Nilkrishna - 10 in Gujarati Spiritual Stories by કૃષ્ણપ્રિયા books and stories PDF | નિલક્રિષ્ના - ભાગ 10

Featured Books
Categories
Share

નિલક્રિષ્ના - ભાગ 10

અગ્નિ મહોત્સવમાં આવેલ બધી રાક્ષસી પ્રજાને રહેવા માટે જગ્યા અને ચોક્કસ સ્થાન આપ્યા પછી હેત્શિવાએ બધાને સંબોધન કરતાં કહ્યું કે,

"હે અગ્નિ મહોત્સવમાં પધારેલ પવિત્ર રાક્ષસી પ્રજાઓ!
આપણે જાણીએ છીએ કે, આ મહોત્સવ શા માટે આપણે ઉજવણી કરીએ છીએ.આ અગ્નિ આપણા બેકાર થઈ ગયેલા હિસ્સાને બાળી નાખે છે. અને આપણે ફરી નવા જીવનની શરૂઆત આપે છે. આ ૧૦૦ વરસનાં ગાળામાં આપણાં શરીરનો અમુક હિસ્સો નકામો થઈ જાય છે. એને બહાર કાઢવો જરૂરી બને છે.બસ આ મહોત્સવ આપણને સુરક્ષિત કરવા માટે જ હોય છે. આજ સત્ય છે આપણાં જીવનનું ! ભલે આપણને દુનિયા રાક્ષસી સમજે પરંતુ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઇ આપણે પોતાને સાબિત કરી દઈએ છીએ.આ વખતે આપણે આ આપણી સાથે રાખેલા આ પાલતું પ્રાણીને સાથે લઈને જ આ આગમાંથી ઓળંગવાનું છે."

આટલું સાંભળતાની સાથે જ ટોળે વળી વળીને રાક્ષસી પ્રજા આસપાસ એકબીજા સાથે વાતો કરવા લાગી.
કેમ કે આ નવો બદલાવ અમુક રાક્ષસી પ્રજાને મંજુર ન હતો.

આમ કરવું ઘણાને પસંદ ન હતું. રાક્ષસી પ્રજામાં બે ભાગલા પડવા લાગ્યા. અકાલ રાક્ષસ પોતાની પ્રજા સાથે અહીંથી નીકળી જવા માંગતો હતો.કેમ કે, એને હેત્શિવાની આગેવાની મંજૂર ન હતી.અને હેત્શિવા જેવું સારું થવું પણ કોઈને પસંદ ન હતું.રાક્ષસી હતાં એટલે રાક્ષસી વૃતિ જ પસંદ હતી.

છેવટે જેને હેત્શિવાની આગેવાની હેઠળ રહેવું હોય એને સાથે રાખવામાં આવ્યાં. અને બીજાં પોતાનું જુદું જૂથ બનાવી શકે એવો આદેશ આપવામાં આવ્યો. આજ સુધીનાં ઈતિહાસમાં એવું બન્યું ન હતું કે,"રાક્ષસી પ્રજામાં ભાગલા પડ્યા હોય."

યુધ્ધ ન કરતાં બધાએ શાંતિસભા ગોઠવી નિર્ણય કર્યો.
એવું નક્કી કરવામાં આવ્યું કે, અકાલની આગેવાની હેઠળ રહેલ રાક્ષસી પ્રજા ઉતર ધ્રુવ પર પોતાનો વિસ્તાર વધારી શકશે.એ પ્રમાણે સંગઠન દ્વારા નિર્ણય કરવામાં આવ્યાં.હવેથી રાક્ષસી પ્રજા બે ભાગમાં વહેંચાઇ ગઇ.દક્ષિણ ધ્રુવની રાક્ષસી પ્રજાની આગેવાની હેત્શિવાની અને ઉતર ધ્રુવની રાક્ષસી પ્રજાની આગેવાની અકાલ રાક્ષસ હેઠળ...! પરંતુ અકાલનાં મનમાં કંઈક અલગ જ યોજના જન્મ લઈ રહી હતી.

એ જોઈ હેત્શિવાએ એને કહ્યું કે,

"હાર-જીત એ બાબતે હું કંઇ જાણતી નથી.આ શક્તિ વરદાન બધી જ રાક્ષસી પ્રજા પાસે છે જ!
પરંતુ યાદ રહે કે,શક્તિ સાથે મહાદેવ પણ હોવા જરૂરી છે.આ ઉત્સવનો ત્યાગ કરવો એ પોતાની મરજી હોય શકે, પરંતુ મહાદેવને છોડવા એટલે પોતાની શક્તિઓ છીણ કરવી.હું હમણાંજ એલાન કરી દઈશ કે આપણા વિભાજન થઇ ગયા છે.મધરાત થઇ ગઈ છે જે સુઈ ગયા છે એને ઉઠાડવા જરૂરી નથી.આજ રાત બધાંજ અહીં રહેશે.આમ,પણ અલગ જૂથ થવાથી હવે કાલનાં આ ઉત્સવનો મહોત્સવ નહીં રે!"

હેત્શિવાની આંખોમાંથી ખળખળ આંસુ વહી રહ્યાં હતાં.કેમ કે,આજ સુધી જે રાક્ષસી પ્રજાને એ પોતાનાં જીવથીય વધુ વહાલ કરતી હતી એ હવે અલગ જૂથમાં વહેંચાઈ રહી હતી.અને સૌથી વધુ દુઃખ એ‌ વાતનું પણ હતું કે,

"ભવિષ્યમાં બધાનાં સાથની એને વધું જરૂર પડવાની હતી.તેવાં સમયે પોતાની પ્રજા અલગ થઈ રહી છે."

કલાકો એકાંતમાં બેસીને અગ્નિ દેવતાને પ્રગટાવ્યા વગર ઉત્સવની છેલ્લી શ્રણ સુધી એ રાહ જોવા માંગતી હતી કે,કદાચ બધાનાં મન બદલી જાય અને ઉત્સવ એકસાથે ચાલુ થઈ જાય.બ્રહ્મ મૂરત પુરું થવા આવ્યું હતું અને સુરજ ક્ષિતિજ પર ડોકું કાઢી રહ્યો હતો.વિરોધી પક્ષ દ્વારા આ વાતનું એલાન થયાં પછી બધા રાક્ષસો ભેગાં થવા લાગ્યા.અને પોત પોતાના વિચારો પ્રમાણે બે જૂથમાં વહેંચાઈ ગયા.

આમ થવાથી આ ત્યોહારનો હેત્શિવાના જુથને હવે કોઈ ઉત્સવ ન હતો.પરંતુ જે પરંપરા હતી એ પુરી રીતે પૂર્ણ કરવાની તો હતી જ! ઉત્સવમાં સામિલ થવા ન માંગતી અકાલની રાક્ષસી પ્રજા દક્ષિણ ધ્રુવ તરફ જવા રવાનાં થઇ ગઈ.અને આ બાજુ અગ્નિ મહોત્સવની તૈયારી શરૂ થવા લાગી.

હેત્શિવાએ આજ્ઞા આપી એટલે અગ્નિ મહોત્સવની તૈયારીઓ થવા લાગી.સૌ પ્રથમ માતાજીની મૂર્તિ પર જળ અર્પણ કરવામાં આવ્યું.કમળ ફૂલ, બ્લડ રેડ અને સેંકડો ભુજા વાળા પોધાઓ ભદ્રકાલીને આરતી કરતી વખતે ચડાવવામાં આવી રહ્યા હતાં.મા ભદ્રકાલીને આજ બધી જ વસ્તુઓ લાલ કલરની અર્પણ કરવામાં આવી હતી.લાલ ફૂલોની માળાઓ પહેરાવી પકવાન ધરવામાં આવ્યાં. એ દ્વારા એક વાત પણ સમજાવવામાં આવી કે,'આ બધાં પકવાન માત્ર સાધન છે.ભોજન સ્વાદ માટે નહીં પરંતુ શરીરના પોષણ માટે જ કરવું.જે કંઈ ભોજન મળે એને હંમેશા અમૃતતુલ્ય માનવું જોઈએ.'

"આપણું રક્ષણ કરવા અહીં મા ભદ્રકાલી હાજરો હાજર છે.અગ્નિ મહોત્સવમાં જે રીતે આપણા ખરાબ થઈ ગયેલા હિસ્સાનું બલીદાન આપવાનું છે.એ કાર્ય કરવામાં કોઇ પાછળ હટશે નહીં.ભક્તો માતાજીને બહું વ્હાલા લાગે છે.માતાજી સ્વયં આવી ભક્તોનું રક્ષણ કરે છે."હેત્શિવા
આ વાતથી બધાને હિમ્મત આપી રહી હતી.

એટલીવારમાં નિલક્રિષ્ના પણ માતાજીની કૃપાથી બે દિવસ માટે અહીં આ સ્થાને પોતાનાં પૃથ્વીગમન માટેની
વાત ભૂલી ઉત્સવમાં લીન દેખાઈ રહી હતી.આજ સુધી એ સમુદ્રમાં જ રહી હતી.પરંતુ એને પોતાનું આ સ્વરૂપ પહેલી વાર જ જોયું હતું.પરંતુ માતાની આ કૃપા એનાં પર હજોરો વર્ષો સુધી આવી જ રહેવાની હતી.

નિલક્રિષ્નાને પોતાની તરફ આવતા જોઈ હેત્શિવાએ એને કહ્યું કે,"પુત્રી માતાજીનાં સ્મરણમાં લીન થઈ જા!મા નુ સ્મરણ કરવાથી જીવ પરિપક્વ બને છે.જ્ઞાન અનેે ભક્તિ પરિપક્વ થાય ત્યારે જ જીવ સંસારવૃક્ષમાંથી છૂટો પડે છે. જેમ કે,કોઈ પણ વૃક્ષનું ફળ જ્યારે પાકે છે ત્યારે જ એ વૃક્ષની ડાળીને છોડે છે.એજ રીતે તારામાં મેં સંપુર્ણ જ્ઞાન તો ભરી દીધું છે.પરંતુ એ જ્ઞાનની સાથે ભક્તિ મળતા તું પુર્ણ પરિપક્વ બની જઈશ.અને મારી જવાબદારી પૂર્ણ થશે."

આમ કહી એ થોડું આગળ વધી અને એને જોયું કે,

નિલક્રિષ્નાને જ્ઞાનધર્મની વાત કહ્યા બાદ હેત્શિવા થોડું આગળ ચાલી.ત્યાં જઈને એને જોયું કે,માતાજીની મૂર્તિ પર શણગાર થઈ ગયો હતો.તેથી હવે એ મહોત્સવનો ફરી સમય નિર્ધારિત કરવા માટે મા ભદ્રકાલી સામે એકાંતમાં બેસીને આરાધના કરવા લાગી ગઈ.

અગ્ની મહોત્સવ મેળો હર સો વર્ષનાં અંતરે ભરાતો હતો. હેત્શિવાએ ધ્યાનમાં લીન થતાં જોયું કે,"દક્ષિણ ધ્રુવ તરફ પહોંચ્યા પછી અકાલ પોતે જ પોતે રચેલી રીયાસતને જોઈ દુઃખમાં ડૂબી ગયો હતો.એનું સિંહાસન કાંટાઓથી લાદેલુ દેખાય રહ્યું હતું.અને સિંહાસનની આજુબાજુ અગ્નિની જ્વાળાઓ ઝળહળતી હતી.એ ભદ્રકાલીનાં શ્રાપથી રચાયેલ એક આકૃતિ હતી.મા ભદ્રકાલીએ આટલી અગ્નિ વચ્ચે પણ અકાલને સહીસલામત રાખ્યો હતો.માતા આ દ્વારા એને એક વાત સમજાવતા હતા કે,

" પ્રારબ્ધ પ્રમાણે જ બધાનું રક્ષણ થાય છે.વાંસનાનાં નાશ વગર તત્વાનુભવ થતો જ નથી.જે તે કર્યું છે એ અયોગ્ય છે.હવે જે થઇ રહ્યું છે.એ તારું પ્રારબ્ધ છે.અને પ્રારબ્ધ ભોગવ્યા વગર છુટકો નથી થતો અને વાસનાનો નાશ પણ નથી થતો.મન જ્યાં સુધી વાસનામાં ફસાયેલું છે ત્યાં સુધી મોક્ષ પ્રાપ્ત થતો નથી.હવે જે તને મળ્યું છે કે,તે મેળવ્યું છે.એ માત્ર ભ્રમ છે હકિકત નહીં.વાણી અને વર્તન જેનાં એક નથી,એવા તારાં જેવા રાક્ષસો પોતાને ભલે જ્ઞાની માને પરંતુ એને ધર્મ-ભક્તિ મળવી મુશ્કેલ છે.જ્યારે જ્યારે શૈતાન બુધ્ધી શરીરમાં પ્રવેશે છે,ત્યારે એનો વિનાશ આવશ્યક બની જાય છે.સર્વે ભોગની વસ્તુ હાજર હોવા છતાં પણ જેનું મન સદા સૌનું કલ્યાણ કરવા માટે હાજર રે છે એ જ સાચો જીવ છે."

ફરજિયાત સમુદ્રી રાક્ષસીઓને આ અગ્નિ મહોત્સવમાં પહોંચવાનું હતું.પરંતુ અકાલ ત્યાં આવ્યો હોવા છતાં એ પોતાનું અલગ જૂથ બનાવી ત્યાંથી નીકળી ગયો હતો.
આ એવી જગ્યા હતી જ્યાં બધા જીવો પોતાના પાપો ધોય શકતાં હતાં.અને પવિત્ર અગ્નિની જ્વાળાઓમાં પોતાની આંખોનું તેજ વધારી પણ શકતાં હતાં.પરંતુ
આ વાત અકાલને સમજ આવી ન હતી.

મા ભદ્રકાલીનું ધ્યાન ધરતાં જ એનાં પ્રકોપથી ડરામણું ચિત્ર પ્રગટ થયું,

(ક્રમશઃ)

- કૃષ્ણ પ્રિયા✍️