Ek Punjabi Chhokri - 34 in Gujarati Science-Fiction by Dave Rup books and stories PDF | એક પંજાબી છોકરી - 34

Featured Books
Categories
Share

એક પંજાબી છોકરી - 34

સોહમના મમ્મી સોનાલીને કંઇક પૂછવા જતા હતા ત્યાં બોલતા બોલતા અટકી ગયા કારણ કે મયંકના મમ્મી અચાનક તેમની પાસે આવી જાય છે અને તેમને પૂછવા લાગે છે કે તમે સોહમના મમ્મી છો ને? સોહમના મમ્મી કહે છે હા બોલો ને કંઈ કામ હતું? તો મયંકના મમ્મી કહે છે સોહમ ખૂબ સારો ને ડાહ્યો છોકરો છે અવારનવાર તે મયંકને લેવા ને છોડવા ઘરે આવતો હોય છે. સોનાલી મયંકના મમ્મીની વાત સાંભળે છે અને એકદમ જ ડરી જાય છે કે ક્યાંક મયંકના મમ્મી મારું નામ ન લઈ લે.તે મનોમન વિચારે છે કે મયંકના મમ્મીને ગમે તેમ કરીને સોહમના મમ્મી સાથે વાત કરતા અટકાવવા પડશે.તે થોડું વિચારી મયંકને ઈશારો કરે છે મયંક આ બધાથી દૂર સોહમ સાથે ઊભો હતો. સોનાલી ઈશારો કરે છે એટલે મયંક સમજી જાય છે કે સોનાલી શું કહેવા માગે છે તે તરત દોડીને તેના મમ્મી,સોનાલી ને સોહમના મમ્મી ઊભા હતા ત્યાં પહોંચી જાય છે અને તેના મમ્મીને કહે છે ચલ મમ્મી ઘરે બહુ લેટ થાય છે.ઘરે દાદી રાહ જોતા હશે.મયંકના મમ્મીની વાત અધૂરી રહી જાય છે પણ મયંક તેના દાદીનું નામ લે છે તેથી મયંકના મમ્મી તરત જવા માટે તૈયાર થઈ જાય છે.તે તેમના સાસુ એટલે કે મયંકના દાદીથી ખૂબ ડરે છે ગમે તેમ તોય તે તેમના સાસુ છે એટલે ડરવું તો પડે જ એટલે મયંક દાદીનું નામ લઈ તેના મમ્મીને લઈ જવામાં સફળ થાય છે.

મયંક અને તેના મમ્મી પપ્પા ત્યાંથી જાય છે ત્યારે સોનાલીના જીવમાં જીવ આવે છે.પછી મનમાં વિચારે છે કે આજ તો હું માંડ બચી નહીં તો મારા ઘરના સભ્યોને ખબર પડી જાત તો મારા પર બહુ ગુસ્સે થાત.સોહમ ને તેના મમ્મી તથા સોનાલી, વીર અને તેમની ફેમીલી બધા સાથે જ નીકળે છે.વીર હવે બહુ મોટો થઈ ગયો છે તેથી તે કાર ચલાવી લે છે પણ સોનાલીની ફેમીલી મોટી હોવાથી બધા તેમની કારમાં ન આવી શકે તેથી સોનાલીને સોહમ ની કારમાં જવું પડે છે.સોહમ ના મમ્મી સોનાલી તેમની કારમાં આવે છે તે જાણીને પાછળ બેસી જાય છે ને સોનાલીને આગળ બેસવા કહે છે આજે ઘણાં દિવસ પછી સોનાલી ને સોહમ આ રીતે સાથે ઘરે જતા હતા.બંને ને જૂના દિવસો અને તે બંને ની પહેલાંની મજાક મસ્તી યાદ આવી જાય છે.જે હવે તે બંને વચ્ચે સાવ બંધ જ થઈ ગઈ હતી.સોહમ વારે વારે સોનાલી તરફ જોયા કરે છે આજે ઘણાં દિવસ પછી તેને સોનાલીને સરખી રીતે જોવાનો મોકો મળ્યો હતો તેને સોનાલી માટેની પોતાની ફિલિંગ નો અહેસાસ થતો હતો પણ બંને એકદમ ચૂપ હતા છતાં બંનેની ચૂપી ઘણું બધું કહી રહી હતી. સોહમ ના મમ્મી આ સુંદર નજારો જોતા જોતા એકલા જ હરખાતા હતા.તે તો સપનામાં ખોવાઈ ગયા કે સોહમ અને સોનાલી ના લગ્ન થાય છે પોતે પણ હીરોઈનની જેમ તૈયાર થયા હોય છે. આવા બધા વિચારો ચાલતા હતા તેમના મગજમાં ત્યાં જ સોનાલી ના ફોનમાં મયંક નો મેસેજ આવે છે અને સોહમ જાણે અચાનક હોંશમાં આવ્યો હોય તેમ કારને જોરથી બ્રેક મારે છે સોહમના મમ્મી દિવાસ્વપ્નમાંથી જાણે અચાનક જાગ્યા હોય તેમ ડરી જાય છે.સોહમ પણ જાણે હોંશમાં આવ્યો હોય તેમ સોનાલી સામે જોવાનું છોડી દે છે.

સોનાલીના મમ્મી સોનાલી ને મયંકને પૂછે છે કે તમે બંને કેમ હવે એકબીજા સાથે વાતો કે મજાક મસ્તી નથી કરતા? બંને એકસાથે જ બોલી પડે છે વાતો તો કરીએ જ છીએ અને હવે મોટા થઈ ગયા તો શું મજાક મસ્તી કરીએ.સોહમના મમ્મી પણ એમ થોડા માની જાય તેમ હતા તે પાછું પૂછે છે તમારા બંને વચ્ચે કંઈ લડાઈ થઈ છે? બંને કહે છે ના.સોહમના મમ્મી સોનાલીને કહે છે મયંક તો હવે તારો બહુ સારો મિત્ર બની ગયો છે નહીં સોનાલી!તું એની સાથે ઘણી વાતો ને મજાક મસ્તી કરતી હતી.સોહમ સોનાલીને બચાવવા વચ્ચે જ બોલી પડે છે મમ્મી મયંક અમારા બંનેનો ખૂબ સારો મિત્ર છે અને તેનો સ્વભાવ જ મસ્તીખોર છે અને હું સાવ શાંત સામે સોનાલી પણ એવી જ છે.


શું સોહમના મમ્મી સોનાલી અને સોહમના જવાબથી સંતુષ્ટ થયા હશે?
શું સોનાલી અને મયંક વચ્ચે પહેલાં જેવી મિત્રતા થઈ શકશે?

આ બધું જ જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.