આગળ જઈ રહેલું જોઈને દોડ્યા અને પેલી સીડી વડે ઉપર ચડવા લાગ્યા. અંતે દરેક અંગ્રેજ જહાજ ઉપર ચઢવામાં સફળ થયા.

મીરા પોતાની સાથે લાવી હતી તે દરેક વસ્તુઓ અંગ્રેજ ઑફિસરોને, નારાયણને અને ડેનીને પણ આપી. તેમાં ઇમરજન્સીમાં જરૂરી એવી દરેક વસ્તુઓ હતી. ઓક્સીજન કિટ, પેરાશૂટ, દવાઓ અને બીજી ઘણી બધી વસ્તુઓ આપી હતી. પહેલા તો આ બધી વસ્તુઓ તેમના પૂરતી જ મર્યાદિત પ્રમાણમાં લાવવામાં આવી હતી, પરંતુ સિરતના કહેવા પ્રમાણે અંગ્રેજોના જીવ બચાવવા માટે પણ આ વ્યવસ્થા કરવામાં આવી હતી.

સિરત જાણતી હતી કે સાચી મુસીબત આ અંગ્રેજો નહોતા પણ તેઓ જ્યાં જઈ રહ્યા હતા તે દુનિયા અને ત્યાંનું જીવન જ તેમને સાચી મુશ્કેલીઓથી વાકેફ કરાવવાનું હતું. તેઓએ અને અંગ્રેજ અધિકારીઓએ સાથે મળીને તે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જો અંગ્રેજો તેમની વાત સાથે સહમત થશે તો, નહિતર તેઓને મૃત્યુના મુખમાં જતા કોઈ બચાવી નહિ શકે.

તરત જ દરેક અંગ્રેજ તેમજ તેમની સાથે ડેની અને નારાયણ પણ આ અજબગજબ સફર માટે તૈયાર થવા લાગ્યા. તેઓએ ઓક્સીજન કીટ અને પેરાશૂટ પહેરી લીધા. બાકીનો સામાન અને જરૂરી વસ્તુઓ પોતાની સાથે લઈ લીધી. હવે તેઓ આ સફર માટે સજ્જ હતા.

પેલું પોર્ટલ ખુબ જ મોટું હતું, એટલું મોટું કે તેમાંથી બે જહાજ એક સાથે પસાર થઈ જાય. જ્યારે જહાજ તે પોર્ટલની નજીક પહોંચ્યું તો તેના ઉપર આવી રહેલા ખેંચાણને લીધે જહાજ ખુબ જ આસાનીથી આગળ વધી રહ્યુ હતું.

જહાજ પોર્ટલની નજીક પહોંચ્યું એટલે ખુબ જ તાકાત થી અંદર તરફ ખેંચાવા લાગ્યું. જહાજની અંદર સિરત અને તેનું આખું દળ આ સફર માટે તૈયાર હતું. જો કે તેમના માટે આ પોર્ટલ વધારે સંકટમય ન્હોતું. સાચી મુશ્કેલી તો ઉપર રહેલા અંગ્રેજ અધિકારીઓ અને ડેની તથા મીરા ઉપર આવવાની હતી.

ડબુક એવો એકવાર અવાજ થયો અને આ અજીબ પ્રકારના અવાજ સાથે જહાજ પોર્ટલમાં દાખલ થયું. જાણે કોઈ પરપોટાની અંદર દાખલ થયું હોય. પોર્ટલની અંદર દાખલ થયા પછી એવું લાગ્યું જાણે જહાજ ઉપર કોઈપણ પ્રકારની ગ્રેવીટી અસર ન્હોતી કરી રહી. જહાજ તે અનેક રંગના પ્રકાશિત પોર્ટલમાં તરી રહ્યું હતું. અહીં ક્યારેક જહાજ સીધું ચાલ્યું જતું તો વળી ક્યારેક ઉલટું પણ થઈ જતું.

જહાજ અંદર ગયું એના પછી પણ પોર્ટલ બંધ ન્હોતું થયું. તેનું ખેંચાણ હવે વધી રહ્યું હતું. પોર્ટલથી ઘણે દૂર ઊભી રાખેલી અંગ્રેજોની સ્પોર્ટ કાર પણ હવે આ પોર્ટલમાં ખેંચાવા લાગી. એક પછી એક એમ કરતાં બધી જ કાર પણ તેની અંદર ખેંચાઈ આવી. જો કે જહાજ ઉપર ઉપસ્થિત કોઈ ન્હોતું જાણતું કે તેમની પાછળ પાછળ ઘણીબધી કાર પણ આવી રહી હતી.

અચાનક એકદમ આ પ્રકાશિત પોર્ટલ અંધકારમાં ફેરવાઈ ગયું. આ અંધકારમાં ક્યારેક ક્યારેક થતી વીજળીના ચમકારામાં જહાજની ઉપર રહેલા લોકોના ચહેરા દેખાતા અને ચિખો સંભળાતી. તેમણે બધાએ પોતપોતાની રીતે જહાજની કોઈને કોઈ વસ્તુ પકડી રાખી હતી. જેથી તેઓ જહાજથી વિખૂટા ન પડી જાય.

તેમણે લગાવેલી ઓક્સીજન કીટમાંથી તેઓને પૂરતી માત્રામાં પ્રાણવાયુ મળી રહ્યો હતો. તેમને અહીં પ્રકાશની તો આમેય કંઈ જરૂર ન્હોતી, કેમ કે ડરના લીધે દરેકની આંખો તો બંધ જ હતી. સિવાય ડેનીની, તે પોતાની આંખો ખોલીને આ નજારાનો આનંદ લઇ રહ્યો હતો.

બાકીના સમયમાં અંધકાર બધી જ વસ્તુઓ પોતાની અંદર સમાવી લેતો. જહાજ હજી પણ પોર્ટલની અંદર જ તરી રહ્યું હતું. એવું લાગતું હતું જાણે જહાજ કોઈ ગુરુત્વાકર્ષણ વિહીન બ્લેક હોલમાં દાખલ થઈ ગયું હતું. તેની અંદર ન તો હવા કે ઓક્સીજન હતો અને ન તો પ્રકાશ કે અંધકાર હતો.

એક રીતે જોઈએ તો કંઈ જ નહોતું અને બીજી રીતે જોઈએ તો જ્યાં અંધકાર હતો ત્યાં પ્રકાશ ન્હોતો અને જ્યાં પ્રકાશ હતો ત્યાં અંધકાર ન્હોતો. આમેય આ પોર્ટલ અંધકાર અને પ્રકાશના મિલનથી જ બનેલું હતું. કોણ કહી શકે કે પ્રકાશ અને અંધકારનો મેળાપ આવું એક પોર્ટલ પણ ખોલી શકે.

આ પોર્ટલ એક બ્લેક હોલનું કામ કરી રહ્યું હતું. તેની અંદર ન તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડતું કે ન તો બીજી કોઈ દુનિયાનું. આ બસ એક દુનિયામાંથી બીજી દુનિયામાં દાખલ થવાનો એકમાત્ર રસ્તો હતો.

અચાનક જ એક વિજળી ચમકારા કડાકા સાથે જહાજ સાથે ટકરાઈ જેથી જહાજ એક ઝટકા સાથે ઉછળ્યું. જહાજ ઉપર રહેલા અંગ્રેજો અને તેમનાં બાકીના સાથીઓ એક સાથે ઉછળ્યા.

તેમને લાગેલો આ ઝટકો તેમના માટે જાણે ઘાતક સાબિત થયો. તેઓએ જહાજની જે વસ્તુઓ પકડી રાખેલી હતી તેનાથી તેમના હાથ છૂટા પડી ગયા. તેઓ જહાજથી અલગ થઈ ગયા. અમુક અમુક અંગ્રેજ ઓફિસરો જે તાકાતવર હતા તેઓ આ ઝટકા પછી પણ પોતાનો હાથ છોડી નહોતા રહ્યા પણ પછી પોતાના બોસનો છૂટી ગયેલો હાથ જોઇને તેઓએ પોતાની રીતે જ જહાજ ઉપરની તેમની પકડ ધીમી કરીને છોડી દીધી. ખુબ જ મોટા અને પહોળા પોર્ટલમાં તેઓ કોઈપણ પ્રકારના અવરોધ વિના તરી રહ્યા હતા.

હવે એક તરફ માણસોથી ભરેલું જહાજ તે પોર્ટલમાં તરી રહ્યું હતું તો બીજી તરફ વિલિયમનું આખું દળ પણ તરી રહ્યું હતું. તે બધાની પાછળ પેલા રણ સફારીના માલિકની સ્પોર્ટ્સ કાર તરતી આવતી હતી. ઓહ, સોરી, તેની તો પૂરતી કિંમત અપાઈ હતી. હવે તો તે વિલિયમની સ્પોર્ટ્સ કાર હતી.

જહાજની અંદર રહેલા લોકો માટે આ પોર્ટલ મુશ્કેલી વિના પસાર થયું. જો કે આ બાબત માટેનો બધો જ શ્રેય ડેની અને રાજ ઠાકોરના શિરે જતો હતો. કેમ કે ઓક્સીજન અને બાકીની ઇમરજન્સીની વ્યવસ્થા તેમના દ્વારા જ કરવામાં આવી હતી. પોર્ટલ માંથી દાખલ થતી વખતે દરેક જણ પોતપોતાની ચેમ્બરમાં જ રહેવું અને કોઈપણ પ્રકારના જોખમ માટે ઉતાવળ ન કરવી એવો સિરતનો આદેશ હતો એટલે તેઓ શાંતિથી અને સુરક્ષિત પોર્ટલ પસાર કરી રહ્યા હતા.



શું અંગ્રેજો અને સિરતના સાથીઓ સાથે મળીને કામ કરશે..?
કેવી હશે તે અજીબ દુનિયા..?
કેવા કેવા ખતરા જોવા મળશે..?
પેલા બીજ શેના હતા..?

એવા અનેક પ્રશ્નોના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'