Be Ghunt Prem na - 15 in Gujarati Love Stories by Nilesh Rajput books and stories PDF | બે ઘૂંટ પ્રેમના - 15

Featured Books
Categories
Share

બે ઘૂંટ પ્રેમના - 15


" પણ અર્પિતા તને આ છોકરો ગમ્યો કઈ રીતે?" રાહુલે કહ્યું.

" વોટ ડુ યુ મીન?" અર્પિતા એ તુરંત રાહુલની આંખોમાં આંખ મિલાવતા કહ્યું.

" મીન્સ કે તને તો મારા જેવા બોડી વાળા છોકરા ગમે છે ને તો પછી તે આવા સિંગલ બોડી વાળા છોકરાને પસંદ કેવી રીતે કર્યો? મને તો જોતા જ એ બિચારો લાગે છે....બહાર કોઈ જઘડો થઈ જશે તો ફાઇટ પણ નહિ કરી શકે... એ તારી રક્ષા કેવી રીતે કરશે? વેરી બેડ ડિસિઝન..."

થોડીક ક્ષણ માટે અર્પિતાને રાહુલની વાત સત્ય લાગી. કારણ કે આ એક મહિનાની મુલાકાતમાં એ કરનના સ્વભાવને સારી રીતે જાણી ગઈ હતી. એનો સ્વભાવ નમ્ર અને શાંત હતો. એણે ક્યારેય ઉંચા અવાજે કોઈ સાથે વાત તક નહોતી કરી. પરંતુ આજના જમાનામાં ગલત સામે લડવું જરૂરી છે. આ વાતનો ખ્યાલ અર્પિતાને સારી રીતે હતો.

" ક્યાં ખોવાઈ ગઈ અર્પિતા...? વિચારમાં પડી ગઈ ને? હજુ સમય છે વિચાર કરી લે સગાઈ જ થઈ છે લગ્ન નથી થયા....અને હું આજે પણ તારી સાથે સબંધ બાંધવા તૈયાર છું...બે વર્ષ પહેલા જે થયું એ એક ખરાબ સપનું સમજીને ભૂલી જા.... આપણે આજથી નવી શરૂઆત કરીએ.....દેશ વિદેશ ઘુમવાનું તારું સપનું છે ને, એ પણ હું પૂરી કરી દઈશ... બસ તું હજુ એક વખત મારો હાથ થામી લે..." રાહુલે શબ્દોના એવા તે પ્રહાર કર્યા કે અર્પિતા બે ઘડી વિચારમાં જ પડી ગઈ. આ મોકાનો ફાયદો ઉઠાવતા રાહુલે અર્પિતાનો હાથ પણ પકડવાની કોશિશ કરી પણ જ્યાં રાહુલનો હાથ અર્પિતાના હાથને સ્પર્શ કરે કે ત્યાં જ સંજય આવી ચડયો.

" તો રાહુલ જઈએ આપણે?"

" ઓકે..." રાહુલે તુરંત હાથ હટાવતા કહ્યું.

" ઓકે ભાભી તો અમે જઈએ....કરન તો બે મિનિટ કહીને ગયો પણ આવ્યો જ નહિ...અમારે લેટ થાય છે સો..."

" ઓકે તમે જાવ હું કરનને કહી દઈશ..."

" થેંક્યું ભાભી..." સંજય અને રાહુલ ત્યાંથી જતા રહ્યા. જતા સમયે રાહુલે અર્પિતા તરફ આંખ મારીને ફરી વિચાર કરવાનો ઈશારો પણ કર્યો. પરંતુ અર્પિતા એ સામે કોઈ વળતો ઉતર ન આપ્યો.

સંજય અને રાહુલના જતા જ કાજલ ભાભી અર્પિતા પાસે આવ્યા અને બોલ્યા. " શું કહેતો હતો એ ચમચો?"

" કઈ નહિ..."

" શું કઈ નહિ...કઈ નથી કીધું તો તારો ચહેરો આમ ઉતરી ગયેલો કેમ છે? અર્પિતા સાચું સાચું બોલ એ રાહુલે શું પટ્ટી પડાવી છે તને?"

" ભાભી...તમે ખામા ખા ફાલતુ સવાલ કરો છો....ચાલોને કંઇક ખાઈએ મને જોરદાર ભૂખ લાગી છે...."

" મને બધી ખબર છે, તું કહેવા નથી માંગતી..." બન્ને સાથે જમવા માટે જતા રહ્યા.

" ના ભાભી એવું કંઈ નથી..." રસ્તે કાજલે ઘણી જાણવાની કોશિશ કરી પણ અર્પિતા એ પોતાનું મોં ન જ ખોલ્યું.

સગાઈની પૂર્ણાહુતિ બાદ સૌ પોતપોતાના ઘરે જવા નીકળી ગયા.

" હું તો સગાઈમાં જ થાકી ગઈ ભાભી....ખબર નહિ લગ્નના દિવસે શું હાલત થશે?" પોતાના પગને કસરતા અર્પિતા એ કહ્યું. ત્યાં જ બાજુના સોફા પર કાજલ આવીને બેસી અને ધીરેથી અર્પિતાના કાનમાં કહ્યું. " સુહાગરાતમાં આમ પગ વાળીને બેસી ન જતી નહિતર કરન સુહાગરાત માટે બીજી કોઈને બોલાવી લેશે..."

" શું તમે પણ ભાભી...."

" શું વાત ચાલે છે? જરા અમને પણ કહો..." ત્યાં જ નીતીશ આવીને બોલ્યો.

" કઈ નહિ હું તો બસ તમારી લાડકી બેનને થોડીક ટિપ્સ આપતી હતી..."

" તારી પાસેથી ટિપ્સ લેશે એટલે બિચારા કરનનું તો આવી બન્યું..."

" કોનું આવી બનવાનું છે? હે નીતીશ?" થોડે દૂરથી રમેશભાઈ સાંભળી ગયા અને નજીક આવીને બોલ્યા.

" અરે પપ્પા કઈ નહિ અમે તો બસ મશ્કરી કરતા હતા .." નીતીશે વાતને સંભાળી લીધી.

આખો પરિવાર એકસાથે બેસીને સગાઈમાં આવેલા મહેમાનો વિશે વાતચીત કરવા લાગ્યા. પરંતુ અર્પિતાનું ધ્યાન કઈક બીજા વિચારોમાં જ ખોવાયેલું હતું.

રાતના અગિયાર વાગી ગયા પણ અર્પિતા એ કરનના મેસેજનો જવાબ ન આપ્યો. ન જાણે કેમ પણ રાહુલની કહેલી વાત વારંવાર એના દિમાગમાં અવળા વિચારો પેદા કરી રહી હતી.

ત્યાં કરન બસ અર્પિતાના મેસેજનો રાહ જોતો જાગી રહ્યો હતો. " લાગે છે એ થાકીને સુઈ ગઈ હશે...મારે પણ હવે સૂઈ જવું જોઈએ... ગુડ નાઈટ અર્પિતા..." બગાસાં ખાતા કરને ફોન ટેબલ પર મૂક્યો અને સૂઈ ગયો.

ક્રમશઃ