Nilkrishna - 11 in Gujarati Spiritual Stories by કૃષ્ણપ્રિયા books and stories PDF | નિલક્રિષ્ના - ભાગ 11

Featured Books
Categories
Share

નિલક્રિષ્ના - ભાગ 11

હેત્શિવાનું ધ્યાન ધરતાં જ ભદ્રકાલીએ એનાં પ્રકોપનું ડરામણું ચિત્ર બતાવ્યું. અકાલને ભવિષ્યમાં જે દર્દ ને પીડા ઉદ્ભવશે,એ હેત્શિવાને હુબહુ એની આંખોથી જ બતાવી દીધી.

ॐ ह्रौं काली महाकाली किलिकिले फट् स्वाहा॥ ॐ ह्रौं कालि महाकाली किलिकिले फट स्वाहा ॥

હેત્શિવાએ સતત પાંચ કલાક સુધી આ મંત્રથી માની આરાધના કરી, થોડી જ વારમાં અગ્નિની જ્વાળાઓ ભદ્રકાલીનાં સિંહાસન ફરતે પ્રગટ થવા લાગી ગઈ.આ જ્વાળાઓ વચ્ચેથી હરેક જીવને પસાર થવાનું હતું.આ જ્વાળાઓ માંથી પસાર થનાર સારો જીવ આસાનીથી સુરક્ષિત રીતે બહાર નીકળી જતો હતો.અને જે આ પ્રચંડ અગ્નિની જ્વાળાઓને જોઈ ન શકતું એની આંખો ત્યાંને ત્યાં જ ખતમ થઈ જતી હતી.શરીરની પીડાથી એની આખી જિંદગી શ્રાપિત થઈ જતી હતી.

જે પ્રાણી જ્વાળાઓ સહન ન કરી શકે એ સદાકાળ માટે પીડાઓથી ભરેલો જ જીવ રહેતો.જ્યારે બીજા પ્રાણીઓને પીડાનો આભાસ પણ ન થતો.આ બધી પ્રવુતિમાં અકાલ હંમેશા સામેલ રહેતો હતો. પરંતુ આ વખતે તેણે કળીયુગની હવા લાગી ગઈ હતી.તેથી તેને ડર હતો.કે હું આ જ્વાળામાંથી પસાર થઈ શકીશ નહીં.
પરંતુ મહાદેવનાં વરદાન પ્રમાણે આ અગ્નિની જ્વાળા એમ કોઈ રાક્ષસી જીવને કંઈ પણ થવા દેતી નહીં.

હેત્શિવાના કાળા લાંબા વાળ હવામાં લહેરાઈ રહ્યા હતાં.જે રાત્રિના અંઘકારમાં વધુ ડરામણા લાગી રહ્યાં હતાં.

ॐ जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते।।

શક્તિ મંત્રનું ઉચ્ચારણ સમસ્ત વાતાવરણમાં વધુ ને વધુ ભળી રહ્યું હતું.આ મંત્રથી બધાનાં શરીરમાં નવી ઉર્જાનો સંચાર થવા લાગ્યો હતો.

સૌ પ્રથમ હેત્શિવાએ બે હાથ જોડી પોતાના મન હ્દયમાં મહાદેવને બેસાડ્યાં અને અકાલ રાક્ષસનો ભુલ્યે ચૂક્યે થયેલો કુસંગ છોડી કામ, ક્રોધને સિંહાસનની જ્વાળાઓમાં પધરાવ્યો.

क्रीं क्रीं क्रीं हूँ हूँ ह्रीं ह्रीं दक्षिणे कालिके क्रीं क्रीं क्रीं हूँ हूँ ह्रीं ह्रीं स्वाहा॥

મંત્રોના જાપ સાથે જ એણે એક પગ અંદર મુક્યો,ત્યાં જ એનાં આખાં શરીરની ભરતે અગ્નીની જ્વાળાઓ વિટાવા લાગી ગઈ.પરંતુ જેનાં પર મહાદેવ પ્રસન્ન હોય અને ભદ્રકાલી સાક્ષાત્ હાજરો હાજર હોય એને શું ડર લાગવાનો...!એને તો સંસારનો ભોગ રોગ બંને સમાન જ લાગે.હેત્શિવા બે હાથ ફેલાવી સિંહાસનની વચ્ચોવચ્ચ પહોંચીને આગને ગળે લગાવી રહી હોય એવું દ્શ્ય દેખાવા લાગ્યું હતું. જીવનની આશ નથી કે એને મૃત્યુનો ડર નથી.એતો ધર્મનું આશન બિછાવી પોતાની દષ્ટિ નાસિકા ઉપર સ્થિર કરી હર હર મહાદેવનાં જપ કરવા લાગી ગઈ હતી. હેત્શિવાની ભક્તિ પરિપક્વ થઈ ગઈ હતી. સ્વયં ભદ્રકાલી એનાં ખંભા પર હાથ મૂકી એની ભક્તિને ધન્યતા આપી સિંહાસનમાં પધાર્યા. હેત્શિવા એ જ્વાળાઓમાંથી પસાર થઈ પોતાના આગલા જીવન માટે સ્વસ્થ અને સુરક્ષિત બની ગઇ.હેત્શિવાએ બહાર નીકળી ભદ્રકાલીને સાષ્ટાંગ પ્રણામ કર્યા.

હેત્શિવા એ અગ્નિની જ્વાળાઓમાંથી સહીસલામત બહાર નિકળી ગઈ.ત્યાંજ બધાં જ રાક્ષસી જીવો એની પાસે દોડી આવ્યા અને ને ભાવુક થઈને એને ભેટી પડ્યા.

હવે બધા આ ક્રિયા એક એક પછી એક કરવા લાગી ગયાં.બધાની કાયામાં પારાવાર પીડા ઉપડતી જેને સહન કરવી બહુ અઘરી થતી હતી.આમ,અગ્નિની જ્વાળાઓ રાક્ષસી પ્રજાનાં શરીરના નકામાં ભાગને બાળતી હતી.ત્યારે એ પીડા અસહનીય બનતી જતી હતી. પવનની લહેર આવતા અગ્નિની જ્વાળાઓ ખરાબ કાયાની સાથે સારી કાયાને પણ વધારે તપાવી રહી હતી.આ દ્શ્ય જોતાં એક રાક્ષસી છાવણી વધુ ડરી રહી હતી.એનાં ડરને ભગાવવા હેત્શિવાને એક માઈન્ડ પાવર વધારવાની યુક્તિ સૂઝી,

આ ક્રિયા કરવામાં ડરતી છાવણીને જોઈને એનો ખોટો ડર કાઢી નાખવા અને એનો માઈન્ડ પાવર વધારવા કોશિશ કરતા એ કહેવા લાગી કે,

"એને પીડા થાય છે જે કમજોર છે.કોઈ પથ્થર ફેંકે આપણી ઉપર એ પહેલાં આપણે પથ્થરનો ઘા લાગે નહીં એ માટે દુગની તાકતથી વિકસીત થવું જરુરી છે."હેત્શિવાએ ડરેલી છાવણીને સાહસ આપતા મોટા અવાજે પડકાર કરી તે જગ્યામાં જવા કહ્યું.

" હું આ અગ્નિમાંથી નીકળવા ફેલ થઈ જઈશ તો...!
છાવણી ગભરાતા સ્વરે આગળ વધી રહી હતી.

" તું કરી શકીશ મને વિશ્વાસ છે.અને ન કરી શકે તો સમજજે જિંદગી પુરી થઈ ગઈ હતી."

આમ બોલી હેત્શિવાએ એનાં દિમાગ પર વાર કર્યો. અને એ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઇ ગઈ. એ એને ખબર પણ ન પડી.
"ક્યારેક મૃત્યુની જંગ સામે આપણા દિમાગને લડવું પડે છે. ખુબજ સરસ છાવણી તે આજ ડરને હરાવ્યો.આપણી જંગ આપણે જીતવી છે.અને હરેકે જીવીત પણ‌ રહેવું છે.તેથી તો મહાદેવનાં આ વરદાનથી આપણે વધુ શક્તિશાળી બની જઈશું."

છાવણીને સહીસલામત બહાર નિકળતા જોઈ,હવે જેને ડર લાગતો હતો એ બધાનો ડર પણ નીકળી ગયો. રાક્ષસી પ્રજાનાં એક પછી એક સભ્ય આ જ્વાળાઓમાંથી પસાર થવા લાગ્યા.આમાંથી પ્રસાર થયા પછી એ મૂર્છિત થતાં જતાં હતા.હેત્શિવાનાં હાથ ફેરવતા જ નવા પથ માટે એ બધાં સજ્જ થય ગયા હોય એમ સરેરાટ ઉભાં થઇ જતાં હતાં.

એવી નવ ચેતનાનો સંચાર થય રહ્યો હતો કે, હવે એનું શરીર ગમે તેવા મહાકાય પ્રાણીઓનો સામનો કરી શકવા સક્ષમ બની ગયું હતું.આમ થતાં બધી રાક્ષસી પ્રજાનું મનોબળ વધી રહ્યું હતું હવે એ પરમશક્તિ પ્રાપ્ત કરી ચૂક્યા હતાં.

રાક્ષસી પ્રજાનાં શરીર વધુ શક્તિશાળી બનતા બધાનાં શરીર હાંફી રહ્યાં હતાં.એ એવી શક્તિ પ્રાપ્ત કરી ચૂક્યા હતા કે,ગમે તેવાં મહાકાય પ્રાણીઓનો પણ હવે સામનો કરવો પડે તો પણ એણે પીછેહટ કરવી ન પડે.નવી ચેતનાનો સંચાર થતાં જાણે કોઇ શિકાર શોધી રહ્યા હોય એમ જળચર પ્રાણીઓ આમ તેમ ફરી રહ્યા હતા.આ દ્શ્ય જોતાં એવું લાગી રહ્યું હતું કે ભુખ્યો સિંહ પોતાનો શિકાર શોધવા માટે વધુ શક્તિ દાખલ થય હોય એવી જ રીતે તડાપ મારતાં હતાં. કોઈ દૈત્યનો પણ સામનો કરવો પડે કદાચ તો એને હવે કોઈ ડર ન હતો. હજારો વર્ષોથી દૈત્યો કમજોર પ્રાણીઓનો શિકાર કરી રહ્યા હતાં.પરંતુ આ જોતાં એવું લાગી રહ્યું હતું કે,
હવે દિવસ રાક્ષસી પ્રજાનો હતો.હવે દિવસ આ રેતમહેલના પ્રાણીઓનો હતો.

આ ઉત્સવ પૂરો થતાં હરકોઈના મનમાં આશ્ર્ચર્યની લહેર ભળી વળી. ધીમે ધીમે રાત્રીનો પહર વધતા આકાશમાં અંઘકાર છવાઇ ગયો. અચાનક પવનનાં સૂસવાટા વધી ગયાં એની સાથે પાણીનાં મોજા ટાપુ પર વધારે જોરથી અથડાવા લાગ્યા.દરિયામાં સુનામી આવવાનાં અણસાર દેખાઈ રહ્યા હતાં. તેથી આ કાર્યક્રમ પુરો થતાં બધા જીવો ત્યાંથી પોત પોતાની જગ્યાએ જવા નીકળી ગયાં. ત્યાંથી નીકળી ગયાની થોડી ક્ષણો બાદ હેત્શિવાની બોટ સામે અચાનક એક તુફાન આવી રહ્યું હતું. પરંતુ એ બાબતે બધા હજુ અજાણ જ હતાં.

અગ્ની મહોત્સવ મેળામાંથી પાછાં ફરતાં હતાં ત્યાં અચાનક અધવચ્ચે રસ્તામાં એક તુફાન એની સામે અથડાયું.

ત્યારે અચાનક એની નજર એક પેટી પર પડી,એ જોઈને એને ખબર પડી કે,"આ હરકત અકાલ રાક્ષસીઓની છે." વિરાસતનો ખજાનો એની સાથે જ આવી ગયો હતો.આ ખજાનાની પેટી સહી સલામત રાક્ષસી વિરાસતમાં મુકવા માટે નિલક્રિષ્ના ફરી એ અગ્ની મહોત્સવ હતો એ જ જગ્યાએ જઈ રહી હતી. એકલા જવામાં પોતાને ખતરો ઘણો હતો.પરંતુ આ ખજાનાની પેટી એની જગ્યાએ મૂકવી પણ જરૂરી હતી.

હેત્શિવાએ એક મંત્ર બોલ્યો અને પોતાની સાથે રાખેલી એક પેટા નાવનું સ્વરૂપ મોટું કર્યું અને એ નાવના કંટ્રોલ નિલક્રિષ્નાને આપ્યાં અને એ ખજાનાની પેટી એમાં મુકીને ફરી એ બાજું જવાં નિકળી ગઈ.

આ બાજુ હેત્શિવા રેતમહેલના બધા પ્રાણીઓને સહીસલામત પહોંચાડવા તુફાન સાથે મથી રહી હતી. બધાનું ધ્યાન રાખવું જરૂરી હતું.એટલે બન્નેનું એકસાથે જવું અશક્ય હતું. નિલક્રિષ્ના હેત્શિવા માની આજ્ઞાથી
રાક્ષસી વિરાસતનો ખજાનો એક નાની નાવમાં લઇને ફરી એ જ જગ્યાએ જવા નીકળી ગઈ હતી.

નાવ લઈને નીકળેલી નિલક્રિષ્ના પાસે વિરાસતનો ખજાનો જોઈ એક દૈત્ય રાક્ષસ ?

(ક્રમશઃ)

- કૃષ્ણપ્રિયા